________________
૨૧
ભુઈખલિ કરાવ્યો બાગ રે,
મને પ્રગટ્યો દેખી રાગ રે. તરુ ચંપક તિલક અશોક રે,
વલિ વેલડીયોના થોક રે. ધવ તાલ તમાલ અખોડ રે,
જાઈ કેતકીયોના છોડ રે. • • • • વન શોભા કેતી વખાણું -
ગયું નંદનવન લજાણું રે. વાડી ફરતી વાડીયો જૂની રે,
* જિન મંદિરિયાં વિના સૂની રે. જિનમંદિર એક કરાવો રે,
પ્રભુ ઋષભદેવ પધરાવો રે. અમે રાજનગરમાં રહું છું રે,
તુજ પુણ્ય ઉદયથી કહું છું રે. ગયો દેવ કહી ઈમ રાગે રે,
શુભવીર મોતીચંદ જાગે રે. અમદાવાદથી હેમાભાઈ, બાલાભાઈ, ત્રિકમભાઈ વગેરે શ્રેષ્ઠીઓ વહાણમાં બેસી મુંબઈ આવી શકે એટલા માટે મોતીશાહ શેઠે પ્રતિષ્ઠાનું મુહૂર્ત ચોમાસું ઊતર્યા પછી, - દિવાળી પછી માગશર મહિનામાં રાખ્યું હતું. શ્રી મોતીચંદ કાપડિયા આ પ્રસંગ વર્ણવતાં લખે છે કે “સં. ૧૮૮૫ના માગશર સુદ છઠ્ઠ શુક્રવારનું બિંબપ્રવેશનું મુહૂર્ત નક્કી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org