________________
૨૨
કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠા કરવા માટે મોતીચંદ શેઠના દિલમાં બહુ ઉત્સાહ હતો. એ કાર્ય દ્વારા તેઓ પોતાની ધનપ્રાપ્તિનું અને મનુષ્યજીવનનું સાફલ્ય સમજતા હતા. તે પ્રસંગ માટે અનેક પ્રકારની તૈયારી તેમણે કરી હતી. ખાસ માણસોને અમદાવાદ મોકલવામાં આવ્યા. તેમણે પાલખી તૈયાર કરાવી. શેઠની વતી મૂળનાયક આદિનાથ આદિ પ્રતિમાઓને પાલખીમાં પધરાવી અને કોઈ પણ પ્રકારની આશાતના ન થાય તે રીતે સર્વે વ્યવસ્થા કરીને જમીનમાર્ગે ૧૬ પ્રતિમાજીને ભરુચ લઈ આવ્યા. આખે રસ્તે હાઈધોઈ, બરાબર સ્વચ્છતા રાખી ખૂબ જયણાપૂર્વક પ્રતિમાજી ભરુચ પહોંચ્યાં. પછી ત્યાં વહાણ તૈયાર કરાવ્યું. એ વહાણમાં પણ પૂજા તથા ધૂપની બરાબર વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂરત એ વહાણ રોકાયું અને અનુકૂળ પવને બહુ થોડા વખતમાં મુંબઈ પહોંચ્યું. મોતીશાહ શેઠે અતિ ભાવપૂર્વક પ્રભુનું સામૈયું કર્યું.” જલયાત્રાનો વરઘોડો
આ પ્રસંગનું વર્ણન કરતાં પંડિત શ્રી વિરવિજયજી મહારાજે લખ્યું છે : “પરુણાગત પ્રભુને પધરાવી, મોતીશા નિજ મંદિર આવી; ચિંતે મુજ ઘર સુરતરુ ફલિયાં, વલી મોં માગ્યા પાસા ઢલીયા. સવી સંઘ તિહાં ભૂલો કરીયો, જિન આણા-તિલક શિરે ધરીયો; જોશીએ મુહૂરત ઉચરીયો, દેશાવર લખી કંકોતરીયો.
વરવાડો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org