________________
૫૪૮ શું રાગ વિશ્વાસઘાત કરે છે?
શું રાગ પણ કેઈને દગો આપે છે? શું રાગથી દગે થાય છે? હા ઘણીવાર થાય છે. તમારી જ વહાલી પનિ તમને દગો આપે છે. અહી સુરેન્દ્રદત્ત રાજાનું દ્રષ્ટાંત યાદ આવે છે કે રાજાની રાણી પરંતુ રાગવશ થયેલી તેની સાથે ? રાજાના હાથીને મહાવત કુબડે. તેના રાગમાં રંગાયેલી તેની પત્ની નયનાવલી પિતાના પતિને પાનામાં ઝેર આપીને મારી નાખે છે. કેટલી હદ સુધીને દગો રાગવૃત્તિમાં તીવ્ર રાગમાં તમને ફસાવીને મીઠા મીઠા શબ્દો દ્વારા લૂંટી લે છે. તમારો જ વિશ્વાસુ પુત્ર તમને ઠગે છે. તમારે જ વિશ્વાસ પાત્ર નેકર મુનિમ, મહેતા, મિત્ર વિગેરે શું તમારાથી વિશ્વાસઘાત કરે છે? એવું લાગે છે કે જાણે વિશ્વાસ જ વિશ્વાસઘાત કરવાનું સૌથી મોટું નિમિત્ત છે. આ વિશ્વાસના ઓઠા નીચે જ લાગે કે એ લાખે લોકોને ઠગ્યા છે, બનાવ્યા છે. રાગની છાયામાં જ રાગી ઠગાઈ જાય છે. મોહની વાતોમાં જ મેહી ફસાઈ છે. કારણ કે કપટ કરવાવાળ કપટી માયાવી વૃત્તિને આશ્રય લે છે અને આ માયા રાગને પ્રકાર છે. તે રાગના ઘરમાં રહે છે. આથી તમને છેતરનાર તમારા ઘરમાં એવી રીતે ધૂસશે કે જાણે કે તમારો વિશ્વાસ તેનામાં અંકિત થઈ જાય મચાવી કપટી તમારા ઘરમાં તે શું પણ તમારા દિલમાં પણ ત્યાં સુધી પ્રવેશ કરી લેશે કે પાછલા પગે કમાડ વાસીને તે તમારું સર્વસ્વ લૂંટી લેશે તો પણ તમને તેની ખબર નહીં પડે ઘણી વખત મનુષ્ય તીવ્ર રાગ અને દઢ વિશ્વાસમાં જ ઠગાઈ જાય છે, લૂંટાઈ જાય છે. શું તમે રાગ વિના જીવી જ નથી શકતા?
કેટલાક ઇવેને એવી પ્રતીતિ હોય છે કે અમે રાગ વિના જીવી જ નથી શકતા ! જેવી રીતે, જાણે મૃત્યુની શય્યા પર રહેલા કઈ દદીના નાકમાંથી જે ઓકિસજનની નળી કાઢી નાંખવામાં આવે તે સંભવ છે કે તે તરત જ મરી જાય કારણ કે તેનું જીવન એકિસજનની નળી ઉપર જ નિર્ભર હતું એવી જ રીતે સંસારી મનુષ્ય રાગના કિસજન ઉપર જીવી રહ્યો છે. એને એ ડર છે કે રાગ વિના હું એક ક્ષણ પણ જીવી શકતું નથી, પછી તે ગમે તેને રાગ કેમ ન હોય? શું પૈસા ચાલ્યા જાય તે તમે જીવી શકે છે? પત્ની ન હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org