________________
૧૧
જે. જે. હોસ્પિટલ પાસે આવેલા દરિયાના કાદવમાંથી ચાલીને પાયધુની પાસે આવી લોકો પગ ધોતા. માટે એનું નામ પાયધૂની પડ્યું હતું. મુમ્માદેવીના મંદિર પાસે મોટું તળાવ હતું. તે પછીના સમયમાં એ તળાવને પથ્થરથી વ્યવસ્થિત પાકું બાંધવામાં આવ્યું હતું. (હાલ એ તળાવ પુરાઈ ગયું છે.)
મુંબઈની વસ્તી ત્યારે ગોરાઓ સહિત સાઠ હજારની હતી. વેપાર-ધંધાને કારણે દિવસે દિવસે વસ્તી વધતી જતી હતી. ગુજરાત કે કોંકણમાંથી લોકો દરિયામાર્ગે આવતા. એ જમાનામાં મુંબઈ જવું એ મોટું સાહસ ગણાતું.
એ સમયે લોકોનું જીવન બહુ સાદું અને ધર્મમય હતું. લોકો પ્રમાણિકતાથી વેપાર કરતાં. તે સમયના જીવનધોરણ અનુસાર લોકોને માસિક રૂપિયા એક કે બે જેટલો પગાર મળતો તે સારો ગણાતો. એટલા ટૂંકા પગારમાં પણ લોકો સંતોષથી જીવન ગુજારતા.
એ જમાનામાં મુંબઈમાં આવીને વસવું એટલું સરળ નહોતું. મુસાફરી કઠિન હતી. પરંતુ જેઓ મુંબઈમાં આવીને વસતા તેઓ જુદા જુદા વ્યવસાય દ્વારા સારું ધન કમાઈ શકતા. કેટલાક લોકો સહકુટુંબ આવતા તો કેટલાક એકલા આવીને રહેતા અને “દેશમાં વારંવાર જઈ આવતા. તેઓ મુંબઈની કેટલીક કમાણી દેશમાં લઈ જતા. એ વખતે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવતા વેપારીઓમાં અગ્રગણ્ય હતા : (૧) શેઠ અમીચંદ સાકરચંદ (ખંભાત),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org