Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ आगमसूत्र ०२ नमो नमो निम्मलदंसणस्स सूयगड [सूत्रकृत] आगम प्रकार ‘अंगसूत्र' મ- ૦૨ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૮૨ છે, ગાથા ૭૨૩ છે. એ રીતે આ આગમમાં ગાથાઓનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ સૂત્રો ૯% જેટલા પ્રમાણમાં જ જોવા મળે છે. આગમનો વિભાગ: ‘સૂત્રકૃત’આગમમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે.બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયનો છે.આ આગમના પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોમાં પેટા વિભાગરૂપ ઉદ્દેશાઓ પણ છે. બીજા શ્રુતસ્કંધમાં ‘ઉદ્દેશા’રૂપ પેટા વિભાગો નથી. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ ‘સૂત્રકૃત’ આગમમાં અન્યમતવાદીની માન્યતાઓ છે અને જૈનદર્શન દ્વારા તાર્કિક રીતે સ્વમતનું મંડન અને પરમતનું ખંડન કરાયું છે. અનેક શ્લોકો દ્વારા વૈરાગ્યનું સિંચન પણ આ આગમમાં જોવા મળે છે. અરે ! આ આગમનો આરંભ જ ‘બોધ’ પામવા અને બંધન તોડવાના ઉપદેશથી થાય છે. આ આગમમાં સિદ્ધિગતિની કઈરીતે પમાય?, ઉપસર્ગ સહન કરવાનો ઉપદેશ, સ્ત્રી સંપર્ક વર્ઝન, નરકનું સ્વરૂપ, ભગવંત મહાવીરની સ્તુતિ, ધર્મ જાણવો અને આદરવો, મોક્ષનો માર્ગ, ૧૩ ક્રિયાસ્થાનો, જીવોનું સ્વરૂપ આદિ અનેક વિષયોનું નિરૂપણ છે. કથાનુયોગ રૂપે અહીં આર્દ્રકુમાર-અધ્યયન અને ઉદપેઢાલપુત્ર સાથે ગૌતમસ્વામીનો સંવાદ છે અને પુંડરીકની ઉપમા દ્વારા વિવધ મતદર્શન સાથે સુંદર ઉપદેશ પણ છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [2] [9]

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 96