________________
૧૪
ચાલતો હતો. મુંબઈ એ એક વિકસતું જતું બંદર હતું. મુંબઈના બંદરેથી ઊપડેલાં વહાણો એક બાજુ સૂરત, ભરુચ, ખંભાત, ઘોઘા, ઓખા, માંડવી (કચ્છ), બહરીન, ઝાંઝીબાર, માડાગાસ્કર વગેરે બંદરો સુધી, તો બીજી બાજુ કોચીન, સિંહલદ્વીપ (શ્રીલંકા), પિનાંગ, જાવા અને ચીન સુધી જતાં. વહાણોની લાંબી સફર કરવાનું સહેલું નહોતું. સાહસિક વેપારીઓ ખલાસીઓ સાથે દૂરની સફર ખેડતા અને હેમખેમ પાછા ફરે ત્યારે તેમનું મોટું સન્માન થતું. સારી ઋતુમાં સૂરત, ભરૂચ, મુંબઈ વચ્ચેની સફર આનંદદાયક રહેતી. પણ ઠેઠ ચીન સુધીની સફર પૂરી કરીને પાછાં ફરતાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગતો.
વહાણવટાના વેપારમાં પોતાનાં વહાણો બાંધીને તેમાં માલની હેરફેરનું નૂર મેળવી સારી કમાણી કરી શકાતી, તથા પોતાનાં વહાણોમાં પોતાનો જ માલ દેશાવરમાં મોકલીને ત્યાં વેચીને ત્યાંથી નવો માલ ખરીદીને વહાણમાં લાવવામાં આવતો. આ રીતે જતાં અને આવતાં વહાણોના માલમાં કમાણી થતી. શેઠ મોતીશાહે આ વહાણવટાના વેપારમાં સારી તાલીમ મેળવી લીધી હતી અને પોતાની વેપારબુદ્ધિ, આવડત તથા હોશિયારીથી ઘણી પ્રગતિ સાધી હતી. તે વખતે ભારતમાં ઘણાં જ મજબૂત અને સારાં વહાણ સૂરત, દમણ વગેરે સ્થળે બનતાં હતાં અને એવાં મોટાં મોટાં સઢવાળાં ઘણાં વહાણો શેઠ મોતીશાહ પોતાની માલિકીનાં ધરાવતા હતા. એમનાં કેટલાંક વહાણોનાં નામ આ પ્રમાણે છે : (૧) કોન્ટ ડી રીઓ પારડો, (૨) કૉર્ન વોલિસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org