________________
તેમણે કહેલું કે ‘શેઠ મોતીશાહ, તમે તો મુંબઈમાં કોલાબાની ખાડી પુરાતી જોઈ છે એટલે પુરાણ કરી જગ્યા મેળવવાનો વિચાર તમને સ્ફુરે એ સ્વાભાવિક છે. વળી, તમે તો તમારી પોતાની માલ ભરેલી વખારોમાંથી એક વખારનો માલ ઠાલવી દો તો પણ કુંતાસરની ખીણ પુરાઈ જાય. તમારી શક્તિની કંઈ વાત થાય ?'
૪૩
ખીણ પૂરવાની સ્વપ્ન જેવી વાત શેઠ મોતીશાહે નક્કર હકીકતની જેમ પુરવાર કરી આપી. ખીણ પૂરવાનો નિર્ણય થયો અને ત્યાં બાંધકામ ચાલુ થયું. શત્રુંજય પર્વત ઉપર વિશાળ પટાંગણ તૈયાર કરી ત્યાં બેનમૂન ભવ્ય ટૂક બાંધવાની શેઠ મોતીશાહની ભાવના સાકાર થવા લાગી.
ટૂકનું બાંધકામ અને શેઠની ઉન્નત ભાવના
શત્રુંજય ઉપર ટૂક બાંધવાનું કાર્ય ચાલુ થતાં શેઠ મોતીશાહનો ઉમંગ એકદમ વધી ગયો હતો. બીજી બાજુ આ નિર્ણય થતાં વેપારમાં તેમને ઘણી ફત્તેહ મળવા લાગી હતી. શત્રુંજય ઉપર ટૂક બાંધવા માટે તેમણે એક આખું વ્યવસ્થાતંત્ર ઊભું કરી દીધું હતું. શિલ્પ અને સ્થાપત્યની બધી જવાબદારી સુપ્રસિદ્ધ મિસ્ત્રી રામજી સલાટને સોંપવામાં આવી હતી. સાત-આઠ વર્ષ સુધી સતત ચાલનારા આ કામને માટે કેટલાક માણસો તો કુટુંબસહિત પાલિતાણામાં આવીને
વસ્યા હતા.
પાલિતાણામાં આ કામકાજને માટે રોજ રોજ માણસોની વૃદ્ધિ થવા લાગી હતી. તેમની રહેવાની અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org