________________
એ પ્રથમ વિશાળ ધર્મશાળા બંધાઈ હતી. એનું મહત્ત્વ આજ દિવસ સુધી એટલું બધું રહ્યું છે કે શત્રુંજયની યાત્રાએ જે કોઈ સંઘ આવે તેના સંઘપતિને પ્રવેશતિલક સૌપ્રથમ શેઠ મોતીશાહના નામથી કરાય છે.
શેઠ મોતીશાહ પોતાના વેપારમાં દિવસે દિવસે વધુ અને વધુ ધન કમાવા લાગ્યા હતા અને તે પ્રમાણે તેઓ દાનમાં મોટી મોટી રકમ આપવા લાગ્યા હતા. દાનમાં
ધર્માદા-કાર્યો માટે આપેલી રકમ ઘણુંખરું તેઓ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમીચંદ સાકળચંદના નામથી લખાવતા. એ જમાનામાં આવકવેરાના એવા કાયદા નહોતા કે માણસને પરાણે દાન કરવું પડે. મોટાં મોટાં દાન આપવાનો ગુણ, હૃદયની વિશાળતા અને ઉદારતાનો ગુણ એમના લોહીમાં હતો. એમના વહાણવટાના વ્યવસાયમાં જકાતની બાબતમાં રૂપિયા તેર લાખ જેટલી જંગી રકમનો વાંધો અંગ્રેજ સરકાર સાથે પડ્યો હતો. એ મામલામાં પોતે જો જીતી જાય તો સરકાર પાસેથી પાછી મળતી રકમ શત્રુંજય પર્વત ઉપર ટૂંક બંધાવવામાં ખરચવાનો એમણે શુભ સંકલ્પ કર્યો હતો. મોતીશાહ પોતાની ધર્મશ્રદ્ધાને બળે વિજયી બનતાં તરત શત્રુંજય ઉપર જિનમંદિર બાંધવાની એમને ભાવના થઈ. એ માટે એમણે અનુકૂળ જગ્યાની તપાસ કરાવી પરંતુ ડુંગર ઉપર સરખી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. મોતીશાહની ભાવના વિશાળ કલાત્મક જિનમંદિર બંધાવવાની હતી. બધી દૃષ્ટિએ વિચાર કરતાં એમ લાગ્યું કે આદીશ્વર દાદાની ટૂકની બાજુમાં આવેલું કુંતાસર નામનું નાનું તળાવ પૂરી દેવામાં આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org