________________
૩૮
હજારનો ખર્ચ કર્યો હતો. મોતીશાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે શેઠ હઠીસંગની બીજાને જશ આપવાની ઉદારતા અને મોટાઈનો તેમને ખ્યાલ આવ્યો. એ ઋણ ચૂકવવાના આશયથી પોતાના વેપારમાં ચીને મોકલાવેલ અફીણની કેટલીક પેટીઓ શેઠ હઠીસંગના નામથી મોકલાવી અને એના નફા પેટે મળેલા રૂપિયા ત્રણ લાખ કોઈ શુભ કાર્યમાં વાપરવા માટે શેઠ હઠીસંગને આગ્રહપૂર્વક મોકલી આપ્યા હતા. રૂપિયા સાત હજારનો બદલો રૂપિયા ત્રણ લાખથી શેઠ મોતીશાહે વાળ્યો હતો.
મોતીશાહની ઉદારતા, વત્સલતા અને વ્યવહારદક્ષતાનો બીજો એક પ્રસંગ નોંધાયેલો છે. મુંબઈથી તેઓ ચીન માટે અફીણની પેટીઓ ચડાવતા ત્યારે કલકત્તાના બંદરે વહાણ રોકાતાં એમનાં આડતિયાઓ તેમાં ઘાલમેલ અને ગોટાળા કરતા. કલકત્તા બંદરેથી પોતે નવો માલ ચડાવવા માટે સૂચના આપતા ત્યારે એમાં પણ ત્યાંના વેપારીઓ ગેરરીતિ કરતા. આથી કોઈક વિશ્વાસુ અને નીડર માણસને કલકત્તા મોકલવાની જરૂર હતી. એ દિવસોમાં મુંબઈથી કલકત્તા પગપાળા અને ગાડારતે પહોંચતાં ત્રણ મહિના થતા હતા. રસ્તામાં જોખમ રહેતું. વળી ત્યાંની બંગાળી ભાષા પણ જુદી. એટલે કોઈ જવા તૈયાર થતું નહિ. એ વખતે માંગરોળથી આવેલા સાધારણ સ્થિતિના શેઠ નાનજી જેકરણને આર્થિક સહાય કરીને મોતીશાહ શેઠે સારું ધન કમાવી આપ્યું હતું. એટલે મોતીશાહ શેઠની ભલામણથી નાનજી જેકરણ કલકત્તા જવા તૈયાર થયા. તેમણે ત્યાં જઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org