Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 238
________________ મૂકવા પ્રયત્ન કર્યો પણ અઢી દિવસ સુધી ઊંચે રહેલો પગ એકદમ જકડાઇ ગયો હતો. હું ધબ કરતો ધરતી પર ઢળી પડ્યો. બસ... પડ્યો તે પડ્યો... પછી હું ફરીથી ઊભો થઇ શક્યો નહિ. તમને કદાચ એમ થતું હશે : હાથીભાઇ ! તમે સસલાની દયા કરીને શું મેળવ્યું ? બસ... આ મોત જ મેળવ્યું ને ? તમે જો મારી જગ્યાએ હો તો પસ્તાવો પણ કરો. હાય ! હાય ! મેં આ શું કર્યું? આ તો ધરમ કરતાં ધાડ પડી ! મેં એને શા માટે બચાવ્યો? મને કોણે ડાહ્યા થવા કહ્યું'તું ? નાહક ગાંઠનું છોડીને ગોપીચંદ શા માટે થયો ? આ વખતે તો દયા કરી પણ હવે બીજી વાર આવી દયા કરે એ બીજા ! દયાની માને તો ડાકણ ખાય ! તમે આવા વિચારો કરી બેસો... ખરું ને? તમે જ નહિ, સામાન્ય રીતે કોઇને પણ એવા વિચારો આવી જાય. સારું કાર્ય કર્યા પછી અંતરનો રાજીપો તો કોઇક લાખોમાં એકાદને થતો હશે ? એ હિસાબે હું મારી જાતને ભાગ્યશાળી ગણી શકું કે લાખોમાંનો એક હું હોઇ શકું ! હું મરવાની અણી પર હતો. શરીરમાં ભયંકર પીડા હતી, છતાં મને આનંદ હતો. સસલાને જગ્યા આપ્યાનો આનંદ ! એ આનંદના સાગરમાં મારી શારીરિક પીડા ક્યાંય ડૂબી જતી હતી.. હું મૃત્યુ પામ્યો.. પણ કર્મસત્તાએ મને ક્યાંથી ક્યાં મૂક્યો ! હાથીમાંથી મને રાજકુમાર બનાવ્યો. મગધ દેશના સમ્રાટનો હું પુત્ર બન્યો. મારા પિતાને તો તમે હવે ઓળખી જ ગયા હશો ? ન ઓળખતા હો તો કહી દઉં - શ્રેણિક ! પ્રભુશ્રી મહાવીરદેવના અનન્ય ઉપાસક ! એમના રોમ-રોમમાં વીર... વીર...નું ગુંજન ચાલે ! સવારે દરરોજ પ્રભુ જે દિશામાં વિચરતા હોય તે દિશામાં ચૈત્યવંદન કરે - સોનાના દરરોજ નવા બનેલા ઍકસો આઠ જવથી સાથીયો કરે ! ‘મહાવીર’ શબ્દ સાંભળતાં જ રોમાંચ વિકસ્વર થઇ ઊઠે ! ...તો આવા ધાર્મિક પિતાનો હું પુત્ર હતો. મારી માતાનું નામ હતુંઃ ધારિણી ! મેં એકવાર પ્રભુશ્રી મહાવીરદેવની દેશના સાંભળી અને મારી જીવન-દિશા પલટાઇ ગઇ. રાજકુમાર હોવા છતાં મેં સંસાર-ત્યાગનો નિર્ણય કર્યો. પ્રભુનો માર્ગ મને ખૂબ જ ગમી ગયો. જો કે મારી માતાએ આત્મ કથાઓ • ૪૭૪ મને ખૂબ જ રોક્યો. ખૂબ જ કરગરી પણ હું અડગ રહ્યો. આખરે માતાને રજા આપવી જ પડી. આપવી જ પડે ને ! માણસને જો સાચી ઇચ્છા જાગે તો કોઇને કોઇ માર્ગ નીકળી જ જાય. દેઢ ઇચ્છા હિમાલયને પણ નમાવી શકે ને વજને પણ ગાળી શકે છે. પ્રભુએ મને દીક્ષા આપી. હવે હું સાધુ બન્યો. ક્યાં હાથી ? ક્યાં રાજકુમાર ? ક્યાં જૈન મુનિ ? એક સસલાએ (અલબત્ત, સસલા પરની દયાએ) મને ક્યાંથી ક્યાં લાવી મૂક્યો ! પણ માણસ હંમેશ ઉન્નતિ તરફ જ ગતિ કરે છે, એવું નથી. ક્યારેક તે અવનતિ તરફ પણ ઘસડાઇ જાય છે. રાત અને દિવસની જેમ સાધકના જીવનમાં પણ પતન અને ઉત્થાન, આરોહ અને અવરોહ, ઉન્નતિ અને અવનતિ આવ્યા જ કરતા હોય છે. મારા જીવનમાં પણ એમ થયું. સાધનાના પ્રારંભે જ મારો જીવન-૨થ અવનતિના ખાડામાં ફસાયો. દીક્ષાની પહેલી જ રાત્રે હું સાધુપણાથી કંટાળ્યો. વાત એમ બનેલી કે રાત્રે મારો નંબર સૌથી છેલ્લે (દરવાજા પાસે) લાગેલો... મારો સંથારો (પથારી) દરવાજા પાસે થયો. કારણ કે હું સૌથી નાનો હતો. આ તો ભગવાનનું શાસન હતું. રાજકુમાર પછીથી દીક્ષા લે તો એ નાનો જ બને. આગળ દીક્ષિત બનેલા કઠીયારાને પણ વંદન કરવા પડે. અહીં કોઇ પક્ષપાત હોતો. સર્વત્ર સમાન નજર હતી. પણ મારે તો ભારે થઇ. રાત્રે લઘુશંકા માટે જતા-આવતા વૃદ્ધ સાધુઓના પગ લાગવાથી વારંવાર મારી ઊંઘ ઊડી જવા લાગી. એમના પગની ધૂળથી મારો આખો સંથારો ભરાઇ ગયો. મારી ઊંઘ હરામ થઇ ગઇ. હું ફૂલ જેવી કોમળ પથારીમાં સૂવાને ટેવાયેલો હતો. મને આવા ધૂળવાળા સંથારામાં ઊંઘ ક્યાંથી આવે ? હું સાધુ-જીવનથી કંટાળ્યો : હજુ તો આ પહેલી જ રાત છે કે આટલી બધી વિડંબણા ? હું આખું જીવન શી રીતે પસાર કરીશ ? આવું હેરાનગતિવાળું જીવન આપણાથી જીવાય નહિ. હજુ તો ઘણું જીવવાનું છે. દીક્ષાની વાત સાંભળતાં સારી લાગે, પણ જીવનમાં ઉતારવી કઠણ છે. આપણે તો સવારે ભગવાનને કહી દેવાના : પ્રભુ ! લો આ તમારું રજોહરણ. કંટાળી ગયો છું તમારી આત્મ કથાઓ • ૪૭૫

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273