________________
૧૨
(૨) શેઠ ઝવેરચંદ આત્મારામ (સૂરત), (૩) શેઠ મેઘજી અભેચંદ (રાધણપુર), (૪) શેઠ નાનજી જે કરણ (માંગરોળ), (૫) શેઠ વેલજી માલુ (કચ્છ), (ક) શેઠ વખતચંદ ખુશાલચંદ (અમદાવાદ), (૭) શેઠ કરમચંદ પ્રેમચંદ (અમદાવાદ), (૮) શેઠ હઠીસિંગ કેશરીસિંગ (અમદાવાદ), (૯) શેઠ નરશી કેશવજી (કચ્છ). તે વખતના મુંબઈના વિકાસમાં મુખ્યત્વે ગુજરાતીઓનો જ ફાળો હતો. ગુજરાતીઓમાં જૈનો, હિંદુઓ અને પારસીઓ હતા. જૈનો અને હિંદુઓ અને પારસીઓ હતા. જૈનો અને હિંદુઓ શરાફી, રૂ, કાપડ, અનાજ, ઝવેરાત વગેરેના વેપારમાં હતા, પારસીઓ દારૂ બનાવવાના, મકાનો બાંધવાના, વહાણો બાંધવાના, લશ્કરના કે સરકારના કૉન્ટ્રાક્ટ લેવાના વગેરે વ્યવસાયોમાં મુખ્યપણે હતા. શેઠ શ્રી અમીચંદ સાકળચંદનું કુટુંબ
મોતીશાહના પિતાશ્રી શેઠ અમીચંદ સાકળચંદ મૂળ સોજિત્રા અને પછી ખંભાતના વતની હતા. તેર વર્ષની કિશોરવયે સં. ૧૮૧૪માં રોટલો રળવા માટે તેઓ ખંભાતથી વહાણમાં બેસીને મુંબઈ આવ્યા હતા. એમનાં પત્નીનું નામ રૂપાબાઈ હતું. તેમને ત્રણ દીકરા અને બે દીકરી એમ પાંચ સંતાનો હતાં. દીકરાઓમાં બીજા તે મોતીચંદ (મોતીશાહ). સૌથી મોટા દીકરાનું નામ નેમચંદ હતું. સૌથી નાના દીકરાનું નામ દેવચંદ હતું.
મુંબઈમાં આવી શેઠ અમીચંદ ઝવેરાતનો ધંધો શરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org