________________
૫૪
“સંવત અઢારસે અઠ્ઠાણી માંહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે; કુંતાસરનો ખાડો મોટો, શેઠજી નયણે નિહાળે છે. ૧
મનને મોજે જી. ભવ તરતાં પૂરણને હેતે, ખાતમુહૂર્ત ત્યાં કીધું છે; સર સરપાવ ઘણા જાચકને, દાન અતુલ્ય ત્યાં દીધું છે. ૨ ચોથે આરે બહુ ધનવંતા, પણ નવી ખાડો પુરાવ્યો જી; આ કાળે મોતીશા શેઠે, કનક રૂપઈએ ભરાવ્યો છે. ૩ તે ઉપર જબ ટુંક બનાવે, મધ્ય ચૈત્ય વિશાલ જી; આજુબાજુ ચૈત્ય ઘણાં છે, જંબુ તરુ પરિવાર જી. ૪ રિખવદેવ પુંડરીક પ્રમુખની, પડિમા ત્રણ હજારો જી; નવી ભરાવી ચિત્ત ઉદારે, વિધિ-શું શાસ્ત્ર પ્રમાણ જી. ૫ અંજનશલાખા પ્રમુખ સામગ્રી, મેળાવતાં ગુરુ સંગે જી; નવ લાખ ઉપર સતર્સે રૂપઈ યા, ખરચાણાં મન રંગે જી.' પ્રતિષ્ઠા-મહોત્સવમાં દેવી સહાય
આટલી મોટી સંખ્યામાં વસાહત ઊભી કરવામાં આવી હતી, છતાં શૌચાદિની વ્યવસ્થા અને સફાઈની ચીવટ એટલી બધી રાખવામાં આવી હતી કે ઇતિહાસકારો એમ કહે છે કે એ દોઢ મહિના જેટલા સમયમાં, શિયાળાના એ દિવસોમાં કોઈને શરદી-તાવ થયાં નથી; ઝાડા-ઊલટી થયાં નથી કે કોઈનું માથું સુધ્ધાં દુખ્યું નથી. વળી કોઈની કોઈ ચીજવસ્તુ ચોરાઈ નથી. લોકો તો એમ જ માનતા હતા કે શેઠ મોતીશાહનો જીવ દેવગતિમાં જઈને આ પ્રતિષ્ઠા પ્રસંગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org