Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/005668/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેઠ મોતીશાહ International ૨મણલાલ ચી. શાહ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠ મોતીશાહ લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કો-ઓપ. હાઉસિંગ સોસાયટી, બીજે માળ, મુંબઈ-૪૦૦ ૦૦૪ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ SHETH MOTISHAH (A biography) By Dr. Ramanlal C. Shah Published by Shree Mumbai Jain Yuvak Sangh 385, Sardar V. P. Road, Mumbai-400004 First Edition : November 1991 Second Edition : November 1992 Third Edition : February 2002 Price : Rs. 30-00 પ્રથમ આવૃત્તિ : નવેમ્બર 1991 બીજી આવૃત્તિ નવેમ્બર 1992 : ત્રીજી આવૃત્તિ : ફેબ્રુઆરી 2002 મૂલ્ય : રૂ. 30-00 NO COPYRIGHT પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ 385, સરદાર વી. પી. રોડ, રસધારા કો-ઓપ. હાઉસિંગ સોસાયટી, બીજે માળ, મુંબઈ-400 004 મુદ્રક ઃ ચંદ્રિકા પ્રિન્ટરી મીરઝાપુર રોડ, અમદાવાદ-380 001 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પૂજ્ય ભાભીશ્રી સ્વ. જશવંતીબહેન જયંતીલાલ શાહ તથા - પૂજ્ય વડીલ બંધુ શ્રી જયંતીલાલ ચીમનલાલ શાહ સાદર પ્રણામપૂર્વક – રમણભાઈ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઇટ રહેશે નહિ. – રમણલાલ ચી. શાહ મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ : * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ : * ગુલામોનો મુક્તિદાતા હેમચંદ્રાચાર્ય * વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨-૩ * બે૨૨થી બ્રિગેડિયર * તિવિહેણ વંદામિ પ્રવાસ-શોધ-સફર : * એવરેસ્ટનું આરોહણ * રાણકપુર તીર્થ * પ્રદેશે જય-વિજયના * પાસપૉર્ટની પાંખે છે. * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી મોહનલાલજી મહારાજ શેઠ મોતીશાહ * પ્રભાવક સ્થવિરો, ભાગ ૧ થી ૫ નિબંધ : * સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૩ * અભિચિંતના સંશોધન-સંપાદન : *નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) * ઉત્તરધ્રુવની શોધ-સફ૨ * ન્યૂઝીલૅન્ડ # ઑસ્ટ્રેલિયા * પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન સાહિત્ય-વિવેચન : ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) * નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય # બુંગાકુ-શુમિ * પડિલેહા * સમયસુંદર * ક્રિતિકા * ૧૯૬૨નું ગ્રંથસ્થ વાસઁય * નળ-દમયંતીની કથાનો વિકાસ # ગૂર્જર ફાગુસાહિત્ય જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) * મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ થાવગ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકત) છે નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) બે લઘુ રાકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) છે નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન : જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) કે જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) જે જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) . બૌદ્ધ ધર્મ છે નિતવવાદ $ Shraman Bhagwan Mahavir & Jainism 1 Buddhism - An Introduction. a Jina Vachana વીરપ્રભુનાં વચનો a જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬ તાઓ દર્શન * કન્ફયૂશિયસનો નીતિધર્મ અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ સંક્ષેપ : છે સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ : કે રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) કે ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) જ મનીષા છે શ્રેષ્ઠ નિબંધિકાઓ જ શબ્દલોક જ ચિંતનયાત્રા ૧ નીરાજના 1 અક્ષરા ( અવગાહન જીવનદર્પણ કવિતાલહરી ( સમયચિંતન તત્ત્વવિચાર અને અભિવંદના ક મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી વિક જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ 4 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ શ્રીમદ્ યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ : . એન. સી. સી. જૈન લગ્નવિધિ R For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કેટલાંક વર્ષ પહેલાં મુંબઈમાં ભાયખલામાં પ.પૂ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લગભગ પોણા બસો વર્ષ પૂર્વે, શત્રુંજયની ટૂકમાં ભાયખલાના જિનમંદિરની રચના કરાવનાર શેઠ મોતીશાહના અદ્ભુત રસિક જીવનનું અવલોકન કરવાનો ત્યારે પ્રસંગ સાંપડ્યો હતો. એ વખતે “પ્રબુદ્ધ જીવનમાં “શેઠ મોતીશાહ' વિશે મેં બે સવિસ્તર લેખ લખ્યા હતા. એ વાંચીને અમારા સંઘના કેટલાક મિત્રોએ અને સમિતિના સભ્યોએ એવી ઇચ્છા પ્રગટ કરી કે શેઠ મોતીશાહનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સંઘ તરફથી પુસ્તિકારૂપે પ્રગટ કરવામાં આવે તો ઘણાંને તે સુલભ થઈ શકે.. શેઠ મોતીશાહનું જીવન આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવી કેટલીક ઘટનાઓથી સભર છે. એમનું જીવન કેટલું બધું ઉદાર અને ઉદાત્ત હતું તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે. શેઠ મોતીશાહની આ પુસ્તિકા માટે મેં સંપૂર્ણપણે આધાર સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાત “શેઠ મોતીશાહ' નામના દળદાર જીવનચરિત્રનો લીધો છે. સ્વ. મોતીચંદભાઈએ ઘણે ઠેકાણે જાતે ફરીને અને ઘણા જૂના દસ્તાવેજો મેળવીને તથા જાતે તપાસીને આ સવિસ્તર જીવનચરિત્ર તૈયાર કર્યું હતું, જે પ્રકાશિત થયેલું જોવા માટે તેઓ હયાત રહ્યા નહોતા. એમનું આ સંશોધનકાર્ય કોઈ પણ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવીને પાત્ર ગણાય એવું છે. હાલ આ ગ્રંથ અપ્રાપ્ય છે. આ પુસ્તિકાના લખાણ માટે હું સ્વ. મોતીચંદ કાપડિયાનો અત્યંત ઋણી છું. સ્વ. શેઠ મોતીશાહના જીવન વિશેની આ પુસ્તિકા કોઈકને પણ પ્રેરણા આપશે તો મારો આ લેખન-પ્રયાસ સાર્થક ગણાશે. આ પુસ્તિકાના મુદ્રણકાર્યની વ્યવસ્થા કરી આપવા માટે ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો હું આભારી છું. - રમણલાલ ચી. શાહ VII For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ A great man is made up of qualities that meet or make great occasions. - James Rusell Lowell - for the way of the Pity the poor millionaire philanthropist is hard. - Andrew C He who wishes to secure the good of others has already secured his own. - Confucius The luxury of doing good surpasses every other personal enjoyment. - John Gay VIII For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શેઠ મોતીશાહ જન્મ વિ. સં. ૧૮૩૮ * સ્વર્ગવાસ વિ. સં. ૧૮૯૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શેઠ મોતીશાહ બહુરત્ના વસુંધરા” એ ન્યાયે આ ધરતી ઉપર સમયે સમયે પોતપોતાની વૈયક્તિક વિશિષ્ટતા અને નવીનતાવાળાં તેજસ્વી નરરત્નો ઉત્પન્ન થાય છે. જૈન-અજૈન સર્વ લોકોમાં સન્માનનીય બનેલા એવા જૈન પરંપરાના સાધુ-મહાત્માઓનાં તો અનેક નામો ઇતિહાસમાંથી સાંપડી રહે છે. ગૃહસ્થ મહાપુરુષોમાં કેટલાયનાં નામ ભૂતકાળમાં વિલીન થઈ ગયાં છે. તેમ છતાં છેલ્લાં હજારેક વર્ષમાં થઈ ગયેલ વિમલ મંત્રી, ઉદયન મંત્રી, કુમારપાળ મહારાજા, વસ્તુપાલ, તેજપાલ, જાવડશા, જગડુશા, પેથડશા, ભામાશા, ધરણાશા વગેરેનાં પુણ્યવંત નામો હજુ નજર સામે તરવરે છે. એવી જ રીતે ઓગણીસમી સદીમાં મુંબઈની ધરતી ઉપર થઈ ગયેલા શેઠ મોતીશાહનું પુણ્યવંત નામ પણ વિવિધ પ્રેરક પ્રસંગોની સુવાસથી સભર છે. ચોપન વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન એમણે જીવદયાનાં, માનવતાનાં, સાધર્મિક ભક્તિનાં, ધર્મપ્રિયતાનાં જે કેટલાંક મહાન કાર્યો કર્યાં છે તેની સ્મૃતિ ચિરકાલીન બની રહે એવી છે. મુંબઈના આરંભકાળના ઇતિહાસમાં તો એમનું ગૌરવવંતું નામ અવિસ્મરણીય બની ગયું છે. ધર્મપરાયણ મહાપુરુષ શેઠ મોતીશાહ - શત્રુંજય તીર્થ ઉપર કુંતાસરની ખીણની જગ્યામાં પુરાણ કરીને મોટી ટ્રક (શેઠ મોતીશાહની ટૂક) બંધાવનાર, મુંબઈ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પાસે અગાશી તીર્થમાં દેરાસર બંધાવનાર, મુંબઈમાં ભાયખલામાં શત્રુંજયની ટૂક જેવું દેરાસર બંધાવનાર, કોટમાં શ્રી શાંતિનાથ પ્રભુ, પાયધુની ઉપર શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનાં દેરાસરના બાંધકામમાં મુખ્ય પ્રેરકબળ બનનાર અને તેમાં મહત્ત્વનું આર્થિક યોગદાન આપનાર, મુંબઈમાં પાંજરાપોળની સ્થાપના કરાવનાર, પાલિતાણામાં અને અન્ય સ્થળે ધર્મશાળાઓ બંધાવનાર, વહાણવટાના વ્યવસાયમાં અઢળક ધન કમાનાર અને તે જ પ્રમાણે અઢળક ધન શુભ કાર્યોમાં વાપરનાર, અવસાન સમયે અનેક વ્યક્તિઓનું દેવું માફ કરનાર એવા શેઠ મોતીશાહ અત્યંત ઉદારચરિત, તેજસ્વી, ધર્મપરાયણ મહાપુરુષ હતા. એમના જીવનની કેટલીક વિગતો વાંચતાં જ ખરેખર, હર્ષ સાથે રોમાંચ અનુભવાય છે. " યશોજ્વલ ગાથા મોતીશાહનો જન્મ સં. ૧૮૩૮ (ઈ.સ. ૧૭૮૨)માં થયો હતો. સં. ૧૮૯૨ (ઈ.સ. ૧૮૩૬)ના ભાદરવા સુદ ૧ ને રવિવારે પર્યુષણ પર્વ દરમિયાન મહાવીરજન્મવાંચનના દિવસે તેઓ મુંબઈમાં સ્વર્ગવાસ પામ્યા હતા. ચોપન વર્ષના ટૂંકા જીવનકાળમાં એમણે એક સાહસિક વેપારી તરીકે અને એક ધર્મશ્રદ્ધાળુ અગ્રણી તરીકે જે સિદ્ધિઓ મેળવી અને ભગીરથ કાર્યો કર્યાં તેની ગાથા યશોજ્વલ છે. એમના જમાનામાં કેટલાક પારસી લેખકોએ શેઠ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મોતીશાહનું જે જીવનચરિત્ર લખ્યું છે તેમાંથી તથા પંડિત શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાના જિનમંદિરની પ્રતિષ્ઠા વિશે તથા શત્રુંજય ઉપરની મોતીશાહની ટૂક વિશે જે ઢાળો લખી છે તેમાંથી શેઠ મોતીશાહના જીવન વિશે ઘણી વિગતો જાણવા મળે છે. સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ “શેઠ મોતીશાહ' નામના પોતાના ચરિત્રગ્રંથમાં આ બધા આધારો લઈને સવિસ્તર માહિતી આપી છે. | વિક્રમના ઓગણીસમા શતકમાં શેઠ મોતીશાહે મુંબઈની ધરતી ઉપર જીવન વિતાવ્યું હતું. મુંબઈની એ સમયની અને એની પૂર્વેની સ્થિતિ કેવી હતી તે જાણવાથી એમના જીવનને વધારે સારી રીતે સમજી શકાય છે. મુંબઈના વિકાસનો ઇતિહાસ મુંબઈ શહેરના વિકાસનો ઇતિહાસ અત્યંત રસિક છે. છૂટાછવાયા વસેલા ચારસો-પાંચસો માછીમારોના એક નાના ટાપુમાંથી વિશાળ શહેર અને એક મોટા મહત્ત્વના બંદર તરીકે થયેલા તેના વિકાસને કારણે જગતની મહાનગરીઓમાં અને દુનિયાના નકશામાં મુંબઈએ અવશ્ય ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મુંબઈ સતત વૃદ્ધિ-સમૃદ્ધિ પામતું શહેર રહ્યું છે. | વિક્રમના પંદરમા સૈકામાં માછીમારોનો આ નાનો ટાપુ કોઈ એક ઠાકરડા જેવા સરદારની માલિકીનો હતો. વિક્રમના સોળમા સૈકામાં યુરોપમાંથી પોર્ટુગલ, સ્પેન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલૅન્ડ, ડેનમાર્ક વગેરે દેશોના સાહસિક For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ નાવિકો વહાણમાર્ગે આફ્રિકાના દક્ષિણ કિનારે થઈને ભારતના પશ્ચિમ કિનારે આવવા લાગ્યા હતા. આગળ જતાં