________________
(18) સાળવી પાડો
||
IT (19) માંસાહારની સ્મૃતિ તથા પ્રાયશ્ચિત્ત||
એક વખતે મારા પૂજાના વસ્ત્રો આંબડે પહેરી લીધા. મેં પૂછ્યું : આમ કેમ કર્યું ? મને પૂજામાં શુદ્ધ, અબોટ વસ્ત્ર જોઇએ. ત્યારે આંબડે કહ્યું : મહારાજા ! આપ જે વસ્ત્રોને અબોટ સમજીને પહેરો છો, એ બધા ખરેખર અબોટ નથી હોતા. બંબેરા નગરીનો રાજા બધા જ મુગટા (વસ્ત્રો)ને પહેલાં પોતે પહેરી પછી જ બહાર જવા દે છે.
મેં આ અંગે તપાસ કરાવી તો વાત સાચી નીકળી. પંજાબ કે કાશ્મીર બાજુથી (બંબેરા નગરીથી) આવતા મુગટાઓને રાજા કમ સે કમ એકવાર પહેરીને જ બીજે મોકલતો હતો. મને આ બરાબર ન લાગ્યું.
આ પદ્ધતિ અટકાવવા મેં વિશાળ સેના સાથે આંબડ મંત્રીને બંબેરા નગરી પર મોકલ્યો. કેટલાક સમય બાદ તે વિજય મેળવીને પાછો ફર્યો.
વિજયની એ ઘટનાનું વર્ણન કરતાં કહ્યું : રાજન્ ! જે વખતે મેં બંબેરા નગરી પર હલ્લો કરવાનું વિચારેલું તે જ રાત્રે ૭00 કન્યાઓના લગ્ન હતા એટલે મેં માંડી વાળેલું. લગ્ન પતી ગયા બાદ બીજા દિવસે હું સેના સાથે તૂટી પડ્યો ને જોત-જોતામાં મને વિજય મળી ગયો. ત્યાંના રાજાને મેં આપનો તાબેદાર બનાવ્યો ને શુદ્ધ મુગટા પણ લેતો આવ્યો છું તથા ભવિષ્યમાં આપણે મુગટા મેળવવા કોઇના ઓશિયાળા ન બની રહીએ માટે ત્યાંથી હું મુગટા બનાવનાર સાળવીઓના ૭00 કુટુંબોને પણ લાવ્યો છું.
આ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. ૭00 સાળવીઓના કુટુંબોને વસાવવા પાટણમાં મેં તેમને અલગ જગ્યા ફાળવી આપી. એ
જ્યાં રહ્યા તે ‘સાળવી પાડો' કહેવાયો. (આજે પણ પાટણમાં ‘સાળવી પાડો’ અને તેમનું જિનમંદિર વિદ્યમાન છે.)
તમે કદાચ પૂછશો : રાજનું ! જૈન ધર્મનો સ્વીકાર કર્યો, પૂર્વની મલિન આદતોનો તમે ત્યાગ તો કરી દીધો... પણ એ બધું પછી ક્યારેય યાદ આવ્યું કે નહિ ? કારણ કે મનનો એવો સ્વભાવ હોય છે. એકવાર જે સંસ્કારો પડ્યા તેને એ જલ્દીથી છોડી શકતું નથી. બહારથી કદાચ ત્યાગ થઇ જાય, પણ મન તો એને યાદ કરી જ લે. ઘટ્ટ થઈ ગયેલા સંસ્કારોને સાવ જ સાફ કરી નાખવા કાંઇ સહેલું નથી.
તમે એકેક પ્રશ્ન બરાબર પૂછી રહ્યા છો. તમારા પ્રશ્નો ઘણા વેધક હોય છે. પણ તમે પૂછશો તે બધું હું જણાવી જ દઇશ. મારું જીવન તો ખુલ્લી કિતાબ છે. ગમે તે પાનું ખોલી શકો છો. મેં કદી છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો. સારું નરસું બધું જ મેં તમારી પાસે નિખાલસ ભાવે જણાવી દીધું છે.
પહેલાં તમને કહેલું જ છે કે માંસ-ભોજન મને ખૂબ પ્રિય હતું. આચાર્યશ્રીએ અથાગ પ્રયત્નો દ્વારા યુક્તિપૂર્વક મારી પાસેથી એ છોડાવ્યું. સાચી સમજણ આવ્યા પછી તો મેં તેને મનથી પણ છોડી દીધું. હું તેનો વિચાર સુદ્ધાં પણ કરતો નહિ. પણ મન છે ને ! વાંદરા કરતાં પણ વધુ ચંચળ છે. એ ક્યારે આપણા કબજામાંથી છટકી જાય તે કાંઇ કહેવાય નહિ. ગમે તેટલી તકેદારી રાખો, પણ એ આપણને છેતરીને પણ છલાંગ લગાવી દે. ક્યારેક ભૂતકાળમાં પહોંચી જાય તો ક્યારેક ભવિષ્યની મધુર કલ્પનામાં પહોંચી જાય !
એક વખતે હું ઘેબરનું ભોજન કરી રહ્યો હતો. મન તક જોઇને ભાગ્યું. ભૂતકાળમાં પહોંચી ગયું. ઓહ ! કેવું સુંદર હતું માંસ ભોજન ! બરાબર આ ઘેબર જેવું જ ! વીજળી વેગે આટલો વિચાર આવ્યો ત્યાં જ મેં મારી જાતને સંભાળી લીધી. મનને નિયંત્રિત કરી દીધું. પણ હું જાણતો હતો કે મનથી કરેલો વિચાર પણ પોતાની પાપની પ્રક્રિયા છોડતો જાય છે. મારે જો સંપૂર્ણ ધર્મી બનવું હોય તો મનને એકદમ સાફ રાખવું જ જોઇએ. મનમાં પણ જે અપવિત્ર વિચારો આવે તેનું પણ શુદ્ધિકરણ કરવું જ રહ્યું. ગુરુ સમક્ષ એનું પ્રકટીકરણ કરવું જ રહ્યું. મનના વસ્ત્રને
હું કુમારપાળ • ૪૪૯
આત્મ કથાઓ • ૪૪૮