________________
દુઃખની વાત તો એ હતી કે જે નાનજી જેકરણ ચીનાઈને મોતીશાહ શેઠે આટલી બધી મદદ કરી હતી એના જ પુત્ર માંગરોળના મકનજી નાનજીએ રૂપિયા એકવીસ હજારની લેણાની રકમ માટે કોર્ટ દ્વારા જપ્તી લાવી ભાયખલાનો બંગલો પડાવી લીધો હતો. દુઃખમાં સમતાપૂર્વક શાંતિથી દિવસો વિતાવી વિ. સં. ૧૯૨પમાં ખીમચંદ શેઠ ૬૫ વર્ષની વયે અવસાન પામ્યા.
શેઠ મોતીશાહની અદ્ભુત ચડતી અને ત્યારપછી એમના પુત્ર ખીમચંદભાઈના જીવનમાં આવેલી ભયંકર પડતી જોઈને તે સમયના પારસી લેખક રતનજી વાછાએ નીચે પ્રમાણે ઉદ્ગારો કાઢ્યા હતા :
અજબ છે આ ફરતા જમાનાની ચાલ,
ભલા લોક પર નાખે છે મહાતમની જાલ.
આવે આંચ તે અંતે તો જવાને કાજ,
સરીમંત કાલે તો દુખીઆરો આજ. પણ ધરમીની રહેવી તો જોઈએ નિસાણ,
વસીલાથી જગમાં જણાવાં પીછાંણ, જહાં કુદરતથી ઊતરે છે ગેબી મના,
તાંહાંથી દોલત ને નામો બી થાએ છે ફના તેહવો હાલ સઉની સનમુખે થયો,
મોતીશાહના વઊંસમાં કોઈ ન રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org