સમુદ્રના કિનારે કિનારે તેઓ છેક ચીન અને જાપાન સુધી પહોંચ્યા હતા. તેઓ કિનારા ઉપરના નાના ટાપુઓ જીતી લઈને કે વેચાતા લઈને પોતાનાં સલામત થાણાં સ્થાપતા હતાં કે જેથી પોતાનાં વહાણોને મુકામ કરવાની, ખલાસીઓને આરામ કરવાની, માલસામાન ચડાવવાઉતારવાની તથા તાજા ખાધાખોરાકી અને પાણી ભરી લેવાની સરળતા રહે અને પોતાનો વેપાર-રોજગાર ઠીક ઠીક ચાલે. તેઓની વેપારી સત્તાની સાથે સાથે રાજદ્વારી સત્તા પણ આવતી ગઈ. આવા ટાપુનાં મથકો ઉપર તેઓ પોતાનો કિલ્લો બાંધી અંદર સુરક્ષિત રહેતા. તેમની પાસે રહેલાં બંદૂક અને તોપ જેવાં ચડિયાતાં શસ્ત્રોને કારણે તથા તેમની ગોરી ચામડીને કારણે સ્થાનિક અભણ, ગરીબ અને આદિવાસી જેવા પછાત લોકો અંજાઈ જતા અને તેમને શરણે રહેતા. પોર્ટુગીઝ વસાહત - મુંબઈનો ટાપુ વિ. સં. ૧૫૮૯માં પોર્ટુગીઝ લોકોએ વેચાતો લઈ લીધો હતો. તે પછી તેઓએ તેના ઉપર કિલ્લો બાંધ્યો હતો. સાથે સાથે વહાણોને લાંગરવા માટે ગોદી બાંધી હતી. વહાણો દ્વારા વારંવાર જતાં-આવતાં કેટલાંક પોર્ટુગીઝ કુટુંબોએ મુંબઈના કિલ્લામાં કાયમનો વસવાટ ચાલુ કર્યો હતો. એમની સાથે વેપાર કરવા માટે કેટલાંક પારસી અને મુસલમાન કુટુંબો સૂરત, ખંભાત કે કોંકણમાંથી આવીને વસ્યાં હતાં. મુંબઈમાં તે વખતે માછીમારો, ભંડારીઓ વગેરે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના લોકો વસતા હતા. તેઓનો વ્યવસાય ખેતી, મીઠાના અગરો અને માછલી પકડવાનો હતો. ભંડારી લોકો સ્થાનિક આદિવાસી જેવા હતા. તેઓ ભૂંગળ, ઢોલ, નગારાં વગેરે વગાડવાનો વ્યવસાય પણ કરતા હતા. (ભંડારી લોકો તે સમયે જ્યાં વસતા હતા તે વિસ્તાર ભંડારી મહોલ્લા તરીકે ઓળખાતો હતો. આજે પણ એ વિસ્તારો મુંબઈમાં ચકલા સ્ટ્રીટમાં તથા કુંભારવાડામાં ‘ભંડારી સ્ટ્રીટ' તરીકે ઓળખાય છે.) મુંબાઈ-બૉમ્બે મુંબઈમાં આટલી જૂજ વસ્તીમાં તે વખતે એક માત્ર પ્રાચીન ધાર્મિક સ્થળ તે મમ્બાદેવી માતાજીનું મંદિર હતું. ‘માતા + અંબા’ અથવા ‘મા + અંબા' અથવા ‘મા + અંબા + આઈ' જેવા બોલાતા શબ્દ ઉપરથી બોલચાલના શબ્દ તરીકે ‘મમ્બાઈ', ‘મુમ્બાઈ', ‘મુંબઈ' જેવા શબ્દો પ્રચલિત બન્યા હશે. સ્થાનિક દેશી લોકોના શબ્દો ઉચ્ચારવાનું પોતાને ન ફાવવાને લીધે વિદેશીઓ ત્યારે કેટલાંક સ્થળોનાં નામના ઉચ્ચાર જુદા કરતા, એટલે મુંબઈને માટે ‘બૉમ્બે’ શબ્દ પ્રચલિત બન્યો હશે એમ મનાય છે. વળી એમ પણ કહેવાય છે કે પૉર્ટુગીઝોએ આ સ્થળને માટે ‘બૉમ્બે’ શબ્દ પોતાની ભાષાનો પ્રયોજ્યો હતો. ફ્રેન્ચ અને પૉર્ટુગીઝ ભાષામાં ‘બોં’ એટલે સુંદર અને ‘બે' એટલે કિનારો. મુંબઈના તે સમયના ચોપાટી, વરલી, માહિમ, જુહુ, વરસોવા વગેરેના સરસ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર કિનારાને લીધે પોર્ટુગીઝોએ આ ટાપુનું નામ “બોમ્બે પાડ્યું હતું. આમ ઘણા જૂના વખતથી મુંબઈ માટે “મુંબઈ અને “બોમ્બે” એમ બે પરસ્પર મળતાં નામ પ્રચલિત બન્યાં હતાં, જે આજ દિવસ સુધી ચાલુ રહ્યાં છે. મુંબઈના ટાપુ ઉપર પોર્ટુગીઝોએ ૧૩૨ વર્ષ સુધી રાજસત્તા ભોગવી, પરંતુ એટલા સુદીર્ઘ કાળ દરમિયાન મુંબઈની જોઈએ તેટલી પ્રગતિ થઈ નહોતી. મચ્છરોના પુષ્કળ ત્રાસવાળો, માછીમારોની પાંખી ગરીબ વસ્તીવાળો અને મરેલાં માછલાંઓના કચરાથી દુર્ગંધમય તથા વારંવાર રોગચાળાના ઉપદ્રવવાળો મુંબઈનો ટાપુ વિકસાવવામાં ફિરંગી લોકોને બહુ રસ નહોતો. પોર્ટુગીઝ પછી અંગ્રેજ હકૂમત એ સમયગાળામાં અંગ્રેજોએ પોતાની કોઠી સૂરત બંદરે નાખી હતી. ઈ.સ. ૧૯૬૧માં પોર્ટુગલના રાજાની બહેન ઇન્ફન્ટા કેથેરાઇનનાં લગ્ન ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજાની સાથે થયાં. એ વખતે પોર્ટુગલના રાજાએ ઈંગ ડ ના રાજાને દહેજમાં આ અવિકસિત અને પડતર જેવો મુંબઈનો ટાપુ ભેટ આપ્યો હતો. ત્યારે મુંબઈની કશી જ કિંમત ન હતી. ૧૩ર વર્ષ સુધી મુંબઈના ટાપુ ઉપર પોર્ટુગીઝ રાજાની ધજા ફરકતી રહી હતી. ત્યાર પછી ઇંગ્લેન્ડના રાજ્યનો યુનિયન જેક ધ્વજ ફરકવા લાગ્યો હતો. એ વખતે આ ટાપુ ઉપર બાંધવામાં આવેલા કિલ્લાના કારણે અંગ્રેજો મુંબઈને For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ‘બૉમ્બે સઁસલ' તરીકે ઓળખતા હતા. ઇંગ્લૅન્ડના રાજાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ ટાપુ વાર્ષિક દસ પાઉન્ડના ભાડે વાપરવા માટે આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખેતી અને વહાણવટાની દૃષ્ટિએ પોતાની આવક વધારવા માટે આ ટાપુના વિકાસમાં રસ લીધો અને બહારથી લોકોને લાવીને ટાપુના કિલ્લામાં વસાવ્યા. કંપનીએ કિલ્લો વધારે મજબૂત કર્યો અને દરિયામાં ઊંડા કિનારે મોટાં મોટાં વહાણો આવી શકે તે માટે ઊંડી મોટી ગોદી બાંધવાનું કામ પણ ચાલુ કર્યું. વળી પૉર્ટુગીઝ લોકોએ માહિમ, વરલી, શિવરી વગેરે સ્થળે આવેલા નાના નાના ટાપુઓ ઉપર જે બીજા નાના કિલ્લાઓ બાંધ્યા હતા એ કિલ્લાઓનું પણ સમારકામ કરાવીને કંપનીએ તેનો ઉપયોગ ચાલુ કર્યો હતો. ક્રમે ક્રમે કિલ્લાઓ વચ્ચેની દરિયાની ખાડી પુરાવવાનું કામ પણ ચાલુ થયું હતું. આ રીતે મુંબઈ બંદરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ વહાણવટાના વેપારની દૃષ્ટિએ મુંબઈ બંદર સમૃદ્ધ થતું ગયું. ક્રમે ક્રમે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે પ્રદેશોના દરિયાકાંઠાના સાહસિક લોકો વહાણવટા દ્વારા થતા વેપારને નિમિત્તે મુંબઈ આવીને વસવા લાગ્યા હતા. ઓગણીસમી સદીનું મુંબઈ દોઢસો વર્ષ પહેલાં ભારતમાં રેલગાડી નહોતી કે મોટરગાડી કે સાઇકલ પણ નહોતી. જમીનમાર્ગે લોકોનો વ્યવહાર પગે ચાલીને અથવા ગાડાં દ્વારા અને જળમાર્ગે નાની નૌકા કે મોટાં સઢવાળાં વહાણોથી થતો હતો. મુંબઈ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ८ શહેરમાં ઘોડાગાડી ચાલુ થઈ તે પહેલાં બ્રિટિશ ગોરા ગવર્નરો અને અમલદારો એક બળદની એક્કા ગાડીમાં ફરતા.' ઓગણીસમી સદીની શરૂઆતથી મુંબઈ બંદર ઝડપથી વિકાસ પામતું ગયું. તે સમયે આજે જેને કોટ વિસ્તાર કહેવામાં આવે છે તેટલા વિસ્તારવાળા ટાપુ ઉપર અંગ્રેજોએ પોતાના સંરક્ષણ માટે કિલ્લાને વધુ મજબૂત કર્યો હતો. કિલ્લા ઉપર તોપો ગોઠવાઈ હતી. ત્યારે કોલાબાનો ટાપુ જુદો હતો અને તેના ઉપર ખાસ કંઈ વસવાટ નહોતો. વચમાં ખાડી હતી અને ખડકો હતા. ભરતીના પાણીમાં બધા ખડકો ડૂબી જતા. કોલાબા જવા માટે ત્યારે મછવામાં બેસવું પડતું. કોટનો વિસ્તાર પાલવાથી ધોબી તળાવ સુધીનો લગભગ હતો. આજનું આઝાદ મેદાન ત્યારે કોટ્ બહારનું સ્મશાન હતું. બોરા બજાર અને બજારગેટ સ્ટ્રીટ એ મુંબઈની જૂનામાં જૂની શેરીઓ હતી. જે. જે. હૉસ્પિટલ અને ગિરગામ પાસે દરિયો હતો. બાકીનું અત્યારનું મુંબઈ જંગલ અને વેરાન જેવું હતું. મુંબઈની ભૌગોલિક સ્થિતિ શેઠ મોતીશાહના વખતની મુંબઈની ભૌગોલિક સ્થિતિ આવી હતી. સમય જતાં મોટાં શહેરોમાં કેવાં પરિવર્તનો થાય છે તેનો ખ્યાલ મુંબઈનાં જૂનાં ચિત્રો પરથી આવી શકે છે. ઈસવીસનના ઓગણીસમા સૈકાની શરૂઆતમાં મુંબઈ શહેર કોટ વિસ્તારમાં ઍપોલો બંદરથી બોરીબંદર સુધી વિસ્તરેલું હતું. બોરીબંદર શબ્દ સૂચવે છે તે પ્રમાણે ત્યારે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ત્યાં આગળ દરિયો હતો. મુંબઈમાં ત્યારે પાણીના નળ નહોતા, ગટર નહોતી. પીવાના પાણી માટે ઠેર ઠેર કૂવા ખોદવામાં આવ્યા હતા. ત્યારે વીજળી નહોતી. ગેસના દીવાઓ પણ નહોતા. રાત્રે માણસો કોટ બહાર બહુ જતા નહિ. જવું પડે તો હાથમાં મશાલ લઈને નીકળતા. કોટ બહાર રાત્રે જવામાં લૂંટારુઓનો અને વાઘવનો ભય રહેતો. કોટ ઉપર જે તોપ ગોઠવવામાં આવી હતી, તે સવારે અને સાંજે ફોડવામાં આવતી. સાંજે તોપ ફોડ્યા પછી કોટના દરવાજા બંધ થઈ જતા અને સવારે તોપના ધડાકા પછી દરવાજા ખોલવામાં આવતા. મુંબઈની વસ્તી ત્યારે સાઠ હજાર જેટલી હતી. મુંબઈ ટાપુ ઉપર જમીનમાર્ગે મરાઠાઓ અને દરિયાઈ માર્ગે સિંધીઓ લૂંટફાટ કરવા ચડી આવતા. તેઓ કોટની દીવાલ ઉપર ચડીને અંદર ઘૂસી ન આવે એટલા માટે મુંબઈના કોટની ચારે બાજુ ઊંડી ખાઈ ખોદવામાં આવી હતી અને તેમાં પાણી રહેતું. નાગરિકોએ પોતાને ખર્ચે બંધાવેલી આ ખાઈ લગભગ સવાસો વર્ષ સુધી રહી હતી. વસ્તી વધતાં કોટ બહાર લોકો વસવા લાગ્યા હતા અને લૂંટારાઓનો જ્યારે ભય નીકળી ગયો હતો ત્યારે કોટની દીવાલ તોડી નાખીને એનાં ઈંટ-માટી વડે ખાઈ પૂરી નાખવામાં આવી હતી. છે. ત્યારે બોરા બજાર અને બજારગેટ સ્ટ્રીટમાં મુખ્યત્વે દેશી લોકો રહેતા અને ગોરા લોકો બંદર બાજુ રહેતા. ગોરાઓએ પોતાને માટે ત્યાં દેવળ બંધાવ્યું હતું. એથી એ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિસ્તાર “દેવળ મહોલ્લા (ચર્ચ સ્ટ્રીટ)' તરીકે ઓળખાતો. પશ્ચિમ બાજુના દરિયાકિનારે કોટમાં દરવાજો હતો એટલે એ વિસ્તાર ચર્ચગેટ તરીકે ઓળખાતો. ત્યાં આગળ વિશાળ મેદાનમાં લોટ દળવા માટે એક ઘટી હતી. તે પવનથી ચાલતી હતી, એટલા માટે તે મેદાનને “પવનચક્કી મેદાન' (આજનું ઓવલ મેદાન) કહેવામાં આવતું. કોટ બહારના વિસ્તારમાં જ્યાં આજે ઝેવિયર્સ કૉલેજ છે ત્યાં મોટું તળાવ, હતું. તે વખતે કોટ બહારના વિસ્તારમાં નાનાં-મોટાં પચાસ જેટલાં તળાવ હતાં. એમાં ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મમ્માદેવી તળાવ વગેરે જાણીતાં હતાં. કોટ બહાર પાડીઓ હતી અને ત્યાં જંગલી પશુઓ ફરતાં હતાં. કોટ વિસ્તાર ઉપરાંત મઝગાંવ, શિવરી, વરલી અને માહિમમાં ફિરંગીઓએ બાંધેલા નાના કિલ્લાઓ અંગ્રેજોએ વધુ મજબૂત બનાવ્યા હતા અને વચમાં આવતી દરિયાની ખાડી હોડકામાં બેસીને ઓળંગતા. મુંબઈની વસ્તી અને અગ્રગણ્ય વેપારીઓ કોટ બહાર માછીમારો, ખેડૂતો, ભંડારીઓ રહેતા હતા. પાયધૂની અને ગિરગામ વિસ્તારમાં નવી વસાહતો ઊભી થવા લાગી હતી અને ધીમે ધીમે વસ્તી વધવા લાગી હતી. પરેલ વિસ્તારને વિકસાવવા માટે ત્યાં કેટલાંક સરકારી મકાનો બાંધવામાં આવ્યાં હતાં. ગવર્નર માટે ત્યાં મહેલ બાંધવામાં આવ્યો હતો, પરંતુ ગોરા અંગ્રેજ ગવર્નરને કોટ વિસ્તાર છોડી ત્યાં વેરાનમાં રહેવા જવું ગમતું નહોતું. