________________
ઝડપથી દોડતી હોય તો મારી બુદ્ધિ હરણની ઝડપે દોડતી હતી. આવા ટાઇમે શું કરવું ? મેં તરત જ વિચારી લીધું... મેં મારા પારને જગાડી દીધો અને ઝડપથી ભાગી જવા જણાવ્યું. એ તો તરત જ બિલ્લી પગે નાસી ગયો..
આ બાજુ હું પણ બિલ્લીપગે પતિના શયન-ખંડમાં આવી પહોંચી. પલંગમાં પતિદેવ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. હું કેવા-કેવા ગોટા વાળીને આવી છું - એનો એમને કાંઇ જ ખ્યાલ હોતો. હું એમની પાસે જ પલંગમાં સૂઇ ગઇ. પણ ઊંઘ ક્યાંથી આવે ? અતિપાપી અને અતિઆરાધકને ઊંઘ ઓછી હોય. અતિપાપી અતિ ભયભીત હોય. ભયભીતતાના કારણે ઊંઘ પાતળી આવે. અતિઆરાધક સંસારથી ભયભીત હોય... આરાધના માટે જાગૃત હોય.
મેં થોડીવારે ઘસઘસાટ ઊંઘતા પતિને જગાડ્યા અને અત્યંત પ્રેમ અને મીઠાશથી કહ્યું: ‘અહીં તો ખૂબ જ ગરમી થાય છે. મને તો જરાય ઊંઘ નથી આવતી. તમે તો ઘસઘસાટ ઊંઘી ગયા, પણ મારો તો તમને જરાય વિચાર જ નથી આવતો. બહુ સ્વાર્થી છો તમે હોં '
“ના... વહાલી ! એવું નથી. બોલ, શું કરવું છે ?” “મારું માનતા હો તો પાછળ અશોકવાટિકામાં જઈ સૂઇ જઇએ.”
મારા વહાલભર્યા વાક્યથી પતિદેવ અભિભૂત બની ગયા ને હું કહ્યું તેમ કરવા તૈયાર થઈ ગયાં.
સાચે જ “ખારું પાણી ઠંડું હોય છે. ધૂર્ત માણસ મીઠાબોલો હોય છે અને કુલટા સ્ત્રી અધિક લજ્જા બતાવનારી હોય છે.” એવું જે નીતિશાસ્ત્રમાં કહેવાયું છે તે ખોટું નથી.
અમે બંને ઘરની પાછળ રહેલી અશોકવાટિકામાં અશોકવૃક્ષની નીચે સૂઇ ગયા. પતિદેવ તો થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. એ ઊંઘતા-ઊંઘતા જ કદાચ મારા આગ્રહથી અહીં આવ્યા હતા એટલે ઊંઘ આવતાં વાર કેટલી ? પણ હું ઊંઘમાં હોતી સરકી... મારે સરકવું પણ હોતું. હું તો એક પછી એક મારા દાવો લગાવી રહી હતી અને મારા દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે એ દાવો સફળ પણ બની રહ્યા હતા. સદ્ભાગ્યે
આત્મ કથાઓ • ૩૧૪
એ કે મારી આબરૂના ધજાગરા થતા રહી ગયા ને દુર્ભાગ્ય એ કે આથી હું પાપોથી ભયભીત ન બની. માત્ર પકડાઇ જવાથી જ ભયભીત બની. જો હું એકાદવાર પકડાઇ જાઉં તો કમ સે કમ પાપોથી અટકી તો જાઉં... પણ મારા પાપાનુબંધી પુણ્યને કદાચ એ મંજૂર નહિ હોય. તમારું ખરાબ ધાર્યું બધું થતું જ જાય - એમાં રાજી થવાની જરૂર નથી. સંભવ છે કે તમારું એ પાપ હજુ વધારે ઘટ્ટ બનવાનું હોય ને તમને વધારે દુઃખી બનાવવાનું હોય ! - પાપાનુંબંધી પુણ્ય એટલે સુગર કોટેડ ઝેરની ગોળી ! અથવા તો મધથી ઢાંકેલો ઝેરનો ઘડો !
પણ... આ બધું સમજી શકું એવી સદ્બુદ્ધિ મારામાં હજુ પ્રગટી હોતી. હું હજુ પ્રભુથી ઘણી દૂર હતી. હું હજુ અત્યંત કાળા કાર્યોમાં લિત હતી. મારી દુબુદ્ધિ એટલી ગાઢ હતી કે શુભ વિચારની એક રેખા પણ પ્રગટ થાય તેવી કોઇ જ સંભાવના હોતી.
થોડીવારે પતિદેવને જગાવીને મેં એકદમ ગુસ્સાથી કહ્યું. આ ગુસ્સો સાચો નહિ, પણ અભિનીત હતો. મેં ગુસ્સાથી લાલચોળ ચહેરે આગભર્યા શબ્દોમાં કહ્યું : “પતિદેવ ! તમારા ઘરમાં આ તે કેવો રિવાજ ?'
“કયો રિવાજ ?”
પુત્ર અને પુત્રવધૂ સહ-શયન કરી રહ્યા હોય ત્યારે સસરો આવે અને એક પગમાંથી ઝાંઝર કાઢીને લઇ જાય, આ કેવો વિચિત્ર રિવાજ ? જો આમ જ ચાલતું હોય તો હું આ ઘરમાં રહેવા તૈયાર નથી. મારી સાથે આવા કાવાદાવા કે છળકપટ થતા રહે એ મને મંજૂર નથી. હું મરવા તૈયાર છું, પણ આવા કાવાદાવાનો ભોગ બનવા તૈયાર નથી.”
પણ ઝાંઝર કાઢવાનો કોઇ જ રિવાજ અમારા કુટુંબમાં છે જ નહિ. તને આ ભ્રમ થયો લાગે છે. તારા પગમાં જો તો ખરી : કદાચ બંને ઝાંઝર પડ્યા હશે !”
અરે ! ભ્રમ નથી ને સ્વપ્ન પણ નથી. મેં મારી સગી આંખે તમારા પિતાને ઝાંઝર કાઢી જતા જોયા છે. આ તો તમારા પિતા હતા એટલે
પરકાય - પ્રવેશ • ૩૧૫