________________
૧૦
વિસ્તાર “દેવળ મહોલ્લા (ચર્ચ સ્ટ્રીટ)' તરીકે ઓળખાતો. પશ્ચિમ બાજુના દરિયાકિનારે કોટમાં દરવાજો હતો એટલે એ વિસ્તાર ચર્ચગેટ તરીકે ઓળખાતો. ત્યાં આગળ વિશાળ મેદાનમાં લોટ દળવા માટે એક ઘટી હતી. તે પવનથી ચાલતી હતી, એટલા માટે તે મેદાનને “પવનચક્કી મેદાન' (આજનું ઓવલ મેદાન) કહેવામાં આવતું. કોટ બહારના વિસ્તારમાં જ્યાં આજે ઝેવિયર્સ કૉલેજ છે ત્યાં મોટું તળાવ, હતું. તે વખતે કોટ બહારના વિસ્તારમાં નાનાં-મોટાં પચાસ જેટલાં તળાવ હતાં. એમાં ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મમ્માદેવી તળાવ વગેરે જાણીતાં હતાં. કોટ બહાર પાડીઓ હતી અને ત્યાં જંગલી પશુઓ ફરતાં હતાં. કોટ વિસ્તાર ઉપરાંત મઝગાંવ, શિવરી, વરલી અને માહિમમાં ફિરંગીઓએ બાંધેલા નાના કિલ્લાઓ અંગ્રેજોએ વધુ મજબૂત બનાવ્યા હતા અને વચમાં આવતી દરિયાની ખાડી હોડકામાં બેસીને ઓળંગતા.
મુંબઈની વસ્તી અને અગ્રગણ્ય વેપારીઓ
કોટ બહાર માછીમારો, ખેડૂતો, ભંડારીઓ રહેતા હતા. પાયધૂની અને ગિરગામ વિસ્તારમાં નવી વસાહતો ઊભી થવા લાગી હતી અને ધીમે ધીમે વસ્તી વધવા લાગી હતી. પરેલ વિસ્તારને વિકસાવવા માટે ત્યાં કેટલાંક સરકારી મકાનો બાંધવામાં આવ્યાં હતાં. ગવર્નર માટે ત્યાં મહેલ બાંધવામાં આવ્યો હતો, પરંતુ ગોરા અંગ્રેજ ગવર્નરને કોટ વિસ્તાર છોડી ત્યાં વેરાનમાં રહેવા જવું ગમતું નહોતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org