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જે. જે. હોસ્પિટલ પાસે આવેલા દરિયાના કાદવમાંથી ચાલીને પાયધુની પાસે આવી લોકો પગ ધોતા. માટે એનું નામ પાયધૂની પડ્યું હતું. મુમ્માદેવીના મંદિર પાસે મોટું તળાવ હતું. તે પછીના સમયમાં એ તળાવને પથ્થરથી વ્યવસ્થિત પાકું બાંધવામાં આવ્યું હતું. (હાલ એ તળાવ પુરાઈ ગયું છે.) મુંબઈની વસ્તી ત્યારે ગોરાઓ સહિત સાઠ હજારની હતી. વેપાર-ધંધાને કારણે દિવસે દિવસે વસ્તી વધતી જતી હતી. ગુજરાત કે કોંકણમાંથી લોકો દરિયામાર્ગે આવતા. એ જમાનામાં મુંબઈ જવું એ મોટું સાહસ ગણાતું. એ સમયે લોકોનું જીવન બહુ સાદું અને ધર્મમય હતું. લોકો પ્રમાણિકતાથી વેપાર કરતાં. તે સમયના જીવનધોરણ અનુસાર લોકોને માસિક રૂપિયા એક કે બે જેટલો પગાર મળતો તે સારો ગણાતો. એટલા ટૂંકા પગારમાં પણ લોકો સંતોષથી જીવન ગુજારતા. એ જમાનામાં મુંબઈમાં આવીને વસવું એટલું સરળ નહોતું. મુસાફરી કઠિન હતી. પરંતુ જેઓ મુંબઈમાં આવીને વસતા તેઓ જુદા જુદા વ્યવસાય દ્વારા સારું ધન કમાઈ શકતા. કેટલાક લોકો સહકુટુંબ આવતા તો કેટલાક એકલા આવીને રહેતા અને “દેશમાં વારંવાર જઈ આવતા. તેઓ મુંબઈની કેટલીક કમાણી દેશમાં લઈ જતા. એ વખતે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવતા વેપારીઓમાં અગ્રગણ્ય હતા : (૧) શેઠ અમીચંદ સાકરચંદ (ખંભાત), For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (૨) શેઠ ઝવેરચંદ આત્મારામ (સૂરત), (૩) શેઠ મેઘજી અભેચંદ (રાધણપુર), (૪) શેઠ નાનજી જે કરણ (માંગરોળ), (૫) શેઠ વેલજી માલુ (કચ્છ), (ક) શેઠ વખતચંદ ખુશાલચંદ (અમદાવાદ), (૭) શેઠ કરમચંદ પ્રેમચંદ (અમદાવાદ), (૮) શેઠ હઠીસિંગ કેશરીસિંગ (અમદાવાદ), (૯) શેઠ નરશી કેશવજી (કચ્છ). તે વખતના મુંબઈના વિકાસમાં મુખ્યત્વે ગુજરાતીઓનો જ ફાળો હતો. ગુજરાતીઓમાં જૈનો, હિંદુઓ અને પારસીઓ હતા. જૈનો અને હિંદુઓ અને પારસીઓ હતા. જૈનો અને હિંદુઓ શરાફી, રૂ, કાપડ, અનાજ, ઝવેરાત વગેરેના વેપારમાં હતા, પારસીઓ દારૂ બનાવવાના, મકાનો બાંધવાના, વહાણો બાંધવાના, લશ્કરના કે સરકારના કૉન્ટ્રાક્ટ લેવાના વગેરે વ્યવસાયોમાં મુખ્યપણે હતા. શેઠ શ્રી અમીચંદ સાકળચંદનું કુટુંબ મોતીશાહના પિતાશ્રી શેઠ અમીચંદ સાકળચંદ મૂળ સોજિત્રા અને પછી ખંભાતના વતની હતા. તેર વર્ષની કિશોરવયે સં. ૧૮૧૪માં રોટલો રળવા માટે તેઓ ખંભાતથી વહાણમાં બેસીને મુંબઈ આવ્યા હતા. એમનાં પત્નીનું નામ રૂપાબાઈ હતું. તેમને ત્રણ દીકરા અને બે દીકરી એમ પાંચ સંતાનો હતાં. દીકરાઓમાં બીજા તે મોતીચંદ (મોતીશાહ). સૌથી મોટા દીકરાનું નામ નેમચંદ હતું. સૌથી નાના દીકરાનું નામ દેવચંદ હતું. મુંબઈમાં આવી શેઠ અમીચંદ ઝવેરાતનો ધંધો શરૂ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કર્યો. એમનો મુખ્ય વેપાર સૂરત સાથે રહ્યો હતો. એટલે એમનાં સંતાનોનાં લગ્ન પણ સૂરતની કન્યાઓ સાથે થયાં. એટલે પોતે ખંભાતના વિસા ઓસવાલ જ્ઞાતિના હોવા છતાં વ્યવહાર અને રહેણીકરણીમાં તેઓ સૂરતી તરીકે જ વધુ જાણીતા રહ્યા. એમનો પહેરવેશ પણ સૂરતી પાઘડી અને અંગરખાનો રહ્યો હતો. શેઠ અમીચંદે વેપારમાં ઘણો પુરુષાર્થ કર્યો. તેઓ સારું ધન કમાયા. પરંતુ પછીથી નસીબે બહુ યારી ન આપી. પોતાના ઝવેરાતના ધંધામાં ઘણી ખોટ આવી. માથે ઘણું દેવું થઈ ગયું. યુવાનવયે તેમનું અવસાન થતાં કુટુંબનો ભાર મોટા પુત્ર નેમચંદભાઈ ઉપર આવ્યો. એમણે ઝવેરાતનો ધંધો છોડી વહાણવટાના ધંધામાં દલાલીનું કામ ચાલુ કર્યું. તેઓ એ નિમિત્તે હોરમસજી બમનજી વાડિયા નામના પારસી કુટુંબ સાથે નિકટના સંપર્કમાં આવ્યા. પોતાની પ્રમાણિકતાથી એ કુટુંબનો વિશ્વાસ એમણે જીતી લીધો. દુર્ભાગ્યે નેમચંદભાઈનું પણ યુવાનવયે અવસાન થયું અને કુટુંબની સઘળી જવાબદારી ત્રીસ વર્ષની વયે મોતીચંદને માથે આવી પડી. એમણે વાડિયા શેઠના માર્ગદર્શન હેઠળ વહાણવટાના વ્યવસાયમાં બહુ ઝડપથી મોટી પ્રગતિ કરી હતી. તેઓ ક્રમે ક્રમે પોતાની માલિકીનાં વહાણો બાંધી તેના નૂરની આવક મેળવવા લાગ્યા હતા. વહાણવટાનો વેપાર એ જમાનામાં મુંબઈના વહાણવટાનો વેપાર ધમધોકાર For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાલતો હતો. મુંબઈ એ એક વિકસતું જતું બંદર હતું. મુંબઈના બંદરેથી ઊપડેલાં વહાણો એક બાજુ સૂરત, ભરુચ, ખંભાત, ઘોઘા, ઓખા, માંડવી (કચ્છ), બહરીન, ઝાંઝીબાર, માડાગાસ્કર વગેરે બંદરો સુધી, તો બીજી બાજુ કોચીન, સિંહલદ્વીપ (શ્રીલંકા), પિનાંગ, જાવા અને ચીન સુધી જતાં. વહાણોની લાંબી સફર કરવાનું સહેલું નહોતું. સાહસિક વેપારીઓ ખલાસીઓ સાથે દૂરની સફર ખેડતા અને હેમખેમ પાછા ફરે ત્યારે તેમનું મોટું સન્માન થતું. સારી ઋતુમાં સૂરત, ભરૂચ, મુંબઈ વચ્ચેની સફર આનંદદાયક રહેતી. પણ ઠેઠ ચીન સુધીની સફર પૂરી કરીને પાછાં ફરતાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગતો. વહાણવટાના વેપારમાં પોતાનાં વહાણો બાંધીને તેમાં માલની હેરફેરનું નૂર મેળવી સારી કમાણી કરી શકાતી, તથા પોતાનાં વહાણોમાં પોતાનો જ માલ દેશાવરમાં મોકલીને ત્યાં વેચીને ત્યાંથી નવો માલ ખરીદીને વહાણમાં લાવવામાં આવતો. આ રીતે જતાં અને આવતાં વહાણોના માલમાં કમાણી થતી. શેઠ મોતીશાહે આ વહાણવટાના વેપારમાં સારી તાલીમ મેળવી લીધી હતી અને પોતાની વેપારબુદ્ધિ, આવડત તથા હોશિયારીથી ઘણી પ્રગતિ સાધી હતી. તે વખતે ભારતમાં ઘણાં જ મજબૂત અને સારાં વહાણ સૂરત, દમણ વગેરે સ્થળે બનતાં હતાં અને એવાં મોટાં મોટાં સઢવાળાં ઘણાં વહાણો શેઠ મોતીશાહ પોતાની માલિકીનાં ધરાવતા હતા. એમનાં કેટલાંક વહાણોનાં નામ આ પ્રમાણે છે : (૧) કોન્ટ ડી રીઓ પારડો, (૨) કૉર્ન વોલિસ, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૩) એડમોસ્ટિન, (૪) સૈયદખાન, (૫) મોતીચંદ અમીચંદ, (૬) બૉમ્બે, (૭) લેડી ગ્રાન્ટ, (૮) હોરમસજી બમનજી. શેઠ મોતીશાહનો વેપાર બહરીનથી ચીન સુધી ચાલતો હતો. સૂરત, ભરુચ, ઘોઘા વગેરે સ્થળે તેઓ અનેક વાર ગયા હશે, પરંતુ પિનાંગ કે ચીન સુધી તેઓ ગયા હોય એવી કોઈ નોંધ મળતી નથી. શેઠ મોતીશાહ અફીણ, સોનું, રૂપું, મોતી, ઝવેરાત, રેશમ વગેરેના વેપારમાં ઘણી બધી કમાણી કરવા લાગ્યા હતા. વહાણોના નૂર ઉપરાંત વીમાનો ધંધો પણ એમણે ચાલુ કર્યો હતો. થોડાં વર્ષોમાં તેઓ પોતાની પ્રમાણિકતા, સાહસિકતા અને વેપારી કુનેહથી મુંબઈના અગ્રગણ્ય વેપા૨ી બની ગયા હતા. ભારતનાં બંદરો ઉપરાંત અરબસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, લંકા વગેરેનાં બજારોમાં તેમનું નામ મશહૂર બની ગયું હતું. મુંબઈના ગોરા વેપારીઓ અને અમલદારોમાં પણ તેમની પ્રતિષ્ઠા અંકિત થઈ ગઈ હતી. પિતાશ્રીનું દેવું ચૂકવ્યું પોતાની આર્થિક સ્થિતિ સારી થતાં શેઠ મોતીશાહે પોતાના પિતાશ્રીને માથે જે દેવું હતું તે બધું ચૂકવવાનું ચાલુ કરી દીધું હતું. અલબત્ત એ વખતના કાયદા પ્રમાણે પોતાના પિતાનું દેવું ચૂકવવાની કોઈ જવાબદારી તેમની નહોતી. તો પણ ઉદારતા અને નીતિમત્તાની ભાવનાથી તેમણે એ દેવું ચૂકવ્યું હતું. એ માટે કેટલોક વેપાર એમણે પોતાના પિતાશ્રીના નામથી કર્યો હતો અને એમાંથી થયેલો નફો દેવું For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચૂકવવામાં વાપર્યો હતો. “મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક રતનજી ફરામજી વાછા પોતાની પારસી ગુજરાતી ભાષામાં લખે છે કે “સકરમી પિતાનો સુપુત જાણવો હોય તો આ લાયકીવાલા શેઠ મોતીશાહ કરતાં બીજો ભાએગશાલી (ભાગ્યશાળી) કોઈને કદાચ જ મલી આવશે. આ શરીરમંત (શ્રીમંત) શેઠના બાપ જે કરજ રાખીને મરણ પામેઆ હતા તેની સાથે જોકે અંગરેજી ધારા મુજબ તેઓને કશું લાગતું-વળગતું નોહતું તો પણ કુદરતથી ઉતરેલા નીતિ કાપેદા (કાયદા) મુજબ તે દેવાનો હક અદા કરવાના હેતુથી તે મરહુમને જુદો વેપાર પોતાના હસતકમાં ચાલુ રાખેઓ હતો. જેમાં સાચી દેનતે (દાનત) સચવાએલી ધારણા જારે રૂડી પેરે પાર ઉતરી તારે તેના વધારામાંથી માગનારાઓને ચૂકવી આપી પોતાના પિતા ઉપર કર્જાથી ચોટેલો દાઘ સફાઈ કીધો અને બાકી બચેલું નાણું ધરમ ખાતામાં વાપડી દીધું. ઉપલી વાત હમો તો એક કાંહાંની જેવી જાણતા હતા. પણ તે વિશેની ખાતરી મેળવવાનો અંચતેઓ (ઓચિંતો) અવકાશ જારે મી. ડોસાભાઈ હોરમજજી ડોલાખાઉ નામના એક પારસી ગરહસથની (ગૃહસ્થની) ચાકરીમાં રહીને તેમની સાથે હમો ચીન ગએલા તારે તેનોની (તેમની) આડટે (આડતે) આગલાં વરસો પર આ શેઠીઆના હસતકથી તેમના પિતાને નામે રકમબંધ અફીન વેચવા માટે નોંધાઈ આવેલું તેમના જુના દફતરો તપાસવાની જોગવાઈ મળે આ ઉપરથી માલૂમ પડેઊં (પડ્યું) હતું.” For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પારસી કુટુંબો સાથે ગાઢ સંબંધ મોતીશાહ શેઠને પિતાશ્રીના વખતથી મુંબઈમાં પારસી અને યુરોપિયન કુટુંબો સાથે ઘણો ગાઢ સંબંધ હતો. આગળ જતાં પારસી અને યુરોપિયન વેપારીઓ વહાણવટાના ધંધામાં મોતીશાહ શેઠની સલાહ લેતા અને શેઠ પણ નિ:સ્વાર્થભાવે સાચી સલાહ આપતા. | મોતીશાહ શેઠને શેઠ હોરમસજી બમનજી અને શેઠ જમશેદજી જીજીભાઈના કુટુંબની સાથે ઘરે જવા-આવવાનો ગાઢ વ્યવહાર પણ હતો. જમશેદજી જીજીભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મોતીશાહને ત્યાં ગાડીવાન તરીકેની નોકરીથી કરી હતી. શેઠે પોતાના પહેલા વહાણનું નામ હોરમસજી” રાખ્યું હતું, જે વાડિયા કુટુંબ સાથેના તેમના પ્રેમાદરભર્યા સંબંધને સૂચિત કરે છે. શેઠ હોરમસજી ગુજરી ગયા ત્યારે તેમના દીકરાઓ સગીર વયના હતા. શેઠ હોરમસજીએ મરતી વખતે પોતાના કુટુંબની દેખભાળ રાખવાનું કોઈ પારસી સગાં-સંબંધીને નહિ પણ મોતીશાહને સોંપ્યું હતું, અને પોતાના વસિયતનામામાં પણ એ પ્રમાણે લખ્યું હતું. મોતીશાહની વિશ્વસનીયતા કેટલી બધી હતી તેની પ્રતીતિ આ ઘટના કરાવે છે. હોરમસજીના અવસાન પછી મોતીશાહ ફરજ અને નિયમ તરીકે રોજ અચૂક એક વખત હોરમસજીના ઘરે આંટો મારી આવતા, છોકરાઓની સંભાળ લેતા અને તેમને કૌટુમ્બિક તથા ધંધાની બાબતમાં સાચી સલાહ આપતા. પારસી કુટુમ્બો સાથે ગાઢ મૈત્રી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મોતીશાહના ઉદારચરિત, પ્રમાણિક, નિ:સ્વાર્થ અને પરગજુ, સ્વભાવનો પરિચય કરાવે છે. “મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક શેઠ રતનજી ફરામજી વાળા શેઠ મોતીશાહ વિશે લખે છે : “હાવી જાહોજલાલીએ પોંહચેઆ તેની આગમજથી જ વાહાડીઆજી શેઠ હોરમસજી બમનજીનું ઘેર પરમાણીક દલાલ તરીકે સારી નીતીથી સાચવી રાખેઆના (રાખ્યાના): પરતાપથી આ શેઠે એવી તો હોરમત હાંસેલ કરી લીધેલી હતી કે મજકુર વાહાડીઆજી સાહેબ જાનેં સંવત ૧૮૮રની સાલમાં બેહસતનશીન થયા, ત્યારે તેમના તરણે (ત્રણ) દિકરા નહાની વએના હોએ આને (વયના હોવાને) લીધે કુટુંબમાં બીજા ઘણાક પીતરાઈ ભાઈઓનો વસીલો હાજર છતાં પોતીકા વેપાર ખાતાનો તથા ઘરસંસારનો બોહલો વહીવટ આ મોતીશાહ શેઠના વસવાસપણામાં નીરભએ (નિર્ભયથી) સોંપી ગયા હતા. જે કામ તેનાએ એવી તો બહાદુરી તથા ઇમાનદારીથી બજાવી. આ કીધું કે તારે તે વારસો જેમ ઉંમરે પુગે તેમ તેઓનો બાપીકો વહીવટ તેમને સુપરદ કરી મોહોટું માન મેલવેઊં હતું. અને તે પછે બી પોતે વઈકુંઠવાસ થયા તાંહાં તુલીક વાહાડીઆજીના ઘરની દેખરેખ કવચીત ભુલેઆ નહોતા. કેમકે જારથી તેમના હસ્તકમાં વહીવટ આવેઓ તારથી દરરોજ એક ફેરો તેમને તાંહાં મારવાનો જે પથંગો પોતે પાડેલો હતો તે જ રાબેતો, વહીવટ છોડેઆ (છોડ્યા) પછે બી હઇઆતીની છેલ્લી ઘડી જારી રાખે.” For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાયખલામાં શત્રુંજયની ટૂક શેઠ મોતીશાહના સમયમાં મુંબઈમાં ધર્મક્રિયા માટે કોઈ સગવડો નહોતી. જિનમંદિર પણ નહોતું. જૈનોની વસ્તી પણ ત્યારે થોડી હતી. એમના મોટાભાઈ નેમચંદે કોટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. ત્યારપછી કોટ બહાર વસ્તી થવા માંડી એટલે એમણે તથા શેઠ મોતીશાહે બીજાઓના સહકારથી પાયધુની વિસ્તારમાં શાંતિનાથ ભગવાન, ગોડીજી પાર્શ્વનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથનાં મંદિરો બંધાવવામાં મુખ્ય ફાળો આપ્યો. શેઠ મોતીશાહને ગોડીજી પાર્શ્વનાથમાં એટલી બધી દૃઢ શ્રદ્ધા હતી કે પોતાના પ્રત્યેક શુભ કાર્યમાં, હિસાબના ચોપડાઓમાં પહેલાં “શ્રી ગોડીજી પારસનાથજીની કરપા હોજો” અથવા “શ્રી ગોડીજી પારસનાથજી સાહેબની મંગલ હોજો” લખીને પછી જ કાર્ય ચાલુ કરતા. પોતાના વસિયતનામામાં પણ એ પ્રમાણે જ એમણે આરંભમાં લખેલું હતું. - શેઠ મોતીશાહને શત્રુંજયની યાત્રામાં બહુ શ્રદ્ધા હતી. જ્યારે પોતે વહાણમાં ઘોઘા કે મહુવા જાય ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલિતાણા જઈને તેઓ શત્રુંજયની યાત્રા કરવા વારંવાર જતા. પોતાને ધંધામાં સફળતા એને લીધે જ મળે છે એમ તેઓ માનતા. એમણે મુંબઈના લોકોને શત્રુંજય તીર્થની યાત્રા જેવો લાભ મળે એ માટે ભાયખલામાં વિશાળ જગ્યા લઈ આદીશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું અને સૂરજ કુંડ, રાયણ પગલાં વગેરે કરાવી શત્રુંજયની