________________
૧૮
મોતીશાહના ઉદારચરિત, પ્રમાણિક, નિ:સ્વાર્થ અને પરગજુ, સ્વભાવનો પરિચય કરાવે છે.
“મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક શેઠ રતનજી ફરામજી વાળા શેઠ મોતીશાહ વિશે લખે છે : “હાવી જાહોજલાલીએ પોંહચેઆ તેની આગમજથી જ વાહાડીઆજી શેઠ હોરમસજી બમનજીનું ઘેર પરમાણીક દલાલ તરીકે સારી નીતીથી સાચવી રાખેઆના (રાખ્યાના): પરતાપથી આ શેઠે એવી તો હોરમત હાંસેલ કરી લીધેલી હતી કે મજકુર વાહાડીઆજી સાહેબ જાનેં સંવત ૧૮૮રની સાલમાં બેહસતનશીન થયા, ત્યારે તેમના તરણે (ત્રણ) દિકરા નહાની વએના હોએ આને (વયના હોવાને) લીધે કુટુંબમાં બીજા ઘણાક પીતરાઈ ભાઈઓનો વસીલો હાજર છતાં પોતીકા વેપાર ખાતાનો તથા ઘરસંસારનો બોહલો વહીવટ આ મોતીશાહ શેઠના વસવાસપણામાં નીરભએ (નિર્ભયથી) સોંપી ગયા હતા. જે કામ તેનાએ એવી તો બહાદુરી તથા ઇમાનદારીથી બજાવી. આ કીધું કે તારે તે વારસો જેમ ઉંમરે પુગે તેમ તેઓનો બાપીકો વહીવટ તેમને સુપરદ કરી મોહોટું માન મેલવેઊં હતું. અને તે પછે બી પોતે વઈકુંઠવાસ થયા તાંહાં તુલીક વાહાડીઆજીના ઘરની દેખરેખ કવચીત ભુલેઆ નહોતા. કેમકે જારથી તેમના હસ્તકમાં વહીવટ આવેઓ તારથી દરરોજ એક ફેરો તેમને તાંહાં મારવાનો જે પથંગો પોતે પાડેલો હતો તે જ રાબેતો, વહીવટ છોડેઆ (છોડ્યા) પછે બી હઇઆતીની છેલ્લી ઘડી જારી રાખે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org