________________
૧૫
(૩) એડમોસ્ટિન, (૪) સૈયદખાન, (૫) મોતીચંદ અમીચંદ, (૬) બૉમ્બે, (૭) લેડી ગ્રાન્ટ, (૮) હોરમસજી બમનજી.
શેઠ મોતીશાહનો વેપાર બહરીનથી ચીન સુધી ચાલતો હતો. સૂરત, ભરુચ, ઘોઘા વગેરે સ્થળે તેઓ અનેક વાર ગયા હશે, પરંતુ પિનાંગ કે ચીન સુધી તેઓ ગયા હોય એવી કોઈ નોંધ મળતી નથી.
શેઠ મોતીશાહ અફીણ, સોનું, રૂપું, મોતી, ઝવેરાત, રેશમ વગેરેના વેપારમાં ઘણી બધી કમાણી કરવા લાગ્યા હતા. વહાણોના નૂર ઉપરાંત વીમાનો ધંધો પણ એમણે ચાલુ કર્યો હતો. થોડાં વર્ષોમાં તેઓ પોતાની પ્રમાણિકતા, સાહસિકતા અને વેપારી કુનેહથી મુંબઈના અગ્રગણ્ય વેપા૨ી બની ગયા હતા. ભારતનાં બંદરો ઉપરાંત અરબસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, લંકા વગેરેનાં બજારોમાં તેમનું નામ મશહૂર બની ગયું હતું. મુંબઈના ગોરા વેપારીઓ અને અમલદારોમાં પણ તેમની પ્રતિષ્ઠા અંકિત થઈ ગઈ હતી.
પિતાશ્રીનું દેવું ચૂકવ્યું
પોતાની આર્થિક સ્થિતિ સારી થતાં શેઠ મોતીશાહે પોતાના પિતાશ્રીને માથે જે દેવું હતું તે બધું ચૂકવવાનું ચાલુ કરી દીધું હતું. અલબત્ત એ વખતના કાયદા પ્રમાણે પોતાના પિતાનું દેવું ચૂકવવાની કોઈ જવાબદારી તેમની નહોતી. તો પણ ઉદારતા અને નીતિમત્તાની ભાવનાથી તેમણે એ દેવું ચૂકવ્યું હતું. એ માટે કેટલોક વેપાર એમણે પોતાના પિતાશ્રીના નામથી કર્યો હતો અને એમાંથી થયેલો નફો દેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org