________________
(૫૪) હું યશોવિજય
મારી મા કેમેય ખાતી ન્હોતી. મેં આગ્રહ કરીને પૂછ્યું : “મા તું કેમ ખાતી નથી ? તું નહિ ખાય તો હું પણ નહિ ખાઉં.'
“પણ બેટા ! ભક્તામર સાંભળ્યા વિના હું શી રીતે ખાઇ શકું ? મારે પ્રતિદિન ભક્તામર સાંભળવાનો નિયમ છે. હમણાં ત્રણ દિવસથી વરસાદ પડે છે એટલે ઉપાશ્રયે જઇને ભક્તામર સાંભળી શકાતું નથી.' મેં કહ્યું : “પણ મા ! તને એ ભક્તામર હું સંભળાવું તો ?' બેટા તને ક્યાંથી આવડે ?’
‘હા... મા ! મને આવડે છે. તારી સાથે ભક્તામર સાંભળવા હું પણ આવતો હતો ને ? મને સાંભળતાં-સાંભળતાં જ યાદ રહી ગયું છે. વિશ્વાસ ન આવતો હોય તો લે... સાંભળ. ને હું બોલવા માંડ્યો : ‘ભક્તામર...’
થોડીવારમાં કડાકડ આખું ભક્તામર બોલી ગયો. મારી મા સ્તબ્ધ થઇ ગઇ. એને મારી બુદ્ધિ શક્તિનો પહેલી જ વાર ખ્યાલ આવ્યો. એણે મને ચૂમીઓ દ્વારા અપાર સ્નેહથી નવડાવી દીધો.
એક વખતે મારા ગામમાં મુનિશ્રી નયવિજયજી આવ્યા. એમના પ્રવચનોથી આખું ગામ ગાંડું બન્યું. હું એમની નજરમાં વસી ગયો. મારી તેમણે માંગણી કરી.
મારું નામ જસવંત.
મારું ગામ કનોડુ.
મારી માતાનું નામ સોભાગદેવી.
મારા પિતાનું નામ નારણભાઇ.
મારા નાના ભાઇનું નામ પદમસી.
મારી માતાએ નવિજયજીના ચરણે મને સમર્પિત કર્યો. મારી પાછળ મારો ભાઇ પદમસી પણ આવ્યો. અમારી બંનેની દીક્ષા થઇ. મારું નામ પડ્યું : યશોવિજયજી અને નાના ભાઇનું નામ પડ્યું : આત્મ કથાઓ . ૦ ૩૬૪
પદ્મવિજયજી.
અમદાવાદમાં મારી કિશોર અવસ્થામાં એવો પ્રસંગ બન્યો જેથી હું કાશી ભણવા માટે જઇ શક્યો. વાત એમ બની હતી કે હું સભામાં અષ્ટાદશ અવધાનના પ્રયોગ બતાવતો હતો. ત્યારે ધનજી સૂરા નામના શેઠ મારા પર વરસી પડ્યા. તેમને મારામાં લઘુ હેમચન્દ્રસૂરિના દર્શન થયા. મારા ગુરુદેવને તેમણે કહ્યું કે જો આ યશોવિજયજીને કાશી મોકલવામાં આવે તો બીજા હેમચન્દ્રસૂરિ કે હરિભદ્રસૂરિ બને.
કાશી તો વિદ્યા માટે પ્રસિદ્ધ છે. બંધુઓ ! તમે કાશી વિશે તો જાણતા જ હશો. કેટલાક બાળકો તો આજે પણ બોલે છે : કાશી એ તો મોરી માય,
લોટો લઇને પાણી પાય, લોટો ગયો કાશી, વિદ્યા એ તો મોરી માસી. કાશી ! કાશી ! પાણી પા,
ના ભણે એને તાણી જા, કાશીની વાટે કૂવો,
ના ભણે તે જીવતો મૂવો.
કાશીનો મહિમા આજકાલ જ નથી, અમારા જમાનામાં પણ હતો. મારા ગુરુદેવે કહ્યું : ધનજીભાઇ ! તમે તો જાણો છો ને કે કાશીના પંડિતો પૈસા વિના તો ભણાવે નહિ. અમારી પાસે તો પૈસા હોય નહિ. પૈસા વિના શી રીતે તમે કહો છો તે થાય ?
‘અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? હું બેઠો છું ને ? અમે શ્રાવકો
બેઠા હોઇએ ને આપે પૈસાની ચિંતા કરવાની હોય ? કાશી આપ પધારો. બધી જવાબદારી મારી.’
ધનજીભાઇએ ધનની જવાબદારી ઊઠાવી લીધી એટલે મારા ગુરુદેવમાં હિંમત આવી. મને સાથે લઇને તેઓ કાશી આવ્યા. કાશીમાં ગંગા કિનારે મેં ૧૬ દિવસ એંકારનો જાપ કરી સરસ્વતીને પ્રસન્ન કરી.
આ વાત મેં મારી સંસ્કૃત-ગુજરાતી રચનામાં પણ કરી છે.
પરકાય - પ્રવેશ ૨૩૬૫