For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આદીશ્વરની ટૂક જેવી રચના કરાવી હતી. વિક્રમના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં બનેલી આ ઐતિહાસિક ઘટના વિશે તે સમયે પૂજાની ઢાળોના સુપ્રસિદ્ધ રચયિતા પંડિત શ્રી વીરવિજયજી મહારાજે “ભાયખલાનાં ઢાળિયાંની રચના સં. ૧૮૮૮માં ન કરી હોત તો કેટલીક મહત્ત્વની વિગતો ભુલાઈ ગઈ હોત. ભાયખલાના પોતાના બાગમાં દેરાસર કરવા માટે મોતીશાહ શેઠને દેવે સ્વપ્નમાં આવીને કહ્યું હતું અને રાજનગર(અમદાવાદ)ના દેરાસરમાંથી ઋષભદેવ ભગવાનાં પ્રતિમાજી મંગાવી તેની અહીં પ્રતિષ્ઠા કરાવો એવું સૂચન કર્યું હતું. એ દિવસોમાં રેલવે લાઇન નહોતી. નર્મદા અને તાપી નદી ઉપર પુલ નહોતા. એટલે પ્રતિમા અમદાવાદથી જમીનમાર્ગે ભરુચ મંગાવીને ત્યાંથી વહાણ દ્વારા સૂરત બંદરે થઈ મુંબઈ લાવવામાં આવ્યાં હતાં. એ માટે પ્રતિમાજી રસ્તામાં અપૂજ ન રહે અને આશાતના ન થાય તેની સાવચેતી લેવામાં આવી હતી. પ્રતિમાજી માટે નવી પાલખી કરાવવા ઉપરાંત નવું વહાણ પણ મોતીશાહ શેઠે કરાવ્યું હતું. ભાયખલાનાં ઢાળિયાં પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ “ભાયખલાનાં ઢાળિયાં'ની બીજી ઢાળમાં લખે છે : “સુણો શેઠ! કહું એક વાત રે, તુમે દાન ગુણે વિખ્યાત રે, ભાગ્યદશા ફલી રે, For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભુઈખલિ કરાવ્યો બાગ રે, મને પ્રગટ્યો દેખી રાગ રે. તરુ ચંપક તિલક અશોક રે, વલિ વેલડીયોના થોક રે. ધવ તાલ તમાલ અખોડ રે, જાઈ કેતકીયોના છોડ રે. • • • • વન શોભા કેતી વખાણું - ગયું નંદનવન લજાણું રે. વાડી ફરતી વાડીયો જૂની રે, * જિન મંદિરિયાં વિના સૂની રે. જિનમંદિર એક કરાવો રે, પ્રભુ ઋષભદેવ પધરાવો રે. અમે રાજનગરમાં રહું છું રે, તુજ પુણ્ય ઉદયથી કહું છું રે. ગયો દેવ કહી ઈમ રાગે રે, શુભવીર મોતીચંદ જાગે રે. અમદાવાદથી હેમાભાઈ, બાલાભાઈ, ત્રિકમભાઈ વગેરે શ્રેષ્ઠીઓ વહાણમાં બેસી મુંબઈ આવી શકે એટલા માટે મોતીશાહ શેઠે પ્રતિષ્ઠાનું મુહૂર્ત ચોમાસું ઊતર્યા પછી, - દિવાળી પછી માગશર મહિનામાં રાખ્યું હતું. શ્રી મોતીચંદ કાપડિયા આ પ્રસંગ વર્ણવતાં લખે છે કે “સં. ૧૮૮૫ના માગશર સુદ છઠ્ઠ શુક્રવારનું બિંબપ્રવેશનું મુહૂર્ત નક્કી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠા કરવા માટે મોતીચંદ શેઠના દિલમાં બહુ ઉત્સાહ હતો. એ કાર્ય દ્વારા તેઓ પોતાની ધનપ્રાપ્તિનું અને મનુષ્યજીવનનું સાફલ્ય સમજતા હતા. તે પ્રસંગ માટે અનેક પ્રકારની તૈયારી તેમણે કરી હતી. ખાસ માણસોને અમદાવાદ મોકલવામાં આવ્યા. તેમણે પાલખી તૈયાર કરાવી. શેઠની વતી મૂળનાયક આદિનાથ આદિ પ્રતિમાઓને પાલખીમાં પધરાવી અને કોઈ પણ પ્રકારની આશાતના ન થાય તે રીતે સર્વે વ્યવસ્થા કરીને જમીનમાર્ગે ૧૬ પ્રતિમાજીને ભરુચ લઈ આવ્યા. આખે રસ્તે હાઈધોઈ, બરાબર સ્વચ્છતા રાખી ખૂબ જયણાપૂર્વક પ્રતિમાજી ભરુચ પહોંચ્યાં. પછી ત્યાં વહાણ તૈયાર કરાવ્યું. એ વહાણમાં પણ પૂજા તથા ધૂપની બરાબર વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂરત એ વહાણ રોકાયું અને અનુકૂળ પવને બહુ થોડા વખતમાં મુંબઈ પહોંચ્યું. મોતીશાહ શેઠે અતિ ભાવપૂર્વક પ્રભુનું સામૈયું કર્યું.” જલયાત્રાનો વરઘોડો આ પ્રસંગનું વર્ણન કરતાં પંડિત શ્રી વિરવિજયજી મહારાજે લખ્યું છે : “પરુણાગત પ્રભુને પધરાવી, મોતીશા નિજ મંદિર આવી; ચિંતે મુજ ઘર સુરતરુ ફલિયાં, વલી મોં માગ્યા પાસા ઢલીયા. સવી સંઘ તિહાં ભૂલો કરીયો, જિન આણા-તિલક શિરે ધરીયો; જોશીએ મુહૂરત ઉચરીયો, દેશાવર લખી કંકોતરીયો. વરવાડો For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨? ગામ ગામ તે વાંચી લોક ઘણા પરશંસે મારગ પુર્ય તણા; આ કાલે એ પુણ્યવંત થયો, એની નજરે દાલિદ્ર દૂર ગયો.” એ શુભ અવસરે જલયાત્રાનો મોટો વરઘોડો ચડાવવામાં આવ્યો હતો. સુહાગણ સ્ત્રીઓએ માથે જળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઈએ રામણદીવડો લીધો હતો. હાથી, ઘોડા, રથ, ઘોડવેલ (ઘોડાગાડી), અષ્ટમંગળ, ધૂપ, દીપ, ચામર, છત્ર, ઇન્દ્રધ્વજ, ભેરીભૂંગળ વગેરે વડે આ વરઘોડો એવો તો શોભતો હતો કે વીરવિજયજી મહારાજ કહે છે તેમ ટોપીવાળા અંગ્રેજ હાકેમો પણ તે જોઈને બહુ જ હરખાતા હતા. આ પ્રસંગનું વર્ણન કરતાં પંડિત વીરવિજયજી મહારાજે લખેલી નીચેની પંક્તિઓ આજે પણ સ્નાત્રપૂજા કે પ્રક્ષાલપૂજા વખતે બોલાય છે : લાવે લાવે મોતીચંદ શેઠ નવણ જલ લાવે રે; નવરાવે મરુદેવીનંદ, પ્રભુ પધરાવે રે.' આમ, ભાયખલાની પોતાની વાડીમાં મોતીશાહ શેઠે શત્રુંજયની ટૂક જેવું ભવ્ય દેરાસર બંધાવ્યું હતું, અને તેમાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કર્યા હતાં અને એની બરાબર સામે પુંડરીક સ્વામીનાં પ્રતિમાજી પધરાવવામાં આવ્યાં હતાં. દેરાસરના ઊંચા શિખરની રચના એવી રીતે કરવામાં આવી હતી અને શિખરમાં પણ જિનેશ્વર ભગવાનનાં પ્રતિમાજી એવી રીતે પધરાવવામાં આવ્યાં હતાં કે જેથી પોતાના બંગલામાં બેઠાં બેઠાં શેઠને એ પ્રતિમાજીનાં, શિખરનાં અને ધજાનાં દર્શન For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રોજ રોજ થયા કરે. દેરાસરના વિશાળ પટાંગણમાં શત્રુંજય તીર્થનો પટ બાંધવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રામજી સલાટને સોનાનાં ઘરેણાંની ભેટ શેઠ મોતીશાહે મુંબઈમાં જિનમંદિરો બંધાવવા માટે સૌરાષ્ટ્રમાંથી સલાટોને બોલાવવાનો વિચાર કર્યો હતો. પોતે મહુવા થઈને પાલિતાણા વારંવાર જતા અને મહુવાનું દેરાસર રામજી નામના સલાટે બાંધ્યું હતું અને એના કામની ખૂબ પ્રશંસા થઈ હતી એથી મોતીશાહ સમજી સલાટને પોતાની સાથે વહાણમાં મુંબઈ લઈ આવ્યા હતા. ભાયખલાની વાડીમાં દેરાસર બાંધવાનું કામ રામજી સલાટને સોંપાયું હતું. તદુપરાંત ગોડીજી અને અન્ય દેરાસરોનું પણ કેટલુંક કામ રામજી સલાટને સોંપાયું હતું. ભાયખલામાં રામજી અને એના કુટુંબને માટે રહેવાની સગવડ પણ શેઠે કરી આપી હતી. આ ભાયખલાના દેરાસરમાં બિંબપ્રવેશ મહોત્સવ–પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૧૮૮૫ના માગસર સુદ ૯ના રોજ થયો હતો. રામજી સલાટે એટલું સારું કામ કર્યું હતું કે શેઠે પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે જાહેર સભામાં રામજી સલાટને પહેરામણી તરીકે સુંડલી ભરીને સોનાનાં ઘરેણાં આપ્યાં હતાં. શેઠે આ રીતે રામજી સલાટના કાર્યની ભારે પ્રશંસા કરી હતી. ત્યારપછી શેઠે રામજી સલાટને શત્રુંજય ઉપર દેરાસર બાંધવા માટેનું કામ પણ સોંપ્યું હતું. એ કામ પણ ધમધોકાર For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચાલતું હતું. એ કામ નિમિત્તે રામજી સલાટને વારંવાર મુંબઈ આવવાનું થતું. રામજી સલાટને પોતાનું મહેનતાણું સારા પ્રમાણમાં મળતું હતું, પરંતુ કેટલાક લોકોને પૈસા આવતાં ઉડાવવાની ટેવ પડી જાય અને કરજ કરવા લાગી જાય તેવું રામજી સલાટની બાબતમાં પણ બન્યું હતું. એમણે શિહોરના એક સંબંધી પાસેથી ઉધાર લીધેલી મોટી રકમ ચૂકવવાની આવી હતી. એટલે એમણે મોતીશાહે આપેલાં ઘરેણાં વેચવા શેઠના જ એક મહેતાજી શ્રી વીરચંદભાઈને આપ્યાં. શેઠને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને થયું કે પોતે ભેટ આપેલાં ઘરેણાં રામજી સલાટ વેચી દે એ બરાબર ન કહેવાય. એટલે એમણે રામજી સલાટને બોલાવી, શિહોરના સંબંધીનો બધો હિસાબ મંગાવી, ચૂકતે કરી આપ્યો હતો, અને એનાં ઘરેણાં બચાવી આપ્યાં હતાં. શેઠ મોતીશાહની કદર કરવાની દૃષ્ટિનો, ઉદારતા અને સહાનુભૂતિનો પરિચય આ પ્રમાણે કરાવી જાય છે. ભાયખલાના જિનમંદિરનું માહાભ્ય ભાયખલામાં શત્રુંજયની ટૂક થતાં મુંબઈમાં કાર્તિકિ અને ચૈત્રી પૂર્ણિમાને દિવસે ભાયખલાની યાત્રાએ જવાનો રિવાજે પડી ગયેલો, જે આજે દોઢ સૈકા પછી પણ ચાલુ રહ્યો છે. તે સમયે કેટલાયે લોકો ભાયખલાના જિનમંદિરની નવ્વાણુમી પગપાળા યાત્રા કરતા. શેઠ મોતીશાહને પોતાની ઘોડાગાડીમાં બેસી રોજ ભાયખલા દર્શન કરવા જવાનો For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ નિયમ હતો. જિંદગીના છેલ્લાં વર્ષોમાં એમણે ત્યાં બંગલો બંધાવી તેમાં કાયમ રહેવાનું ચાલુ કર્યું હતું. શેઠ મોતીશાહને ધર્મકરણીમાં બહુ શ્રદ્ધા હતી એટલે કેટલીક ધર્મક્રિયાઓ તેઓ નિયમ તરીકે કરતા. મુંબઈમાં હોય કે બહારગામ હોય, તેઓ સવારમાં જિનમંદિરે પૂજા કરવા જવાનું ચૂકતા નહિ. તેઓ મહુવા, ઘોઘા, ખંભાત, ભરુચ કે સૂરત બંદરેથી ઘણી વાર વહાણમાં મુંબઈ આવવા નીકળતા. મુંબઈ પાસે અગાશી બંદરે પહોંચતાં સવાર થઈ જતું અથવા રાત પડી જતી અને ત્યાં કોઈ કોઈ વાર રાત્રિમુકામ કરવાની જરૂર પડતી. એટલે પોતાનો જિનપૂજા કરવાનો રોજનો નિયમ બરાબર સચવાય એટલા માટે એમણે અગાશી બંદરે દેરાસર બંધાવ્યું હતું. (ત્યારે અગાશીનો દરિયો આટલો દૂર નહોતો.) ગોરાઓ સાથે સંઘર્ષ મુંબઈમાં ત્યારે કોટ વિસ્તારમાં મુખ્ય વસ્તી ગોરાઓની હતી. બંદરની બાજુ ગોરા સૈનિકોને રહેવા માટે બેરાકો હતી. સુખી, શ્રીમંત જૈન, હિન્દુ, પારસી વગેરે લોકો કોટ વિસ્તારમાં રહેતા હતા. ગરીબ લોકો, ભંડારીઓ, માછીમારો કોટ બહાર છૂટાંછવાયાં ઝૂંપડાંમાં રહેતા. કોટમાં ગોરા લોકોના વિસ્તારમાં મોટી આગ લાગી હતી અને ઘણાં ઘરો બળી ગયાં હતાં. તે વખતે ગોરા લોકોએ પોતાની સરકાર સમક્ષ માગણી કરી હતી કે દેશી લોકોને કોટ બહાર કાઢવામાં આવે અને કોટ વિસ્તાર ફક્ત ગોરા લોકો માટે For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જ રાખવામાં આવે. પરંતુ મોટા મોટા જૈન, હિન્દુ, પારસી વેપારીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો અને છેવટે સ૨કા૨ને નમતું આપવું પડ્યું હતું. ગોરા અંગ્રેજ લોકોની સરકાર સાથે આ રીતે સંઘર્ષની શરૂઆત થઈ હતી. એવામાં એક બીજી મહત્ત્વની ઘટના સામે દયાળુ જૈનો અને હિન્દુઓને અવાજ ઉઠાવવો પડ્યો હતો જેમાં પારસીઓ અને મુસલમાનો પણ જોડાયા હતા. છેવટે એ સમસ્યાનું પણ અંગ્રેજોને સમાધાન કરવું પડ્યું હતું. અંગ્રેજોનું ત્યારે રાજ્ય ચાલતું હતું. મુંબઈની ત્યારે સાઠ હજારની વસ્તી હતી. એ વખતે શેરીઓમાં કૂતરાંઓનો ત્રાસ બહુ વધી ગયો હતો. એકાદ હડકાયા કૂતરાનો બનાવ બન્યો એટલે અંગ્રેજ અમલદારે હુકમ છોડ્યો કે મુંબઈનાં બધાં જ કૂતરાંઓને મારી નાખવામાં આવે. તરત જ કૂતરાઓને મારી નાખવાનું કામ ચાલુ થયું. રોજ સંખ્યાબંધ કૂતરાંઓની હત્યા થવા લાગી. કોઈ કોઈ ઠેકાણે કૂતરાંઓનાં શબના ઢગ ખડકાયા. આ દૃશ્ય કંપાવનારું હતું. શેઠ મોતીશાહનો જીવ કકળી ઊઠ્યો. એમણે બીજા અગ્રણીઓને વાત કરી. જૈન અને હિન્દુ પ્રજાની લાગણી દુભાઈ હતી એ તો ખરું, પણ પારસીઓનાં દિલ પણ આ હત્યા જોઈને દ્રવી ગયાં હતાં. અંગ્રેજ સરકાર સામે તે સમયે લોકોએ મોટું બંડ પોકાર્યું હતું. આખા મુંબઈએ હડતાલ પાડી હતી. ઠેર ઠેર ભયંકર તોફાનો થયાં હતાં. પ્રજાને અંકુશમાં રાખવા માટે પોલીસ પૂરતી ન પડી, એટલે સરકારે લશ્કરને બોલાવ્યું. બંદૂકની For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અણીએ લશ્કરે શહેરને શાંત પાડી દીધું હતું. કેટલાક લોકો. માર્યા ગયા હતા. કેટલાક ઘવાયા હતા. સેંકડો લોકોની ધરપકડ થઈ હતી. કોર્ટમાં કેસ દાખલ થયા. કેટલાય લોકોને વરસ-બે વરસની કેદની સજા થઈ. કેટલાક પુરાવાના અભાવે કૉર્ટમાં નિર્દોષ ઠર્યા. પરંતુ કેસ ચાલ્યો ત્યાં સુધી જામીનના અભાવે ચાર-છ મહિના જેલની હવા ખાધી. કેટલાક જામીન આપીને છૂટી ગયા અને પછી કોર્ટમાં નિર્દોષ ઠર્યા. અંગ્રેજોએ દેશી લોકોને સત્તાના બળે દબાવી દીધા. અંગ્રેજો સામે