________________
પ૭
આપત્તિ આવી પડી. લેણદારો તકાદો કરવા લાગ્યા. દેવાળું કાઢવાનો વખત આવ્યો. રહેવા માટેના એક ઘર સિવાય બધી મિલકતો વેચાઈ ગઈ. શેઠ મોતીશાહની શરમ અનેક વેપારીઓને નડી. કેટલાકે પોતાના દાવા જતા કર્યા, તો પણ બીજા કેટલાકે કોર્ટમાં તે માટે દાવા કર્યા. કેટલાકે સલાહ આપી કે કેટલીક જે ખાનગી મિલકતો છે તે કૉર્ટને ન જણાવવી. પરંતુ ખીમચંદભાઈએ પ્રમાણિકપણે પોતાની પાસે જેટલી મિલકત હતી તે કૉર્ટમાં વિગતવાર લેખિત યાદી આપીને જણાવી દીધી. લેણદારોને બે હપ્ત મળીને વીસેક ટકા જેટલી રકમ મળે એવો ચુકાદો ન્યાયાધીશે આપ્યો. કૉર્ટમાં કેસ પત્યા પછી બહાર નીકળતાં ખીમચંદભાઈને યાદ આવ્યું કે પોતાના કાને જે વાળી પહેરી છે તે હીરામાણેકની છે અને તે કોર્ટને જણાવવાનું રહી ગયું છે. એટલે તેઓ પાછા કોર્ટમાં દાખલ થયા અને ન્યાયમૂર્તિને પોતાની એ વાળીની પણ જાણ કરી દીધી. આવી આપત્તિ પ્રસંગે પણ અસત્ય ન બોલવું અને ન્યાયનીતિથી જ રહેવું એ પિતાના સંસ્કાર ખીમચંદભાઈએ પણ, પોતાના જીવનમાં સાચવી રાખ્યા હતા એ આ હૃદયસ્પર્શી પ્રસંગ પરથી જોઈ શકાય છે.
શેઠ મોતીશાહને એક જ સંતાન હતું. એમના પુત્ર તે ખીમચંદભાઈ. શેઠ ખીમચંદભાઈને એક દીકરી હતી, દીકરો નહોતો. તેમની જિંદગીનાં પાછલાં વર્ષો ઘણા દુ:ખમાં ગયાં. શરીર ઘસાઈ ગયું હતું. આંખે અંધાપો આવી ગયો હતો. મકાનના ભાડાની આવકમાંથી તેમનું ગુજરાન ચાલતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org