________________
મોતીશાહ શેઠના માલમાં થતી ગોલમાલ અટકાવી દીધી
હતી.
ત્યારપછી એક વખત એક ચીન સુધી જવાની જરૂર પડી, તો તે માટે પણ નાનજી શેઠે તૈયારી બતાવી. તેઓ ચીન ઊપડ્યા. વહાણમાં અનુકૂળ હવામાન અનુસાર ચીન સુધી જવું અને પાછા આવવું એમાં છ થી બાર મહિના લાગતા. ક્યારેક અનુકૂળ હવામાન ન મળે તો બે વર્ષ પણ લાગતાં. નાનજી શેઠ મોતીશાહ શેઠનું વહાણ અને તેમનો માલ લઈને ચીન જવા માટે ઊપડ્યા. પણ બે વરસ સુધી પાછા ન આવ્યા. એટલે ચિંતા થઈ. રખેને વહાણ ડૂબી ગયું હોય, ચાંચિયાઓ ઉપાડી ગયા હોય અથવા ચીનમાં કંઈ ઉપદ્રવ થયો હોય કે બીજી કોઈ ઘટના બની હોય. આથી મોતીશાહ શેઠે નાનજી શેઠનાં બૈરી-છોકરાંના નિભાવની જવાબદારી પોતાના માથે લઈ લીધી. વળી તેમને માટે એક મોટું મકાન ખરીદીને તેની માલિકી તેઓની કરી આપી કે જેથી એના ભાડાની આવકમાંથી એ કુટુંબનું કાયમ ગુજરાન ચાલે. વળી મોતીશાહ શેઠ જાતે એ કુટુંબની દેખભાળ પણ રાખવા લાગ્યા હતા.
આ વાતને કેટલાંક વર્ષો વીતી ગયાં. નાનજી શેઠ હયાત નથી એમ સૌએ સ્વીકારી લીધું. પરંતુ બાર વર્ષે એક વહાણ મુંબઈના બારામાં આવ્યું. એણે બંદૂકના ધડાકા કર્યા. મુંબઈના લશ્કરને લાગ્યું કે કોઈ આક્રમણ કરવા આવ્યું લાગે છે. એટલે લશ્કર સાબદું થઈ ગયું. પણ પછી વહાણ પાસે આવ્યું ત્યારે જણાયું કે આ તો નાનજી શેઠનું વહાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org