Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001498/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માંક અદત્તાદાથી પરંવાહક કધ કૃષાવાદ Unicu HIS સાચા લોભ રંગ કહ અચાચા61-- રીdઅરતિ ક પરસ્પરિવાદ સિંધ્યાત્વ શક્ય જ પ્રવચળકાટ : પૂ.આ.ની સુબોમ્બ્રષ્ટિ.મ. વિશેez પૂ. મુLજPZ68 ઝીઅરૂણાવિય.મ. filan SUE માયામુપાવાદ UIU ? BIY Guiè દેવગતિ [ષ્ય ગતિ ટકગતિ MilliળT તિરરાગત. - આમાના ખતરનાક શત્ર “રાગ’ | વિ. સં. ૨૦૪૫ (૧૩) તો તા. ૧૫-૧-૮૯ આસો વદૂ-૧ રવિવારે Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૩ દસમું પાપ સ્થાનક “રાગ આત્માને ખતરનાક શત્ર “રાગ અનુવાદક : પૂ. પરમ વિદુષી સાદેવીજી લાવણ્યશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા પૂ. નંદિયશાશ્રીજી મ. સા. (લુહારની પોળ, ઉપાશ્રયવાળા) પરમ પૂજ્યપાદ અનંતજ્ઞાની મહાવીતરાગી મહાવૈરાગી સર્વજ્ઞ અરિહંત પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના ચરણ કમલમાં કોટીશઃ નમસ્કાર પૂર્વક रागो य दोसो वि य कम्मबीय, कम्मं च मोहप्पभवं वयन्ति । कम्म च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयन्ति । –ચરમ તીર્થપતિ શ્રી વિરપ્રભુ પોતાની અંતીમ દેશનામાં જિનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ માં અધ્યયનમાં ફરમાવે છે કે રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે અને કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. જન્મ અને મરણનું મૂળ પણ કર્મ જ છે અને જન્મ-મરણ જ દુ:ખરૂપ છે. નવતત્વમાં આમાનું સ્વરૂપ– મૂળભૂત દ્રશ્ય જડ (અજીવ, અનાત્મા) (જીવ) ચેતન (આત્મા) સમગ્ર અનંત સંસારમાં મૂળભૂત બે જ દ્રવ્ય છે. એક જડ અને બીજુ ચેતન. આ બેથી અતિરિક્ત કોઈ ત્રીજા દ્રવ્યનું તે અસ્તિત્વ જ નથી. છ દ્રવ્ય કહીએ અથવા પંચાસ્તિકાય કહીએ, આખરે બધાને સમાવેશ મૂળ આ બેમાં જ થાય છે. ચેતન-આત્મા સિવાય બધું અજીવ જ છે. આ જડ-ચેતનના સંગ-વિયેગને વ્યવહાર એ સંસાર છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ જડ-અજીવ તત્ત્વમાં કામ ! વણાના જે પુદ્ગલા પરમાણુએ છે તેને આત્મા ગ્રહણ કરીને કમ રૂપે પરિણામ પમાડે છે. હકીકતમાં કામ શ્ વણા એ કર્માંની કાચી ધાતુ છે તેમાંથી કર્યાં બને છે. કમ જેવી કે.ઈ તૈયાર વસ્તુ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી નથી પણ ચૌદ રાજલેાકમાં કામણવ જ્ઞાના પુદ્ગલા ઠાંસી ઠાંસીને ભરેલા છે તેમાંથી જીવ રાગ-દ્વેષની ચીકાશ વડે (કષાયથી) તે કામ વગણાના અમુક પુર્વાંગલામાં પ્રકૃતિ, સ્થિતિ. રસ દાખલ કરે છે અને તેટલા પ્રદેશે! પછી કમ અનીને આત્માની જોડે ક્ષીરનીરની જેમ એકમેક થઈ જાય છે અને ભવાંતરમાં પણ જીવની સાથે જાય છે. કર્મો બાંધીને જીવ ગમે ત્યાં ભાગી જાય તે પણ કમ તા એની સાથે જ રહે છે. લાખા ગાયમાં વાછરડુ જેમ પેાતાની માતાને શોધી કાઢે છે તેમ અનંતા જીવામાં પણ આપણા આંધેલા કર્યાં આપણને વિપાક ખતાવીને જ રહે છે. દુનિયામાં એ તત્ત્વને આપણે છેતરી શકતા નથી એક તે સવજ્ઞ ભગવાન અને ખીજુ' તત્ત્વ છે કમ સત્તા, આપણે અનુભવાણી, વિચાર અને વતન કરીએ અને શુભ કર્મ આંધી લઈએ એવું ત્રિકાળમાં નખને અને શુભ ચેાગ વડે પાપ પણ કદી ન બંધાય, આમ જેવા ભાવા થાય તેવુ' જ આલે. ખન કામણવ છ્ામાં થાય છે અને તે કમ બને છે. હા, પછી એમાં શુભાશુભ અધ્યવસાયથી સંક્રમણ, સ્થિતિઘાત, રસઘાત, અપવત્તના વિગેરે ફેરફાર જરૂરથી થઈ શકે છે નહિતર મેાક્ષમાર્ગ શી રીતે મનત? જીવ માક્ષ કેવી રીતે પામત ? પણ એક વખત તે કમનું અસ્તિત્ત્વ સ્વીકારવું જ પડે છે. સમસ્ત સંસાર ક`મય છે. જીવને કમની સાથે સૉંચાગ તે જ સંસાર છે અને કર્મ'ને સથા છુટકારો એટલે કે વિચાગ તે જ મેાક્ષ છે. આથી જીવના કની સાથે સચૈાગ થવાથી જ પુણ્ય-પાપ, આશ્રવ અને બંધતત્ત્વ વચમાં આવે છે અને આ કર્માંને આવતા અટકાવે તેને સવર તત્ત્વ કહેવામાં આવે છે. નવા કમ નુ આવાગમન સ`વરતત્ત્વ દ્વારા અધ કર્યાં પછી શેષ રહેલા કર્માંના ક્ષયનાશની પ્રક્રિયા નિર્જરા તત્ત્વના ઘરથી શરૂ થાય છે થાડા ઘેાડા કના ક્ષય થવા એ દેશ નિર્જરા છે, આંશિક નિર્જરા છે અને અંતમાં કર્માંના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને સર્વથા મુક્ત થઈને સર્વથા કરતિ થવુ એ જ માક્ષ છે. આ રીતે નવતાના કેન્દ્રમાં એકમેક મૂળભૂત ફ્રેન્ચ અથવા તત્ત્વ તે આત્મા છે, તે ચેતન છે. આમ આત્માને કેન્દ્રમાં Page #4 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ રાખીને અનુલક્ષીને સંપૂર્ણ ધર્મશાસ્ત્ર ચાલી રહ્યું છે. સંપૂર્ણ આખ્યાત્મિક શાસ્ત્ર અથવા ગશાસ્ત્ર અથવા સર્વ આગમશાસ્ત્ર આત્માને દૃષ્ટિ સમક્ષ કેન્દ્રિત કરીને સંબંધિત કરે છે જીવને આ બેધ કરાવે છે કે- હે ચેતન! તુ અનત શક્તિમાન, અને અનન્ત જ્ઞાનાદિ અના ગુણાથી પરિપૂર્ણ તત્ત્વ છે. તારે પરમ શાશ્વતધામ નિવાસ સ્થાન તે મેક્ષ છે. સિદ્ધશીલા ઉપર છે અને તું આ સંસારમાં કયાં ફસાયેલા છે? તું સંસારમાં આ કર્મ શત્રુની જાળમાં ફસાઈ કેમ ભટક્યા કરે છે? આ દુષ્ટમિત્ર કર્મની સંગતથી આજ તારું સ્વરૂપ કેટલું વિકૃત થઈ ગયું છે ? તારી આ કેવી શોચનીય દયનીય દશા થઈ ગઈ છે ! જરા વિચાર, કંઈક સમજ અને આ કર્મની જાળથી છુટકારો મેળવી બહાર નીકળ-આમા જ તારુ ભલું છે. આમાં જ તારી શોભા છે. એવી રીતે અનન્તજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે અને એના આગમે એ અનન્તકાળથી સુષુપ્ત આ ચેતન તત્વ (જીવ) ને સંબોધન કરીને જાગૃત કરવાને સતત પ્રયત્ન કર્યો છે. સર્વ શાસ્ત્ર આજ કહે છે. અનન્ત જ્ઞાનાદિ ગુણવાન આત્માનું સ્વરૂપ HOO cyla.. .રમત રન • . " :: C સ્થિતિ - - TABACOMTP '•KસાદPPS જ. * :- 1 1 40 be." 1 1 'G (૧) અનન્ય જ્ઞાન, (૨) અનન્ત દર્શન, (૩) અનન્ત ચારિત્ર, (૪) અનંત વીર્ય, (૫) અનામી અરૂપીપણું, (૬) અગુરુલઘુપણું, Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ (૭) અનન્ત સુખ અને (૮) અક્ષય સ્થિતિ. આ મુખ્ય રૂ૫ આત્માન મૂળભૂત ગુણ છે. આઠ ગુણેના સમુહને એક પિંડ દ્રવ્ય આત્મા–ચેતન છે. મૂળભૂત સ્વરૂપમાં તે આ શુદ્ધ ચેતન દ્રવ્ય છે. એક એક ગુણ અનન્તના સ્વરૂપમાં પડે છે, આ ગુણ અનત જ્ઞાનાદિ જડમાં નથી. આથી જડને ચેતનથી ભિન્ન કરનાર આ મુખ્ય જ્ઞાનાદિ ભેદક ગુણ છે. જ્ઞાનાદિ જ જીવની મુખ્ય ઓળખ છે. એવી રીતે અન્ય ગુણ પણ છેઆત્મ દ્રવ્યની રચના : જેમ કપડા વણાય છે. એમાં એક તાર સીધે ઉભે અને બીજે તાર આડે એવી રીતે લૂમમાં કપડા વણાય છે અને સંપૂર્ણ કપડા તૈયાર થાય છે. જેમાં સીધે ઉભે તાર આડા તારની રેખાને ક્રોસ કરે છે અને સંપૂર્ણ કપડું બને છે એવી જ રીતે એક એક કરીને અસંખ્ય પ્રદેશના સમુહથી બનેલું આત્મ દ્રવ્ય છે. એક એ અખંડ દ્રવ્ય છે. જેમાં ચારે તરફ ઉભા અને આડા તારના કોસ કેન્દ્રોની જેમ પ્રદેશની રચના છે. એ આ અસંખ્ય પ્રદેશ ચેતન (જીવ) આત્મ દ્રવ્ય છે. એના એક એક પ્રદેશમાં અનંત અનંત જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય (શક્તિ) ગિરિ - - - - : : - - , , રોહિ.' : ETEJes, મિ. :::: :: ::::Bieb , RETRIE: JS, ES : પછી * * * * એક * * દ Education International Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ આદિ ગુણ ભરેલા છે. આ એક અખંડ શાશ્વત દ્રવ્ય છે. અનન્તકાળથી જીવે આ સંસારમાં કર્મના સંચગવશ કેટલી થપ્પડ ખાધી અનંતવાર ચારે ગતિમાં ભટકતા ચારે ગતિમાં અનન્ત જન્મ-મરણ ધારણ કર્યા. નારક ગતિમાં નારકી બને ત્યાં પરમધામિએના હાથથી ભયંકર સજા ભોગવી. અત્યન્ત પીડા સહન કરી ત્યાં અગ્નિની અંદર જીવતા નાંખવામાં આવે છે, ઉકળતા તેલની કડાઈમાં ભજીયાની જેમ નારકના શરીરને તળવામાં આવે છે, શરીરના નાના-નાના ટુકડા કરીને આમ તેમ ફેકી દેવામાં આવે છે. વિગેરે સેંકડે પ્રહારની તીવ્ર વેદનાને સહન કરવી પડે છે અને આ જીવે સહન પણ કરી. હા, વેદના અત્યંત તીવ્ર હતી, દુઃખ અને પીડા અસહ્ય હતી એમાં શંકાને સ્થાન નથી. પરંતુ આમ દ્રવ્યની રચના જ એવા પ્રકારથી છે કે જેના કારણે અનંતાનંત કાળથી દુઃખોને સહન કશ્યા છતાં પણ આત્માને એક પ્રદેશ ખંડીત નથી થયે. ટૂટીને છુટો નથી પડી ગયે અને જે એક પ્રદેશ બળી ગયે હત અથવા કપાઈ ગયે હેત અથવા ખંડિત થઈ નષ્ટ થયો હોત તે આજ આત્માને અવશેષ પણ ન બચત. નામશેષ પણ ન રહેત. કારણ કે કાળ અનત વીત્યો છે. આત્માના જન્મ મરણપણ અનન્ત થયા છે અને અનન્તવાર મહા વેદનાઓ સહન કરી છે. જ્યારે આ અનન્તની સામે આત્માના પ્રદેશતને ફક્ત અસંખ્ય જ છે અને જે આ અસંખ્યામાંથી એક એક પ્રદેશ નષ્ટ થયે હોત તે આજે શું શેષ રહેત? કંઈ પણ નહીં. આથી અનન્ત અખંડ સ્વરૂપની જ બલિહારી છે. આમા એક એવે સપ્રદેશ–અસંખ્ય-પ્રદેશી અખંડ પ્રદેશી દ્રવ્ય છે જેમાં એક પ્રદેશ પણ કયારેય પણ નષ્ટ નથી થતું. ચાહે અગ્નિમાં બાળે ચાહે મને વિશ્લેટ કરે, ચાહે આત્મા ઉપર હિમાલય પડે અથવા સમુદ્રમાં પડે અનન્તકાળ પછી પણ એક પ્રદેશ પણ ક્યારેય નષ્ટ નહીં થાય એ આ સંપ્રદેશી અસંખ્ય પ્રદેશી અખંડ દ્રવ્ય છે. એટલે જ કહ્યું અને છેદ્ય, અભેદ્ય, અકાય, અદાદ્ય આદિ આત્માનું સ્વરૂપ છે. આત્માને છેદી નથી શકાતે, ભેદી નથી શકાતે. છેદન-ભેદનથી પણ એક પણ પ્રદેશ કયારેય પણ નષ્ટ નથી થતું. અકાય છે? એટલે છરી–ચાકુથી પણ એક પ્રદેશ કપાય જતા નથી. અને અદાહ્ય કહ્યો છે તેથી ક્યારેય અગ્નિમાં બાળી નથી શકતા આત્માનું આ સ્વરૂપ સર્વજ્ઞ કેવળજ્ઞાનીએ કહ્યું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ સંકેચ વિકાસશીલ ગુણવાન આત્મા ! આત્મામાં સંકોચ-વિકાસને ગુણ પણ ગજબ પડે છે. જરૂર પડે તે આમા પિતાના અસંખ્ય પ્રદેશને એટલે વધારે સંકેલ કરી શકે છે કે એને જે એક કીડીનું નાનું શરીર મળે અથવા અમીબાનું નાનું શરીર મળે અથવા એનાથી પણ નાનું પ્રથ્વીકાયામાં મીઠાના નાના કણમાં રહેવું પડે તે પણ રહી શકે છે. એટલું જ નહીં પણ પાણીના એક બિંદુમાં પણ રહેવું પડે તે પણ અસંખ્ય જીવે ભેગા થઈને રહી શકે છે. હવે વિચારે કેટલું વધારે સંકોચ થઈ શકે ? એટલું જ નહીં મગ-ચણાને જે પાણીમાં ભીંજાવી ૨ખાય છે અને એની ઉપર જે અંકુરા ફુટે છે એટલા અંકુરામાં અનંત આત્માઓ એકઠા થઈને