________________
“આ મહેલ વગેરે મારા નથી. મિથિલા બળે એમાં મારું કશું બળતું
નથી.”
(૩૫) હું યા
જ
“દીક્ષા લો જ છો તો મિથિલા નગરીને ફરતો મજબૂત કિલ્લો તો બનાવતા જાવ.”
“મારું નગર છે : સંયમ. કિલ્લો છે : શમ. યંત્ર છે : નય.” “લોકોને રહેવા માટે સુંદર મકાનો તો બનાવતા જાવ.”
“એ કરનાર ઘણાય છે. મારે મન તો જ્યાં દેહ છે ત્યાં જ ઘર છે.”
જરા ચોરોનો નિગ્રહ તો કરતા જાવ. કેવા ભરાડી ચોરો છે ?” “રાગ-દ્વેષાદિ જ ખરા ચોર છે. એમનો જ મારે નિગ્રહ કરવાનો
“કેટલાક ઉદ્ધત રાજાઓને નમાવીને વિજેતા બનીને દીક્ષા લો તો સારું !”
“યુદ્ધમાં લાખો સુભટોને જીતનારો પણ સાચો વિજેતા નથી. ખરો વિજેતા તે છે જેણે પોતાનો આત્મા જીત્યો છે.”
મારા આવા ઉત્તરો સાંભળીને પેલાએ તરત જ રૂપ બદલ્યું. જોયું તો એ ઇન્દ્ર હતો. એ બોલી ઊઠ્યો : “હે મુનિવર ! તમે ધન્ય છો. તમે સાચી સાધુતા જાણી છે. પરીક્ષા માટે કાંઇ આડું અવળું પૂછાયું હોય તો ક્ષમા કરજો.”
પછી ઇન્દ્ર સ્વર્ગે ગયો.
મેં સાધના કરી ઘનઘાતી કર્મોના ભૂક્કા બોલાવી કેવળજ્ઞાન મેળવી અનંત સંસારનો અંત આણી દીધો.
આમ તો અમે સાતેય બહેનો બુદ્ધિશાળી, પણ મને તો એક જ વાર સાંભળવા મળે એટલે પત્યું. કાયમ માટે યાદ રહી જાય, ચાહે એ કોઇ પણ ભાષામાં હોય ! મારાથી નાની બેનને બે વાર સાંભળવા મળે એટલે યાદ રહી જાય. ત્રીજા નંબરની બેનને ત્રણવાર ને એમ સાતમીને સાત વાર સાંભળવા માત્રથી યાદ રહી જાય. એકવાર અમે જાહેરમાં કરી પણ બતાવેલું. કવિ વરરુચિએ કરેલા કાવ્યો અમે સાતેય બેનોએ સંભળાવી આપીને રાજસભામાં સાબીત કરી આપેલું કે વરરુચિના આ કાવ્યો જૂનાં છે, કોઇકનો ઊઠાવેલો માલ છે, સ્વયંની રચના નથી. એ ખરેખર તો એની પોતાની જ રચના હતી, પણ અમારી બુદ્ધિના પ્રયોગથી અમારા પિતાજીએ એને ચોરીનો માલ જાહેર કર્યો. આ તો રાજકારણ ! એમાં આવા અનેક કાવાદાવા કરવા પડે. રાજકારણના આટાપાટામાં ક્યારેક ફસાઇ પણ જવાય, ક્યારેક પ્રાણોની આહુતિ પણ આપવી પડે. રાજસભામાંથી વરરુચિનો કાંટો કાઢવા અમારા પિતા શકડાલે આ પ્રયોગ કર્યો ખરો, એમાં સફળ પણ થયા... પણ આથી વરરુચિ વધુ વીફર્યો. આખરે એક દિવસ એવી પરિસ્થિતિ ઉભી થઇ કે મારા પિતાજીએ પ્રાણોની આહુતિ આપવી પડી. મારા જ સગા ભાઇ શ્રીયકે મારા પિતાની હત્યા કરી. જો કે, ‘હત્યા કરી’ એમ કહેવામાં શ્રીયકને અન્યાય થયો ગણાશે. ખરી વાત એ હતી કે પિતાની આજ્ઞાથી શ્રીયકે હત્યા કરવી પડી. શકડાલની હત્યાથી સ્તબ્ધ થઇ ગયેલા રાજાએ શ્રીયકને મંત્રી બનવા કહ્યું, પણ મોટા ભાઇ સ્થૂલભદ્રને મૂકીને મંત્રી કેમ બનાય ? મારો સૌથી મોટો ભાઇ સ્થૂલભદ્ર બાર-બાર વર્ષથી કોશા વેશ્યાને ત્યાં રહેતો હતો. ઘર, માતા-પિતા, ભાઇ-બહેન વગેરે તમામની સાથે લગભગ સંપર્ક છૂટી ગયો હતો... પણ મંત્રિમુદ્રાની ઓફર જ્યારે સ્થૂલભદ્ર પાસે આવી ત્યારે વિચારવાન સ્થૂલભદ્ર મંત્રિમુદ્રા નહિ, પણ મુનિમુદ્રા પસંદ કરી. પરમ વિરક્ત બની દીક્ષા લીધી. આખરે શ્રીયક મંત્રી બન્યો.
પરકાય - પ્રવેશ • ૨૪૫
આત્મ કથાઓ • ૨૪૪