________________
૧૩
કર્યો. એમનો મુખ્ય વેપાર સૂરત સાથે રહ્યો હતો. એટલે એમનાં સંતાનોનાં લગ્ન પણ સૂરતની કન્યાઓ સાથે થયાં. એટલે પોતે ખંભાતના વિસા ઓસવાલ જ્ઞાતિના હોવા છતાં વ્યવહાર અને રહેણીકરણીમાં તેઓ સૂરતી તરીકે જ વધુ જાણીતા રહ્યા. એમનો પહેરવેશ પણ સૂરતી પાઘડી અને અંગરખાનો રહ્યો હતો.
શેઠ અમીચંદે વેપારમાં ઘણો પુરુષાર્થ કર્યો. તેઓ સારું ધન કમાયા. પરંતુ પછીથી નસીબે બહુ યારી ન આપી. પોતાના ઝવેરાતના ધંધામાં ઘણી ખોટ આવી. માથે ઘણું દેવું થઈ ગયું. યુવાનવયે તેમનું અવસાન થતાં કુટુંબનો ભાર મોટા પુત્ર નેમચંદભાઈ ઉપર આવ્યો. એમણે ઝવેરાતનો ધંધો છોડી વહાણવટાના ધંધામાં દલાલીનું કામ ચાલુ કર્યું. તેઓ એ નિમિત્તે હોરમસજી બમનજી વાડિયા નામના પારસી કુટુંબ સાથે નિકટના સંપર્કમાં આવ્યા. પોતાની પ્રમાણિકતાથી એ કુટુંબનો વિશ્વાસ એમણે જીતી લીધો. દુર્ભાગ્યે નેમચંદભાઈનું પણ યુવાનવયે અવસાન થયું અને કુટુંબની સઘળી જવાબદારી ત્રીસ વર્ષની વયે મોતીચંદને માથે આવી પડી. એમણે વાડિયા શેઠના માર્ગદર્શન હેઠળ વહાણવટાના વ્યવસાયમાં બહુ ઝડપથી મોટી પ્રગતિ કરી હતી. તેઓ ક્રમે ક્રમે પોતાની માલિકીનાં વહાણો બાંધી તેના નૂરની આવક મેળવવા લાગ્યા હતા. વહાણવટાનો વેપાર
એ જમાનામાં મુંબઈના વહાણવટાનો વેપાર ધમધોકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org