________________
પાસે અગાશી તીર્થમાં દેરાસર બંધાવનાર, મુંબઈમાં ભાયખલામાં શત્રુંજયની ટૂક જેવું દેરાસર બંધાવનાર, કોટમાં શ્રી શાંતિનાથ પ્રભુ, પાયધુની ઉપર શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનાં દેરાસરના બાંધકામમાં મુખ્ય પ્રેરકબળ બનનાર અને તેમાં મહત્ત્વનું આર્થિક યોગદાન આપનાર, મુંબઈમાં પાંજરાપોળની સ્થાપના કરાવનાર, પાલિતાણામાં અને અન્ય સ્થળે ધર્મશાળાઓ બંધાવનાર, વહાણવટાના વ્યવસાયમાં અઢળક ધન કમાનાર અને તે જ પ્રમાણે અઢળક ધન શુભ કાર્યોમાં વાપરનાર, અવસાન સમયે અનેક વ્યક્તિઓનું દેવું માફ કરનાર એવા શેઠ મોતીશાહ અત્યંત ઉદારચરિત, તેજસ્વી, ધર્મપરાયણ મહાપુરુષ હતા. એમના જીવનની કેટલીક વિગતો વાંચતાં જ ખરેખર, હર્ષ સાથે રોમાંચ અનુભવાય છે. " યશોજ્વલ ગાથા
મોતીશાહનો જન્મ સં. ૧૮૩૮ (ઈ.સ. ૧૭૮૨)માં થયો હતો. સં. ૧૮૯૨ (ઈ.સ. ૧૮૩૬)ના ભાદરવા સુદ ૧ ને રવિવારે પર્યુષણ પર્વ દરમિયાન મહાવીરજન્મવાંચનના દિવસે તેઓ મુંબઈમાં સ્વર્ગવાસ પામ્યા હતા. ચોપન વર્ષના ટૂંકા જીવનકાળમાં એમણે એક સાહસિક વેપારી તરીકે અને એક ધર્મશ્રદ્ધાળુ અગ્રણી તરીકે જે સિદ્ધિઓ મેળવી અને ભગીરથ કાર્યો કર્યાં તેની ગાથા યશોજ્વલ છે.
એમના જમાનામાં કેટલાક પારસી લેખકોએ શેઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org