રહી શકે છે, અને રહે છે. એટલા માટે આ અંકુરાને તથા ગાજર-મૂળા, બટાકા, કાંદા, શકરીયા લસણ વગેરે અંનત કાય નામ આપવામાં આવ્યું છે. જેની સંખ્યા અનંત છે. માટે અનંત અને કાય એટલે શરીર ! એટલે કે એક શરીરમાં જ્યાં અનંત આત્માઓ એકઠાં થઈને રહેતા હોય એવા અનંતકાય પદાર્થનું ભક્ષણ નહીં કરવું જોઈએ. કારણ કે અનંત જીવોની હિંસા થાય છે. એવા અનંતકય પદાર્થોને કાપવાથી છેદન-ભેદન કરવાથી ખાવાથી ચૂલા ઉપર ચઢાવીને ગરમ કરવાથી અનંત જીવોની નીશે હિંસા થાય છે. અનંત આત્માઓ દુઃખ પામે છે. તેથી અનંતજ્ઞાની તીથ કરે એ અહિંસા ધર્મની પ્રરૂપણ કરતા કહ્યું છે કે અનંતકાયની હિંસા ન કરવી જોઈએ. જેનું અમારે અવશ્ય પાલન કરવું જ જોઈએ. આ અનંતકાય જ સાધારણ વનસ્પતિકાય છે. જે સ્થૂલ છે. સૂકમ સાધારણ વનસ્પતિકાય જે નીગોદની સંજ્ઞાથી ઓળખાય છે. આ નગદના અસંખ્ય ગોળા છે અને એક એક ગાળામાં અનંત અનંત જી રહે છે. વિચારે કે જીવાત્માએ પોતાનું સ્વરૂપ કેટલું સંકેચી નાખ્યું ? એજ આત્મા જે પોતાના પ્રદેશને વિસ્તાર કરે તે વિસ્તાર કેટલે થઈ શકે છે? જેમકે એક પક્ષી જે પોતાની પાંખ સંકેચીને બેસે છે અને પાંખ ફેલાવીને આરામથી બેસે તો કેટલું મેટું લાગે છે. તેવી જ રીતે આત્મા જે પિતાના અસંખ્ય આત્મ પ્રદેશને ફેલાવે વિસ્તાર કરે તે ચૌદ રાજલક પ્રમાણ વિસ્તાર કરી શકે છે. ચૌદ રાજલકમાં એક Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ રાજકથી બીજા રાજલેકની વચ્ચે અસંખ્ય યોજનનું અંતર છે. એવા ચૌદ રાજલોક છે તે વિચારે કે વિસ્તાર કેટલો લાંબે પહેળે થયે? અને એક એમા પિતાના અસંખ્ય આત્મ પ્રદેશને વિસ્તાર કરે તો ચૌદ રાજલોક પ્રમાણ કરી શકે છે. જેમકે કેવળી સમુદ્યાત વખતે કેવળી ભગવાન કરે છે. હવે જુઓ કે ૧૪ રાજલક પ્રમાણ આત્મ પ્રદેશને ફેલાવવામાં આત્માને કેટલો સમય લાગે છે? કલા, મહીનાઓ, અથવા વર્ષે નથી લાગતા? માત્ર ચાર સમય વિસ્તાર કરવામાં અને ચાર સમય પુનઃ સંકેચવામાં કેવળ આઠ સમયમાં બધું જ કાર્ય સમાપ્ત થઈ જાય છે. આ આત્માનો સંચ વિસ્તારને સ્વભાવ છે. રિતી સ્થાપકને આત્માને ગુણ છે. જે ગુણ પ્રકાશમાં છે. ૧૦૦૦ ટન વીજળીના ગોળાને પ્રકાશીત કરીને એક મેટા હોલમાં લગાડી તો પ્રકાશ કેટલા ક્ષેત્રમાં રહેશે? હોલ જેટલા મોટા ક્ષેત્રમાં! એક ફલેશ બેટ્રિીને જે દૂર સુધી ફેંકવામાં આવે તો તેને પ્રકાશ ૧ કી. મી. સુધી પણ જઈ શકે છે અને તેને જ જે એક પેટીમાં બંધ કરવામાં આવે તો હવે પ્રકાશ કેટલા ક્ષેત્રમાં રહેશે? ૧૦૦૦ ટના ગોળાને પણ જે એક નાની પેટીમાં મૂકવામાં આવે તે તેને પણ પ્રકાશ તેટલી પેટીમાં જ સીમિત રહેશે. તેવી જ રીતે આત્માને જે નાનું શરીર મળે તો તે તેમાં સંકોચાઈને રહે છે અને તે જ આમાને જે મેટા હાથી–જેબ્રા અથવા તેથી પણ વધારે પ૦૦ ધનુષની કાયા મળે તે એમાં ફેલાઈને રહે છે. આ આત્માની વિશેષતા છે. તેના વિશિષ્ટ કેટીને ગુણ છે. આત્માને કર્મને બંધ તમને થશે કે એવી અનંત શક્તિવાળે આત્મા, અંનત જ્ઞાનાદિ ગુણેથી પરિપૂર્ણ વિશુદ્ધ આત્મા અને અ જે એને આ કર્મના બંધનમાં બંધાઈને એક પામરહીન-હીન–હાલતમાં બિચારાના રૂપમાં રહેવું પડે છે તેનું શું કારણ છે? શું પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી કમેં લાગ્યાં? શું શુદ્ધ વિશુદ્ધ આત્માને કર્મ લાગ્યા અને તે અશુદ્ધ થઈને સંસારમાં આ ? ના, જે એવું કહીશું તે મોક્ષમાં ગયેલા શુદ્ધ–બુદ્ધ-સિદ્ધ આત્માને પણ કમ ચટશે અને તે પણ અશુદ્ધ બનીને સંસારમાં આવી જશે. તે પછી આવા મેથી પણ શું લાભ? જ્યાંથી પાછા કર્મો લાગે અને પાછું આત્માને સંસારમાં પડવું પડે? યદ્યાપિ સિદ્ધશિલાના Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ક્ષેત્રમાં જયાં અનન્ના મુક્તાત્મા, સિદ્ધાત્મા છે. ત્યાં પણ કામણ આદી આઠે વણાઓ છે. સાથે સાથે એકેન્દ્રિયના પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિકાયના સમ સ્વરૂપવાળા જી પણ સિદ્ધ શિલા ઉપર છે. તેમને જે વર્ગણાઓની આવશ્યક્તા પડે છે. તેને તે ગ્રહણ કરે છે. એને અર્થ એ કે તે વર્ગણાઓ ત્યાં છે. હવે આ નક્કી થઈ ગયું ને? તેથી એમ કહી શકાય છે આઠે વણાઓ નિ ત્યાં છે. તે પણ અનંતની સંખ્યામાં છે. આ આઠે વગણામાં છેલ્લે નંબર કામણ વર્ગને છે. અર્થાત્ કર્માણ વગણ પણ ત્યાં ભરેલી છે. અને સિદ્ધના છે પણ છે. તે પછી તે વર્ગણાઓ સિદ્ધના જીવને કેમ ચોંટતી નથી? એમને કર્મબંધ કેમ થતું નથી? આને જવાબ એ જ છે કે ત્યાં સિદ્ધાત્માઓમાં કર્મબંધનું મુખ્ય કારણ અથવા કાર્મણ વગણને પોતાનામાં આકર્ષિત કરવાની મૂળભૂત શક્તિ જે રાગ દ્વેષની વૃત્તિ છે. તેને જ અભાવ છે. મેક્ષમાં નથી તે કર્મ, નથી શરીર, ન રાગ કે નથી ઠેષ, નથી સુખ કે નથી દુખ નથી તે જન્મ કે નથી મરણ નથી મન કે નથી વચન વગેરે આત્મગુણોથી અતિરિક્ત બદારની કોઈપણ વસ્તુ નથી. જીવના મુખ્ય બે ભેદ મુક્ત (સિદ્ધ) અશરીરી સવ કર્મ રહિત જન્મ-મરણ રહિત મન-વચન-રહિત રાગ-દ્વેષ રહિત સુખ-દુઃખ રહિત આયુ પ્રાણ-ચેની ગતિ રહિત સંસારી સશરીરી સર્વ કર્મ સહિત જન્મ-મરણ સહિત મન-વચન સહિત રાગ-દ્વેષ સહિત સુખ-દુઃખ સહિત આયુ-પ્રાણ-ચેની ગતિ સહિત. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ એવી રીતે જીવના બે ભેદ કરીએ તે આ બે માં મુખ્ય અખ્તર આ પ્રકારનું છે. આથી મુક્તાત્મા મન-વચન-શરીર રહિત છે. અને મુખ્ય તે રાગ-દ્વેષ રહિત જ છે. તે પછી કમબંધને સવાલ જ કયાં રહે? અને કર્મબંધ જ નથી તે પછી સંસારમાં ફરી આવવાનું અથવા ત્યાંથી પડવાનો પ્રશ્ન જ ઉભે જ નથી થતો, અને જે ત્યાંથી પડતો જ નથી તેને અર્થ જ એ થાય છે કે સિદ્ધાત્મા મુક્તાત્મા મેક્ષમાં સિદ્ધ શીલા ઉપર પિતાના નિશ્ચિત સ્થાન પર આકાશ પ્રદેશ પર અનંત કાલ સુધી સ્થિર રહે છે. હવે રહી વાત સંસારી જીવની સંસારી જીવને કમને બંધ :જેમ સેનું ખાણમાંથી કાવ્યું ત્યારે કેવું માટી સાથે મિશ્રિત હતું ? હીરો ખાણમાંથી નીકળે ત્યારે કે રફ બંદે હતો? કાચ હતે? એવી રીતે નિગદ એ જીવોની ખાણ છે, ! જેવી રીતે હીરાની ખાણમાંથી હીરા કઢાય છે. તેવી રીતે નિગદમાંથી જીવ નીકળે છે. નિગોદની પ્રાથમિક મૂળભૂત અવસ્થાથી જ જીવ માત્ર કર્મમળ યુક્ત જ છે? એવું નથી કે પહેલાં આત્મા શુદ્ધ હતું અને પછી કર્મ લાગ્યા અને અશુદ્ધ થ? નહી ! ખાણમાંથી કાઢેલું સેનું પહેલાથી જ કર્મમળ યુક્ત જ છે? કયારથી કમ લાગ્યા છે? અનાદિકાળથી લાગેલા છે. અનાદિને અર્થ જ આદિ રહિત છે. તે પછી પહેલા કુકડે કે પહેલા ઇંડું? પહેલા વૃક્ષ અથવા બીજને પ્રશ્ન ઉભો થશે. તેમ પહેલા આત્મા કે કર્મ ? પહેલા કર્મ કે આત્મા? કર્મથી તે આભાજન્ય નથી. આત્માથી જ કર્મ જન્ય છે. જગતમાં જડ-ચેતન બંને પદાર્થોનું અસ્તિત્વ અનાદિ અનન્તકાળથી જ છે. પહેલેથી જ બને તત્વ છે. એટલે પહેલાં પછીને પ્રશ્ન નથી થતું? જે દિવસથી આત્મા સંસામાં છે તે દિવસથી જ કર્મ સંયુક્ત જ છે. કર્મ સહિત જ છે. એમાં શંકા નથી. એમાં અનન્તકાળ વીતી ગો છે. અને જેની કેઈ આદિ જ નથી તે અનાદિ અનન્તકાળ છે? આવી અનાદિ અનન્તકાળથી આત્મા અને કર્મ ( જડ અને ચેતન ) મૂળભૂત અસ્તિત્વમાં જ છે અને બંને સંયુક્ત છે. આથી આત્મા સંસારમાં કર્મથી બંધાયેલ છે. કર્મ સહિત Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ રાગ દ્વેષ માહવશ કેમ અથ આત્મા જ્યારથી સંસારમાં છે ત્યારથી સારીરી જ છે. શરીરમાં જ છે. શરીર જ આત્માને રહેવાને માત્ર આધાર પાત્ર છે ! શરીર વિના તા કેઇપણ આત્મા સંસારમાં રહીજ નથી શક્તો. શરીરવિના અશરીરી આત્મા તા સિદ્ધાત્મા-મુકતાત્મા કહેવાશે. આથી સંસારી હાય અને અશરીરી હાય એવું તે! સંભવી જ નથી શકતુ. સૂર્યાંય થયા હ્રાય અને રાત હાય એ કયારે પણ સંભવીત નથી. એવી રીતે આત્મા વિના શરીર સૌંસારમાં રહે તેવા સંભવ જ નથી, જેવી રીતે ગ્લાસ, વાટકી, થાળી, ખાદી, શૈલી, કાઠી ધડા અથવા ટાંકી જે કઈ પણ આધાર પાત્રમાં પાણી રહે તે જ તે પ્રવાહી રહી શકે છે, અન્યથા આધાર વિના પ્રવાહી પાણી જેવા પદાર્થોં કયારે પણ રહી શકતા નથી. એવી રીતે ચેતન દ્રવ્ય આત્મા, શરીર વિના કયારે પણ રહી શકતા નથી. હવે શરીર કેવી રીતે બન્યું? કેણે મનાવ્યું ? નથી કોઈ ઈશ્વરે અનાવ્યું કે નહીં કોઈ અદ્રશ્ય શક્તિએ! આત્માએ જ પેાતાને રહેવા માટે ઘરરૂપ શરીર બનાવ્યું, હવે આ શરીર તેા જડ પુદ્ગલને પિડ છે, પાર્થિવ છે. ઔદારિક શરીર યાગ્ય વળાને ખેંચીને ભેગી કરીને શરીર બનાવ્યું છે. આ આદ્ગારાદિ વ ણામાંથી મળેલ આહારને ગ્રહણ્ કરી પુદ્ગલ પરમાણુઆથી શરીર મનાવે છે. હવે શરીર બનાવ્યુ તા એના માટે બારી-બારણા પણ બનાવવા આવશ્યક છે. તેથી ઈંદ્રિયા બનાવી, ઇંદ્રિચા બનાવી તે શ્વાસોચ્છવાસ વગેરેની આવશ્યકતા પડી તે તે શ્વાસેાચ્છવાસ વણાના પુદ્ગલેાને ગ્રહણ કર્યાં, એવી રીતે જેમ એમ જરૂર પડી તેમ ચાર પાંચ અથવ ૬ પર્યાપ્તએ જીવે પુરી કરી, એ દૃએ પર્યાપ્તિએ ને પુરી કરવા માટે જીવે ભિન્ન-ભિન્ન વણા એના સમુહુના આશ્રય લીધા અને તે તે વગણાઓના સમુહને ખેંચી ખેંચી આત્માએ તે તે પ્રર્યાપ્તિ પૂર્ણ કરી એમાં રહેવા લાગ્યું, Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ આત્માના આઠ ગુણે અને તેના આવારક આઠ કમેક 1 આત્માના આઠ ગુણ અને તેના આવક 1 -આઠ કમેન્ટ - - - નાવરણયડ આયુષ્યકમેH. દ અક્ષયસ્થિતિ • અનન્ત શાન અનંત : proto O 3 અનcવારિક - અનામી -- ના વીર્ય નામ ડમ 14 પરંતુ આ વિચારીએ કે આ વર્ગણાઓને ખેંચવા માટે આત્માને કોની જરૂર પડી ? જ્યારે આત્માએ પોતાના મૂળભૂત યથાર્થ આત્મગુણેની એક તરફ ઉપેક્ષા કરીને સ્વસ્વરૂપથી બહાર વિભાવદશામાં ગ, તે શા માટે ગયા ? કારણ કે દેહાદિની રચના કરવાની ઈચ્છા થઈ, બાહ્ય વર્ણ-ગંધ-રસ સ્પર્શ યુક્ત પુદ્ગલના પ્રત્યે આકર્ષણ એજ જીવને રાગ ભાવ છે, આકર્ષણ-પ્રત્યાકર્ષણ જ રાગ-દ્વેષની વૃત્તિ છે. જીવે આ રાગ-દ્વેષની વૃત્તિથી જે કામણ વગંણાને ખેંચી અને પિતાની અંદર સમાવી અને એક એક આમપ્રદેશ પર અનનત અનન્ત કામણ વણને ઢગલો ઉભે કર્યો તેજ કર્મ કહેવાય છે. જેવી રીતે દૂધ-ચાના તપેલા ઉપર ઢાંકણ રાખી ઢાંકી દેવાય છે. જેમ ઘરમાં ટાઇફસ પર ધૂળના રજકણ છવાય જાય છે એવી રીતે આમાએ સ્વભાવને ભૂલીને વિભાવ દશામાં જઈને જે કામણ વર્ગને ગ્રહણ કરી તે આત્માના એક એક પ્રદેશ પર છવાઈ જાય છે અને આ ક્રિયા કરતા અનંત કાળ વીતી ગયા. આજે તે પ્રત્યેક આત્માના Page #13 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ એક એક પ્રદેશ પર અનંત અનંત કામેણુ વગણને ઢગલે થઈ ગયા છે. એ જ કર્મ છે. તે કેમ આત્માને પોતાને બાંધે છે. રાગ-દ્વેષની ક્રિયા (પ્રવૃતિ) થી જ બાંધે છે. વંદિત્ત સૂત્રમાં કહ્યું છે કે – gવું કવિદં વ ાવોસ સમકિન્ન ?' રાગદ્વેષથી ઉપજિત કરેલ આઠ કર્મ અને પ્રશમરતિકાર પણ સ્પષ્ટ કહે છે કે – रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः रवलोऽपि गुणोऽस्ति या परोह च श्रेयान् ॥ રાગ અને દ્વેષથી યુક્ત જીવને ફક્ત કર્મ બંધ જ થાય છે. એના સિવાય થોડે પણ ગુણ નથી થતું. અર્થાત્ રાગ-દ્વેષની પ્રવૃતિમાં શેડો પણ ફાયદો નથી થતા. જે આ લોક અને પરલોકમાં લાભકારી કલ્યાણકારી થાય. આથી આ રાગદ્વેષની પ્રવૃતિમાં પડવાથી જીવ આત્માની ઉપર એક એક એવા આવરણની જાળ બિછાવી દે છે કે જેથી આત્માના સર્વ ગુણ ઢાંકી દે છે. આચ્છાદિત કરી દે છે અને પછી આત્માના ગુણ નહી પણ બહારનું આવરણ માત્ર દેખાય છે. આવરણ (આચ્છાદક) A B 3 C 3 3 | ( - . ' Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ જેમ સૂર્યની સામે વાદળ આવી જવાથી સૂર્ય નહી વાદળ દેખાય છે. ચા-દૂધની તપેલી ઉપર ઢાંકણ આવવાથી હવે ફક્ત ઢાંકણુ, જ દેખાય છે. ઘરની ટાઈલ્સ પર ધૂળ-રજકણુ આવવાથી ફક્ત ધૂળ જ દેખાય છે, આજ દશા જીવની થાય છે, આઠ તપેલા પર રાખેલા આઠે (આવરણ) આચ્છાદક ઢાંકણાની જેમ આત્માના આઠ ગુણેા પર આઠ આવરણ આવી જાય છે, આઠ આવરણુ જ આઠ કના નામથી ઓળખાય છે. આઠ ગુણોના આવરણ ૮ કમ : આત્માના આઠે ગુણ, 37 (૧) અનન્ત જ્ઞાન ગુણનું આચ્છાદન (ર) અનન્ત દશન ગુનુ (૩) અનન્ત ચારિત્ર ગુણનુ (૪) અનન્ત વીય ગુણનુ (૫) અનામી અરુપી ગુણનુ (૬) અગુરુ લધુ ગુણનું (૭) અનંત (અવ્યાબાધ) સુખ (૮) અક્ષય સ્થિતિ ગુણનું "" "" "" "" "" "" આઠ કમ જ્ઞાનાવરણીય કમ દનાવરણીય કમ માહનીય કમ અંતરાય કમ નામકમ ગાત્રકમ અનત ચારિત્ર ગુણનું આવરક માહનીય કમ આત્માના આઠ મુખ્ય ગુણેમાં ત્રીજો ગુણ અનન્ત ચારિત્ર છે. એનું ખીજુ નામ ચથાજ્યાત સ્વરૂપ છે. સત્ત કેવળી ભગવત્તાએ આત્માનુ જે શુદ્ધ સ્વરૂપ અતાવ્યુ છે. એવા વિશુદ્ધ સ્વરૂપમાં આત્માનું રહેવું એજ યથાખ્યાત રવરૂપ ગુણ છે. અર્થાત્ આત્માના પેાતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં, સ્વભાવ દશાની રમણતામાં લીન-તદ્દીન રહેવુ! પરંતુ રાગ-દ્વેષના આધીન (વશ) થઈ ને આત્મા સ્વ સ્વરૂપ રમણતાને, સ્વભાવ દશાને છેડીને મહાર વિભાવદશામાં જાય છે એ જ આત્માની રાગ-દ્વેષની પ્રવૃત્તિ છે. અને એનાથી મેાહુ-મમત્વ ઉલ્લેા કરે છે. સ્વેતર બાહ્ય વેદનીય ક આયુષ્ય ક્રમ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જડ ભૌતિક પદ્ગલિક પદાર્થો ઉપર રાગ રાખવો એજ મેહદશા છે! સ્વભાવદશા સ્વગુણેમાં રક્ત રહેવું. સ્વસ્વરૂપમાં જ મસ્ત રહેવું એજ આત્માનું ચારિત્ર ગુણ છે. આત્મા (એટલે બ્રહ્મ) તેમાં લીન રહેવું. તે અવસ્થામાં જ ચાલવું, ગતિ કરવી (લીન રહેવું) એજ ચારિત્ર ગુણ છે, આ અનન્ત ચારિત્ર રૂપ ગુણ છે. પરંતુ મેહવશ જીવ સ્વભાવ, સ્વ સ્વરૂપ જોડીને બાહ્ય પદાર્થોના મેહમાં ગયે, ત્યાં ફસાયે, એજ જીવની મેહદશા છે. ચારિત્રગુણની ઉપર જ (રજકણ, ધૂળકણ] કામણ વર્ગણ) નું આવરણ આવ્યું, તે મેહનીય કર્મના નામથી ઓળખાય છે, જીવને પોતાનાથી ભિન્ન બાહ્ય પદાર્થ પર મોહમમવ એજ મેહનીય કર્મ છે, ચાહે તે ભલે જીવ દ્રવ્ય હોય કે અજીવ દ્રવ્ય હોય, ત્યાં જે મારા પણાની, મમતવ બુદ્ધિ,અધિકારી બુદ્ધિ અથવારાગ-આશક્તિ ભાવના એ જ મેહનીય કર્મ છે. મોહનીય કામે શું કર્યું? મદિરા-દારૂએ શું કર્યું? જે વિવેકી સીધા સમજદાર મનુષ્ય હતે-દારુ પીતા જ તે ભાન ભૂલી ગયે. વિવેક દશા ભૂલી ગયા અને ન બોલવા જેવું બોલવા લાગ્ય, ન કરવા જેવું વર્તન અને બિભત્સ ચેષ્ટા કરવા લાગ્યો. માને પાની અને પત્નીને મા બહેને ભાભી અને ભાભી અને બહેન, છોકરીને બહેન અને પતની એવી રીતે જેમ તેમ ઉંધુ માની ને બોલવા લાગ્યા, અને વ્યવહાર પણ એ કરવા લાગ્યું જે મદિરા પાનનું પરિણામ છે. ઠીક એવું જ અર્થાત્ મદિરાપાનની જેવું મેહનીય છે. મેહનીય કમેં પણ જીવને પોતાનું ભાન ભુલાવી દીધું છે. સ્વ સ્વરૂપ–સ્વગુણ, સ્વભાવદશા ભુલાવી દીધી અને વિભાવદશામાં લઈ ગયા જે મારુ નથી તેને મારુ મનાવ્યું, જે મારાથી ભિન્ન છે. મારાથી ભિન્ન જાતિનું છે, જડ છે, જે મારાથી ભિન્ન વિપરીત ગણવાળું છે, વર્ણ –ગંધ-રસ-સ્પર્શવાળું છે. એમાં મમત્વ ઉત્પન્ન કરાવ્યું. એમાં મારાપણને ભાવ ઉત્પન્ન કરાવ્યા. સ્વતંગ ભિન જે સ્ત્રી નપુંસક મદિરા જેવું ક Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ • વગેરે છે એમાં પણ મારા પણાની મમત્વ બુદ્ધિ ઉત્પન્ન કરાવી. મારુ માનવાના ભાવ થયે, અને જીવની આશક્તિ વધી અને તે સ્રી વગેરેમાં મુખ્ય બન્યા એવી રીતે જે અનંત સુખ મારા પેાતાનામાં પડેલું છે, એને ભુલાવી જે માહ્ય જડ પૌદ્ગલિક, ભૌતિક પદાર્થ છે. એમાં જીવને મુગ્ધ બનાવ્યા અને જીવે આજ માની લીધું છે કે આ ખાહ્ય જડ પદાર્થની પ્રાપ્તીમાં અને એના ઉપભાગમાં જ સુખ છે, મજા છે, અને પરિણામ એ આવ્યુ કે જીવ આજ દિવસ સુધી ભાન ભૂલીને જડ અને પૌદગલિક પદાર્થાંમાં શ્રી પુત્રમાં જ મેાહ રાખી, આશકત થઈને બેઠા છે. અરે ભાઈ ! મદિરાના નશે! દસ-વીસ કલાક પછી પણ ઉતરે અને માણસ ઠેકાણે આવે છે. પછી એ વિચારવા લાગે છે. પણ માહનીય કર્મોનેા નશા તે આજ સુધી ઉતર્યાં નથી. આજ સુધી પણ જીવ ભાનમાં શુદ્ધિમાં નથી આવ્યેા. આથી મંદિરાથી પણુ કેટલું ભારે ખતરનાક મેાહનીચ કમ છે. અનન્ત જન્મ પણ જીવ અત્યાર સુધી ભાનમાં નથી આવ્યા. ઠેકાણે નથી આવ્યે. આમા પેાતાના મૂલ સ્વભાવમાં હજી સુધી પાછે. નથી ફર્યાં ! આ કેવી ભયાનક માહ દશા છે. વીત્યા પછી રાગના પર્યાયવાચી નામ : इच्छा मूर्च्छा काम, स्नेहा गाये ममत्वमभिनन्दः अभिलाष इत्यनेकानि રામપાંચ-રચનાનિ || પ્રશમરતિમાં વાચકવજી જે શબ્દાને રાગના પર્યાયવાચી રૂપમાં બતાવી રહ્યા છે એને જોઈને જરૂર આશ્વય થશે કે રાગની માત્રા કચા કયા શબ્દોમાં કેટલી સમાઈ છે. તે છે ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, અભિનન્દ અભિલાષા અને રતિ, અનુરાગ, તૃષ્ણા, આસક્તિ ममत्व પ્રેમ વાત્સલ્ય વગેરે રાગના પર્યાયવાચી નામ છે. જુએ, લગભગ આ શબ્દો આપણા ઉપચાગમાં હંમેશાં આવે છે અને સંસારના સર્વ જીવ પ્રાય : આ શબ્દોના અથની પ્રવૃત્તિમાં કયાંયને કયાંય ફસાયેલા હાય છે, અંધાયેલા હાચ છે. વસ્તુની પ્રાપ્તિ એટલે કે સુંદર સ્ત્રી વગેરેની પ્રાપ્તિમાં જે રાગ થાય છે. એને ઇચ્છા કહે છે ખાદ્ય પદાર્થા જોડે એકમેક Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ થવા રૂપ જે આસક્તિ પરિણામ છે એને મૂચ્છી કહે છે. ઈષ્ટ વસ્તુની અભિલાષાને કામ કહે છે. વૈષયિક વૃત્તિઓની તરફ લાલાયિત એવી મનની વૃત્તિને પણ કામ કહેવાય છે. વિશિષ્ટ પ્રેમ વગેરેને સ્નેહ કહે છે. સ્ત્રીના પ્રત્યે વૈષિયક પ્રીતિને પ્રેમ, અન્યની પ્રત્યે સામાન્ય અનુરાગને પણ સર્વ સામાન્ય પ્રેમ, અને પુત્રની પ્રતિ મમત્વને સ્નેહ કહે છે. અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાને ગાર્ય કહે છે. આ વસ્તુ મારી છે. હું એને. માલિક છું એ મમત્વ છે. પ્રિય વસ્તુની પ્રાપ્તિથી જે આનંદ થાય છે. એને અભિનન્દ કહે છે. અને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય એવા મને રથને અભિલાષા કહે છે. તેવી જ રીતે રાગની પાછળ રાગ વધારતે જે જીવ ને ખેંચી જાય તેને અનુરાગ કહે છે. એવી રીતે રતિ અને અનુતિ પણ છે. આ પ્રમાણે થોડા થોડા અથે પરિવર્તનથી રાગના ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામ છે. આ શબ્દ સર્વના જીવનવ્યવહારમાં પ્રયુક્ત થાય છે. મેહવૃક્ષનું બીજ રાગ-દ્વેપ છે જેમ કેઈ વૃક્ષના અંગોપાંગ અવયવે જોઈએ તે બીજ-મૂળતાંતણા–શાખા-પ્રશાખા-પાંદડા અને ફળ-ફુલ છે. એવી રીતે આખા સંસારનું મૂળ, આધાર મોહવૃક્ષ છે. એના બીજના રુપમાં રાગ-દ્વેષ (જીજે ૨ વો વિચ મ વીચે) આ બીજમાંથી કમનું મૂળ નીકળે છે અને બહાર રાગદ્વેષનું બનેલું જે મૂળ કંદ છે તે મજબૂત મેહનું કંદ છે સ્થંભ જેમ મજબૂત છે. જેની ઉપર સંપૂર્ણ વૃક્ષને આધાર છે. એની ઉપર શાખા પ્રશાખા વગેરે છે તે મેહના થડ માંથી પ્રગટેલી છે તે વિષય કષાયની છે. અને ઉપર જે પાંદડા છે તે હાસ્યાદિ વિષયના છે અને સુંદર સુવાસિત કુલ છે તે ફક્ત મેહનું રૂપ છે. એનું ફળ સંસાર છે. એવી રીતે રાગ-દ્વેષ એક મૂળ બીજની બે શાખા નીકળી અને મેહનું એક થડ બન્યું અને આગળ મેહના મૂળ થડની બે શાખા નીકળી જેમાં એક કષાયની બીજી વિષયની બસ એનું નામ સંસાર છે. જેમ આપણે સ્કુલમાં ભણ્યા કે પાણું કેમ બને છે? H૨૦ = water. હાઈડ્રોજનના બે ભાગ અને ઓકસીજનને એક ભાગ મળી પાણી બને છે. એવી રીતે જે તમને પૂછવામાં આવે કે સંસાર કેવી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ રીતે બને છે? તે એના જવાબમાં ધર્મશાસ્ત્રનું આ સૂત્ર છે કે “વિષય + કષાય = સંસાર” વિષય અને કષાય એ બે મળી સંસાર બને છે. શેક ભય જુગુ. સ્ત્રી પુરુષ છે. હાસ્ય, તિ, અતિ ! ક્રોધ માન માયા લભ વેદ ૩ ૧ હાસ્યાદિ કષાય વિષય , આખરે વિષયમાં મુખ્ય રાગની માત્રા વધારે છે. કામ રાગ વગેરે વિષયના અંગ છે અને કષાય પણ શું છે? કષાય પણ રાગ-દ્વેષની જ ઉપજ છે. કષાયોની ઉત્પત્તિ પણ રાગ-દ્વેષ જ છે. माया लोभ कषायश्चेत्येतद् राग संज्ञित द्वन्द्वम् । क्रोधो मानभ्य पुनर्वृष इति समास निर्दिष्ट ॥ સંક્ષેપમાં વિચાર કરીએ તે માયા અને લેભ આ બે યુગલ કષાનું જ નામ “રાગ” રાખ્યું છે. અને એવી રીતે ક્રોધ તથા માન Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ કષાય યુગલનું નામ દ્વેષ રાખ્યુ છે. વાત પણ સાચી છે. સ્પષ્ટ અનુભવ થાય છે કે માયા અને લેાભની પ્રવૃત્તિમાં રાગની માત્રા વધારે છે અને ક્રોધ અને માનની પ્રવૃત્તિ અથવા વૃત્તિમાં દ્વેષની ગંધ આવે છે. એ કારણથી આ ચાર કષાયેાનુ` મૂળ ઉદ્દભવ સ્થાન આ રાગ-દ્વેષ જ છે. આખરે આજ સંસાર છે. તમે જો થોડા ઊંડા ઉતરીને ધારીને જોશે તે! સ ંસારમાં તમને સહુથી માટી એ મુખ્ય પ્રવૃત્તિ નજરમાં આવશે. એક વિષયની અને બીજી કષાયની પ્રાયઃ ૮૦% અ! ની પ્રવૃત્તિઓ છે. એનાથી અતિરિક્ત અન્ય સવ પ્રવૃત્તિઓના ફક્ત ૨૦% માં સમાવેશ થાય છે. હવે વિચાર! આખા સંસાર ઉપર એક અખડ માહે રાજાનુ' સામ્રાજય છે કે નહી? માહ રાજા એક છે અને વિષય-કષાય એની સેના છે? સ`સારમાં જો કોઇનું રાજ્ય ઘણુ ચાલતુ હોય અથવા ટયુ હાય તે તે માત્ર માહુરાજાનુ, ને કે અનાદિકાળથી એક છત્રીય શાસન ચાલતું આવે છે અને એક બે ઉપર નહી” પણ સમગ્ર સ`સાર ઉપર અન ત જીવા ઉપર રાજ્ય ચલાવી રહ્યો છે. પેાતાની સત્તા જમાવી રહ્યો છે. એનાથી સારા-સારા ભલભલા જીવા દખાયેલા છે. એની જાળમાં આપણે બધા ફસાયેલા છીએ. રાગ દ્વેષનુ મૂળ બીજ મંત્ર શું છે ? ममकाराहङ्कारावेषां मूलं पदद्वयं भवति । राग-द्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्याय : ॥ । “ આ મારું છે” એ રીતે મમત્વ ને મમકાર કહે છે. મારાપણાના આ મમત્વમાં માયા અને લાભના અંશ છુપાયેલેા છે. એવી રીતે અહંકારને ગવ કહે છે. મમ=મેરા !! તે મારુ કહેવાવાળા કાણુ ? “દું ?' બધું =હુ મમકારની સાથે અહંકારના અનાદિ સ`ખ'ધ છે. આ એ સાથે જ ચાલે છે. અહ’કારમાં ક્રાય અને માનની ગધ સ્પષ્ટ આવે છે. એટલે આ એના સમાવેશ રાગ-દ્વેષમાં જ થાય છે. આથી મમકાર અને અહંકાર અને રાગ-દ્વેષની જ ભાષા છે. રાગની ભાષા૮ મમકાર "" મારુ-મારું મમત્વ બુદ્ધિની ભાષા છે. અને દ્વેષની ભાષા અહુ કાર ’” છે હું હું એ પ્રમાણે અહું પ્રધાનભાષા છે. જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં અહ· કેન્દ્રસ્થાને રહે છે. એજ જીવની અનાદિકાળની વૃત્તિ "" Page #20 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ છે. અનાદિ કાળથી જીવ અહં–મમને જાપ કરતે આ છે સ્પષ્ટ કહ્યું છે કે अहं-ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्धकृत् । अयमेव हि न-पूर्वोऽपिः प्रतिमन्त्रोऽपि माह जित् ।। રાગ-દ્વેષથી ઉત્પન્ન મેહ વૃક્ષની છાયામાં બેસેલા સર્વ જીવ એવી રાગ-દ્વેષની છાયાની અસર નીચે આવી ગયા છે કે અનાદિ-અનન્તકાળથી એકજ મંત્રનો જાપ કરી રહ્યા છે. અને એ છે ૮૩૬ જમ અહ મમ સર્વ પિત પિતાની ભાષામાં સતત રટણ કરી રહ્યા છે. સંસ્કૃત ભાષામાં “ જ ર મમ | હિન્દી ભાષામાં “ ઔર મેરા ” ગુજરાતી ભાષામાં “હું અને મારુ” મરાઠી ભાષામાં “ મા માનિ જાક્ષા” અંગ્રેજી ભાષામાં “I and My” | ગમે તેવા પ્રકારની ભાષા બોલનાર મનુષ્ય હોય, સર્વત્ર સર્વ જીવે પિત–પતાની ભાષામાં આને જ સતત અખંડ જાપના રૂપમાં રટણ કરી રહ્યા છે. જો કે પત–પતાની ભાષાની શબ્દ રચના ભિન્ન-ભિન હોય પરંતુ મમકારને અહંકારની જ માત્રા નિશ્ચિત છે. એ જ રાગછેષ રૂપ મેહની ભાષા છે એવું લાગે છે કે નવકાર મહામંત્રથી પણ વધારે આ શાશ્વત છે અને નવકારથી પણ વધારે અને સતત અખંડ જાપ-ટણ ચાલી રહ્યું છે. અર્થાત્ સર્વ જીવોને આ મોહ જાળ કેવું જકડી લીધું છે? સારા સારા ચકવતીની ઉપર પણ મેહરાજાનું એક ચકી શાસન ચાલી રહ્યું છે. અને જે કોઈ વિરલ વિભૂતિ આ મોહજાળથી છુટી ભાગી ગયા તે સીધા મેક્ષમાં પહોંચી ગયા. અનન્તના ધામમાં સ્થિર થઈ ગયા ! આ મોહજાળથી છુટવાને મંત્ર ઘણું સહેલું છે. તે પણ જ્ઞાનસારના આ પ્લાકના ઉત્તરાર્ધમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવી દીધું છે. એમણે કહ્યું કે જે મેહનો મંત્ર છે મ મમ બસ એના આગળ નિષેધ વાચી “રણ” લગાવી અર્થાત્ ઉંધે કરી જાપ શરૂ કરી દે. અર્થાત્ “ નાણું મમ” ! (“ન હું, નહી મારું”) (હીન્દીમાં) “ન ભૈ ને મે” ગુજરાતીમાં હું કેઈને નથી ને મારુ પણ કેઈ નથી” મરાઠીમાં “મિર ખાવા નાદી મન્ના હી ના ” Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ એવી રીતે તમે બધી જ ભાષામાં મેાહના મ`ત્રવાચી જે શબ્દ છે એની આગળ નિષેધવાચી ‘ન' લગાવી જાપ કરા. પરિણામ સ્વરૂપ અનાદિ અનન્તકાળથી મેહના સૈન્યને તમે જીતી શકશે। અને પરમ મુકિતના ધામ મેાક્ષમાં ચાલ્યા જશે. ! રાગના વિષય કર્યાં છે? જો તમને પૂછવામાં આવે કે તમાને કયા કયા વિષયમાં રાગ છે ? કઇ દિશામાં રાગ છે ? અથવા તમારા રાગના નિમિત્ત કયા-કયા છે? તે એના જવાબમાં કદાચ તમે માથું ખંજવાળવા લાગશે ? કાનુ નામ આપુ અને કનું ન આપુ? ૨-૪ નિમિત્ત હાય તા ઠીક પણ જ્યાં સે‘કડા વિષય હાય ત્યાં શું કહેવું? તે પણ રાગથી સંબંધિત કેાઈ નિમિત્તોના નામનું ચક્ર અહી મનાવ્યુ છે. તે તમા જુએ. ઈન્દ્રિયરાગ—કામરાગ——સંસાર-દેહરાગ-ધન- અવય ↓ વિષયરાગ સાધન-સામગ્રી ↑ પશુ-પક્ષી રાગ મિત્રવર્ગ સગાસ્નેહી ← ઘરમાર પત્ની વસ્તુ એ રીતે આ એક ભચકર રાગનું ચક્ર ચાલી રહ્યું છે. જીવ માત્ર સ‘સારમાં એવા વિવિધ રાગના અધનામાં ફસાયેલ છે. જેવી રીતે કાઈ પશુ ગાય—ભેંસ કાઈ ખીલીમાં દોરીથી બાંધેલા છે તે પેાતાના દિવસરાત ત્યાં જ વિતાવે છે. કેાઈ સિ`હુ ચિત્તો પણ જો પ્રાણિ ઘરમાં પાંજરામાં મધ છે તે પેાતાની જીંદગી ત્યાં જ વિતાવે છે. એક પાપટ જેવું પક્ષી પણ ખંધ પાંજરામાં પેાતાની જીંદગી વિતાવે છે. એવી જ રીતે સ્નેહના તંતુ રાગના આંધનમાં માંધેલા મનુષ્ય પણ પેાતાના રાગના અધનામાં જ વિતાવે છે. ભલે તે રાગ પુત્રના હાય અથવા પત્નીના ? સ’ભવ છે. એમાંથી કાઈને ૧-૨ રાગ ઓછા હાય કાઈને ૧-૨ રાગ વધારે પણ ડાઈ શકે. વૈભવ પુત્રાદિ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ કર્મની વિચિત્રતાથી બનેલે સંસાર છે. કેઈ ના ઘરમાં સંતાન નથીને પૈસા ઘણા છે અને કોઈની પાસે પૈસા નથીને સંતાન વધારે છે. એવી રીતે ન્યૂનાધિક વસ્તુઓની પ્રાપ્તિ કરી સંસાર સર્વત્ર ફેલા ચેલે છે. કેઈને ત્યાં ખાવાનું ઘણું છે. તો પાછળ ખાનારાજ નથી. તે પણ દુઃખી છે અને કેઈને ત્યાં ખાવાવાળા ઘણાં છે તો ખાવા માટે કિંઈ જ નથી. ઠેકાણું જ નથી. વિચારો કે આ કેવી કર્મની વિચિત્રતા છે? આખરે સંસારમાં કઈ પણ સુખી નથી. સર્વત્ર દુઃખ જ દુખ ભરેલું છે. સુખ પ્રાપ્તિના માટે રાગ રાખે છે સંસારમાં તો કોઈને પણ પૂછશે કે કેમ ભાઈ ! રાગની શી જરૂર છે ? રાગની આવશ્યકતા શી છે? એને જવાબ આ છે કે સુખની પ્રાપ્તિને માટે સુખની અનુભૂતિને માટે રાગ ઊભે છે. ગાયને થોડું ઘાસ નાંખી દેજે તે ખીલીની પાસે આવી ઉભી થઈ જશે એટલામાં માલિક ગળામાં દોરડું બાંધી દેશે. ગાય ઘાસ ખાતી રહેશે. પણ તેને એ ખબર નથી કે ઘાસ તે ૧-૨ કલાક ખાવાનું છે અને દોરડું તે આખી રાત છે. તેવી જ રીતે મનુષ્ય પણ રાગનાં બંધનમાં ફસાય જાય છે. વિષય સુખ કે દેહ સુખ તે ક્ષણ માત્ર માટે છે. પરંતુ જીદગીભર શ્રીમતિની ગુલામી કરવી પડે છે. સંતાનને રાગ પણ જોરદાર છે. સંતાનથી સુખ કયાં સુધી મળશે? મળશે કે નહીં મળે? તે પણ ખબર નથી છતાં આશા રૂ૫ રાગના તાંતણાઓથી બંધાયેલે મનુષ્ય સંતાન પ્રાપ્તિ માટે આકાશ પાતાળ એક કરી નાંખે છે. સંતાન પ્રાપ્તિ પછી પણ ખવરાવવું પીવરાવવું પાલન–પષણ વગેરે હજારો દુખે સહન કરીને પણ તે સંતાનને મોટું કરે છે. લાખ રૂપિયા ખર્ચીને સંતાનને ભણાવ્યે ગણાવ્યું હોંશિયાર બનાવ્યે લગ્ન કરાવ્યા પછી બસ! છોકરાએ મેં ફેરવી લીધું હવે તેને પત્ની જ દેખાય છે. મા-બાપ તે દેખાતા જ નથી. સુખનો આશાથી પિતાએ બધું જ કર્યું. પરંતુ એક દિવસ એ આવ્યો કે પુત્ર-પિતાથી જુદો રહેવા ગયે અને પિતાની હિમાલય જેવી મેટી આશાએ બરફની જેમ ઓગળી ગઈ. રાગની ધનિષ્ટતા કાંઈ ઓછી દુઃખદાયી નથી. “સંભાવના” ધારો કે ” એને અમને બહુ જ રાગ છે. જે એને રાગ ન હોત તો આજે અમારી આ દશા જ ન હેત જે અમે આ વિષય ઉપર નિબંધ લખવા બેસીએ કે આ પૈસે જ ન હેત ! એવી જ રીતે બધા વિષયેમાં રાગ રાખીને આગળ વધવાથી એવું લાગે છે કે મારા જ રાગે મને દગો દીધે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શું રાગ વિશ્વાસઘાત કરે છે? શું રાગ પણ કેઈને દગો આપે છે? શું રાગથી દગે થાય છે? હા ઘણીવાર થાય છે. તમારી જ વહાલી પનિ તમને દગો આપે છે. અહી સુરેન્દ્રદત્ત રાજાનું દ્રષ્ટાંત યાદ આવે છે કે રાજાની રાણી પરંતુ રાગવશ થયેલી તેની સાથે ? રાજાના હાથીને મહાવત કુબડે. તેના રાગમાં રંગાયેલી તેની પત્ની નયનાવલી પિતાના પતિને પાનામાં ઝેર આપીને મારી નાખે છે. કેટલી હદ સુધીને દગો રાગવૃત્તિમાં તીવ્ર રાગમાં તમને ફસાવીને મીઠા મીઠા શબ્દો દ્વારા લૂંટી લે છે. તમારો જ વિશ્વાસુ પુત્ર તમને ઠગે છે. તમારે જ વિશ્વાસ પાત્ર નેકર મુનિમ, મહેતા, મિત્ર વિગેરે શું તમારાથી વિશ્વાસઘાત કરે છે? એવું લાગે છે કે જાણે વિશ્વાસ જ વિશ્વાસઘાત કરવાનું સૌથી મોટું નિમિત્ત છે. આ વિશ્વાસના ઓઠા નીચે જ લાગે કે એ લાખે લોકોને ઠગ્યા છે, બનાવ્યા છે. રાગની છાયામાં જ રાગી ઠગાઈ જાય છે. મોહની વાતોમાં જ મેહી ફસાઈ છે. કારણ કે કપટ કરવાવાળ કપટી માયાવી વૃત્તિને આશ્રય લે છે અને આ માયા રાગને પ્રકાર છે. તે રાગના ઘરમાં રહે છે. આથી તમને છેતરનાર તમારા ઘરમાં એવી રીતે ધૂસશે કે જાણે કે તમારો વિશ્વાસ તેનામાં અંકિત થઈ જાય મચાવી કપટી તમારા ઘરમાં તે શું પણ તમારા દિલમાં પણ ત્યાં સુધી પ્રવેશ કરી લેશે કે પાછલા પગે કમાડ વાસીને તે તમારું સર્વસ્વ લૂંટી લેશે તો પણ તમને તેની ખબર નહીં પડે ઘણી વખત મનુષ્ય તીવ્ર રાગ અને દઢ વિશ્વાસમાં જ ઠગાઈ જાય છે, લૂંટાઈ જાય છે. શું તમે રાગ વિના જીવી જ નથી શકતા? કેટલાક ઇવેને એવી પ્રતીતિ હોય છે કે અમે રાગ વિના જીવી જ નથી શકતા ! જેવી રીતે, જાણે મૃત્યુની શય્યા પર રહેલા કઈ દદીના નાકમાંથી જે ઓકિસજનની નળી કાઢી નાંખવામાં આવે તે સંભવ છે કે તે તરત જ મરી જાય કારણ કે તેનું જીવન એકિસજનની નળી ઉપર જ નિર્ભર હતું એવી જ રીતે સંસારી મનુષ્ય રાગના કિસજન ઉપર જીવી રહ્યો છે. એને એ ડર છે કે રાગ વિના હું એક ક્ષણ પણ જીવી શકતું નથી, પછી તે ગમે તેને રાગ કેમ ન હોય? શું પૈસા ચાલ્યા જાય તે તમે જીવી શકે છે? પત્ની ન હોય તો Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ શું થાય? પુત્ર મરણ પામે તે શું થાય? ભયંકર આમરણાંત રેગ થઈ જાય તે દેહરાગની શી દશા થાય? મિત્ર-મંડળ અને સગાવ્હાલા તમારા દુશ્મન બની જાય તો શું થાય ? આવા અનેક વિષય સંબંધમાં આપણે એ માની લીધું છે કે રાગ વિના જીવન સંભવિત જ નથી. જીવનનું ચાલક બળ રાગ જ છે. રાગથી જ પ્રવૃત્તિ થઈ શકે છે