મુંબઈનો આ પહેલવહેલો બળવો કૂતરાંની હત્યા નિમિત્તે થયો. પાંજરાપોળની સ્થાપના આ બાબતમાં કશુંક કરવું જોઈએ એવી ભાવના મુંબઈના અનેક દયાળુ લોકોને સ્કુરી. એમાં શેઠ મોતીશાહે આગેવાની લીધી. કૂતરાંઓને ગામ બહાર પાંજરાપોળ બાંધી તેમાં રાખવામાં આવે અને તેના નિભાવની જવાબદારી મહાજન ઉઠાવે એવી દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરીને કૂતરાં ન મારવાનું વચન મહાજને અંગ્રેજ સરકાર પાસેથી લીધું. શેઠ મોતીશાહના આ કાર્યમાં જેનો ઉપરાંત હિન્દુઓ, પારસીઓ, વહોરાઓ વગેરે સૌ સાથે જોડાયા. પૈસા વગર આવું કાર્ય થઈ શકે નહિ. કોઈકે તો મોટો ભોગ આપવો પડે. થોડા વખત પહેલાં શેઠ મોતીશાહે કાવસજી પટેલના તળાવ (સી. પી. ટૅન્કોની પાસે આવેલી કાવસજી શેઠની For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિશાળ વાડીમાંની જગ્યામાંથી મોટી જગ્યા રૂ. ૧૦,૦૦૦માં પોતાને માટે ખરીદી લીધી હતી. કોટ બહાર પાંજરાપોળ કરવા માટે એ જગ્યા યોગ્ય લાગી. તેમણે પોતાની એ જગ્યામાંથી રૂ. ૧૮,૦૦૦ની કિંમતની જગ્યા પાંજરાપોળ કરવા માટે ભેટ આપી. ઉપરાંત પાંજરાપોળના બાંધકામ માટે એટલી જ મોટી રકમ આપી. જુદા જુદા શ્રેષ્ઠીઓ પાસે ઉઘરાણું કર્યું અને તેમાં પણ સારી રકમ મળી. પારસી ગૃહસ્થોએ પણ તેમાં ઘણો સારો ફાળો આપ્યો. એમાં સર જમશેદજી જીજીભાઈ અને શેઠ બમનજી હોરમસજી વાડિયાએ ઘણી મોટી રકમ નોંધાવી હતી. સૌથી વધુ ફાળો જૈનોનો હતો. તેત્રીસ જેટલા જૈન ગૃહસ્થોએ મળીને લગભગ દોઢ લાખ રૂપિયા એકઠા કર્યા હતા. પાંજરાપોળનો વિચાર કૂતરાંઓની રંજાડને લીધે થયો. પણ એમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઉદર, કબૂતર વગેરે જીવો માટે પણ વ્યવસ્થા થઈ. દિવસે દિવસે પાંજરાપોળમાં ઘણાં ઢોર આવતાં ગયાં. નિભાવખર્ચ ઘણું મોટું થઈ ગયું. | દોઢસો વર્ષ પહેલાં મુંબઈમાં કોટમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હતું. તેમાં પણ સૌથી મોટો ફાળો શેઠ મોતીશાહનો હતો. એ દેરાસરની બાજુમાં જ તેમણે પોતાને રહેવા માટે મકાન બાંધ્યું હતું. તે દિવસોમાં મુંબઈના શ્રાવકોને જૈન સાધુઓનો યોગ સાંપડતો નહિ, કારણ કે ગુજરાતમાંથી મુંબઈ તરફ આવતાં વચ્ચે વસઈના દરિયાની ખાડી આવતી હોવાથી પગપાળા વિહાર કરીને મુંબઈ સુધી પહોંચવાની સાધુઓને અનુકૂળતા નહોતી. વૈષ્ણવ મંદિરમાં For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મોટી હવેલીમાં ગોસાંઈજી મહારાજ રહેતા. શહેરના પવિત્ર પુરુષ તરીકે લોકોને તેમના પ્રત્યે અત્યંત પૂજ્યભાવ હતો. લોકોને તેઓ હવેલીના મંદિરમાં ભગવાનનાં દર્શન કરાવતા અને ઉપદેશ આપતા. આવા ધર્મપુરુષો પોતાને ત્યાં પધારે એ બહુ આનંદમય પ્રસંગ ગણાતો. જૈન અને વૈષ્ણવ વચ્ચે ત્યારે ભેદ નહોતો. જૈનો પણ હિન્દુઓ સાથે એકરૂપ બનીને રહેતા. “દાનવીર'ના બિરુદને શોભાવે એવા ઉદારદિલ શેઠ મોતીશાહ પ્રત્યે તમામ કોમને અત્યંત આદર હતો. કારણ કે એમણે બધી કોમ માટે ઘણી મોટી સખાવતો કરી હતી. મોતીશાહ અને ગોસાંઈજી મહારાજ એક દિવસ મોતીશાહ શેઠના ઘરે હવેલીના ગોસાંઈજી મહારાજની પધરામણી થઈ. મોતીશાહ શેઠ માટે એ દિવસ અપરંપાર આનંદનો હતો. ગોસાંઈજી મહારાજની આગતાસ્વાગતા માટે મોટા પાયા ઉપર બધી તૈયારીઓ થઈ ગઈ. ગોસાંઈજી મહારાજ મોતીશાહ શેઠને ત્યાં પધાર્યા. પરસ્પર ધર્મની ઘણીબધી ચર્ચા થઈ અને મુંબઈના જીવનની પણ વાતો થઈ. મોતીશાહ શેઠે પધરામણીની ભેટ તરીકે ચાંદીના મોટા થાળમાં અનેક કીમતી રત્નો સાથે રૂપિયા પંદર હજાર ગોસાંઈજી મહારાજના ચરણે ધર્યા અને કહ્યું કે પોતાને જેમ યોગ્ય લાગે તેમ એ રકમ વાપરે. જે જમાનામાં સરેરાશ માસિક પગાર એક-બે રૂપિયા જેટલો હતો તે જમાનામાં રૂપિયા પંદર હજારની ભેટની કલ્પના કરવી જ અશક્ય. ગોસાંઈજી મહારાજ તો આશ્ચર્યમુગ્ધ બનીને જોઈ જ રહ્યા. તેમણે કહ્યું, “શેઠ, આટલા બધા રૂપિયા ન હોય.' For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શેઠે કહ્યું, ‘પ્રેમથી આપનાં ચરણોમાં ધર્યા છે, અને આપે એ સ્વીકારવાના જ છે.' ગોસાંઈજી મહારાજ મોતીશાહ શેઠના પ્રેમનો અસ્વીકાર કરી શક્યા નહિ. તેમણે ગળગળા થઈને કહ્યું, ‘શેઠ, મારે લાયક કોઈ કામ હોય તો કહેજો.' ‘અમારે તો શું કામ હોય ? આપને કંઈ મારું કામ હોય તો જરા પણ સંકોચ રાખશો નહિ.' ગોસાંઈજી મહારાજના મનમાં હતું કે શેઠ મોતીશાહ માટે કંઈક તો કરી છૂટવું જોઈએ. તેમણે ફરી આગ્રહપૂર્વક કહ્યું, ‘શેઠ, આપ તો ઘણા શ્રીમંત છો. બધું કરી શકો તેમ છો. તેમ છતાં સેવાનું એકાદ કામ મને ચીંધશો તો મારા જીવને આનંદ અને સંતોષ થશે.' મોતીશાહ શેઠે કહ્યું, ‘અનેક જીવોનું કલ્યાણ થાય એ જ મારી ભાવના છે. મુંબઈમાં અત્યારે મોટો પ્રશ્ન તો મૂંગાં જનાવરોનો છે. ગોરા લોકો તેને નિર્દયતાથી મારી નાખે છે. બિચારાં જનાવરોનું કોઈ નથી. મેં પાંજરાપોળનું કામ ઉપાડ્યું છે. એ માટે પુષ્કળ પૈસા આપ્યા છે, પરંતુ એ તો ઘણો મોટો નિભાવખર્ચ માગી લે એવું ગંજાવર કામ છે. પેઢીઓ સુધી તે ચલાવવાનું છે. આપને ઠીક લાગે તો તે માટે કોઈ ગૃહસ્થને યથાશક્તિ પ્રેરણા કરશો તો આનંદ થશે.' એટલું કહેતાંમાં તો મોતીશાહ શેઠની આંખો ભીની થઈ ગઈ. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ગોસાંઈજી મહારાજનું વચન ગોસાંઈજી મહારાજે કહ્યું, “શેઠજી, ગૌમાતા અને બીજાં મૂંગા જનાવરો પ્રત્યે આપણે દયા નહિ બતાવીએ તો કોણ બતાવશે ? શેઠજી, તમારું કામ એ આપણા સૌનું કામ છે. આપે નિભાવ ફંડની વાત કરી તો એની જવાબદારી હવે મારા માથે. આવતી કાલે એ થઈ જશે.' “આવતી કાલે ? એક દિવસમાં તો તે કેવી રીતે થાય? એમાં તો દર વર્ષે લાખો રૂપિયા જોઈએ.” શેઠજી, એ હું જાણું છું. પરંતુ તમે મારામાં વિશ્વાસ રાખો. એ જવાબદારી હવે મારા માથે છે. આવતી કાલે એ થઈ જશે.” મોતીશાહ શેઠ ગોસાંઈજી મહારાજનો જવાબ સાંભળી વિચારમાં પડી ગયા. તેમને એમની વાતમાં વિશ્વાસ બેસતો નહોતો. ગોસાંઈજી મહારાજ એકલે હાથે તો કેટલું કામ કરી શકે ? બીજે દિવસે સવારે વૈષ્ણવ લોકો મંદિરમાં મંગળાનાં દર્શન માટે એકઠા થયા. પરંતુ મંગળાનાં દર્શન હજુ ખૂલ્યાં નહોતાં. રોજ કરતાં મોડું થયું. લોકો અધીરા થયા. તપાસ કરતાં ખબર પડી કે ગોસાંઈજી મહારાજે પોતે જ તે પ્રમાણે સૂચના આપી છે. લોકો આકળા થયા. ધમાલ મચી ગઈ આગેવાન વૈષ્ણવો મહારાજ પાસે પહોંચ્યા. ગોસાંઈજી મહારાજે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી પાંજરાપોળના નિભાવની ટિપ નહિ થાય ત્યાં સુધી દર્શન ખૂલશે નહિ, અને ત્યાં સુધી For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ હું અન્નપાણી પણ લઈશ નહિ.' આ સમાચાર વાયુવેગે આખા મુંબઈમાં પ્રસરી ગયા અને હિન્દુ તેમજ અન્ય સમાજમાં હાહાકાર મચી ગયો. હજારો લોકો કામધંધો પડતો મૂકીને મંદિરમાં એકઠા થઈ ગયા. કેટલાક વૈષ્ણવોને મંગળાનાં દર્શન પછી અન્નપાણી લેવાનો નિયમ હતો. તેઓ ભૂખ્યા થયા. પરંતુ ગોસાંઈજી મહારાજ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. કંઈક માર્ગ કાઢવો જ જોઈએ એમ બધાંને લાગ્યું. મુંબઈનાં બધાં મહાજનોના આગેવાનો તરત એકત્ર થયા. વાટાઘાટો ચાલી. જીવદયાનું કામ મહત્ત્વનું છે એ સૌનાં હૈયે વસ્યું હતું. એટલે એમાં સહકાર આપવા સૌએ તત્પરતા બતાવી. મુંબઈ બંદર ઉ૫૨ તો મોટા પાયે માલની હેરફેર થતી. એના પર લાગો નાખવામાં આવે તો પાંજરાપોળના નિભાવ માટે, જીવદયાના કામ માટે આપોઆપ નિયમિત મોટી રકમ મળ્યા કરે અને વખતોવખત ઉઘરાણાં કરવાં ન પડે. જીવદયા માટે ટિપ દોસાંઈજી મહારાજ પ્રત્યે સૌ નગરજનોને બહુ આદર હતો. એમણે કોઈ સ્વાર્થનું નહિ પણ પરમાર્થનું, મૂંગાં જનાવરો પ્રત્યે દયાનું કામ હાથમાં લીધું હતું. એમાં અંગત કોઈનો સ્વાર્થ ન હતો. એમાં ભારતીય ધર્મપરંપરાની ઊંચી ભાવના હતી. સાડાચારસો જેટલા હિન્દુ, જૈન, પારસી અને વહોરા આગેવાન વેપારીઓએ અને મહાજનના અગ્રણીઓએ તાબડતોબ માંહોમાંહે વાટાઘાટો કરીને સ્વેચ્છાએ હોંશથી ૩૩ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અને સર્વાનુમતે નીચે પ્રમાણે લાગો નક્કી કરી લીધો : રૂ.આ.પો. ૦-૪-૦ ૧-૦-૦ રૂ ઉપર દર સૂરતી ખાંડીએ ૧ અફીણની દરેક પેટી પર ખાંડ–દેશાવરથી આવતી ખાંડના દરેક દાગીના પર ખાંડ–મોરસ–દેશાવરથી આવતા દરેક દાગીના પર ૐ હૂંડી–મુંબઈથી લખાતી અથવા મુંબઈમાં સ્વીકારાતી હૂંડી પર દર સેંકડે મોતીની ખરીદી પર દર સેંકડે ૦-૧-૦ For Personal & Private Use Only ૦-૦-૬ ૦-૪-૦ લાગાની આ શરતો નક્કી થઈ ગઈ એટલે બધાં મહાજનોના અગ્રણીઓ ગોસાંઈજી મહારાજ પાસે પહોંચ્યા. એમના હાથમાં ખરડો આપ્યો. સહી-સિક્કા થયા. ગોસાંઈજીના હર્ષનો પાર રહ્યો નહિ. એમ કરતાં લગભગ બપોરવેળા થઈ ગઈ. ગોસાંઈજી મહારાજે મહાજન સમક્ષ લાગાનો ખરડો વાંચી સંભળાવ્યો અને તે બધાંને સ્વેચ્છાએ, હોંશથી કબૂલમંજૂર છે એમ પાકું જાણી લીધું. ત્યારપછી ભગવાનનાં દર્શન ખુલ્લાં મૂક્યાં. લોકોએ ગોસાંઈજી મહારાજને પારણું કરાવ્યું. જીવદયાનું એક ઉત્તમ કામ થયું, એથી લોકોના હર્ષનો પાર ન રહ્યો. મુંબઈની પાંજરાપોળ માટે આ લાગાની ૨કમ વિ.સં. ૦-૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૧ના નવા-કાર્તિકી વર્ષથી લેવાનું નક્કી કરવામાં આવ્યું. લાગાની આ શરત પ્રમાણે પાંજરાપોળને દર વર્ષે લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલી ઘણી મોટી રકમ મળવા લાગી. લગભગ દોઢસો વર્ષ પહેલાં દર વર્ષે ત્રણ લાખ રૂપિયા જેટલી આ જંગી રકમ મળતાં ગાય, બળદ, કૂતરાં અને બીજાં મૂંગાં પ્રાણીઓના નિભાવ માટે પાંજરાપોળને કશી જ ચિંતા નહિ રહી હોય. શેઠ મોતીશાહ અને ગોસાંઈજી મહારાજના પ્રખર પુણ્યની એ પ્રતીતિ કરાવે છે. સી. પી. ટેન્ક પાસેની પાંજરાપોળની વિશાળ જગ્યામાં અનેક ઢોર-જનાવરોને રાખવામાં આવતાં હતાં. એમ છતાં વધુ અને વધુ ઢોર-જનાવરો આવવા લાગ્યાં હતાં. જગ્યા સાંકડી પડવા લાગી. થોડાં વર્ષો પછી એ બધાંને સમાવવાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે શેઠ મોતીશાહે એ પરિસ્થિતિ જોઈને તે સમયના મુંબઈની નજીક ચામડ (ચાંબુડ - ચેમ્બર) નામના આખા ગામની જમીન પોતાના ખર્ચે વેચાતી લઈ લીધી અને ત્યાં હજારો જાનવરોને રાખવામાં આવ્યાં. દોઢસો વર્ષ પહેલાં શેઠ મોતીશાહ, ગોસાંઈજી મહારાજ અને પારસી સદ્ગહસ્થોએ જીવદયાનું કેવું ભગીરથ કાર્ય કર્યું હતું તેનો ખ્યાલ મુંબઈનો જૂનો ઇતિહાસ વાંચતાં આવે છે. પારસીઓનો ફાળો પારસીઓ માંસાહારી હતા તો પણ શેઠ મોતીશાહના સંપર્કમાં આવ્યા પછી જીવદયાના કામમાં હોંશથી લાગી ગયા હતા. એમાં શેઠ જમશેદજી જીજીભાઈ, શેઠ બમનજી For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ હોરમસજી વાડિયા, શેઠ ખરદેસજી ફરદુનજી પારેખ વગેરે પારસી આગેવાનોએ મુંબઈની પાંજરાપોળના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. વર્ષો સુધી પાંજરાપોળનો વહીવટ અને હિસાબ શેઠ જમશેદજી જીજીભાઈની પેઢીમાં રહેતો. મુંબઈની પાંજરાપોળ નામની આ સંસ્થા આજે પણ એ જ સ્થળે વિદ્યમાન છે. શેઠ મોતીશાહના તપના તેજની આપણને એ હજુ પણ યાદ અપાવે છે. મુંબઈના નાગરિક જીવનની ભવ્ય ગાથારૂપ આ ઐતિહાસિક ઘટના અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે. શેઠ મોતીશાહના પારસીઓ સાથેના અત્યંત ગાઢ સંબંધે પાંજરાપોળની સ્થાપનામાં મહત્ત્વનો હિસ્સો આપ્યો છે. પાંજરાપોળની સ્થાપનામાં જમીન વગેરે આપવામાં તથા ખર્ચ પેટે મોટી રકમ આપવામાં મોતીશાહ સૌથી મોખરે હતા, છતાં તેમની ઉદારતા એટલી બધી હતી કે પાંજરાપોળના મુખ્ય વહીવટકર્તા તરીકે એમણે શેઠ જમશેદજી