________________
પ૯
જેને ઘેર દોલત ને જુહુલતાંતાં વહાણ,
તે સાથે જગમાં મેળવેલું માન. વલી ધરમીપણામાં ગણાએલા પુરા,
દયાદાનમાં કવચીત નોહતા અધૂરા; તેવા નરને તાંહાં નહિ એકે ચેરાગ;
જમાનાનો એ તો કેવો વેરાગ? ગયા તારે દોલત ને બેટો મૂકી,
જમાનાની ગીરસે દીધો ફૂંકી. વઊંસમાં હવે કોઈ રહેઊં નહિ,
- કિરતી જ તેનાંની દીપતી રહી. સખાવતમાં કામો જે કરતો રહેશે,
મરણ પછે સઉ તેને વહુવા કહેશે.” મહાકાવ્યના નાયક સમા શેઠ મોતીશાહ
એ જમાનામાં શેઠ મોતીશાહે કમાણીનાં પચીસેક વર્ષોમાં પાંજરાપોળ અને જીવદયા મંડળી, ચિંતામણિ પાર્શ્વનાથ, ગોડીજી પાર્શ્વનાથ, પાયધુનીમાં શાંતિનાથનું અને આદીશ્વરનું તેમજ કોટનું શાંતિનાથનું દેરાસર અને ભાયખલાનું દેરાસર, પાલિતાણામાં ધર્મશાળા, શત્રુંજય ઉપર મોતી વસહીની ટૂક વગેરે કાર્યો માટે અઠ્ઠાવીસ લાખથી વધુ રૂપિયા ખર્યા હતા. આ ઉપરાંત ગામ-પરગામનાં નાનાંમોટાં જિનમંદિરો બંધાવવા માટેની અને અનેક વ્યક્તિઓને કરેલી અંગત મદદની રકમો તો જુદી. અનેક લોકોનાં દેવાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org