રાગ વિના જીવનનું અસ્તિત્વ જ ટકી શકતું નથી. રાગના કેન્દ્ર ઉપર જ કંચન, કુટુંબ, કાયા, કામીની, કીર્તિનું વર્તુળ દેરી શકાય છે. પણ આ માન્યતા અત્યંત ભૂલ ભરેલી છે. શું તમારી સામે જ સાધુ, સંત, ત્યાગી, બૈરાગી, નિસ્પૃહી, નિઃસ્વાર્થ મહાત્માએ નથી જીવતા? તેઓની પાસે પૈસા નથી, પત્ની નથી, સંતાન નથી કુટુંબ-કબીલ નથી ઘરબાર, ગાડી, વાડી કશું જ નથી. તે પણ તેઓ જીવે છે કે નહીં ? તેઓ ગમે તે રીતે જીવન પસાર કરે છે એવું પણ નથી ઉલટું તમે જ્યારે રાગની ચિંતામાં જીવી રહ્યા છે ત્યારે તેઓ ત્યાગની ચિંતનમાં જીવી રહ્યા છે ત્યારે તેઓ ત્યાગના ચિંતનમાં આનંદથી જીવનને માણી રહ્યા છે. સંસારી જીવન પસાર કરે છે. વ્યર્થ રાગની પાછળ સાર્થક એવા જીવનનું બલિદાન દે છે જ્યારે સંતે જીવી જાણે છે આત્માનંદનાં આદશની પાછળ જીવનને ઝઝુમી જાણે છે અને ચિદાનંદની મસ્તીમાં જીવનનું પર્યવસાન આણે છે અને માટે જ તમે સૌ સાધુ સંતોના ચરણોમાં મૂકી જાવ છો. કેઈ સાધુ ત્યાગી તપસ્વી સંસારીના ચરણોમાં મૂકતા નથી. તમે જ સં તેની પાસે આર્શિવાદ લેવા માટે ઉત્સુક હોય છે. સંતેની અમીદષ્ટિનું પાન કરવા માટે આતુર હો છો. પણ આજ દિવસ સુધી એવું જોવામાં આવ્યું નથી કે કઈ સાધુ, સંસારીની પાસે આશિર્વાદ લેવા ગયા હોય! ત્યાગી. કયારે ય પણ રાત્રીની સામે પરાજય કબૂલ કરતું નથી. તેની છાયામાં આવી જતું નથી અને તે રોગી જ દયાપાત્ર બને છે, ત્યાગી તે રાગીની દયનીય સ્થિતિને વિચાર કરીને રાગની અસારતાને સમજે છે, સમજાવે છે. આથી ત્યાગ રાગથી મહાન છે. રાગ અધમ છે, પાપ છે દુઃખદાયી છે. “TTધો નૈવ પર, રાગાંધ માણસને કાંઈ પણ દેખાતું નથી જુગારીને જેમાં જુગાર જ દેખાય છે, સોનીને જેમ સર્વત્ર સેનું જ દેખાય છે કામીને હંમેશા.. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ કામ જ દેખાતા હોય છે, કમળા રોગવાળા દદીને જેમ સત્ર પીળું જ દેખાય છે એવીજ રીતે રાગમાં અન્ધ થયેલા મનુષ્યને પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક કાળમાં રાગ જ દેખાય છે. રાગની વ્યાખ્યા જ એ છે કે કોઈ પણ જડ-ચેતન પદાર્થોં પ્રત્યે મમત્વની બુદ્ધિ (વૃત્તિ) ની જે આસક્તિ છે તે જ રાગ છે ખરેખર રાગ બધનકર્તા છે. રાગ અવિવેકી છે. રાગાસક્ત ન કરવા યાગ્ય પણ કરી બેસે છે. મદ્યપાનની જેમ તે રાગી ઉન્માદ્રી બનીને ગુમસાન અને છે. રાગના નશાની અંદર ખેંચા ચેલેા રહે છે. જ્યારે રાગની ઈચ્છા પુરી ન થાય ત્યારે સંઘષ થાય છે. અને પરિણામે કેટલીય વાર રાગનુ દ્વેષમાં પવસાન થાય છે, રાગનું દ્વેષમાં રૂપાંતર :— છેવટે દ્વેષ આવ્યે કયાંથી ? કેટલીક વાર રાગમાંથી રૂપાંતરિત થઈને દ્વેષ આવતા દેખાય છે દ્વેષને સ્વતંત્ર પગ નથી હાતા, તે રાગના ખભા ઉપર બેસીને આવે છે ઘણી વખત રાગ જ દ્વેષમાં બદલાતા જોવામાં આવે છે, એક યુવકને એક યુવતિ ઉપર પ્રેમ હતા, તે તેની પાછળ પાગલ હતા તેની પાછળ સર્વસ્વ ગુમાવી બેઠા હતા અને અચાનક તે યુવતિએ ખીજાની જોડે લગ્ન કરી લીધા. હવે શું થશે ? પરિણામ એ આવ્યું કે તે યુવાન તે યુતિને દુશ્મનની જેમ દ્વેષષ્ટિથી જોવા લાગ્યા ! યુવાનની આંખામાં દ્વેષ તરવરતા હતા અને સંભવ છે કે કઈ અચેાગ્ય કાર્ય પણ તે કરી બેસે અને સસારમાં આવું જ આપણે જોઈએ છીએ. વડોદરામાં કોઇ એક રૂપસુંદરી સ્રીની મેઢા ઉપર કોઇએ તેજામ નાખી દીધેા, બિચારીની આંખા ચાલી ગઈ. તે આંધળી બની ગઈ. તેના માંની ચામડી બળી ગઈ અને તમામ રૂપ, સૌંદર્યાં, લાવણ્ય નાશ પામી ગયું. હવે તે ખીચારીની જી ંદગી કેવી પાયમાલ થઈ ગઈ ? માતા-પિતાના મૃત્યુ પછી પિતાની મિલકત પાછળ બધાભાઇ મિલ્કતની પ્રાપ્તિ માટે લડે છે, ઝઘડે છે બધામાં લેાભ રહેલા છે. બધાં જ તીવ્ર રાગ માહ-મમવથી ભરેલાં છે. પરિણામ એ આવશે કે જેની પાસે મિક્તની ચાવી છે તે વધારે લેવા ઈચ્છશે, તેને પચાવી પાડવાનું મન થશે અને તે કદાચ ચારી પણ કરશે, અર્થાત્ ખીજા ભાઈ આની સાથે દુશ્મનાવટ ઊભી થશે પરિણામ એ આવશે કે ભાઈચારાને બદલે પ્રત્યેકની આંખેામાં દ્વેષની વૃત્તિ ડીકીચાં કરતી દેખાશે અને કદાચ ગાળાગાળીથી વધીને મારામારી પણ થઇ જાય અને ખૂન કરવા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ સુધી પણ જીવ પહોંચી શકે છે. કે'માં જઈને વિનાશના માગે આગેકૂચ કરે છે. કોઈ પણ વસ્તુને રાગ કેટલીય વાર દ્વેષમાં પરિણમે છે, અને સસારમાં રાગના બીજો કિનારા દ્વેષ બનતા જોવામાં આવે છે. એટલે સ'સારસમુદ્રના રાગ-દ્વેષ રૂપી બે કાંઠા તૈયાર થાય છે. માનસરોવરના નિર્મળ, મધુર, પવિત્ર પાણીમાંથી ગંગા નીકળી, પરંતુ ગંગાના તે સ્રોત વહીને ખારા સમુદ્રમાં ભળી ગયે. ગ ગાએ પેાતાના અસ્તિત્વનું સમુદ્રમાં વિલેાપન કર્યું અને ત્યાં જતાં ગંગાનું મધુર, પાણી ખારું અની ગયું. આ જ રીતે રાગની કહેવાતી મધુરતાથી શરૂ થયેલી જીવનયાત્રા પણ ઘણીવાર અંતે તે દ્વેષના ખારા પાણીમાં મળે છે. રાગનુ દ્વેષમાં રૂપાંતર ઘણીવાર જોવા મળે છે, પરંતુ દ્વેષ રાગમાં પરિણામ પામે એવું તા કયારેક જ જોવા મળે છે. રાગદ્વેષની પર પરાના સંસાર — છેવટે, એક વાત તા નિશ્ચિત છે કે સ'સાર રાગ-દ્વેષથી જ અને છે અને રાગદ્વેષથી ચાલે છે અને તેના દ્વંદ્વથી જ તે ટકે છે અને તે રાગ-દ્વેષથી જ ખગડે પણ છે. આ રીતે સૌંસારની ચારે બાજુ જોવામાં આવે તે માત્ર એક રાગ-દ્વેષ જ નજરે ચડે છે. અરે, કાઈના પણ સંસાર જુએ, ભલભલાના સસારમાં દષ્ટિપાત કરીએ તે તેમના સંસાર વૃક્ષના મૂળમાં રાગ-દ્વેષની માત્રા અવશ્ય હોય છે. શ્રી નેમિનાથ ભગવાન અને રાજુલની વચ્ચે નવ ભવને રાગ હતા. નવ નવ ભવની પ્રીતના સ્નેહુબ ધનથી તેએ એકબીજાથી જોડાયેલા હતા. નવે ભવમાં નામકુમાર પતિ બન્યા છે અને રાજુલ તેમની પત્ની બની છે. સ્વગ માં ગયા તા પણ ત્યાં દેવ-દેવીના સ્વરૂપમાં સાથે રહે છે. અંતિમ ભવમાં શ્રી નેમિનાથ ભગવાને પેાતાના જ્ઞાનથી બધી પૂર્વજન્મની વાતને પ્રગટ કરતા ઉપરાકત વાત કહી હતી. નવ જન્મના રાગના આ સસાર હતા. એ પ્રમાણે પૃથ્વીચ દ્ર-ગુણસાગરના ૨૧ જન્મને રાગના સંસાર ચાલ્યે!, દ્વેષના નહીં. કયારેક શરૂઆતમાં એવુ લાગ્યું! પરંતુ પછીના અનેક જન્મમાં તેઓ પતિ-પત્ની મન્યા, સગાભાઈ બન્યા, અને ખીજા પણ સંબ"ધ રહ્યા. પરતુ રાગની જ સત્ર પ્રધાનતા હતી. આ રીતે રાગના અનુમા જન્માજન્મ ચાલે છે. એ જ પ્રમાણે દ્વેષની પર`પરા પણ ચાલતી જોવા મળે છે કમટે અને મરૂભૂતિની ૧૦ ભવ સુધી દ્વેષની પરંપરા ચાલી. વૈરનુ નિયાણુ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ કરીને સ'સારમાં પ્રત્યેક ભવમાં કમઠ પેાતાના જ નાના ભાઈ મરુભૂતિને મારતે રહ્યો. પરંતુ અંતે મરુભૂતિ દસમા જન્મમાં પાર્શ્વનાથ તીથ કર બનીને મેક્ષમાં ગયા અને ત્યાં આ વૈરની પરપરાના અન્ત આવ્યું. એ જ પ્રમાણે બીજી વૈરની પરપરા અગ્નિશમાં અને ગુસેનની નવ નવ ભવ સુધી ચાલી. પ્રત્યેક જન્મમાં અગ્નિશર્માના જીવ ગુણુસેનને વર્ષ કરતા રહ્યો તે શું પરિણામ આવી શકે? દ્વેષ નિયાણાના આ સંસાર હ. આ તેા તીર્થંકરાના જીવનની વાત થઈ તેએ માક્ષગામી હતા છતાં તેની ભવપરપરા જો આવી ચાલે તે આજે આપણી તે શું દશા થશે? શું આજે કાઈ એક પણ જીવ એવા જોવા મળે કે જેના જીવનમાં રાગ અને દ્વેષના લેશ પણ ન હોય ? સમુદ્રનું પાણી હાય અને ખારૂં' ન હેાય એવું બની શકે ખરૂ? એવી જ રીતે સંસારમાં સંસારી જીવને રાગ-દ્વેષ ન હેાય એવુ કઈ રીતે બની શકે? રાગથી પણ નુકશાન થાય છે • દ્વેષથી ભયંકર નુકશાન થાય છે એ તેા પ્રત્યક્ષ અનુભવની વાત છે. પણ રાગથી નુકશાન થાય છે એ વાત માનવા માટે ઘણા તૈયાર નથી. જો રાગથી સસારને રથ સડસડાટ ચાલતા હોય તે તે લેાકેાને પ્રિય બને છે. લેાકેા તેમાં આસક્ત બને છે, અને એ જ એમનુ લક્ષ્ય અને છે. પણ આ ગભીર ભૂલ છે, રાગી પ્રશ્ન કરે છે કે અમારે પતિ-પત્નીને! સમધ કયારેય કષાયથી પ્રદુષિત નથી થયેા, ઝઘડાનુ નામ માત્ર પણ અમે સાંભળ્યું નથી તેા પછી તે સુખદ સંસારને મનેહર શા માટે ન માનવા ? એમાં ખાટું શું છે? પણ્ અહીં જ્ઞાનીના દિવ્ય ચક્ષુથી અવલાકન કરવાની જરૂર છે, ચાક્કસ તમે તમારા ગધેડાની અપેક્ષાએ ઘેાડાને સારી કહેા છે. અથવા સાપની અપેક્ષાએ ઉંદરને સારા કહેા છે. ? પરંતુ શુ ઘેાડા કે ઉંદર નુકશાન નથી કરતા? જેવી રીતે ગધેડો લાત મારે છે, તેવી જ રીતે ઘેાડે પણ લાત મારે છે. ઘેાડા પણ પોતાની પીઠ ઉપરથી કયારેક સવારને પાડી પણ નાખે છે! અને ત્યારે વાગે પણ્ છે હાડકાં ખાખરા થઈ જતાં હાય છે. દ્વેષ સાપનાં જેવા છે. સીધા જ ડંખે છે, અને તેના વિષની અસરથી માણસ મરી પણ જાય છે. પરંતુ ઉ ંદર ડંખ નથી દેતે. એનામાં ઝેર પણ નથી. નિવિષ દર તમે ઉંઘતા હૈ ત્યારે ફૂંક મારીને તમારા પગની ચામડી કાપી લે છે તમને ખબર પણ ન પડે, પરંતુ ધીરે ધીરે Page #28 -------------------------------------------------------------------------- ________________ પપ૩ ઝેરની અસર લાંબા કાળ પછી થતી હોય છે. પણ જ્યારે ઉંદર કરડતો ફાય છે. ત્યારે પણ ઘણું મીઠું લાગે છે. જેવી રીતે ખુજલીનું દર્દ થયું હોય અને ખંજવાળ કરવામાં આવે તે તે ગમે છે, તેવી રીતે રાગ લોકેને ઘણે ગમે છે, ઈષ્ટ લાગે છે. પરંતુ દ્વેષ તે કડવે ઝેર જે લાગે છે. પરંતુ ઘણું ઝેર સ્વાદમાં મધુર હોય છે અને યમરાજાને 'ઘર પહોંચાડતા વાર પણ કરતાં નથી. જંગલમાં વિપાકનું ફળ જેવા મળે છે. તેવામાં અત્યંત લાલ, રદર નયનરમ્ય હોય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઝેરી હોય છે. તે ખાતાં જ મનુષ્ય મૃત્યુના શરણે પહોંચી જાય છે. સગપણ કિંપાકના ફળ જે છે રાગનું સ્વરૂપ રમણીય હોય છે. એને ઉપગ આહલાદજનક હોય છે પરંતુ એની ઝેરી અસરથી ભવ પરંપરા વધતી હોય છે. એનાથી સંસાર લીલાછમ રહે છે. આથી જ રાગએ Slow Cold Poision છે. ન હવે વિધાયક દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ વિચારીને પછી રાગના ફળને વિચાર કરે. આત્માનું સ્વરૂપ કેવું છે? અનંત જ્ઞાન દર્શન ચારિત્રદિ સ્વરૂપવાન આત્માને રાગની જરૂરિયાત જ કયાં છે? આથી આત્માએ તે પિતા ને શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવું જોઈએ. આમાએ સ્વની સાધનામાં સ્વરૂપ રમતામાં સ્થિર રહેવું જોઈએ. પરંતુ આમાં રાગભાવમાં આવીને મહદશાને વશ થઈને પિતાનું કર્તવ્ય ભૂલો જાય છે. અને