________________
બીજા ઝાડ પર પહોંચી જશે, પણ તારે તો નીચે જ ઊતરવું પડશે ને? અને નીચે ઉતરતાં જ તારો જમરાજ હું નીચે ઊભો છું ! જઇશ ક્યાં? હા... જો તું વાંદરાને ફેંકી દઇશ તો તને જીવતો જવા દઇશ.
વાઘની દલીલોની કુમાર પર ધારી અસર થઇ. એણે તરત જ વાંદરાને ધક્કો માર્યો. પણ આ તો વાંદરો ! એ થોડો પડે ? એણે તો તરત જ બીજી ડાળ પકડી લીધી અને બચી ગયો, પણ તે એકદમ ગુસ્સે ભરાયો અને બોલી ઉઠ્યો : હરામખોર ! આવો વિશ્વાસઘાત ? રાજકુમાર થઇને આવું નીચ કામ કરતાં તારો જીવ કેમ ચાલ્યો ? વિશ્વાસઘાત એ મોટામાં મોટું પાપ છે. ને એનાથી સરળતાથી છૂટી શકાતું નથી. લે... લેતો જા... તારા પાપનું ફળ. વિસેમિરા ! એટલું બોલી વ્યંતરાધિષ્ઠિત વાંદરો તો ભાગી ગયો, પણ વિસેમિરા ! એટલું સાંભળતાં જ રાજકુમાર ગાંડો થઇ ગયો. ત્યારથી માંડીને બસ ‘વિસેમિરા” જ બોલ્યા કરે છે.
કોઇ પૂછે : તારું નામ શું ? ‘વિસેમિરા' જંગલમાં તને શું થયું ? ‘વિસેમિરા’ તું મને ઓળખે છે ? ‘વિસેમિરા' આવી ગાંડાઇ છોડ ને ડાહ્યો થા. ‘વિસેમિરા'
હજાર પ્રશ્નોનો એક જ જવાબ : વિસેમિરા. પણ વિસેમિરાનો જવાબ કોઇને આવડતો હોતો. એ મને આવડતો હતો. રાજા મનોમન મને યાદ કરી રહ્યો હતો. અરેરે... મેં નાહક શારદાનંદનને મરાવી નાખ્યો. જો એ આજે હાજર હોત તો જરૂર કોઈ રસ્તો કાઢત ! પણ રાજાને ક્યાં ખબર હતી કે એ જ શારદાનંદન આજે પડદાની પાછળ
ખોળે સૂતેલ સાથીને, હણતાં શો પરાક્રમ ?”
મારો આ શ્લોક સાંભળતાં જ વિસેમિરા... વિસેમિરા... નો સતત બકવાસ કરતો કુમાર અચાનક જ સાવધાન થઇ ગયો અને હવે તે સેમિરા... સેમિરા... સેમિરા... બોલવા લાગ્યો.
હવે તરત જ હું બીજો શ્લોક બોલ્યો : ‘સેતુ સમુદ્ર જાઓ કે, જા સંગમતીર્થમાં; બ્રહ્મજ્ઞ પાપથી છુટે, મિત્રદ્રોહી છૂટે નહીં.'
આ સાંભળતાં જ “સેમિરા'માંથી “સે’ ગયો અને હવે કુમાર મિરા... મિરા... મિરા.. બોલવા લાગ્યો.
બધા સ્તબ્ધ થઇને જોઇ રહ્યા. સૌને લાગ્યું. ખરેખર કુમારને દવા લાગુ તો પડી છે. ૫૦% સારું થઇ ગયું તો હવે પણ સારું થઇ જ જશે. ચારેય અક્ષરો જતાં કુમાર એકદમ ડાહ્યો થઇ જશે.
હવે હું ત્રીજો શ્લોક બોલ્યો : ‘મિત્રદ્રોહી, કૃતદની ને, ચોર, વિશ્વાસઘાતકી; આ ચાર નરકે જાય, યાવચ્ચન્દ્રદિવાકરૌ.' હવે ‘મિ’ જતાં કુમાર ‘રા... રા... કરવા લાગ્યો. પછી હું ચોથો શ્લોક બોલ્યો : ‘રાજનું! કુમારનું જો તું, કલ્યાણ હોય ચાહતો; દાન આપ સુપાત્રોમાં, દાનથી શુદ્ધિ થાય છે.”
આ સાંભળતાં “રા' પણ ગયો અને કુમાર એકદમ સ્વસ્થ થઇ ગયો. બધા લવારા છોડી દીધા. જંગલમાં શું બન્યું? એ બધી વાત કહી સંભળાવી.
રાજાએ કહ્યું : હે પુત્રી ! પણ જંગલની વાતની તને અહીં બેઠા કેમ ખબર પડી ?
ત્યારે મેં કહ્યું : દેવ-ગુરુ-કૃપા દ્વારા, મારા જીભે સરસ્વતી; તેથી જાણું છું હે રાજનું ! રાણીનું જેમ જાણ્યું મેં.
આ સાંભળતાં જ રાજાને ખાતરી થઇ ગઇ કે આ મંત્રીની પુત્રી નહિ, પણ “શારદાનંદન’ પોતે જ છે. પડદો હટાવીને એ તો મારા ચરણે
પરકાય - પ્રવેશ • ૨૮૯
હું સ્ત્રીના અવાજમાં બોલ્યો : ‘વિશ્વસ્ત માનવીને શું, ઠગવામાં વિશેષતા ?
આત્મ કથાઓ • ૨૮૮