________________
પર
માણસો અવરજવર કરતા. રસ્તામાં ચોર-લૂંટારાઓનો ભય રહેતો. જંગલી હિંસક પ્રાણીઓની પણ બીક રહેતી. એટલે સામાન્ય લોકો તો જ્યારે સંઘ નીકળતો હોય ત્યારે જાત્રા કરવા જઈ શકતા.
ખીમચંદભાઈનું સકળ સંઘોને ખુલ્લું જાહેર આમંત્રણ પ્રતિષ્ઠાના પ્રસંગે હતું. એટલે ભારતભરમાંથી જુદાં જુદાં ગામોના મળીને હજાર જેટલા સંઘો આવવા તૈયાર થયા હતા. મુંબઈનો સંઘ વહાણોમાં બેસીને સૌરાષ્ટ્રનાં બંદરે ઊતરીને પાલિતાણામાં પહોંચ્યો હતો. મુંબઈ અને જુદાં જુદાં ગામોના સંઘનાં મળીને દોઢ લાખ જેટલાં માણસો પાલિતાણામાં એકત્ર થયાં હતાં. ગામથી તળેટી સુધી અનેક તંબુ-રાવટીઓ ઊભાં કરવામાં આવ્યાં હતાં. શિયાળાના એ દિવસોમાં લોકો માટે બધી સગવડ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. તળેટી પાસે પાંચ હજાર જેટલી જિનપ્રતિમાઓનો અંજનશલાકાનો વિધિ ગોઠવાયો હતો. સાગરગચ્છ, તપગચ્છ અને ખરતરગચ્છ એ ત્રણે ગચ્છના મુખ્ય આચાર્ય વિધિ કરાવવા પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પાલિતાણા પધાર્યા હતા.
પ્રતિષ્ઠા પૂર્વે કેટલાક દિવસ અને પ્રતિષ્ઠા પછી કેટલાક દિવસ એમ દોઢ મહિના જેટલા સમય સુધી દોઢ લાખ માણસો પાલિતાણામાં રહ્યાં હતાં. આ એક ભવ્ય ઉત્સવ હતો. આખા ગામને છેક તળેટી સુધી ધજાપતાકા, કમાનો અને રંગબેરંગી તોરણથી શણગારવામાં આવ્યું હતું. ઢોલનગારાં વાગતાં હતાં. થોડે થોડે અંતરે પીવાના પાણીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org