બાહ્ય મૂઢ પદાર્થો પ્રત્યે મૂઢ બને છે અને પોતાનાથી ભિન્ન એવી સજાતીય વ્યક્તિઓ અને વિજાતીય પદાર્થો પ્રત્યે રાગને આધીનપણે આશકિત રાખીને પિતાને જન્મ બગાડે છે. જો તમે આધ્યાત્મિક દષ્ટિકોણથી આત્મ સ્વરૂપના દૃષ્ટિકોણથી રાગને જેશે. તે આત્માને રાગ એ પિતાને ખતરનાક શત્રુ જરૂરથી લાગશે. ભયંકર નુકશાન પ્રદ સાબિત થશે અને જો તમે સંસારનો દૃષ્ટિકોણથી રાગને તપાસશે તે તે સ ર લાગશે અને આ જ કારણથી ભલભલા સાધકે. પણ ૨ગને ઓળખી શકતા નથી. તીવ રાગવશ દેવભવ પણ બગડે છે. - ચારે ગતિમાં સ્વર્ગ ગતિએ ઉત્તમ છે. દેવગતિમાં પણ વૈમાનિક કપ પન્ન અને કપાતીત દેવલોક અનુક્રમે વધારે સુખી અને શ્રેષ્ઠ મનાય છે. કપાન્ન દેવલોકમાં ૧૨ દેવલોક છે અને તેની ઉપર કલ્પાતીત દેવલોકના ૧૪ દેવલોક અત્યંત ઊંચી કક્ષાના છે. જો કે દેવક એ ઉત્તમ ગતિ છે. પરંતુ કપપપન્ન દેવકના બાર વિભાગમાં રાગ-- Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ -અનુરાગની વૃત્તિ પડેલી છે. તે હજી સમાપ્ત થઈ નથી. તેમાં પણ બે દેવલોક સુધી તે દેવીઓ ઉત્પન્ન થાય છે. ત્યાં પણ મનુષ્ય ગતિની જેમ કામ ભેગ દેહસંબંધ વગેરે બધું જ છે. ત્યારબાદ તેની ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી પરંતુ દેવી ઉપર જરૂર જાય છે. મનેહર, વર્ણ, ગંધ રસ, સ્પર્શ, શબ્દના રાગથી તથા નૃત્યગાન આલિંગનથી દેવતાઓનાં મનમાં અનુરાગઉત્પન્ન કરાવતી મને રંજન કરાવે છે. આથી કામ રાગ છે. વિષય રાગ છે. ક૯૫નના બાર દેવલાક સુધી આ રાબ અનુરાગ પેદા કરે છે. બસ ત્યાર પછી ઉત્તરોત્તર કલ્પાતીત દેવલોકમાં કામ રાગ કે વિષયરાગને સંચાર માત્ર પણ નથી. આવા વૈમાનિક કલ્પપપન્ન દેવલોકના દેવતાઓ પણ કેટલીયવાર તીવ્ર રાગવશ અથવા કામરાગમાં આધીન થઈને જીવનું ત્યાંથી પતન કરાવે છે. બીજા ની વાત બાજુ પર મૂકીને ભગવાન ઋષભદેવના પૂર્વ જન્મની વાત કરીએ! શ્રી બાષભદેવ પ્રભુના ૧૩ ભવ થયા છે. જ્યારે તેઓ તીર્થકર થયા ન હતા એવા પૂર્વ જન્મોમાં તે તેમને પણ રાગ-દ્વેષની માત્રા હતી અને તેનાથી તેમનું પતન પણ થયેલ. ભગવાન શ્રી રાષભદેવ પિતાના પાંચમા ભવમાં બીજા ઈશાન દેવલોકના દેવ તરીકે ઉત્પન્ન થયા હતા. એમનું નામ લલિતાંગ દેવ હતુ. અપાર મૈભવ-એશ્વર્યથી પરિપૂર્ણ દેવજન્મનાં સુખ ભોગવતાં તેમને કાળ પસાર થતું હતું. એટલામાં અત્યંત રૂપ-લાવણ્ય-સૌંદર્યવતી સ્વયંપ્રભા નામની દેવી જોડે તેમને સંબંધ થશે, લલિતાંગદેવ એ સ્વયંપ્રભા દેવીની જોડે અત્યંત મેહિત થયો. તેનાથી તેને ઘણો સંતોષ હતો. અત્યંત તીવ્ર અનુરાગના કારણે લલિતાંગ દેવ એટલે બધે આસક્ત થયેલ કે સ્વયં પ્રભા સિવાય સંપૂર્ણ દુનિયાને તે ભૂલી ગયો. તેના જીવનનું મધ્યવતી કેન્દ્રસ્થાન સ્વયં પ્રભાએ મેળવ્યું હતું. કામરાગની કેટલી પ્રબળતા છે !!! કાળક્રમે એવું થયું કે બદામની બરફીમાં કાંકરાની જેમ તેના સુખમાં અવરોધ આવ્યું. દેવી સ્વયંપ્રભાનું આયુષ્ય પૂર્ણ થતાં તેણે પિતાની જીવનલીલા સંકેલી લીધી અને એ દેવલોકમાંથી મારીને મૃભુલોકના ઘાતકી ખંડમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના નંદિ નામના ગામમાં દરિદ્ર નાગિલ ના ઘરમાં એની પત્ની નાગશ્રીની ૬ પુત્રીઓની ઉપર સાતમી પુત્રી રૂપે જન્મી ત્યાં તેનું નામ નિર્નામિકા રાખવામાં આવ્યું. આ બાજુ સુખના પ્રારંભકાળે અચાનક સ્વયંપ્રભા દેવીના મૃત્યુથી Page #30 -------------------------------------------------------------------------- ________________ પપપ લલિતાગદેવને આઘાત લાગે અને તે ગાંડા જેવું બની ગયું. કામરાગની.. તીવ્રતાએ એવી વિચિત્ર સ્થિતિનું સર્જન કર્યું કે સમસ્ત ઈશાન. દેવલોકમાં ઉન્મતની જેમ હે પ્રિયા! હે પ્રિયા ! બોલતે ભટકવા લાગ્યા. મૂચ્છિત થઈને પડી ગયે. વારંવાર વિલાપ કરવા લાગ્યા. બસ, હવે કઈપણ કાર્યમાં તેનું મન જ લાગતું નથી, બસ એક જ સ્વયંપ્રભા દેવીને યાદ કરીને વિલાપ કરતો તે ભટકતે રહ્યો. તેને તેણીના સિવાય બીજું કાંઈ પણ દેખાતું ન હતું. મેહની રાગદશા એટલી પ્રબળ હોય છે કે એક દેવને પણ ઉન્મત્ત બનાવી દે છે! એટલામાં પૂર્વજન્મને પિતાના અવયં બુદ્ધ મંત્રી પણ ચારિત્રની સાધના કરી મૃત્યુ પામીને ત્યાં જ બીજા દેવલોકમાં દુધર્મા નામને દેવ બળે. તે અચાનક લલિતાંગ દેવને મળે અને અવધિજ્ઞાન વડે પૂર્વભવના પિતાના રાજાને ઓળખી લીધા અને નેહવશ તેમને સમજાવવા લાગ્યા કે, અરે ભાઈ! તું આ શું કરે છે? આ અસ્થિર કેમ બની ગયો છે? તું શાંતીથી સંગેને સ્વીકાર કર સંચોગોને સામને કરવાથી આધ્યાન થાય છે અને સંયોગને શાંત સ્વીકાર કરવાથી આત્માની સમતા બની રહે છે. તું ધીરજધર, બધું સારૂં થશે. આ પ્રમાણે સાંત્વન આપીને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકવા કહ્યું. તે તેમ કરતાં જણાયું કે સ્વયં પ્રભા દેવીને જીવે તે નાગિલ દરિદ્રની સાતમી કન્યારૂપે જન્મ લીધો છે. તે બિચારી અત્યન્ત દુઃખી છે. આ જોઈને લલિતાંગને પણ અત્યંત દુઃખ થયું. બંનેએ મળીને ઉપાય વિચાર્યો. લલિતાંગ દેવ નીચે પૃથ્વી ઉપર નિર્નામિકા પાસે આવ્યે, પિતાનું રૂપ-સૌદય અને અશ્વય બતાડીને પૂર્વજન્મની યાદ કરાવતા કહ્યું હે મારી વહાલી ! તારા વિરહાનલથી હું બળી રહ્યો છું. આથી તું જલદી ફરી દેવી બનીને દેવલેકમાં આવી જા નિયાણું કરીને તું સ્વર્ગમાં આવ. આ બાજુ નિનામિકા યુગધર કેવલી પ્રભુ પાસે પોતાની જીંદગીનું દુઃખ વ્યક્ત કરીને તેમના આલંબનથી અનશનની તપશ્ચર્યા કરતી હતી તેટલામાં આવીને લલિતાંગ દેવે ઉપરોક્ત વાત કરી છેવટે મેહવશ રાગનું નિયાણું કરીને ત્યાંથી મરીને તે બીજા દેવલોકમાં ફરી સ્વયંપ્રભાના સ્થાને દેવી બની અને ત્યારે જાણે શબમાં સંજીવનીની જેમ લલિતાંગ દેવમાં પ્રાણેને સંચાર થયે, ફરી તીન રાગવશ સ્વયંપ્રભા દેવીની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ સાથે આસક્તિપૂર્વક કામ કીડામાં મશગુલ બની ગયા સમય તે અખલિત ગતિએ પસાર થઈ રહ્યો છે. એટલામાં લલિતાંગ દેવનું આયુષ્ય પૂર્ણ થયું. જિનેશ્વર ભગવંતના કલ્યાણકેની ભક્તિ વિગેરે કરીને લલિતાંગ દેવ ત્યાંથી ચ્યવી, જબૂદ્વીપની પુષ્કલાવતી વિજયમાં સુવર્ણજધ રાજાને ઘરે વાજંગ રાજપુત્ર રૂપે ઉત્પન્ન થયો. આ તે રાગના સંબંધમાં કષભદેવ ભગવાનના પાંચમા ભવની વાત થઈ. આ રાગે દેવભવમાં પણ કેટલું નુકશાન કર્યું છે ? કઈ દશા કરી છે? ત્યાં સુધી કે દેવગતિના દેવતાએ તીવ્ર મેહ વશ ત્યાંથી મારીને એકે ક્રિય જાતિમાં હીરા, મોતી, સોના, ચાંદી રૂપે ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિમાં એકેદ્રિયમાં જન્મ લે છે. વિચારે કે પંચેંદ્રિયમાંથી સીધા એકેદ્રિયમાં જન્મ કેટલું નીચે ઉતરવું પડ્યું. તેમાં માત્ર રાગ જ કારણ છે. પ્રતિક્ષણે અસંખ્ય દેવો એવે છે અને બહુલતાએ પૃથ્વી કાય, અપકાય અને વનસ્પતિકાયમાં જન્મ લે છે. આનું કારણ એ છે કે ત્યાં તેમની આસક્તિ હતી. દેવલોકની વાવડીઓમાં, રત્નાની વસ્તુમાં અને બગીચામાં આસક્તિ હોવાથી, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિએ ન્યાયથી એમને ત્યાં ઉત્પન્ન થવું પડે છે. હવે આસક્તિ પણ પ્રીતિ વિના થતી નથી. પ્રીતિની ગાઢતમ અવસ્થા એજ આસક્તિ છે. પ્રીતિમાં તે વસ્તુ ગમે છે અને આસક્તિમાં તે વસ્તુ વગર ચાલતું નથી. દા. ત. ઘણાને ચા ગમે છે. અને ઘણાને ચા સિવાય ચાલે જ નહી, હવે આ પ્રીતિ પણ પરિચયથી પ્રાપ્ત થાય છે. એટલે જેને પરિચય તેની પ્રીતિ, જેની પ્રીતિ તેની આસક્તિ અને જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ દેવતાઓએ દિવ્ય ભેગને પરિચય કર્યો. પ્રીતિ આસક્તિ થતાં ત્યાં ઉત્પત્તિ થાય છે અને સીધાએકેન્દ્રિયમાં ઉત્પન થાય છે. હવે આ સિદ્ધાંતનું ઉવીકરણ કરવામાં આવે તો પ્રભુને પરિચય સૌ પ્રથમ કરવો પડે પ્રભુના વાસ્તવિક પરિચય પછી પ્રીતિ અને આસક્તિ અવશ્ય થાય છે અને આપણે સ્વયં પ્રભુતાને પામીએ છીએ. ધનરાગવશ એકેદ્રિયમાં જન્મ અનેક લબ્ધિના નિધાન ગુરૂ ગૌતમ સ્વામીએ એકવાર શ્રી શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયે, હે કૃપાળુ ! કયા કારણથી જીવ પંચે. દ્રિય હોવા છતાં મરીને સીધા પતન પામી એકેદ્રિયમાં જન્મ લે છે? Page #32 -------------------------------------------------------------------------- ________________ પપ૭ આને પ્રત્યુત્તર ફરમાવતાં કરૂણાસાગર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું હે ગૌતમ! ના મેળો તિ, અન્ના , મહામાં ! तया एगि दिए जम्मा, सम्म जाणाहि गोयमा ॥ હે ગૌતમ! જેને અત્યન્ત તીવ્ર મેહને ઉદય વર્તે છે. જેની રાગદશા અત્યન્ત તીવ્ર હોય છે અને જેનું અજ્ઞાન મહાભયંકર કક્ષામાં પહોંચી ગયું છે. એવી સ્થિતિમાં બાજી બગડી જાય છે અને જીવ એકેદ્રિય ગતિમાં પહોંચી જાય છે. તીવ્ર મેહનો ઉદય અને અજ્ઞાન આ બંને જ આત્માના મહાશત્રુ છે. આત્માની દુર્દશા અને દુર્ગતિ કરવાવાળા ભયંકર શત્રુ છે. | મહીસારનગરના મોહનદાસ શેઠ અત્યત ધનાઢ્ય હોવા છતાં પણ મહા કંજૂસ હતા. એમને પુત્ર પિતાથી બિલકુલ વિપરીત ગુણવાળો અર્થાત ઘણું જ ઉદાર હતા. તે દાન આપવા લાગ્યા ત્યારે પિતાએ તેને ૨. પુત્રે પિતાને સમજાવ્યા. હે પિતાજી ! મૃત્યુ થશે ત્યારે કંઈ જ સાથે આવવાનું નથી. આટલી ધનસંપત્તિની મૃત્યુ પછી શું સ્થિતિ થશે? દાન-પુણ્યથી પરોપકાર કરે જ શ્રેયકર છે. પરંતુ પિતાજીનું મન ન બદલાયું–તેમના વિચારોમાં કંઈ જ ફેરફાર ન થ. ધન પ્રત્યેને રાગ-આસક્તિ ઓછી હોય તે જ ત્યાગ થઈ શકે છે, દાન કરી શકાય છે. છેવટે તીવ્ર મેહ અને અત્યંત ૨ાગવશ પિતા મેહનદાસ ધનરાગ અને પત્ની રાગવશ મારું મારું કરીને મરીને એકેદ્રિયમાં પૃથ્વી કાયમાં સેનાની ધાતુમાં ઉત્પન્ન થયા અને પૃથ્વીકાયમાંથી મરીને અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય વગેરેમાં અનેક જન્મ કરશે. ઘણી મુશ્કેલીથી જયાંથી નીકળીને ૮૪ના ચક્કરમાં પરિભ્રમણ કરતાં મનુષ્ય ગતિમાં આવ્યા અને ત્યાં માત્ર એક ભવ મનુષ્યને કરીને ફરી એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા. હવે કેટલા જન્મ કરીને પાછા મનુષ્ય ભવમાં આવશે. એ તો જ્ઞાની મહાત્મા જ જાણી શકે. આ રીતે અનંત જન્મ-મરણને સંસાર ચાલતું રહે છે. તીવ્ર ધનરાગથી તિર્યંચને ભવ ભૂતકાળની વાત