________________
‘...પણ એમાં રડવાનું શું ?'
બેટા ! તું નવો-નવો છે, એટલે કશું જાણતો નથી. જો, આ નગરીનો ભૂતકાળ તેં જાણ્યો હોય તો અહીં આવવાની તે કદી હિંમત કરી જ ન હોત.’
‘એવો તે કેવો ભૂતકાળ છે ? મને જણાવો તો ખરા !' ‘સાંભળ. આ સાકેત નગરમાં સૂરપ્રિય નામનો એક યક્ષ રહે છે. દર વર્ષે એના મંદિર પાસે મેળો ભરાય છે. ત્યારે ચિત્રકારો એનું ચિત્રવિચિત્ર રૂપ દોરે છે. હવે આ યક્ષ એવી ઊલટી ખોપરીનો છે કે જે ચિત્રકાર ચિત્ર બનાવે તેને જાનથી મારી નાખે.’
“તો ચિત્ર બનાવવાની જરૂર શી ? નહિ બનાવવું જોઇએ ચિત્ર.” હું વચ્ચે જ બોલી ઉઠ્યો.
“મારી વાત તો પૂરી સાંભળ. જો કોઇ ચિત્રકાર ચિત્ર બનાવે જ નહિ તો આખા નગરને મારી નાખે. આખા નગરમાં મારિ-મરકી ફેલાવે. આવું હોવાથી બધા જ ચિત્રકારો ગામ છોડીને ભાગી ગયા. આથી આખું નગર પરેશાન બનતાં રાજાએ નગરથી બહાર ગયેલા ચિત્રકારોને વીણીવીણીને પકડચા અને નગરમાં વસાવ્યા. પછી રાજાએ બધા ચિત્રકારોના નામો લખી ચિઠ્ઠી બનાવી એક ઘડામાં રખાવી છે. દર વર્ષે એક ચિઠ્ઠી કાઢવાની. જેની ચિઠ્ઠી આવે તેણે યક્ષનું ચિત્ર દોરવાનું અને મરવાનું. દુર્ભાગ્યે આ વર્ષે મારા દીકરાના નામની ચિઠ્ઠી નીકળી છે. એ બિચારો આજે મરી જવાનો. હું પતિ-વિહોણી તો છું જ, પણ આજે પુત્ર-વિહોણી પણ બનીશ.”
“ના... હું એમ નહીં થવા દઉં ! તમારા પુત્રને બદલે હું જ યક્ષ પાસે જઇશ. તમારે રડવાની જરૂર નથી.”
“અરે ! ભાઇ ! તું પણ મારો જ બેટો છે ને ? તને તો કેમ જવા દઉં ? ચિઠ્ઠી અમારા નામની નીકળી છે. અમે ભોગવી લઇશું. તું આ સંકટમાં પડતો નહિ.'
...પણ વૃદ્ધાનું કાંઇ પણ સાંભળ્યા વગર હું જવા તૈયાર થઇ ગયો. મારા મનમાં એક જ વિચાર હતો : જ્યાં આપણે ઉતર્યા હોઇએ, જેનું આત્મ કથાઓ • ૨૭૦
લુણ આપણા પેટમાં ગયું હોય, તેને સંકટ સમયે મદદરૂપ ન બની શકીએ તો આપણું જીવતર શા કામનું ? કોઇકના ભલા માટે આ જીવન વપરાઇ જાય, એથી બીજું રૂડું શું ? કદાચ મારું પુણ્ય જોર કરતું હોય, કદાચ મારી પરોપકાર-ભાવના પ્રબળ હોય તો યક્ષ ખુશ પણ થઇ જાય અને આખા નગરને કાયમી અભયદાન પણ મળી જાય.
આવી ભવ્ય વિચારધારાઓ સાથે યક્ષ પાસે જવાની તૈયારી કરવા લાગ્યો. બે ઉપવાસનું તપ કર્યું. સ્નાન કરી, ચંદનનું વિલેપન કરી મુખ પર આઠપડું વસ્ત્ર બાંધી હું નવી પીંછીઓ અને સુંદર રંગોથી ત્યાં જઇ યક્ષની મૂર્તિ ચીતરવા લાગ્યો.
ચિત્ર દોરાઇ ગયા પછી હાથ જોડી વિનયપૂર્વક મેં કહ્યું : ‘હે યક્ષરાજ! ક્યાં આપનું દિવ્ય સ્વરૂપ અને ક્યાં ગરીબ બાળક હું ? હું આપને ચિત્રમાં ઉતારવા કોઇ રીતે સમર્થ નથી. મોટા ચિત્રકારો પણ સમર્થ ન હોય તો હું કોણ ? તેમ છતાં મેં કાંઇ યુક્ત-અયુક્ત દોર્યું હોય તો માફ કરજો. આપ તો નિગ્રહ-અનુગ્રહ કરવામાં સમર્થ છો.’
મારા વિનયથી યક્ષ ખુશ-ખુશાલ થઇ ગયો. મારા પર પ્રસન્ન થઇને બોલ્યો : ‘બોલ બેટા ! તારે શું જોઇએ છે ? જે જોઇએ તે આપવા હું તૈયાર છું.'
‘હવેથી કોઇ પણ ચિત્રકારને આપ મારો નહિ, એ જ મારે જોઇએ
છે.'
‘એના સિવાય ?’
“નગરના કોઇ સામાન્ય માણસને પણ હવેથી આપ નહિ મારો, એવી આ બાળની અપેક્ષા છે.”
“એ બધું તો મેં નક્કી કરી જ દીધું છે. હવેથી હું કોઇને નહિ મારું. પણ વત્સ ! આ બધું તો તેં પરાર્થ માટે માંગ્યું. તારા પોતાના માટે પણ કંઇક માંગ. તું માંગીશ તો મને આનંદ થશે.”
“ઓ કૃપાળુ ! જો આપ પ્રસન્ન થઇને કંઇક આપવા જ ચાહતા હો તો આ સેવકને ચિત્ર-કલા-સમ્રાટ બનાવો. મારે ધન-દોલત કે પદપ્રતિષ્ઠા વગેરે કશું જોઇતું નથી. મારે ચિત્રકળામાં સર્વોપરિ બનવું છે. પરકાય - પ્રવેશ • ૨૭૧