________________
૩૦ મોટી હવેલીમાં ગોસાંઈજી મહારાજ રહેતા. શહેરના પવિત્ર પુરુષ તરીકે લોકોને તેમના પ્રત્યે અત્યંત પૂજ્યભાવ હતો. લોકોને તેઓ હવેલીના મંદિરમાં ભગવાનનાં દર્શન કરાવતા અને ઉપદેશ આપતા. આવા ધર્મપુરુષો પોતાને ત્યાં પધારે એ બહુ આનંદમય પ્રસંગ ગણાતો. જૈન અને વૈષ્ણવ વચ્ચે ત્યારે ભેદ નહોતો. જૈનો પણ હિન્દુઓ સાથે એકરૂપ બનીને રહેતા. “દાનવીર'ના બિરુદને શોભાવે એવા ઉદારદિલ શેઠ મોતીશાહ પ્રત્યે તમામ કોમને અત્યંત આદર હતો. કારણ કે એમણે બધી કોમ માટે ઘણી મોટી સખાવતો કરી હતી. મોતીશાહ અને ગોસાંઈજી મહારાજ
એક દિવસ મોતીશાહ શેઠના ઘરે હવેલીના ગોસાંઈજી મહારાજની પધરામણી થઈ. મોતીશાહ શેઠ માટે એ દિવસ અપરંપાર આનંદનો હતો. ગોસાંઈજી મહારાજની આગતાસ્વાગતા માટે મોટા પાયા ઉપર બધી તૈયારીઓ થઈ ગઈ. ગોસાંઈજી મહારાજ મોતીશાહ શેઠને ત્યાં પધાર્યા. પરસ્પર ધર્મની ઘણીબધી ચર્ચા થઈ અને મુંબઈના જીવનની પણ વાતો થઈ. મોતીશાહ શેઠે પધરામણીની ભેટ તરીકે ચાંદીના મોટા થાળમાં અનેક કીમતી રત્નો સાથે રૂપિયા પંદર હજાર ગોસાંઈજી મહારાજના ચરણે ધર્યા અને કહ્યું કે પોતાને જેમ યોગ્ય લાગે તેમ એ રકમ વાપરે. જે જમાનામાં સરેરાશ માસિક પગાર એક-બે રૂપિયા જેટલો હતો તે જમાનામાં રૂપિયા પંદર હજારની ભેટની કલ્પના કરવી જ અશક્ય. ગોસાંઈજી મહારાજ તો આશ્ચર્યમુગ્ધ બનીને જોઈ જ રહ્યા. તેમણે કહ્યું, “શેઠ, આટલા બધા રૂપિયા ન હોય.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org