જીજીભાઈ બેરોનેટની નિમણૂક કરાવી હતી. તેઓ બંને વચ્ચે સગા ભાઈ જેટલો પ્રેમ હતો. એમના આ નિખાલસ ગાઢ પ્રેમ વિશે ‘મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક શેઠ રતનજી ફરામજી વાછા લખે છે : “મરહુમ સ૨ જમસેદજી જીજીભાઈ બારોનેટ સાથે આ શેઠને એવી તો પરીતી (પ્રીતિ) જોડાઈ રહી હતી કે તે For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૭ બહુ સાહેબો જાણે એક જ જીગરમાંથી ઉતપન થએલા હોય તેવા એખલાસથી વેપારનું મહાભારત કામ એકસરખાં વિચારથી જે સંપુરણ રીતે તેઓ પાર ઉતારી સખતા હતાં તેનું વરણન જેટલું જણાવીએ તેટલું થોડું જ કહેવાએ કેમકે તે વખત ઉપર પારસીઓમાં જેમ મરહુમ બારોનેટ સાહેબ તેમજ હીંદુઓમાં આ મોતીશાહ શેઠ પહેલે વાગેના પરમાણીક વેપાર તથા વહાણાંવટી ગણતા હતાં અને તે સાહેબોના બોહલા વેપારને લીધે હજારો માણસોની રોજી બી ચાલતી હતી. તેમાં નાતજાતનો કશોએ અંતરો જાણે આવે ના. સરવેની સરખી આંખે જોઈને મહેરબાણ દિલથી પાલતાં હતાં. એટલું જ નહિ પર પરજા (પ્રજા) ઉપયોગીના હરકોઈ કામમાં બી સરવેથી પહેલાં દરજ્જાની આગેવાની તેઓ જ લેતા હતાં.” ઉદારતાના પ્રેરક પ્રસંગો પોતાના ઉપર જાણતા-અજાણતાં કોઈએ પણ કરેલા નાના-મોટા ઉપકારની ખબર પડે તો તેનો બદલો કેમ વાળવો એની લગની શેઠ મોતીશાહને હંમેશાં રહેતી. એક પ્રસંગ યાદગાર છે. તેમને અમદાવાદના શેઠ હઠીસંગ કેસરીસંગ સાથે કૌટુમ્બિક સંબંધ હતો. શેઠ હઠીસંગે જ્યારે ગિરનારનો સંઘ કાઢયો હતો ત્યારે ચોરવાડ ગામે સંઘના અને ગામના માણસો માટે પોતાના તરફથી જમણવાર કર્યો. પરંતુ એ જમણવાર શેઠ મોતીશાહ તરફથી છે એવું એમણે નોતરું ફેરવ્યું હતું. એ જમણ પેટે એમણે રૂપિયા સાત For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હજારનો ખર્ચ કર્યો હતો. મોતીશાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે શેઠ હઠીસંગની બીજાને જશ આપવાની ઉદારતા અને મોટાઈનો તેમને ખ્યાલ આવ્યો. એ ઋણ ચૂકવવાના આશયથી પોતાના વેપારમાં ચીને મોકલાવેલ અફીણની કેટલીક પેટીઓ શેઠ હઠીસંગના નામથી મોકલાવી અને એના નફા પેટે મળેલા રૂપિયા ત્રણ લાખ કોઈ શુભ કાર્યમાં વાપરવા માટે શેઠ હઠીસંગને આગ્રહપૂર્વક મોકલી આપ્યા હતા. રૂપિયા સાત હજારનો બદલો રૂપિયા ત્રણ લાખથી શેઠ મોતીશાહે વાળ્યો હતો. મોતીશાહની ઉદારતા, વત્સલતા અને વ્યવહારદક્ષતાનો બીજો એક પ્રસંગ નોંધાયેલો છે. મુંબઈથી તેઓ ચીન માટે અફીણની પેટીઓ ચડાવતા ત્યારે કલકત્તાના બંદરે વહાણ રોકાતાં એમનાં આડતિયાઓ તેમાં ઘાલમેલ અને ગોટાળા કરતા. કલકત્તા બંદરેથી પોતે નવો માલ ચડાવવા માટે સૂચના આપતા ત્યારે એમાં પણ ત્યાંના વેપારીઓ ગેરરીતિ કરતા. આથી કોઈક વિશ્વાસુ અને નીડર માણસને કલકત્તા મોકલવાની જરૂર હતી. એ દિવસોમાં મુંબઈથી કલકત્તા પગપાળા અને ગાડારતે પહોંચતાં ત્રણ મહિના થતા હતા. રસ્તામાં જોખમ રહેતું. વળી ત્યાંની બંગાળી ભાષા પણ જુદી. એટલે કોઈ જવા તૈયાર થતું નહિ. એ વખતે માંગરોળથી આવેલા સાધારણ સ્થિતિના શેઠ નાનજી જેકરણને આર્થિક સહાય કરીને મોતીશાહ શેઠે સારું ધન કમાવી આપ્યું હતું. એટલે મોતીશાહ શેઠની ભલામણથી નાનજી જેકરણ કલકત્તા જવા તૈયાર થયા. તેમણે ત્યાં જઈ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ મોતીશાહ શેઠના માલમાં થતી ગોલમાલ અટકાવી દીધી હતી. ત્યારપછી એક વખત એક ચીન સુધી જવાની જરૂર પડી, તો તે માટે પણ નાનજી શેઠે તૈયારી બતાવી. તેઓ ચીન ઊપડ્યા. વહાણમાં અનુકૂળ હવામાન અનુસાર ચીન સુધી જવું અને પાછા આવવું એમાં છ થી બાર મહિના લાગતા. ક્યારેક અનુકૂળ હવામાન ન મળે તો બે વર્ષ પણ લાગતાં. નાનજી શેઠ મોતીશાહ શેઠનું વહાણ અને તેમનો માલ લઈને ચીન જવા માટે ઊપડ્યા. પણ બે વરસ સુધી પાછા ન આવ્યા. એટલે ચિંતા થઈ. રખેને વહાણ ડૂબી ગયું હોય, ચાંચિયાઓ ઉપાડી ગયા હોય અથવા ચીનમાં કંઈ ઉપદ્રવ થયો હોય કે બીજી કોઈ ઘટના બની હોય. આથી મોતીશાહ શેઠે નાનજી શેઠનાં બૈરી-છોકરાંના નિભાવની જવાબદારી પોતાના માથે લઈ લીધી. વળી તેમને માટે એક મોટું મકાન ખરીદીને તેની માલિકી તેઓની કરી આપી કે જેથી એના ભાડાની આવકમાંથી એ કુટુંબનું કાયમ ગુજરાન ચાલે. વળી મોતીશાહ શેઠ જાતે એ કુટુંબની દેખભાળ પણ રાખવા લાગ્યા હતા. આ વાતને કેટલાંક વર્ષો વીતી ગયાં. નાનજી શેઠ હયાત નથી એમ સૌએ સ્વીકારી લીધું. પરંતુ બાર વર્ષે એક વહાણ મુંબઈના બારામાં આવ્યું. એણે બંદૂકના ધડાકા કર્યા. મુંબઈના લશ્કરને લાગ્યું કે કોઈ આક્રમણ કરવા આવ્યું લાગે છે. એટલે લશ્કર સાબદું થઈ ગયું. પણ પછી વહાણ પાસે આવ્યું ત્યારે જણાયું કે આ તો નાનજી શેઠનું વહાણ છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બાર વર્ષે નાનજી શેઠ પાછા આવ્યા. કુટુંબ સાથે અને મોતીશાહ શેઠ સાથે મેળાપ થયો. ચીનમાં સારો વેપારધંધો થવા લાગ્યો એટલે નાનજી શેઠ ત્યાં વધુ રોકાઈ ગયા હતા. એમના પાછા આવવાથી બધે હર્ષ છવાઈ ગયો. મોતીશાહ શેઠે, એ વહાણના માલ દ્વારા લાખો રૂપિયાની જે કમાણી થઈ હતી તે બધી કમાણી આટલું બધું કષ્ટ ઉઠાવનાર નાનજી શેઠને આપી દીધી. વળી પોતાનું એ વહાણ પણ નાનજી શેઠને ભેટ તરીકે આપી દીધું. મોતીશાહ શેઠની ઉદારતાની ભારે પ્રશંસા થઈ. ચીનની સફર કરી આવવા બદલ નાનજી શેઠ “ચીનાઈ' તરીકે ઓળખાવા લાગ્યા. શેઠ નાનજી ચીનાઈએ પણ ત્યારપછી પોતાની શુભ ભાવના દર્શાવવા શત્રુંજય ઉપર મોતીશાહની ટૂકમાં એક દેરાસર પોતાના તરફથી બંધાવ્યું હતું. પાલિતાણામાં ધર્મશાળા શેઠ મોતીશાહે મુંબઈ ઉપરાંત અન્ય સ્થળોએ જે કેટલાંક મહત્ત્વનાં કાર્યો કરાવ્યાં તેમાં પાલિતાણામાં ધર્મશાળા અને શત્રુંજય તીર્થ ઉપર ટ્રક બંધાવી તે કાર્યો ઘણા જ મહત્ત્વનાં રહ્યાં છે. શત્રુંજય તીર્થની વારંવાર યાત્રાએ જતાં યાત્રાળુઓને પડતી અગવડનો ખ્યાલ મોતીશાહને આવ્યો હતો. પાલિતાણામાં એક મોટી ધર્મશાળાની ઘણી આવશ્યકતા છે એમ વિચારી એ સમયે લગભગ રૂપિયા ક્યાશી હજારના ખર્ચે એમણે વિશાળ ધર્મશાળા બંધાવી હતી. પાલિતાણામાં For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ એ પ્રથમ વિશાળ ધર્મશાળા બંધાઈ હતી. એનું મહત્ત્વ આજ દિવસ સુધી એટલું બધું રહ્યું છે કે શત્રુંજયની યાત્રાએ જે કોઈ સંઘ આવે તેના સંઘપતિને પ્રવેશતિલક સૌપ્રથમ શેઠ મોતીશાહના નામથી કરાય છે. શેઠ મોતીશાહ પોતાના વેપારમાં દિવસે દિવસે વધુ અને વધુ ધન કમાવા લાગ્યા હતા અને તે પ્રમાણે તેઓ દાનમાં મોટી મોટી રકમ આપવા લાગ્યા હતા. દાનમાં ધર્માદા-કાર્યો માટે આપેલી રકમ ઘણુંખરું તેઓ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમીચંદ સાકળચંદના નામથી લખાવતા. એ જમાનામાં આવકવેરાના એવા કાયદા નહોતા કે માણસને પરાણે દાન કરવું પડે. મોટાં મોટાં દાન આપવાનો ગુણ, હૃદયની વિશાળતા અને ઉદારતાનો ગુણ એમના લોહીમાં હતો. એમના વહાણવટાના વ્યવસાયમાં જકાતની બાબતમાં રૂપિયા તેર લાખ જેટલી જંગી રકમનો વાંધો અંગ્રેજ સરકાર સાથે પડ્યો હતો. એ મામલામાં પોતે જો જીતી જાય તો સરકાર પાસેથી પાછી મળતી રકમ શત્રુંજય પર્વત ઉપર ટૂંક બંધાવવામાં ખરચવાનો એમણે શુભ સંકલ્પ કર્યો હતો. મોતીશાહ પોતાની ધર્મશ્રદ્ધાને બળે વિજયી બનતાં તરત શત્રુંજય ઉપર જિનમંદિર બાંધવાની એમને ભાવના થઈ. એ માટે એમણે અનુકૂળ જગ્યાની તપાસ કરાવી પરંતુ ડુંગર ઉપર સરખી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. મોતીશાહની ભાવના વિશાળ કલાત્મક જિનમંદિર બંધાવવાની હતી. બધી દૃષ્ટિએ વિચાર કરતાં એમ લાગ્યું કે આદીશ્વર દાદાની ટૂકની બાજુમાં આવેલું કુંતાસર નામનું નાનું તળાવ પૂરી દેવામાં આવે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ અને ભરણી કરી જમીન ઊંચી અને સમથલ કરવામાં આવે તો ત્યાં વિશાળ દેરાસર થઈ શકે. તળાવ અને એનો લગભગ બસો ફૂટ ઊંડો ખાડો પૂરવામાં ઘણો બધો ખર્ચ થાય, પરંતુ શેઠે ખર્ચની સામે ન જોતાં સ્થળની વિશાળતા અને મંદિરની કલાત્મકતાને વધુ પ્રાધાન્ય આપ્યું. ત્રણ શિખર, ત્રણ ગભારા અને ત્રણ મજલાનું દેવવિમાન જેવું મુખ્ય દેરાસર બાંધવાનું નક્કી થયું. બીજાં પણ દેરાસરોની યોજના થઈ. એ સમયે જિનમંદિર માટે ડુંગર ઉપર અનુકૂળ જગ્યાની પસંદગી કરવા જ્યારે મુંબઈથી વહાણમાં શેઠ મોતીશાહ પાલિતાણા ગયા ત્યારે અમદાવાદના નગરશેઠ શેઠ હેમાભાઈ પણ પાલિતાણા આવ્યા હતા. શત્રુંજય પર્વત ઉપર ફરીને યોગ્ય જગ્યાની તપાસ કરવા તેઓ બંને ઇચ્છતા હતા. શેઠ હેમાભાઈને પણ શત્રુંજય ઉપર ટ્રક બંધાવવાની ભાવના હતી. એક ટેકરી ઉપર આદીશ્વર દાદાની ટૂક હતી અને બીજી ટેકરી ઉપર અભૂત(અદબદજી દાદા)ની ટૂક હતી. ત્યાં ઊભાં રહીને તેઓ બંને ચારે બાજુ નજર કરી વિચાર કરતા હતા. વચ્ચે કુંતાસરની બસો ફૂટ ઊંડી વિશાળ ખીણ હતી. ઉપરથી ખીણનાં માણસો વેંત જેટલાં દેખાતાં. પણ પૂરવામાં આવે તો વિશાળ સપાટ જગ્યા મળે અને યાત્રિકોને ખીણની ચડ-ઊતર કરવાની તકલીફ ન પડે. પરંતુ આવડી મોટી ખીણ પૂરવાનો વિચાર આવવો એ જ સ્વપ્ન જેવી નવાઈની વાત ગણાય. શેઠ મોતીશાહે જ્યારે એ વિચાર દર્શાવ્યો ત્યારે શેઠ હેમાભાઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. અલબત્ત શેઠ મોતીશાહની શક્તિની તેમને ખબર હતી. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ તેમણે કહેલું કે ‘શેઠ મોતીશાહ, તમે તો મુંબઈમાં કોલાબાની ખાડી પુરાતી જોઈ છે એટલે પુરાણ કરી જગ્યા મેળવવાનો વિચાર તમને સ્ફુરે એ સ્વાભાવિક છે. વળી, તમે તો તમારી પોતાની માલ ભરેલી વખારોમાંથી એક વખારનો માલ ઠાલવી દો તો પણ કુંતાસરની ખીણ પુરાઈ જાય. તમારી શક્તિની કંઈ વાત થાય ?' ૪૩ ખીણ પૂરવાની સ્વપ્ન જેવી વાત શેઠ મોતીશાહે નક્કર હકીકતની જેમ પુરવાર કરી આપી. ખીણ પૂરવાનો નિર્ણય થયો અને ત્યાં બાંધકામ ચાલુ થયું. શત્રુંજય પર્વત ઉપર વિશાળ પટાંગણ તૈયાર કરી ત્યાં બેનમૂન ભવ્ય ટૂક બાંધવાની શેઠ મોતીશાહની ભાવના સાકાર થવા લાગી. ટૂકનું બાંધકામ અને શેઠની ઉન્નત ભાવના શત્રુંજય ઉપર ટૂક બાંધવાનું કાર્ય ચાલુ થતાં શેઠ મોતીશાહનો ઉમંગ એકદમ વધી ગયો હતો. બીજી બાજુ આ નિર્ણય થતાં વેપારમાં તેમને ઘણી ફત્તેહ મળવા લાગી હતી. શત્રુંજય ઉપર ટૂક બાંધવા માટે તેમણે એક આખું વ્યવસ્થાતંત્ર ઊભું કરી દીધું હતું. શિલ્પ અને સ્થાપત્યની બધી જવાબદારી સુપ્રસિદ્ધ મિસ્ત્રી રામજી સલાટને સોંપવામાં આવી હતી. સાત-આઠ વર્ષ સુધી સતત ચાલનારા આ કામને માટે કેટલાક માણસો તો કુટુંબસહિત પાલિતાણામાં આવીને વસ્યા હતા. પાલિતાણામાં આ કામકાજને માટે રોજ રોજ માણસોની વૃદ્ધિ થવા લાગી હતી. તેમની રહેવાની અને For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४ જમવાની વ્યવસ્થા બરાબર કરવામાં આવી હતી. એ દિવસોમાં પાણીના નળ નહોતા. એટલે બધાંને પાણી બરાબર મળી રહે અને પ્રતિષ્ઠાના દિવસોમાં આવેલા સંઘોનાં માણસોને ચોવીસ કલાક પાણી મળી રહે એ માટે એક ખાસ મોટી વાવ ખોદાવવામાં આવી હતી. લોકો એને “મોતીવાવ” કહેતા. કેટલાક લોકો એ વાવમાં ઊતરીને પાણી ભરતા. તદુપરાંત “કોશ' દ્વારા એમાંથી આખો દિવસ પાણી કાઢવામાં આવતું. (પાલિતાણામાં નળ આવ્યા પછી પડતર રહેલી એ વાવ પુરાઈ ગઈ છે.) શેઠ મોતીશાહ જ્યારે જ્યારે મુંબઈથી ઘોઘા-મહુવા જવાના હોય ત્યારે ત્યારે પાલિતાણા જઈ દેરાસરના બાંધકામ ઉપર જાતે દેખરેખ રાખતા. કેટલીક વાર એ માટે જ ખાસ મુંબઈથી પાલિતાણા જતા. એમના જેવા મોટા વેપારીને ઘણા બહોળા વેપારને કારણે મુંબઈમાં સતત હાજર રહેવું અનિવાર્ય થઈ પડતું, તો પણ વચ્ચે વચ્ચે સમય કાઢી તેઓ પાલિતાણા જઈને કામકાજ નિહાળી આવતા. કેટલીક