________________
-
(8૯) હું ચિત્રકાર
શિક
ગુસ્સે શું થવાનું ! જેઓ લાકડી પર ગુસ્સે ભરાય છે તેઓ તો કુતરા જેવા તુચ્છ બુદ્ધિના છે. અસલી વાત લાકડીની નથી, લાકડીને પકડનારની છે. અસલી વાત કોઇ વ્યક્તિની કે નિમિત્તની નથી, પણ એ વ્યક્તિને પ્રેરિત કરનાર કર્મની છે, કર્મને કરનાર આત્માની છે. ગુસ્સે થવું હોય તો કર્મ પર થવાનું, રાગ-દ્વેષના ભાવો પર થવાનું ! નિમિત્ત પર શા માટે ? આવી સૂઝ મારા ભાઈ મહારાજમાં હતી અને એથી જ આવા જીવલેણ પ્રસંગે તેઓ સમતા રાખી શક્યા અને આટલું ઊંચું આલંબન આપી અમને પણ કેવળજ્ઞાનની ભેટ આપતા ગયા.
આવા હતા : મારા ભાઈ મહારાજ !
નાનપણથી જ મને ચિત્રો દોરવાનું વ્યસન ! મોટો ચિત્રકાર બની દુનિયામાં નામ કાઠું - એ મારું સ્વપ્ન ! કોઇકને રાજા બનવાની તો કોઇકને મંત્રી કે શેઠ-શાહુકાર બનવાની ઇચ્છા હોય, પણ મને તો ઇચ્છા હતી ચિત્રકાર બનવાની. એ માટે હું સૃષ્ટિના રંગ-બેરંગી દેશ્ય કલાકો સુધી જોયા જ કરતો ! કયા કયા રંગોના મિશ્રણથી આ સંધ્યાના વાદળ બન્યા છે ? આ મોરના પીછા બન્યા છે ? એમ મારું મન સદા વિચાર કર્યા જ કરતું ! ને રંગોનું મિશ્રણ કરી હું તેવા-તેવા રંગો બનાવી પણ લેતો. ચિત્રકળા અંગે વધુ શીખવાની મારી અદમ્ય જિજ્ઞાસા હતી.
એક વખત મેં સાંભળ્યું : સાકેતનગરમાં ઘણા શ્રેષ્ઠ ચિત્રકાર વસે છે. ભારત વર્ષમાં ઉત્તમ ચિત્રકળાનું સ્થાન ત્યાં છે.
આથી સાકેત જવા હું તૈયાર થઇ ગયો. મારી પ્યારી જન્મ-ભૂમિ કૌશાંબી નગરી છોડીને સાકેત ભણી નીકળી પડ્યો. જીવનમાં આગળ વધવું હોય, કોઈ કળામાં શ્રેષ્ઠ નિષ્ણાત બનવું હોય તો કુટુંબ, જન્મભૂમિ વગેરે ઘણું-ઘણું છોડવું પડે - એ વાત હું સારી પેઠે સમજતો હતો. નિદ્રા, તન્દ્રા, ભય, ક્રોધ, સ્વજન અને જન્મ-ભૂમિની આસક્તિ-મહત્ત્વાકાંક્ષી યુવાને આ બધાનો ત્યાગ કરવાનો હોય છે. એ વાત હું નાનપણથી જ શીખી ગયો હતો.
સાકેત પહોંચીને હું એક ચિત્રકારની વૃદ્ધ માતાને ઘેર ઊતર્યો. થોડા જ સમયમાં મારે એમની સાથે આત્મીય-સંબંધ બંધાઇ ગયો. ત્યાં રહીને હું વિવિધ ચિત્રકારો પાસેથી ચિત્રકળા અંગેનું અનુભવપૂર્વકનું શિક્ષણ મેળવવા લાગ્યો.
સમય સુખપૂર્વક સરકવા લાગ્યો.
એક વખત મેં જોયું તો વૃદ્ધ માતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. રુદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું : “આજે મારો પુત્ર યક્ષના મંદિરે ચિત્ર દોરવા જવાનો છે.”
પરકાય - પ્રવેશ • ૨૬૯
આત્મ કથાઓ • ૨૬૮