________________
૨૭
જ રાખવામાં આવે. પરંતુ મોટા મોટા જૈન, હિન્દુ, પારસી વેપારીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો અને છેવટે સ૨કા૨ને નમતું આપવું પડ્યું હતું.
ગોરા અંગ્રેજ લોકોની સરકાર સાથે આ રીતે સંઘર્ષની શરૂઆત થઈ હતી. એવામાં એક બીજી મહત્ત્વની ઘટના સામે દયાળુ જૈનો અને હિન્દુઓને અવાજ ઉઠાવવો પડ્યો હતો જેમાં પારસીઓ અને મુસલમાનો પણ જોડાયા હતા. છેવટે એ સમસ્યાનું પણ અંગ્રેજોને સમાધાન કરવું પડ્યું હતું.
અંગ્રેજોનું ત્યારે રાજ્ય ચાલતું હતું. મુંબઈની ત્યારે સાઠ હજારની વસ્તી હતી. એ વખતે શેરીઓમાં કૂતરાંઓનો ત્રાસ બહુ વધી ગયો હતો. એકાદ હડકાયા કૂતરાનો બનાવ બન્યો એટલે અંગ્રેજ અમલદારે હુકમ છોડ્યો કે મુંબઈનાં બધાં જ કૂતરાંઓને મારી નાખવામાં આવે. તરત જ કૂતરાઓને મારી નાખવાનું કામ ચાલુ થયું. રોજ સંખ્યાબંધ કૂતરાંઓની હત્યા થવા લાગી. કોઈ કોઈ ઠેકાણે કૂતરાંઓનાં શબના ઢગ ખડકાયા. આ દૃશ્ય કંપાવનારું હતું. શેઠ મોતીશાહનો જીવ કકળી ઊઠ્યો. એમણે બીજા અગ્રણીઓને વાત કરી. જૈન અને હિન્દુ પ્રજાની લાગણી દુભાઈ હતી એ તો ખરું, પણ પારસીઓનાં દિલ પણ આ હત્યા જોઈને દ્રવી ગયાં હતાં. અંગ્રેજ સરકાર સામે તે સમયે લોકોએ મોટું બંડ પોકાર્યું હતું. આખા મુંબઈએ હડતાલ પાડી હતી. ઠેર ઠેર ભયંકર તોફાનો થયાં હતાં. પ્રજાને અંકુશમાં રાખવા માટે પોલીસ પૂરતી ન પડી, એટલે સરકારે લશ્કરને બોલાવ્યું. બંદૂકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org