વાર પોતાના માણસોને તે માટે મોકલતા. આ બધા કામની મુખ્ય જવાબદારી એમના મુખ્ય મુનીમ શેઠ અમરચંદ દમણીની રહેતી. તેઓ પણ શેઠની જેમ જ આ બધા કામનો વહીવટ કરવામાં ઘણા કુશળ હતા. મોતીશાહે એ ટૂકમાં પોતાના મુનીમ, આડતિયા વગેરેનાં નામથી પણ મંદિરોદેરીઓ બંધાવી આપવાની યોજના કરી હતી. શેઠે શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવવાનો નિર્ણય કર્યો ત્યારે એમની ઉમર ૪૭ વર્ષની હતી. એમણે અંદાજ મૂકી For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ જોયો હતો કે કુંતાસરનો ખાડો પૂરી ત્યાં જિનમંદિર બાંધવું હોય તો તે ઘણાં વર્ષોનું કામ કહેવાય, કારણ કે ગાડામાર્ગે આરસ અને બીજા પથ્થરો લાવવા અને ડુંગર ઉપર ચઢાવવા એ ઘણું કપરું કામ હતું. પરંતુ એ કામ શક્ય તેટલાં ઓછાં વર્ષોમાં તેઓ પૂરું કરાવવા માંગતા હતા, કારણ કે એ દિવસોમાં માણસનું સરેરાશ આયુષ્ય પણ બહુ લાંબું ન હતું. શેઠે મંદિર ઝડપથી બંધાવવા માટે શત્રુંજય ઉપર ૧૧૦૦ કારીગરો અને ૩૦૦૦ જેટલા મજૂરોને કામે લગાડ્યા હતા. ખર્ચની સામે શેઠે પાછું વાળીને જોયું નહોતું. કુંતાસરનો ખાડો જો ફક્ત માટીથી પૂરીને તરત એના પર મંદિર બાંધવામાં આવે તો પાયો ઢીલો થઈ જાય, એવી દહેશતના કારણે એમણે છેક નીચેથી પથ્થરનું પુરાણ કરાવ્યું અને પાયો પણ એટલો નીચેથી લીધો કે જેથી દેરાસરને સેંકડો વર્ષ સુધી કોઈ આંચ ન આવે. ડુંગર ઉપર બધા પથ્થરો ચડાવવા માટે એ જમાનામાં કુલ એંસી હજાર રૂપિયાનાં તો દોરડાં વપરાયાં હતાં. આ વિશાળ કાર્ય માટે પથ્થર ઘડનાર સલાટો અને શિલ્પીઓ ધ્રાંગધ્રા, હળવદ, વઢવાણ, ધોરાજી, અમરેલી, ગોંડલ, જૂનાગઢ, રાજકોટ, જામનગરથી અને છેક રાજસ્થાનના મકરાણાથી બોલવવામાં આવ્યા હતા. મજૂરી માટે તળાજાના મજૂરો આવ્યા હતા. મુંબઈ-કોંકણના ઘાટીઓને પણ ત્યાં લઈ જવામાં આવ્યા હતા. પાસેના ઘેટી અને આદપર ગામના કોળી લોકો પણ સખત મજૂરીનું કામ કરતા. સેંકડો-હજારો મજૂરો અને સલાટોને કારણે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પાલિતાણાનું વાતાવરણ સતત ગાજતું થઈ ગયું હતું. પાલિતાણાની વસ્તી કરતાં બહારથી આવીને કામ કરનારાઓની સંખ્યા વધુ હતી. તેઓ દરેકને રોજ અનાજ, ઘી, ગોળ વગેરે આપવા ઉપરાંત દૈનિક પગાર ચૂકવવામાં આવતો. આ ભવ્ય ટૂક માટે પાંચ હજારથી વધુ પ્રતિમાઓ ઘડવાનું નક્કી થયું હતું કે જેમાંથી ત્રણ હજાર સુંદર પ્રતિમાઓની પસંદગી થઈ શકે તથા અન્ય સંઘોને પણ આપી શકાય. એ માટે શિલ્પીઓને પાલિતાણામાં બોલાવી લાવવામાં આવ્યા હતા. શેઠ મોતીશાહની ભાવના એટલી ઊંચી હતી કે પથ્થરમાંથી પ્રતિમા ઘડતી વખતે પણ શિલ્પીઓ નાહીધોઈ, પૂજાનાં કપડાં પહેરી, મુખકોશ બાંધી, પ્રતિમા ઘડે. મુખમાંથી દુર્ગંધ ન આવે એટલા માટે દરેકને સવારે કેસર, કસ્તૂરીનો મુખવાસ આપવામાં આવતો. શૌચાદિ ક્રિયા ઉપરાંત વાછૂટ થાય તો પણ શિલ્પીઓએ ફરી સ્નાન કરી લેવાનું રહેતું. વળી રસોડામાં વાનગીઓ પણ એવી બનાવવામાં આવતી કે જેથી બહુ વાયુ ન થાય અને વાછૂટ ન થાય. વળી પ્રતિમાજીને ઘડતી વખતે ઊંધાં ક૨વાની કે બે પગ વચ્ચે દબાવવાની પણ મનાઈ હતી. રોઠ મોતીશાહે શત્રુંજય ઉપર ટૂંક બંધાવવાનું કાર્ય પૂરજોશમાં કરાવ્યું, પરંતુ છએક વર્ષ પછી એમની તબિયત લથડવા લાગી. એમની ઉંમર હજુ ત્રેપન વર્ષની હતી. એ દિવસોમાં વૈદકીય તપાસનાં એવાં સાધનો નહોતાં કે બીમારી કેવા પ્રકારની અને કેટલી ગંભીર છે તે તરત પકડી શકાય. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પરંતુ તેમનું શરીર દિવસે દિવસે ઘસાતું જતું હતું. પોતે હવે વધુ સમય નહિ કાઢી શકે એમ એમને પોતાને સમજાઈ ગયું હતું. એટલે એમણે પોતાની મિલકતનું વસિયતનામું વેળાસર કરાવી લીધું હતું. મોતીશાહનો જીવ ઘણો ઉદાર અને નીતિમય હતો. પોતાની યુવાવસ્થામાં, પિતાના અવસાન પછી થોડું ધન કમાયા કે તરત જ એમણે બધા લેણદારોને બોલાવી પિતાનું દેવું ચૂકતે કરી દીધું હતું. યુવાનીમાં એમણે જેમ આ કામ કર્યું તેમ ઉત્તરાવસ્થામાં પોતાની ગંભીર માંદગીને લીધે અંતસમય પાસે આવી રહ્યો છે એમ જાણીને પોતાના હિન્દુ, જૈન, મુસલમાન, ખ્રિસ્તી વગેરે જે કંઈ કરજદારો હતા અને પૈસા ભરવાને અશક્ત હતા તેઓ દરેકને બોલાવી-બોલાવીને તેમની દેવાની રકમ માંડી વાળી હતી. પેઢીના ચોપડે પણ તે પ્રમાણે લખાવીને તે દરેકના ખાતામાં હિસાબ ચૂકતે કર્યો કે જેથી કરીને પોતાના અવસાન પછી એ દેવાદારોને કોઈ કનડગત કરે નહિ. આ રીતે એમણે કુલ એક લાખ રૂપિયાથી વધુ રકમ દેવાદારો પાસેથી જતી કરી હતી. પોતાના અવસાન પૂર્વે એમણે આ એક બહુ જ મહત્ત્વનું માનવતાનું કાર્ય કર્યું હતું. જ્યાં નાણાં આપવાની અપેક્ષા ન હતી ત્યાં પોતે નાણાં આપીને ઋણમુક્ત થવું અને જ્યાં નાણાં લેવાની અપેક્ષા છે ત્યાં નાણાં લીધા વગર બીજાઓને ઋણમુક્ત કરવાં એ સરળ વાત નથી. એમાં શેઠની ઉદારતા, ઉદાત્તતા, માનવતા અને દીર્ઘદૃષ્ટિનાં સુભગ દર્શન થાય છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ શેઠ મોતીશાહે આ રીતે ચોપડે લખેલી રકમો માંડી વાળી હતી. પરંતુ ચોપડે લખ્યા વગર નાનીમોટી રકમની મદદ તો ઘણા લોકોને એમણે કરી હતી. એ દિવસોમાં ધર્માદામાં એમણે ખરચેલી મોટી મોટી રકમોનો સરવાળો અઠ્ઠાવીસ લાખ રૂપિયાથી વધુ થાય છે. પોતાના વસિયતનામામાં પોતાના પુત્રને મળનારી મિલકત તો ત્યારે એમની પાસે પાંત્રીસ લાખ રૂપિયાથી વધુ હતી. જે જમાનામાં મજૂરો અને કારીગરોને આખા દિવસની મજૂરી એક આનો (છ પૈસા) મળતો એ દિવસોમાં શેઠ મોતીશાહની સંપત્તિ અને દાનની રકમો આશ્ચર્યમુગ્ધ કરી દે એવી છે. ઐતિહાસિક પુરાવા ન હોય તો લોકો આને કપોળકલ્પના કહે. શેઠ મોતીશાહને શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરાવવાની અદમ્ય ભાવના હતી, પરંતુ ભાવિ કંઈક જુદું જ હતું. તેમણે પોતાના પુત્ર ખીમચંદભાઈને ભલામણ કરતાં કહ્યું હતું, “મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગોડીજી મહારાજનો હુકમ હશે તેમ થશે. મારું શરીર પડી જાય તો શોક કરવો નહિ, શોક પાળવો નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને મારી ખોટ જણાવા દેવી નહિ.' પ્રતિષ્ઠાનું મુહૂર્ત સં. ૧૮૯૩ના મહા વદ બીજનું હતું, પરંતુ સં. ૧૮૯૨ના પર્યુષણ દરમિયાન ભાદરવા સુદ એકમને રવિવારના રોજ, મહાવીર-જન્મ-વાચનને દિવસે મુંબઈમાં શેઠ મોતીશાહનો ચોપન વર્ષની વયે સ્વર્ગવાસ થયો. એમના સ્વર્ગવાસના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મુંબઈમાં અને બીજાં નગરોમાં બજારો બંધ રહ્યાં. એક મહાન સિતારો આથમી ગયો. કેટલાયે લોકોની આંખમાંથી આંસુ વહ્યાં. જમશેદજી જીજીભાઈની ઉદારતા શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા થાય તે પૂર્વે જ શેઠ મોતીશાહનું અવસાન થયું હતું. પરંતુ એમની ઇચ્છાનુસાર પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બંધ રહ્યો નહિ. એમના પુત્ર ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાના મહોત્સવ માટે સંઘ કાઢીને પાલિતાણા જવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે મુંબઈમાં સંઘનું પ્રયાણ થાય તે વખતે સર શેઠ જમશેદજી જીજીભાઈએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે શેઠ ખીમચંદભાઈ સંઘ સાથે બંદર પર વહાણમાં બેસવા જતાં પહેલાં રસ્તામાં પોતાના ઘરે પગલાં કરે. એ પ્રસંગે ખીમચંદભાઈને એક લાખ રૂપિયા ભેટ-પહેરામણી તરીકે આપવાની શેઠ જમશેદજીની ભાવના હતી. એ માટે એમણે ખીમચંદભાઈને વિધિસર વિનંતી કરી. ખીમચંદભાઈ પોતે જમશેદભાઈને ઘરે જવા માટે ઉત્સુક હતા, પરંતુ કેટલાક અતિ શ્રદ્ધાળુ જૈનોએ આગ્રહપૂર્વક એવું કહ્યું કે સંઘ કાઢીને શુભ ધર્મકાર્ય માટે નીકળીએ તે વખતે કોઈ પારસીના ઘરે પગલાં ન થાય. ખીમચંદભાઈએ શેઠ જમશેદજીને જણાવ્યું કે પોતે આવી શકે તેમ નથી અને તે માટે અત્યંત દિલગીરીપૂર્વક ક્ષમા માગી. - - સંઘપ્રયાણને દિવસે – પોષ સુદ સાતમ, સં. ૧૯૯૩ના રોજ, મુંબઈમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. બેન્ડવાજાં સાથે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નીકળેલો એ વરઘોડો દોઢ માઈલ લાંબો હતો. આખું મુંબઈ એ જોવા માટે ઊમટ્યું હતું. શેઠ ખીમચંદભાઈ અને એમનાં ધર્મપત્ની ગુલાબબહેન હાથી ઉપર અંબાડીમાં બેઠાં હતાં. આખા શહેરમાં ફરી સંઘ વહાણોમાં બેસવા માટે બંદરે જવાનો હતો. ટોપીવાળા અંગ્રેજો, મોટા અધિકારીઓ સહિત, આ વરઘોડો જોઈને આશ્ચર્યમુગ્ધ થયા હતા. સંઘ સીધો જ્યારે બંદરે ગયો ત્યારે જમશેદજીએ મોટું ઉદાર મન રાખીને આ શેઠ મોતીશાહના પોતાના ઉપર થયેલા અનેક ઉપકારોને યાદ કરીને બંદર ઉપર જઈને ખીમચંદભાઈને એક લાખ રૂપિયા ભેટ ધર્યા હતા. ખીમચંદભાઈએ એ ભેટ-રકમ પ્રેમથી સ્વીકારી હતી. લગભગ દોઢસો વર્ષ પહેલાં લાખ રૂપિયાની એ રકમ નાનીસૂની નહોતી. મોતીશાહે અન્ય કોમના લોકો સાથે પણ કેવા ગાઢ સંબંધો બાંધ્યા હશે અને નિસ્વાર્થભાવે અનેક લોકો ઉપર કેટલા બધા ઉપકારો કર્યા હશે તે આવી ઘટનાઓ દ્વારા સમજાય છે. એમની સુવાસ કેટલી બધી હશે કે એમના અવસાન પછી પણ માત્ર એ પુણ્યાત્માના એક માત્ર સ્મરણને લક્ષમાં રાખીને, અનાદર થતો હોય તો પણ થવા દઈને સર જમશેદજી બેરોનેટ જેવી ખ્યાતનામ વ્યક્તિ પોતાના મિત્રના પુત્રને લાખ રૂપિયા જેવી રકમ ભેટ આપવા બંદર ઉપર સામેથી પહોંચી જાય. એ ઘટના શેઠ મોતીશાહ અને શેઠ જમશેદજી બંને કેવા દરિયાવદિલ હતા તેને પરિચય કરાવે છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયની યાત્રાસંઘ શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી એમની અંતિમ સમયની ઇચ્છાને માન આપીને એમનાં પત્ની દિવાળીબહેન તથા પુત્ર ખીમચંદભાઈએ શત્રુંજય ઉપર પોતાના પિતાએ બંધાવેલ નવી ટૂકમાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. જે જમાનામાં પાઈ અને પૈસાની પણ ઘણી મોટી કિંમત હતી એ જમાનામાં લાખો રૂપિયા ખર્ચ સરસ સંઘ કાઢવાની અને પ્રતિષ્ઠા કરાવવાની ભાવના મોતીશાહનાં પત્ની દિવાળીબહેને અને એમના પુત્ર ખીમચંદભાઈએ કરી હતી. શેઠ મોતીશાહનો ઘણો બહોળો વેપાર ચાલતો હતો. એટલે એમની પેઢીના મુખ્ય સૂત્રધારોની વહીવટશક્તિ ઘણી સારી હોય એ દેખીતું છે. વળી મોતીશાહ શેઠની અપાર ઉદારતાને કારણે તેઓ બધા પ્રેમ અને ઉત્સાહથી વહીવટી જવાબદારી ઉપાડી લે એ સ્વાભાવિક છે. એમનાં સલાહસૂચનો અને સહકારથી દિવાળીબહેન અને ખીમચંદભાઈએ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરાવી દીધી હતી. શેઠ મોતીશાહના અવસાન પછી એમનાં ધર્મપત્ની દિવાળીબહેન ખૂણો પાળતાં હતાં અને એમની તબિયત જરા પણ સારી રહેતી નહોતી. વળી મુસાફરીનો શ્રમ તેઓ ખમી શકે એમ નહોતાં. તો પણ શેઠ મોતીશાહની અંતિમ ઇચ્છાને માન આપી તેઓ પ્રતિષ્ઠાના શુભ કાર્ય માટે પાલિતાણા આવવા તૈયાર થયાં હતાં. એ દિવસોમાં રેલવે નહોતી. ગાડારતે અને પગપાળા For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પર માણસો અવરજવર કરતા. રસ્તામાં ચોર-લૂંટારાઓનો ભય રહેતો. જંગલી હિંસક પ્રાણીઓની પણ બીક રહેતી. એટલે સામાન્ય લોકો તો જ્યારે સંઘ નીકળતો હોય ત્યારે જાત્રા કરવા જઈ શકતા. ખીમચંદભાઈનું સકળ સંઘોને ખુલ્લું જાહેર આમંત્રણ પ્રતિષ્ઠાના પ્રસંગે હતું. એટલે ભારતભરમાંથી જુદાં જુદાં ગામોના મળીને હજાર જેટલા સંઘો આવવા તૈયાર થયા હતા. મુંબઈનો સંઘ વહાણોમાં બેસીને સૌરાષ્ટ્રનાં બંદરે ઊતરીને પાલિતાણામાં પહોંચ્યો હતો. મુંબઈ અને જુદાં જુદાં ગામોના સંઘનાં મળીને દોઢ લાખ જેટલાં માણસો પાલિતાણામાં એકત્ર થયાં હતાં. ગામથી