________________
શત્રુંજયની યાત્રાસંઘ
શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી એમની અંતિમ સમયની ઇચ્છાને માન આપીને એમનાં પત્ની દિવાળીબહેન તથા પુત્ર ખીમચંદભાઈએ શત્રુંજય ઉપર પોતાના પિતાએ બંધાવેલ નવી ટૂકમાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. જે જમાનામાં પાઈ અને પૈસાની પણ ઘણી મોટી કિંમત હતી એ જમાનામાં લાખો રૂપિયા ખર્ચ સરસ સંઘ કાઢવાની અને પ્રતિષ્ઠા કરાવવાની ભાવના મોતીશાહનાં પત્ની દિવાળીબહેને અને એમના પુત્ર ખીમચંદભાઈએ કરી હતી.
શેઠ મોતીશાહનો ઘણો બહોળો વેપાર ચાલતો હતો. એટલે એમની પેઢીના મુખ્ય સૂત્રધારોની વહીવટશક્તિ ઘણી સારી હોય એ દેખીતું છે. વળી મોતીશાહ શેઠની અપાર ઉદારતાને કારણે તેઓ બધા પ્રેમ અને ઉત્સાહથી વહીવટી જવાબદારી ઉપાડી લે એ સ્વાભાવિક છે. એમનાં સલાહસૂચનો અને સહકારથી દિવાળીબહેન અને ખીમચંદભાઈએ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરાવી દીધી હતી. શેઠ મોતીશાહના અવસાન પછી એમનાં ધર્મપત્ની દિવાળીબહેન ખૂણો પાળતાં હતાં અને એમની તબિયત જરા પણ સારી રહેતી નહોતી. વળી મુસાફરીનો શ્રમ તેઓ ખમી શકે એમ નહોતાં. તો પણ શેઠ મોતીશાહની અંતિમ ઇચ્છાને માન આપી તેઓ પ્રતિષ્ઠાના શુભ કાર્ય માટે પાલિતાણા આવવા તૈયાર થયાં હતાં.
એ દિવસોમાં રેલવે નહોતી. ગાડારતે અને પગપાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org