________________
૪૯ મુંબઈમાં અને બીજાં નગરોમાં બજારો બંધ રહ્યાં. એક મહાન સિતારો આથમી ગયો. કેટલાયે લોકોની આંખમાંથી આંસુ વહ્યાં. જમશેદજી જીજીભાઈની ઉદારતા
શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા થાય તે પૂર્વે જ શેઠ મોતીશાહનું અવસાન થયું હતું. પરંતુ એમની ઇચ્છાનુસાર પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બંધ રહ્યો નહિ. એમના પુત્ર ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાના મહોત્સવ માટે સંઘ કાઢીને પાલિતાણા જવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે મુંબઈમાં સંઘનું પ્રયાણ થાય તે વખતે સર શેઠ જમશેદજી જીજીભાઈએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે શેઠ ખીમચંદભાઈ સંઘ સાથે બંદર પર વહાણમાં બેસવા જતાં પહેલાં રસ્તામાં પોતાના ઘરે પગલાં કરે. એ પ્રસંગે ખીમચંદભાઈને એક લાખ રૂપિયા ભેટ-પહેરામણી તરીકે આપવાની શેઠ જમશેદજીની ભાવના હતી. એ માટે એમણે ખીમચંદભાઈને વિધિસર વિનંતી કરી. ખીમચંદભાઈ પોતે જમશેદભાઈને ઘરે જવા માટે ઉત્સુક હતા, પરંતુ કેટલાક અતિ શ્રદ્ધાળુ જૈનોએ આગ્રહપૂર્વક એવું કહ્યું કે સંઘ કાઢીને શુભ ધર્મકાર્ય માટે નીકળીએ તે વખતે કોઈ પારસીના ઘરે પગલાં ન થાય. ખીમચંદભાઈએ શેઠ જમશેદજીને જણાવ્યું કે પોતે આવી શકે તેમ નથી અને તે માટે અત્યંત દિલગીરીપૂર્વક ક્ષમા માગી. - - સંઘપ્રયાણને દિવસે – પોષ સુદ સાતમ, સં. ૧૯૯૩ના રોજ, મુંબઈમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. બેન્ડવાજાં સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org