Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 247
________________ તું જ વિચાર : તારા ધણીએ કર્યું છે તે બરાબર છે ? પારકા બૈરાને ઉઠાવી જવા એ કેટલું અધમ કાર્ય છે? તું સ્ત્રી થઇને પણ આટલી વાત નથી સમજતી ? મને તો બહુ નવાઇ લાગે છે. મારી સામે તું શું જોઇ રહી છે ? ઊઠ... ઊઠ... જલદી ઊઠ... પાપિણી ! હવેથી તારું મોટું મને બતાવીશ નહિ. સીતાની આક્રોશભરી વાણી સાંભળી મંદોદરી વિલખી બની જતી હતી. હવે હનુમાને ઝાડ પરથી નીચે ઊતરી સીતાને બધા સમાચાર આપ્યા. અત્યાર સુધી સીતાએ અનાજનો કણ પણ લીધો હોતો. હનુમાનના આગ્રહથી સીતાએ એકવીસ ઉપવાસનું પારણું કર્યું. પોતાનું કામ પૂરું કરીને હવે હનુમાને તોડફોડ શરૂ કરી. મારો આખો બગીચો ઉજ્જડ બનાવી દીધો. ઉદ્યાન-પાલકોએ મને આ ખબર આપી. મેં સૈનિકોને મોકલ્યા. પણ આ તો હનુમાન ! બધા સૈનિકોનો તેણે એકલા હાથે લોથ વાળી દીધો. આ સમાચાર મળતાં હું એકદમ ગુસ્સે ભરાયો. મેં મારા પરાક્રમી પુત્ર ઇન્દ્રજિતુને ત્યાં મોકલ્યો. ખરેખર મારા પુત્રે તરત જ કામ કરી આપ્યું. હનુમાનને તે જીવતો પકડી લાવ્યો. પણ હનુમાને તો કમાલ કરી. ફટાક... કરતા દોરડા તેણે તોડી નાખ્યા. ને કૂદકો મારી મારા મુગટને લાત મારી તોડી નાખી વીજળીની જેમ આકાશમાં ઊડી ગયો. હવે મને સમજાયું કે ઇન્દ્રજિતે હનુમાનને પકડ્યો હોતો, પણ હનુમાન જાતે જ પકડાયો હતો. કદાચ એ અમારું બળ જોવા માંગતો હતો અને પોતાનું બળ અમને બતાવવા માંગતો હતો. હનુમાને જતાં-જતાં પણ ભારે તોફાન મચાવ્યું. મારી નગરી લંકામાં પગના પ્રહારોથી તેણે કેટલીયે ઇમારતો ધરાશાયી કરી નાખી. થોડી જ ક્ષણોમાં ચારેબાજુ હાહાકાર મચાવી દીધો. હું હતપ્રભ થઇને આ બધું જોઈ રહ્યો. મારા ગુસ્સાનો પાર ન રહ્યો. પણ હું ગુસ્સો ઠાલવું ક્યાં ? હું “મારો... મારો... પકડો... પકડો...' બોલતો રહ્યો ને પેલો તો હાહાકાર મચાવીને ચાલતો થયો. મારી જિંદગીમાં આ પહેલું અપમાન હતું. ઇન્દ્રને હરાવનારો, અષ્ટાપદને ઉપાડનારો, ચંદ્રોદરને ચગદી નાખનારો હું હનુમાન પાસે હતપ્રભ બની ગયો. હનુમાનથી થયેલું આ અપમાન ખરેખર મારા પતનનો પૂર્વસંકેત હતો, પણ હું તે વખતે સમજી ન શક્યો. આત્મ કથાઓ • ૪૯૨ અભિમાનથી હું આંધળો બનેલો હતો. આંધળાને દેખાય ક્યાંથી ? હવે મને સમાચારો મળવા લાગ્યા કે રામ લંકા તરફ આવી રહ્યો છે. હું વિચારતો હતો કે દરિયો ઓળંગીને તે આવશે શી રીતે ? પણ રામે તો કમાલ કરી ! દરિયામાં પુલ બનાવીને તે આવી પહોંચ્યો. હંસદ્વીપમાં પોતાની લશ્કરી છાવણી નાખીને રામે લંકાને ઘેરો ઘાલ્યો. આખી લંકામાં હલચલ મચી ગઇ. જો કે મને જ નહિ, નગરના તમામ લોકોને વિશ્વાસ હતો કે રાવણ એટલે રાવણ ! રાવણ કદી હારે જ નહિ. ઇન્દ્રને પાંજરામાં પૂરનારો ને સોમ, યમ, વરુણ, કુબેરને કેદ કરનારો રાવણ રામથી શી રીતે હારે ? બધાને મારા વિજય પર પૂર્ણ વિશ્વાસ હતો, પણ મારો નાનો ભાઈ વિભીષણ, એને મારા પતનની નોબતના સૂરો સ્પષ્ટ સંભળાયા. એ મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો : વડીલબંધુ ! હું જોકે નાનો ભાઈ છું, આપને કાંઇ પણ કહેવા માટે હું અનધિકારી છું, છતાં આજે કહેવાની ઇચ્છા હું રોકી શકતો નથી. રામ લશ્કર સહિત આવેલા છે તે પોતાની પત્નીની માંગણી કરી રહેલા છે. એમની માંગણી વાજબી છે. આપે સીતા એમને આપી દેવી જોઇએ.' સીતા ? હું રામને સોંપી દઉં ? અલ્યા વિભલા ! આવી હીજડા જેવી વાતો કાં કરે ?' હું બરાડી ઊઠ્યો. ‘રામ અને લક્ષ્મણની તાકાતની વાત જવા દો. એક હનુમાનની જ વાત લો ને ! એની તાકાત તો આપે હમણાં જ જોઇને ! હનુમાનને પણ આપ પહોંચી શક્યા નહિ તો રામને કેમ પહોંચશો ?' ‘વિભલા ! તું બબડાટ બંધ કર. કોનામાં કેટલી તાકાત છે એની ખબર તો યુદ્ધ મેદાનમાં થશે. બાયલા જેવી વાતો બંધ કર.' બાયલા જેવી વાતો નથી, હું તો વાસ્તવિકતા સમજાવી રહ્યો છું.' ‘રામના ચમચા વિભલા ! ભાગી જા અહીંથી, તું પણ શત્રુના પક્ષનો જ લાગે છે. હવે મને કદી તારું મોં બતાવીશ નહિ. જેનું ખાય છે તેનું જ ખોદે છે?” એકદમ ખીજાયો. બોચી પકડી વિભીષણને કાઢી મૂક્યો. આથી વિભીષણ રામના શરણે ગયો. મારો સગો ભાઈ જતાં લંકામાં ઠેર-ઠેર આ ચર્ચા થતી રહી. ઘણાને લાગ્યું કે રાવણની આ મોટી ભૂલ આત્મ કથાઓ • ૪૯૩

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273