________________
૨૦
આદીશ્વરની ટૂક જેવી રચના કરાવી હતી.
વિક્રમના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં બનેલી આ ઐતિહાસિક ઘટના વિશે તે સમયે પૂજાની ઢાળોના સુપ્રસિદ્ધ રચયિતા પંડિત શ્રી વીરવિજયજી મહારાજે “ભાયખલાનાં ઢાળિયાંની રચના સં. ૧૮૮૮માં ન કરી હોત તો કેટલીક મહત્ત્વની વિગતો ભુલાઈ ગઈ હોત. ભાયખલાના પોતાના બાગમાં દેરાસર કરવા માટે મોતીશાહ શેઠને દેવે સ્વપ્નમાં આવીને કહ્યું હતું અને રાજનગર(અમદાવાદ)ના દેરાસરમાંથી ઋષભદેવ ભગવાનાં પ્રતિમાજી મંગાવી તેની અહીં પ્રતિષ્ઠા કરાવો એવું સૂચન કર્યું હતું. એ દિવસોમાં રેલવે લાઇન નહોતી. નર્મદા અને તાપી નદી ઉપર પુલ નહોતા. એટલે પ્રતિમા અમદાવાદથી જમીનમાર્ગે ભરુચ મંગાવીને ત્યાંથી વહાણ દ્વારા સૂરત બંદરે થઈ મુંબઈ લાવવામાં આવ્યાં હતાં. એ માટે પ્રતિમાજી રસ્તામાં અપૂજ ન રહે અને આશાતના ન થાય તેની સાવચેતી લેવામાં આવી હતી. પ્રતિમાજી માટે નવી પાલખી કરાવવા ઉપરાંત નવું વહાણ પણ મોતીશાહ શેઠે કરાવ્યું હતું. ભાયખલાનાં ઢાળિયાં
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ “ભાયખલાનાં ઢાળિયાં'ની બીજી ઢાળમાં લખે છે : “સુણો શેઠ! કહું એક વાત રે,
તુમે દાન ગુણે વિખ્યાત રે, ભાગ્યદશા ફલી રે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org