છે. નાગપુર નગરના શેઠ ધનદત્ત પોતાના પુત્ર ધનદેવની સાથે મળીને વેપાર માટે બીજા દેશ જવા માટે નીકળ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ રસ્તામાં જંગલમાં એક વડના વૃક્ષ પર સૂઈ ગયા. પુત્ર રાત્રિમાં લઘુ શંકાને માટે ઊઠીને દૂર જઈને બેઠે. ત્યાં તેણે સફેદ આકડાનું નાનું વૃક્ષ જોયું. ઘણીવાર સાંભળવામાં આવેલ હોવાથી તેને લાગ્યું કે સફેદ આંકડાના વૃક્ષની નીચે તે ધન હોય છે. આ વિચારથી તે પુત્ર વૃક્ષની પાસે ખોદકામ કર્યું, નીચેથી સેનાને ચરૂ નીકળે. હવે પુત્ર વિચારે છે કે જે આ ચરૂ પિતા જોઈ જશે તે લઈ લેશે. એટલે કયારેક ગ્ય સમય ઉપર તેને લઈ લઈશ. એવું વિચારીને ફરીથી રેતી અને ધૂળથી તે ચરૂ ઢાંકી દીધું અને ગુપચુપ આવીને સૂઈ ગયે. કલાક પછી પિતા જાગ્યા, તે પણ ત્યાં આવ્યા અને તેમણે પણ સેનાને ચરૂ જે મન લલચાઈ ગયું. તે પણ પુત્રથી છુપાવવા માંગતે હતે એથી તેમણે. ત્યાંથી તે ચરૂને કાઢીને બીજી જગ્યાએ સંતાડી દીધો અને વિચાર્યું કે ચોગ્ય સમય પર લઈ લઈશ. સવારે પુત્ર ઊઠીને ધન લેવા ગયે. ત્યાં ન લેવાથી શંકાથી પિતાને પૂછયું. પિતા બહાનું બતાવતા હતા. તેથી પુત્રે જોરથી ઠંડો પિતાના મસ્તક પર માર્યો અને એક ક્ષણમાં પિતાનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધનથી ભવશ પિતાનો જીવ મરીને જ્યાં ધન દાટયું હતું તે જગ્યામાં સાપ મળે. કેટલાક દીવસ પછી ધન લેવા આવેલા પુત્રે સાપને જોઈને તેના ઉપર પ્રહાર કરીને સાપને પણ મારી નાખે. સાપ મરીને નાળીયે થશે અને તે જ જગ્યાએ રહ્યો. બીજીવાર ધનદેવે નોળીયાને પણ મારી નાંખે. નેળીયે મરીને ત્યાં સમડી નામે પક્ષી બચે. આ રીતે માત્ર ધનના મેહવશ કેવી ભયંકર પરંપરા ચાલી ? છેવટે મુનિચંદ્રસૂરી જેવા જ્ઞાની ગીતાથ મહામા મળ્યા. તેમના પ્રતિબધથી જાગૃત થઈને બધું દાન કરીને દીક્ષા લઈને આત્મ કલ્યાણ સાધ્યું. રાગ પણ કેટલે પ્રબળ હોય છે? तिष्ठेद्वायु वेदग्निचलेज्जलमपि क्वचित् । . तथापि प्रस्तो रागाद्यैर्नाप्तो भवितुमर्हति ॥ રાગ કેટલા પ્રબળ દઢ હોય છે? આના વિષયમાં કહે છે કે જે વાય સ્થિર પણ થઈ જાય, અગ્નિ પ્રવાહીના રૂપમાં પાણી પણ બની જાય અને પાણી બળવા પણ લાગી જાય. આ અશકય પણ શકય Page #34 -------------------------------------------------------------------------- ________________ પપ૯ બની શકે છે. પરંતુ રોગગ્રસ્ત મનુષ્ય કયારેય પણ આપ્ત નથી બની શકતો. પૂર્વકાળના મહાપુરૂષો પર થડો દ્રષ્ટિપાત કરીએ તો કેટલાક દષ્ટિાનતે આંખની સામે તરતા દેખાય છે. | | રઘુલિભદ્ર સ્વામી જેવા મહાપુરૂષ બાર બાર વર્ષ સુધી કેશા વેશ્યાના રંગ-રાગમાં કેવા મુગ્ધ થઈને પડયા રહ્યા? જેમ માનીએ કે રાગને કીડા બની ગયા હતા. પણ એક ક્ષણમાં રાગને ત્યાગ કરીને નીકળી ગયા અને દીક્ષા લઈને–ચારિત્ર–અંગીકાર કરીને તે રાગને છતવાને માટે કોશા વેશ્યાના ઘરમાં જ ચાતુર્માસ કરવા આવ્યા. હવે તે મુનિ સ્થલિભદ્ર કામ વિજેતા બનીને આવ્યા હતા. કેશાએ હજાર પ્રયત્ન કર્યા છતાં પણ તેમને ન લેભાવી–લલચાવી શકી. અંતે મુનિને જય થયે, મહાન કામવિજેતા બન્યા. જેનું નામ ૮૪ વીશી સુધી અમર રહેશે. ] નંદિષેણ જેવા ત્યાગી–તપસ્વી મુનિ પણ વેશ્યાને ત્યાં પડી ગયાં. ધર્મલાભના સ્થાને અર્થલાભ આપીને એક ઘાસના તણખલામાંથી ૧૨ા કરેડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ કરાવવાળા લબ્ધિધારી મુનિ પણ વેશ્યાના રાગમાં ફસાયા. હાય! રાગ કેટલે પ્રબળ હોય છે? ચારિત્રથી પતિત થયેલા એવા પણ મુનિ પિતાની અદ્ભૂત ઉપદેશની લબ્ધિીથી દરરોજ દસ જણને સંસાર સમુદ્રથી તારતા હતા. દરરોજ દસને પ્રતિબોધ પમાડીને વીર પ્રભુની પાસે ચારિત્રને માટે મોકલતા હતા. અંતે વેશ્યાના એક જ વાકયથી તેઓ સ્વયં જાગૃત થઈ ગયા અને ત્યાંથી નીકળી ગયા. જાગૃત આત્માને કેણુ પાડી શકે છે? તેમણે પણ આત્મ કલ્યાણ સાધી લીધું. || અષાઢાભૂતિ મુનિ લાડવાના લેભમાં પડી ગયા અને બાર વર્ષ રંગ-રાગમાં વીતાવ્યા. આખરે એક દિવસ આત્મા જાગૃત થઈ ગયે. અને ભરત ચક્રવતીનું નાટક કરતાં નકલી નાટકને સાચ–અસલી નાટકના રૂપમાં રૂપાન્તર કરીને સ્વયં કેવલજ્ઞાન પામી ગયા. અરણિક મુનિ યુવાનીમાં પતિત થયા, પરંતુ કપાત કરતી માતા સાથ્વીની દયાજનક અવસ્થાએ તેનું મન પિગળાવી દીધું અને મુનિ ફરીથી સંયમના માર્ગમાં સ્થિર થઈ ગયા. પ્રાયશ્ચિત કરીને આત્મ શુદ્ધિ કરી લીધી. ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ . 1 આદ્ર દેશના પાટવી કુંવર આદ્ર કુમાર દીક્ષા લીધી. પરંતુ કાચા સૂતર જેવા નેતાતંતુએ તેમને બાંધી દીધા. દ્વેષની અપેક્ષાએ રાગ વઘારે પતનનું કારણ બને છે. છતાં પણ જીવનને સંભાળી લીધું. | [] મેઘ મુનિએ રાત્રિના સમયે આર્તધ્યાન કર્યું અને સવારે દીક્ષા છોડવાના વિચારથી એ વગેરે વેશ પ્રભુજીને અર્પણ કરવા આવ્યા હતાં. એટલામાં પ્રભુજીએ મેધને પૂર્વભવની કથા સંભળાવી અને પિતાને જ હાથીને પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય વાસિત મનથી જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. બધું જ નજર સમક્ષ દેખાવા લાગ્યું અને ચારિત્રમાં સ્થિર થઈ ગયા અને પોતાનું આત્મકલ્યાણ કર્યું. આવા કંઈક દષ્ટાંતે છે જેઓએ રાગના કારણે પતન થતા જીવનને સંભાળી લીધું અને સાધના કરીને જીવન સફળ બનાવ્યું. રાગ કર જ હોય તે પ્રશસ્ત રાગ કરો – સંસારનો બધે રાગ અપ્રશસ્ત છે. જે કમબંધ કરાવે છે, સંસાર વધારે છે, ભવની પરંપરા વધારે છે. તે અપ્રશસ્ત રાગ છે. પુત્રરાગ, દેહરાગ, ધનરાગ, કામરાગ વગેરે અપ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગની પાછળ કષાયની માત્રા પણ છૂપાયેલી રહે છે. જ્યારે પ્રશસ્ત રાગ તે. પ્રશંસનીય સારો હોય છે. ભવ સંસારને વધારતું નથી. આથી ઉપાધ્યા- . યજી મહારાજ સજઝાયમાં સ્પષ્ટ કહે છે કે-“ જ જરો રે નર શું રે, રવિ વાય તો તે મુનિ ?”...અરે ભાઈ! કોઈ . કેઈની સાથે રાગ ન કરશે પરંતુ જે રાગ કર્યા વિના ન જ રહી શકાય તે મુનિ-સંત–સાધુને રાગ કરજો. તેની સાથે પ્રીતિથી જોડાજો. જેનાથી તમારા મનને પણ શાંતિ મળશે, ઈચ્છા પૂરી થશે અને ચિત્ત પ્રસન્ન થશે. આથી કહ્યું છે કે દેવ-ગુરૂ-ધર્મને રાગ કરે એ પ્રશસ્તરાગ છે. अरिहतेसु अ रागो, रागो साहुसु बभयारीसु । एस पसत्थो रागों, अज्ज सरागाण साहुण ॥ જગતના મહાન ત્યાગી, વીતરાગી-વૈરાગી અરિહંત પરમાત્મા પ્રત્યે જે રાગ રાખીએ કરીએ, બ્રહ્મચારી સાધુ સંતની સાથે રાગ રાખવે તે પ્રશસ્ત રાગ છે. જેમ કે ગૌતમસ્વામીને ભગવાન મહાવીર ઉપર રાગ હતે. કેટલે રાગ હસે ? ત્રીસ વર્ષ સુધી પ્રભુ મહાવીર સાથે રહ્યા અને અંતે જયારે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ કરવા જવું પડયું Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ અને વહેલી સવારે જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે પાછા ફરતા રસ્તામાં તેમને મહાવીર પ્રભુના નિવાણના સમાચાર મળ્યા ત્યારે ગૌતમ સ્વામીના વીર પ્રભુ પ્રત્યેને અત્યંત રોગના કારણે તેઓ રડવા લાગ્યા. મનની દિવાલોને તેડીને રાગ એકાએક પ્રગટ થયે અને બાળક જેવી રીતે માતાના વિયેગમાં રડે તેવી રીતે ગૌતમસ્વામી વિલાપ કરવા લાગ્યા અને એમનો ભક્તિરાગ આંસુ બનીને અનરાધાર વહેવા લાગ્યું રડતાં રડતાં હે વીર, હે વીર. આ શું કર્યું? મને અહીં એકલા છોડીને શા માટે ચાલ્યા ગયા ? ઈત્યાદિ વિલાપના શબ્દો બોલતાં જ શબ્દોને ભેદીને ચમકારનું સર્જન થયું “વી માંથી “વીત' અને “૨' માંથી “રાગ” શબ્દ નીકળતાં.. વીર વીર જ ન હતા પણ વીર . વીતરાગ હતા. બસ આ વીતરાગ શબ્દની ભાવસ્પર્શના થતાં અભેદે- પાસના દ્વારા ગૌતમ પણ રાગના ગુરૂત્વાકર્ષણમાંથી બહાર નીકળી ગયા, રાગને ત્યાગ કરી દીધું અને પોતાની જાત ઉપર અફસેસ કરવા લાગ્યા કે અરે રે... મેં આ શું વિચાર્યું ? અને બાજી આખી પલ્ટી ગઈ પિતે ક્ષપકશ્રેણી ઉપર ચડયા, શુકલધ્યાનની ધારામાં લેકાલેક પ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અહીં પ્રશસ્ત રાગ હતું અને તે પણ પરાકાષ્ઠાને, માટે જ કેવળજ્ઞાનમાં તે સહાયક બને પરિવર્તન થવામાં વાર ન લાગી નહી તો આટલા તીવ્ર રાગમાંથી મુક્ત બનતા ઘણે સમય પસાર થઈ જાત. * | માતા મરૂદેવીને રાષભ પુત્ર પ્રત્યે કેટલે તીવ્ર રાગ હતો? જે કે પુત્ર ઋષણે દીક્ષા કયારે લીધી? વૃદ્ધાવસ્થામાં લીધી. ૮૩ લાખ - પૂર્વ વર્ષ સંસારમાં વીત્યા પછી માત્ર ૧ લાખ પૂર્વ વર્ષ આયુષ્યના ! બાકી રહ્યા ત્યારે દીક્ષા લીધી. અર્થાત્ ૧૦૦ પુત્રના પિતા વૃદ્ધ હતા કે , નહીં ? છતાં પણ મરૂદેવી માતાને કેટલો તીવ્ર રાગ હતો કે રડો–રડીને - આંખે પણ ઈ બેઠા હતા..... અને તીવ્ર ઈચ્છાથી પૌત્ર ભરતને "કહ્યું- બેટા! મને રાષભની પાસે લઈ તે જા. ભરતજી હાથીની અંબાડી - ઉપર બેસાડીને દર્શનાર્થે લઈ જઈ રહ્યા હતા એટલામાં અપૂર્વ વિનિનાં દૈવી વાજાઓ સાંભળીને મરૂદેવી માતાએ ભરતને પૂછયું- હે ભસ્ત! આવાં વાજા તે કયારેય નથી સાંભળ્યા અને આ વાજાઓ કયાં વાગી રહ્યા છે?, ભરતે કહ્યું – માતાજી! તમે જેમના વિયેગમાં રાગવશ રડી રહ્યા હતા તેના વાજાં અહીં વાગી રહ્યા છે. પિતાજીને કેવળજ્ઞાન થયું Page #37 -------------------------------------------------------------------------- ________________ છે અને એ કેવલજ્ઞાન મહોત્સવમાં પધારેલા દેવતાઓનાં વાજા છે... બસ! આ સાંભળીને માતાજી પણ પશ્ચાતાપની ધારામાં ચડી ગયા. અનિત્ય-એકતવાદિ ભાવનાની ધારામાં પોતાના રાગને પશ્ચાતાપ કરતાં શુકલધ્યાનની ધારામાં ચડી ગયા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. બે ઘડીમાં જ આયુષ્ય પૂર્ણ થતાં જ મેક્ષમાં પણ પહોંચી ગયા. આખરે રાગને ત્યાગ જ લાભદાયી છે. રાગને પાપસ્થાનક શા માટે ગણવામાં આવ્યું ? આટલું વર્ણન કર્યા પછી તમે હવે સારી રીતે સમજી ગયા હશે કે રાગને પાપ શા માટે કહ્યું છે? તમે જ કહેશે કે રાગ વગર તે સંસાર ચાલી જ નથી શકતે તો શું અમે પુત્ર, પત્ની ઉપર રાગ ન રાખીએ? તે શું ઠેષ રાખીએ? ના... ના... રાગ ન રાખવાને અથ એ નથી થતું કે છેષ રાખવે આવું કેણે કહ્યું કે દ્વેષ રાખે? પરંતુ તીવ્ર આસક્તિ પણ ન રાખીએ જેનાથી તે દઢ રાગ અથવા તીવ્ર રાગ પિતાને જ જન્મ બગાડે, પોતાની ગતિ બગાડે. તમારે મરીને તમારા જ પુત્રના પુત્ર બનવાને દિવસ ન આવે પોતાના જ ઘરમાં કુતરા બનીને રહેવાનો દિવસ ન આવે. આ યાન રાખવું જ જોઈએ. રાગ પણ બીજા પાપની જેમ કમબંધ કરાવે છે. આત્મગુણેનું ભાન ભૂલાવીને વિભાવદશામાં લઈ જાય છે, અનેક પાપ કરાવવાનું આ મૂળ કારણ પણ છે. પનીના પ્રેમવશ તમારે ઘણું બધું કરવું પડતું હોય છે. પુત્ર મેહવશ કેટલીકવાર તમારે ન કરવા ગ્ય પણ કરવું પડતું હોય છે. અનેક જ દેહરાગવશ ઘણા પાપ કરે છે. બધાં રાગમાં દેહરાગ સૌથી વધારે ભયંકર છે અને તેમાં પણ તમને તમારાજ દેહરાગથી કયાં સંતોષ છે? તમને તે બીજાના દેહને પણ ઘણા વધારે રાગ છે. તેને પણ ઉપયોગ રાગવશ જ થાય છે ધનના રાગે શું કર્યું? તમારી શું દશા કરી છે? કેટલું પાપ કરાવ્યું છે? આ બધું વિચારવા જઈએ તે એમ લાગે કે રાગ વગર તે કઈ પા૫ થતું જ નથી. રાગ બધા પાપનું મૂળ જડ છે અને તે પણ બધાને પોતપોતાની આસક્તિની માત્રા પર આધારિત છે. આથી જે આત્માનું અહિત કરે છે. જીવની ગતિ બગાડે છે, અનેક પાપ કરાવે છે તે અવશ્ય પાપસ્થાન છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ રાગ કરી ઉપર અધિક રાગ છે. આ પ્રશ્નના જવાખ શુ તમે સંસારમાં જુએ ચાલતુ જ હાય રામના ત્યાગ કરી અને ત્યાગના કયારેક એ પણ વિચારી કે તમને બીજા અથવા ખીજાને તમારા ઉપર અધિક રાગ છે ? છે? ખીજાને મારા ઉપર કેટલેા રાગ છે ? એ તે જ છે. તમારી ગેરહાજરીમાં પણ મધાતુ મધુ કામ છે. તમારી હાજરીમાં પણ બધાં બધું કરતાં જ હોય છે. ખાય છે, પીએ છે, આનંદ કરે છે એવું તેા છે જ નહી કે તમારા વગર સંસાર ચાલી નથી શક્તો, મધું જ ચાલે છે, છતાં પણ તમે એવુ માની લીધુ છે. રાગવશ તમને તમારી માન્યતા એવી થઈ ગઈ છે કે માશ વગર સ`સાર ચાલવાને જ નથી, તેથી તમને બીજા ઉપર રાગ વધારે છે. આ પુણ્ શકય તા છે કે તમને ભ્રમ હાઇ શકે અ ંતે તેમાં વિશ્વાસઘાત હોય છે. આથી રાગના ત્યાગ કરવા જ પડશે અને રાગના ત્યાગ કરવા માટે પ્રથમ તા ત્યાગ ( ત્યાગધ ) ને રાગ જાગૃત કરવા પડશે. આથી તમારે ત્યાગી-તપસ્વીઓના રાગ તા કરવા જ પડશે અને તેના રાગ થશે ત્યારે ત્યાગના રાગ જાગશે ત્યાગધમ કેટલા ઊંચા છે ? એમાં કેવી મજા છે? એ ત્યારે અનુભવમાં આવશે ત્યાગ આત્મકલ્યાણકારક છે. જ્યારે રાગ ઘાતક અને અધનકર્તા છે. વીતરાગને રાગ કરેા વોરાગી (બૈરાગી) ના રાગ કરા— એકાએક સથા તે રાગ છૂટવાના નથી. આથી પહેલેથી જ ચાડા-થાડા આછા કરતા જઈએ. હવે એછે કઈ રીતે થશે ? એમ વિચાર કરીને માથે હાથ દઈ ને ચિંતા કરતા રહેશેા તે પશુ કંઈ નહી થાય તેની પ્રક્રિયા ઘણી સરળ સીધી- સાદી અને સહેલી છે તમે ધમ તરફ રાગ વધારતા જાએ સ્વાભાવિક છે કે ધીરે-ધીરે સંસાર તરફના રાગ ઘટતે જશે અને ઊલટું કરીએ તે! જો તમે ધના રાગ ઘટાડતા જથ્થા તે સંસાર તરફના રાગ વધતા જશે. તેથી તમારે શું કરવું છે? કેશને રાગ વધારવા છે અને કાના ઘટાડવાના છે? એના નિણૅય તમારે જ કરવા જોઈએ. સંસારના રાગ તે અનાદિકાલથી કરતાં જ આવ્યા છીએ આથી જ તેા અનાદિની રાગદ્વેષની ગ્રંથી (ગાંઠ) ખંધાઈ ગઈ છે જે હજી પણ છૂટી નથી. જેના કારણે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫૪ *. મિથ્યાત્વની દશામાં બેઠેલા છીએ આથી સંસારના રાગ આજે જોકે સર્વથા ન પણ છૂટ પર તુ થાડા-થાડે આછે! પણ થાય તે પણ દવા ફાયદો કરી રહી છે— અસર કરી રહી છે એમ સમજીએ, રાગને ઘટાડવાને માટે સૌથી પહેલા તે તમારે વીરાગી–વૈરાગી ના સંગ કરવા જોઈએ. સંત સમાગમમાં વૈરાગ્ય ભાવના વધારીએ. વૈરાગી તરફ રોગ વધારીએ તે સંસારી– રાગીના ઉપરના રાગ જરૂર ઘટશે-આ થશે. આ જગતને નિયમ છે કે- એકની ઉપર રાગ આછે. થાય તે. ખીજા ઉપર રાગ વધી શકે છે અથવા એકની ઉપર રાગ વધે તે સ્વાભાવિક રીતે ા પરના રાગ ઘટી જાય. જેમ કે તમારી પત્નીને તમારા ઉપર પ્રેમ કયારે એછે! થાય છે? જ્યારે મીજા કૈાઈની સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે આછો થાય છે. બીજા પર પ્રેમ વધવાથી તમારા ઉપર પ્રેમ એઠે થતે જાય છે. જો કે કૃત્રિમતા વધારે દેખાશે..તેવી રીતે કોઈ પુરૂષને કોઇ અન્ય પ્રેમિકા પર પ્રેમ. વધે છે ત્યારે પેાતાની પત્ની પરથી પ્રેમ આ થઈ જાય છે. આ જ જગતની વિચિત્રતા છે રાગની નદી સૌંસારમાં આવી રીતે વહે છે. હવે તમે પણ આ નિયમ ઉપર ચાલે તમે સ’સારના રાગ આદેશ. કરવા ઘટાડવા ઈચ્છે છે તેા વીતરાગી અરિહંત ભગવાન પર રાગ વધારે. રાગો દ્વેષી દેવ-દેવીએ પર અથવા જે વીતરાગી સર્વજ્ઞ નથી એવા ભગવાન પર રાગ ન વધારા કેમ કે તે સ્વયં જ રાગદ્વેષથી ભરેલા છે. એ તેમના જીવન ચરિત્રમાં સ્પષ્ટ જોવા મળે છે. રાગીદ્વેષી દેવ (ભગવાન) રાગ-દ્વેષની લીલા પર જ ચાલે છે. તેમને માનીએ એટલે પેાતાના જ રાગ દ્વેષને સ ંસાર વધારવા જેવે છે. જેને પેાતાના રાગ-દ્વેષ છે!ડવા છે તેણે રાગી-દ્વેષી દેવ તરફથી કેાઈ પ્રેરણા પ્રેત્સાહન અથવા ઉપદેશ પણ મળવાના નથી વિચારે ! આજના કળીયુગના ભાગી ગયેલા ભગવાનની કઇ દશા થઈ? અરે ! પોતાની જાતને ભગવાન કહેવડાવવાળા બિચારા ભગવાનની તથા ભગવાન બની બેઠેલાના અનુયાયીઓની શી દશા થઈ ? જીવન બરબાદ થઇ ગયું . કેટલાયનુ શીયળ ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયુ` માત્ર મનમાં દખાયેલી વિષચવાસનાની તૃષ્ણાને તૃપ્ત કરવાને આ માગ હતા. આના દેહની ભૂખ સ તાષવા માટેના વિકલ્પ રૂપ ચત્ર માત્ર હતું. આવા ધર્મ ટકી શક્તો નથી છેવટે પેાતાના જ હાથે પેાતાને પેાતાના ધમની . Page #40 -------------------------------------------------------------------------- ________________ પ૬૫ પરિસમાપ્તિ કરવી પડી બધું બાળીને નાશ કરવું પડયું અને હું ધર્મને સમાપ્ત કરૂં છું એવું જાહેર કરવું પડયું ન કરે તે બિચારો શું કરે ? આંતરિક સંઘર્ષની જવાલા અત્યંત ખતરનાક હતી. ખૂન કરવું કરાવવું ત્યાં સુધીનો સંઘર્ષ હતો. મારા મારી તથા કાપા કાપી માં તેને અંત હતું. છેવટે રાગી દ્રષીઓની ભેગ-લીલાનું આ પરિણામ આવે છે. આથી ત્યાગ ધર્મ જ શ્રેષ્ઠ છે. વીતરાગી સર્વજ્ઞ ભગવાન જ સર્વશ્રેષ્ઠ, સાતમ, લેકે.ત્તમ મહાપુરૂષ છે. આથી આપણે ભગવાન પણ કેવા માન્યા છે? અરિહંત ભગવાન “અરિ એટલે શત્રુ ! આમના આંતર શત્રુ અર્થાત્ રાગ દ્વેષ “હંત” એટલે હણ્યા છે; ક્ષય કર્યા છે. જેમણે પિતાના રાગ દ્વેષનો સર્વથા ક્ષય કર્યો છે. તેમને જ આપણે ભગવાન કહીએ છીએ ભગવાનનું બીજુ વિશેષણ વીતરાગ છે. વિત ઃ ૨૧ : ચમત્ સ : વૌતરાઃ એટલે કે જેમાંથી રાગ સર્વધા ચાલી ગયેલ છે તે “વીતરાગ રાગ અને છેષ બંનેથી રહિત છે. પરંતુ ટૂંકમાં રાગના એક શબ્દથી બીજા દાના નામે પણ સમજી લેવા જોઈએ. એટલે પ્રભુમાં એક પણ દેવ નથી અને સર્વ ગુણે પૂર્ણતાથી સમાણ છે, માં જ વાત શ્રી ભકતામર સ્તોત્રમાં બતાવી છે કે, को विस्मयोडन यदि नाम गुणैरशेषैः, त्व सश्चितः निरवकाशतया मुनींश; दोषैरुपत्तिविविधाश्रय जातगवैः, स्वप्नांतरेडपि न कदाचिदपीक्षितोडति. હે પ્રભુ ! એમાં આશ્ચર્ય શું છે કે જે સમરત ગુણે વડે બીજે જગ્યા નહિ મળવાથી (નિરવકાશયા) તું આશ્રય કરે છે ! અને વિવિધ પ્રકારના સર્વ જેમાં આશ્રય લીધે હોવાથી ગર્વિષ્ઠ થયેલ દો ઘડે કયારેય સ્વપ્નમાં પણ તું જોવા નથી ! ! ! આમ પ્રભુ એ ગુણને ભંડાર છે અને માટે જ ગુણ પૂજા કરવાની છે એ ત્રણ રીતે થાય ગુણની પૂજા, ગુણ માટે પૂજા અને ગુણો વડે પૂજા. પ્રભુ ગુણવાન છે માટે પૂજા કરવાની છે, એટલું પૂરતું નથી. આપણામાં ગુણ પ્રાપ્ત થાય તે માટે ગુણોનું આલંબન લેવાનું છે અને પછી ક્ષપશમ ભાવે ગુણે કેળવીને તે તે ગુણે વડે પ્રભુની પૂજા કરવાની Page #41 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ છે. ભગવાનની આ શ્રેષ્ઠ પૂજા છે જેને સમવતાર ક્ષાયિક છે પ્રાપ્તિમાં થાય છે. એટલે નિષ્કર્ષ એ આવ્યું કે વીતરાગી એ ભગવાનને જ ભગવાન માનવા અને તે પણ આપણે રાગ-દ્વેષ બનવા માટે પ્રભુને પૂજવા એ સમ્યગદશન છે. આ જ છે છે. આ જ સાચી શ્રદ્ધા છે. વીતરાગની પાસે રાગની પ્રાર્થના ન કરો વીતરાગી સર્વજ્ઞ અરિહંત પ્રભુની પાસે કયારેય રાગપોષક ન કરવી જોઈએ. પિતાને રાગ વધે, રાગની વૃત્તિ-પ્રવૃત્તિ વધે છે વધે એવી પ્રાર્થન ન કરો. ધનરાગની વૃત્તિના માધ્યમથી ઉપાસના કરવાની નથી. વાસનાના નાશ માટે જ જિનેશ્વરની સના કરવી જોઈએ. રાગત્યાગ માટે વીતરાગની ઉપાસના કરવા રાગ અને ભેગની સુખસંપત્તિની પ્રાર્થના જે પ્રભુ પાસે. - તે સમજજો કે તમારો સંસાર વધી જશે. આથી વી. રાગ અને ભેગ પ્રાપ્તિની પ્રાર્થના કરવી અથવા સુખ કરવી એ મિથ્યા ઉપાસના છે. તેનાથી ભિન્ન સુખ–. ત્યાગની ભાવનાથી પ્રાર્થના કરવી. પ્રાપ્ત ભેગ, પ્રાપ્ત ત્યાગ માટે સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવી ઉપાસના છે. રાગના મહાપાપથી બચવા માટે વૈરાગ્યને ઉત્તમ છે. આપણે સર્વથા રાગને ત્યાગ કરીને વીતરાગી નનિરાજ શકીએ, છતાં પણ થોડા ઘણા પ્રમાણમાં પણ રાગને ત્યજી ૧ બૈરાગી વિરાગી તે બની જ શકીએ! સર્વે ભવ્યાત્માઓ શિબિ ક્રમણ કરીને મુકિતપથના પ્રવાસી બને એ જ શુભ મનેક સુમં મવતું સર્વસ્વ | F Page #42 -------------------------------------------------------------------------- ________________ F શો ધર્મ નાથસ્વામિને નમ : - પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા ૨ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દશ”નાચાર્ય –મુબઈ ), - આદિ મુનિ મંડળના વિ. સં. 2045 ના જનનગર શ્રી સંઘમાં ચાલુ માસ દરમ્યાન શ્રી ધર્મનાથ . હે. જૈનનગર , સૂ. જૈન | સંઘ-અમદાવાદ, -તરથી ચોજાયેલ 16 રવિવારીય પ. પૂ. આચાર્યદેવ વિજય પ. પૂ. મુનિરાજશ્રી સુબોધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા જ ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર જ ની અંતગત ચાલતી 5. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના કf “પા.પ6[, સજા, ભારે - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત તેરમી પુસ્તિકા શ્રી ધર્મ નાથ પો. હે. જેનનગર . મૂ. જૈન સંધ તરફથી જેનનગર–શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુરિતકો છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે, Jain Education ubrary.org