________________
૩૭
હોરમસજી વાડિયા, શેઠ ખરદેસજી ફરદુનજી પારેખ વગેરે પારસી આગેવાનોએ મુંબઈની પાંજરાપોળના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. વર્ષો સુધી પાંજરાપોળનો વહીવટ અને હિસાબ શેઠ જમશેદજી જીજીભાઈની પેઢીમાં રહેતો.
મુંબઈની પાંજરાપોળ નામની આ સંસ્થા આજે પણ એ જ સ્થળે વિદ્યમાન છે. શેઠ મોતીશાહના તપના તેજની આપણને એ હજુ પણ યાદ અપાવે છે.
મુંબઈના નાગરિક જીવનની ભવ્ય ગાથારૂપ આ ઐતિહાસિક ઘટના અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે.
શેઠ મોતીશાહના પારસીઓ સાથેના અત્યંત ગાઢ સંબંધે પાંજરાપોળની સ્થાપનામાં મહત્ત્વનો હિસ્સો આપ્યો છે. પાંજરાપોળની સ્થાપનામાં જમીન વગેરે આપવામાં તથા ખર્ચ પેટે મોટી રકમ આપવામાં મોતીશાહ સૌથી મોખરે હતા, છતાં તેમની ઉદારતા એટલી બધી હતી કે પાંજરાપોળના મુખ્ય વહીવટકર્તા તરીકે એમણે શેઠ જમશેદજી જીજીભાઈ બેરોનેટની નિમણૂક કરાવી હતી. તેઓ બંને વચ્ચે સગા ભાઈ જેટલો પ્રેમ હતો. એમના આ નિખાલસ ગાઢ પ્રેમ વિશે ‘મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક શેઠ રતનજી ફરામજી વાછા લખે છે :
“મરહુમ સ૨ જમસેદજી જીજીભાઈ બારોનેટ સાથે આ શેઠને એવી તો પરીતી (પ્રીતિ) જોડાઈ રહી હતી કે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org