તળેટી સુધી અનેક તંબુ-રાવટીઓ ઊભાં કરવામાં આવ્યાં હતાં. શિયાળાના એ દિવસોમાં લોકો માટે બધી સગવડ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. તળેટી પાસે પાંચ હજાર જેટલી જિનપ્રતિમાઓનો અંજનશલાકાનો વિધિ ગોઠવાયો હતો. સાગરગચ્છ, તપગચ્છ અને ખરતરગચ્છ એ ત્રણે ગચ્છના મુખ્ય આચાર્ય વિધિ કરાવવા પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પાલિતાણા પધાર્યા હતા. પ્રતિષ્ઠા પૂર્વે કેટલાક દિવસ અને પ્રતિષ્ઠા પછી કેટલાક દિવસ એમ દોઢ મહિના જેટલા સમય સુધી દોઢ લાખ માણસો પાલિતાણામાં રહ્યાં હતાં. આ એક ભવ્ય ઉત્સવ હતો. આખા ગામને છેક તળેટી સુધી ધજાપતાકા, કમાનો અને રંગબેરંગી તોરણથી શણગારવામાં આવ્યું હતું. ઢોલનગારાં વાગતાં હતાં. થોડે થોડે અંતરે પીવાના પાણીની For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વ્યવસ્થા કરવામાં આવી હતી. જુદા જુદા સંઘોના યાત્રિકોને જુદા જુદા રસોડે જમવાની ગોઠવણ હતી. સવારથી તે સાંજ સુધી રસોડાં ખુલ્લાં રહેતાં અને સૌ કોઈ ઇચ્છા મુજબ જમી શકતાં. દરેક રસોડે બુંદી અને ચૂરમાના લાડુના મોટા મોટા ઢગ રહેતા. લોકો એ ખાઈને ધરાઈ ગયા હતા. શેઠ ખીમચંદભાઈએ ગામ વચ્ચે વાંસનો પાંત્રીસ ફૂટ ઊંચો સ્તંભ કરાવ્યો હતો અને એ ‘ધર્મધ્વજ' ઉપર ધજા ફરકાવવામાં આવી હતી. એનો અર્થ એ હતો કે ગામમાં કોઈએ ચૂલો સળગાવવાનો નથી. સૌ કોઈને જમવા માટે ખીમચંદભાઈ તરફથી નિમંત્રણ છે. વ્યવસ્થા માટે સ્વયંસેવકો ઉપરાંત મુંબઈથી લશ્કરની પ્લેટૂન લેવામાં આવી હતી તથા અન્ય સ્થળેથી પણ ચોકિયાતો બોલાવવામાં આવ્યા હતા. આમ બધી જ રીતે વ્યવસ્થા અતિશય સુંદર કરવામાં આવી હતી. શેઠ અમીચંદ દમણી તથા અન્ય શ્રેષ્ઠીઓ અને બીજા કાર્યકર્તાઓએ જે આયોજન કર્યું હતું તે ખરેખર આયોજકો પ્રત્યે બહુમાનની લાગણી ઉપજાવે એવું હતું. ખાવાપીવાની કોઈ ખામી ન હતી. ચીજવસ્તુઓની કોઈ અછત નહોતી. ખર્ચની કોઈ મર્યાદા નહોતી. કાર્યકર્તાઓની કોઈ ખોટ નહોતી. રાતના વખતે તંબુઓ પાસે મશાલો સળગતી હોય ત્યારે જાણે કોઈ દૈવી વાતાવરણ હોય તેવો દેખાવ લાગતો હતો. આ પ્રતિષ્ઠા-મહોત્સવનું વર્ણન પંડિત શ્રી વીરવિજયજી મહારાજે ‘કુંતાસ૨ની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં'માં સાત ઢાળમાં કર્યું છે. તેમાં તેઓ વર્ણવે છે : For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ “સંવત અઢારસે અઠ્ઠાણી માંહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે; કુંતાસરનો ખાડો મોટો, શેઠજી નયણે નિહાળે છે. ૧ મનને મોજે જી. ભવ તરતાં પૂરણને હેતે, ખાતમુહૂર્ત ત્યાં કીધું છે; સર સરપાવ ઘણા જાચકને, દાન અતુલ્ય ત્યાં દીધું છે. ૨ ચોથે આરે બહુ ધનવંતા, પણ નવી ખાડો પુરાવ્યો જી; આ કાળે મોતીશા શેઠે, કનક રૂપઈએ ભરાવ્યો છે. ૩ તે ઉપર જબ ટુંક બનાવે, મધ્ય ચૈત્ય વિશાલ જી; આજુબાજુ ચૈત્ય ઘણાં છે, જંબુ તરુ પરિવાર જી. ૪ રિખવદેવ પુંડરીક પ્રમુખની, પડિમા ત્રણ હજારો જી; નવી ભરાવી ચિત્ત ઉદારે, વિધિ-શું શાસ્ત્ર પ્રમાણ જી. ૫ અંજનશલાખા પ્રમુખ સામગ્રી, મેળાવતાં ગુરુ સંગે જી; નવ લાખ ઉપર સતર્સે રૂપઈ યા, ખરચાણાં મન રંગે જી.' પ્રતિષ્ઠા-મહોત્સવમાં દેવી સહાય આટલી મોટી સંખ્યામાં વસાહત ઊભી કરવામાં આવી હતી, છતાં શૌચાદિની વ્યવસ્થા અને સફાઈની ચીવટ એટલી બધી રાખવામાં આવી હતી કે ઇતિહાસકારો એમ કહે છે કે એ દોઢ મહિના જેટલા સમયમાં, શિયાળાના એ દિવસોમાં કોઈને શરદી-તાવ થયાં નથી; ઝાડા-ઊલટી થયાં નથી કે કોઈનું માથું સુધ્ધાં દુખ્યું નથી. વળી કોઈની કોઈ ચીજવસ્તુ ચોરાઈ નથી. લોકો તો એમ જ માનતા હતા કે શેઠ મોતીશાહનો જીવ દેવગતિમાં જઈને આ પ્રતિષ્ઠા પ્રસંગે For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સહાય કરી રહ્યો છે. પ્રતિષ્ઠાના આ દિવસો દરમિયાન એક માત્ર માઠી ઘટના બની હોય તો એટલી જ કે મોતીશાના અવસાન પછી એમનાં પત્ની દિવાળીબાઈની તબિયત ઘણી અસ્વસ્થ રહેતી હતી. એવી અત્યંત અસ્વસ્થ તબિયત છતાં તેઓ મુંબઈથી પાલિતાણા આવ્યાં હતાં પરંતુ પ્રતિષ્ઠાનો શુભ દિવસ તેઓ જોશે કે કેમ એની શંકા હતી. પ્રતિષ્ઠા પૂર્વે જ પાલિતાણામાં તેમનું અવસાન થયું, પરંતુ મોતીશાહની ભાવના અનુસાર અને શેઠાણી દિવાળીબાઈની ઇચ્છા તથા સૂચના અનુસાર પ્રતિષ્ઠાના ઉત્સવના રંગમાં ક્યાંય ભંગ પડવા દેવામાં આવ્યો નહોતો. પડતીના દિવસોમાં પ્રમાણિકતા શેઠ મોતીશાહ પોતાના એકના એક પુત્ર ૩૨ વર્ષની ઉંમરના ખીમચંદભાઈ માટે અઢળક ધન મૂકી ગયા હતા. શ્રીમંતાઈમાં લાડકોડમાં ઊછરેલા ખીમચંદભાઈમાં વેપારધંધો કરવા માટે મોતીશાહ શેઠ જેટલી સૂઝ, સમજ, કુનેહ, કાર્યદક્ષતા અને દીર્ધદષ્ટિ નહોતાં. ખીમચંદભાઈ સ્વભાવે ભોળા હતા, પણ પિતાની જેમ ઉદારદિલ, પ્રમાણિક અને ન્યાયનીતિવાળા હતા. તેમનું મન ધર્મ તરફ વળેલું હતું અને મધ્યાહૂન સુધી દેરાસરમાં તેમનો સમય પસાર થતો. સવાર- સાંજ સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવામાં પણ સમય જતો. એટલે વેપારધંધા તરફ એમણે પહેલેથી જ ખાસ લક્ષ આપ્યું નહોતું. મોતીશાહના અવસાન પછી એમના મિત્રો અને For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વડીલોએ ખીમચંદભાઈને સલાહ આપી કે નવો વેપાર-ધંધો ન કરતાં મૂડી જો વ્યાજે મૂકી દેવામાં આવે તો પણ કેટલીયે પેઢી સુધી ખૂટે નહિ એટલું ધન એમની પાસે છે. પરંતુ કેટલીક શ્રીમંત વ્યક્તિઓની બાબતમાં જેમ બને છે તેમ ખોટા, લુચ્ચા, સ્વાર્થી, ખુશામતખોર માણસો એમની આસપાસ વીંટળાઈ વળે છે અને પોતાનું વર્ચસ્વ જમાવી દે છે. એવે વખતે સાચી સલાહ ગમતી નથી અથવા સોબતીઓ ગમવા દેતા નથી. ખીમચંદભાઈની બાબતમાં પણ એમ જ બન્યું. મોટા મોટા સોદાઓ કરી પોતાના પિતા કરતાં પણ સવાયા ધનપતિ થવાની લાલચભરી યોજના મિત્રોએ રજૂ કરી અને ખીમચંદભાઈ એમાં લલચાયા અને ફસાયા. કેટલાંક વર્ષ વેપાર સારો ચાલ્યો. પોતે સારું ધન કમાયા. એમ કરતાં પંદરેક વર્ષ નીકળી ગયાં. દરમિયાન બે વાર ચીન જઈ આવેલા કોઈ એક કોંકણી મુસલમાને એમનો એટલો બધો વિશ્વાસ જીતી લીધો કે એના કહેવા પ્રમાણે જ ખીમચંદભાઈ વેપાર કરવા લાગ્યા હતા. થોડો વખત સારું ચાલ્યું, પણ પછી એના કહેવા પ્રમાણે ખીમચંદભાઈએ એકસામટો લાખો રૂપિયાનો માલ ચીન મોકલાવ્યો. આટલો બધો માલ એકસાથે આવી જતાં ચીની વેપારીઓ પણ લલચાયા. એમની વૃત્તિ બદલાઈ ગઈ. તેમની દાનત ખરાબ થઈ ગઈ. જો માલ ખરીદવામાં ન આવે તો તે પાછો હિંદ જવાનો નહોતો. એટલે વિલંબ કરી કરીને તેઓ બધો માલ હજમ કરી ગયા. ખીમચંદભાઈને એ માલના પૈસા મળ્યા નહિ. પરિણામે ન ખમાય એટલી મોટી આર્થિક For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૭ આપત્તિ આવી પડી. લેણદારો તકાદો કરવા લાગ્યા. દેવાળું કાઢવાનો વખત આવ્યો. રહેવા માટેના એક ઘર સિવાય બધી મિલકતો વેચાઈ ગઈ. શેઠ મોતીશાહની શરમ અનેક વેપારીઓને નડી. કેટલાકે પોતાના દાવા જતા કર્યા, તો પણ બીજા કેટલાકે કોર્ટમાં તે માટે દાવા કર્યા. કેટલાકે સલાહ આપી કે કેટલીક જે ખાનગી મિલકતો છે તે કૉર્ટને ન જણાવવી. પરંતુ ખીમચંદભાઈએ પ્રમાણિકપણે પોતાની પાસે જેટલી મિલકત હતી તે કૉર્ટમાં વિગતવાર લેખિત યાદી આપીને જણાવી દીધી. લેણદારોને બે હપ્ત મળીને વીસેક ટકા જેટલી રકમ મળે એવો ચુકાદો ન્યાયાધીશે આપ્યો. કૉર્ટમાં કેસ પત્યા પછી બહાર નીકળતાં ખીમચંદભાઈને યાદ આવ્યું કે પોતાના કાને જે વાળી પહેરી છે તે હીરામાણેકની છે અને તે કોર્ટને જણાવવાનું રહી ગયું છે. એટલે તેઓ પાછા કોર્ટમાં દાખલ થયા અને ન્યાયમૂર્તિને પોતાની એ વાળીની પણ જાણ કરી દીધી. આવી આપત્તિ પ્રસંગે પણ અસત્ય ન બોલવું અને ન્યાયનીતિથી જ રહેવું એ પિતાના સંસ્કાર ખીમચંદભાઈએ પણ, પોતાના જીવનમાં સાચવી રાખ્યા હતા એ આ હૃદયસ્પર્શી પ્રસંગ પરથી જોઈ શકાય છે. શેઠ મોતીશાહને એક જ સંતાન હતું. એમના પુત્ર તે ખીમચંદભાઈ. શેઠ ખીમચંદભાઈને એક દીકરી હતી, દીકરો નહોતો. તેમની જિંદગીનાં પાછલાં વર્ષો ઘણા દુ:ખમાં ગયાં. શરીર ઘસાઈ ગયું હતું. આંખે અંધાપો આવી ગયો હતો. મકાનના ભાડાની આવકમાંથી તેમનું ગુજરાન ચાલતું. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ દુઃખની વાત તો એ હતી કે જે નાનજી જેકરણ ચીનાઈને મોતીશાહ શેઠે આટલી બધી મદદ કરી હતી એના જ પુત્ર માંગરોળના મકનજી નાનજીએ રૂપિયા એકવીસ હજારની લેણાની રકમ માટે કોર્ટ દ્વારા જપ્તી લાવી ભાયખલાનો બંગલો પડાવી લીધો હતો. દુઃખમાં સમતાપૂર્વક શાંતિથી દિવસો વિતાવી વિ. સં. ૧૯૨પમાં ખીમચંદ શેઠ ૬૫ વર્ષની વયે અવસાન પામ્યા. શેઠ મોતીશાહની અદ્ભુત ચડતી અને ત્યારપછી એમના પુત્ર ખીમચંદભાઈના જીવનમાં આવેલી ભયંકર પડતી જોઈને તે સમયના પારસી લેખક રતનજી વાછાએ નીચે પ્રમાણે ઉદ્ગારો કાઢ્યા હતા : અજબ છે આ ફરતા જમાનાની ચાલ, ભલા લોક પર નાખે છે મહાતમની જાલ. આવે આંચ તે અંતે તો જવાને કાજ, સરીમંત કાલે તો દુખીઆરો આજ. પણ ધરમીની રહેવી તો જોઈએ નિસાણ, વસીલાથી જગમાં જણાવાં પીછાંણ, જહાં કુદરતથી ઊતરે છે ગેબી મના, તાંહાંથી દોલત ને નામો બી થાએ છે ફના તેહવો હાલ સઉની સનમુખે થયો, મોતીશાહના વઊંસમાં કોઈ ન રહે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૯ જેને ઘેર દોલત ને જુહુલતાંતાં વહાણ, તે સાથે જગમાં મેળવેલું માન. વલી ધરમીપણામાં ગણાએલા પુરા, દયાદાનમાં કવચીત નોહતા અધૂરા; તેવા નરને તાંહાં નહિ એકે ચેરાગ; જમાનાનો એ તો કેવો વેરાગ? ગયા તારે દોલત ને બેટો મૂકી, જમાનાની ગીરસે દીધો ફૂંકી. વઊંસમાં હવે કોઈ રહેઊં નહિ, - કિરતી જ તેનાંની દીપતી રહી. સખાવતમાં કામો જે કરતો રહેશે, મરણ પછે સઉ તેને વહુવા કહેશે.” મહાકાવ્યના નાયક સમા શેઠ મોતીશાહ એ જમાનામાં શેઠ મોતીશાહે કમાણીનાં પચીસેક વર્ષોમાં પાંજરાપોળ અને જીવદયા મંડળી, ચિંતામણિ પાર્શ્વનાથ, ગોડીજી પાર્શ્વનાથ, પાયધુનીમાં શાંતિનાથનું અને આદીશ્વરનું તેમજ કોટનું શાંતિનાથનું દેરાસર અને ભાયખલાનું દેરાસર, પાલિતાણામાં ધર્મશાળા, શત્રુંજય ઉપર મોતી વસહીની ટૂક વગેરે કાર્યો માટે અઠ્ઠાવીસ લાખથી વધુ રૂપિયા ખર્યા હતા. આ ઉપરાંત ગામ-પરગામનાં નાનાંમોટાં જિનમંદિરો બંધાવવા માટેની અને અનેક વ્યક્તિઓને કરેલી અંગત મદદની રકમો તો જુદી. અનેક લોકોનાં દેવાં For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ SO માફ કરેલાં તે રકમ પણ જુદી. આજથી દોઢસો વર્ષ પૂર્વે કરેલું આવું સખાવતી કાર્ય એ જમાનાની દૃષ્ટિએ અજોડ માત્ર પૈસાની સખાવતો જ નહિ, વેપારની કુનેહ, કાર્યદક્ષતા, ત્વરિત નિર્ણય લઈ તરત અમલમાં મૂકવાની આવડત, કુટુંબ-પરિવારના સભ્યો અને નોકરચાકરો પ્રત્યે પ્રેમભર્યો વર્તાવ, અન્યનાં દુ:ખ કે સંકટના પ્રસંગે ઊભા રહેવાની તત્પરતા, ઋણમુક્ત થવાની ભાવના, ગરીબો પ્રત્યે હમદર્દી, બધી જ કોમનાં માણસો પ્રત્યે સદ્ભાવભર્યા સંબંધો, અનેકના વિશ્વાસ અને પ્રીતિના પાત્ર, અત્યંત સૌજન્યશીલ વિનમ્ર સ્વભાવ, પ્રમાણિકતા અને નીતિમત્તા, પારસીઓ અને વિદેશી ગોરા લોકોમાં પણ પોતાની સુવાસ પ્રસરાવનાર શેઠ મોતીશાહનું જીવન એક રસિક પ્રેરક દંતકથા જેવું બની ગયું હતું. વિવિધ પૂજાઓના રચયિતા પંડિત વીરવિજયજી મહારાજે ભાયખલાનાં અને શત્રુંજયની મોતીશાહની ટ્રકનાં ચોઢાળિયાં લખ્યાં અને લોકવર્ણમાં મોતીશાહ માટે ગીતો અને રાસડા ગવાવાં લાગ્યાં એ સર્વ એમની આદરયુક્ત લોકપ્રિયતાનાં ઘાતક છે. કોઈ મહાકાવ્યના નાયક જેવું એમનું ભવ્ય જીવન અનેકને માટે પ્રેરક અને અનુકરણીય છે. 0 0 For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only