________________
૫૪૭
કર્મની વિચિત્રતાથી બનેલે સંસાર છે. કેઈ ના ઘરમાં સંતાન નથીને પૈસા ઘણા છે અને કોઈની પાસે પૈસા નથીને સંતાન વધારે છે. એવી રીતે ન્યૂનાધિક વસ્તુઓની પ્રાપ્તિ કરી સંસાર સર્વત્ર ફેલા ચેલે છે. કેઈને ત્યાં ખાવાનું ઘણું છે. તો પાછળ ખાનારાજ નથી. તે પણ દુઃખી છે અને કેઈને ત્યાં ખાવાવાળા ઘણાં છે તો ખાવા માટે કિંઈ જ નથી. ઠેકાણું જ નથી. વિચારો કે આ કેવી કર્મની વિચિત્રતા છે? આખરે સંસારમાં કઈ પણ સુખી નથી. સર્વત્ર દુઃખ જ દુખ ભરેલું છે. સુખ પ્રાપ્તિના માટે રાગ રાખે છે
સંસારમાં તો કોઈને પણ પૂછશે કે કેમ ભાઈ ! રાગની શી જરૂર છે ? રાગની આવશ્યકતા શી છે? એને જવાબ આ છે કે સુખની પ્રાપ્તિને માટે સુખની અનુભૂતિને માટે રાગ ઊભે છે. ગાયને થોડું ઘાસ નાંખી દેજે તે ખીલીની પાસે આવી ઉભી થઈ જશે એટલામાં માલિક ગળામાં દોરડું બાંધી દેશે. ગાય ઘાસ ખાતી રહેશે. પણ તેને એ ખબર નથી કે ઘાસ તે ૧-૨ કલાક ખાવાનું છે અને દોરડું તે આખી રાત છે. તેવી જ રીતે મનુષ્ય પણ રાગનાં બંધનમાં ફસાય જાય છે. વિષય સુખ કે દેહ સુખ તે ક્ષણ માત્ર માટે છે. પરંતુ જીદગીભર શ્રીમતિની ગુલામી કરવી પડે છે. સંતાનને રાગ પણ જોરદાર છે. સંતાનથી સુખ કયાં સુધી મળશે? મળશે કે નહીં મળે? તે પણ ખબર નથી છતાં આશા રૂ૫ રાગના તાંતણાઓથી બંધાયેલે મનુષ્ય સંતાન પ્રાપ્તિ માટે આકાશ પાતાળ એક કરી નાંખે છે. સંતાન પ્રાપ્તિ પછી પણ ખવરાવવું પીવરાવવું પાલન–પષણ વગેરે હજારો દુખે સહન કરીને પણ તે સંતાનને મોટું કરે છે. લાખ રૂપિયા ખર્ચીને સંતાનને ભણાવ્યે ગણાવ્યું હોંશિયાર બનાવ્યે લગ્ન કરાવ્યા પછી બસ! છોકરાએ મેં ફેરવી લીધું હવે તેને પત્ની જ દેખાય છે. મા-બાપ તે દેખાતા જ નથી. સુખનો આશાથી પિતાએ બધું જ કર્યું. પરંતુ એક દિવસ એ આવ્યો કે પુત્ર-પિતાથી જુદો રહેવા ગયે અને પિતાની હિમાલય જેવી મેટી આશાએ બરફની જેમ ઓગળી ગઈ. રાગની ધનિષ્ટતા કાંઈ ઓછી દુઃખદાયી નથી. “સંભાવના” ધારો કે ” એને અમને બહુ જ રાગ છે. જે એને રાગ ન હોત તો આજે અમારી આ દશા જ ન હેત જે અમે આ વિષય ઉપર નિબંધ લખવા બેસીએ કે આ પૈસે જ ન હેત ! એવી જ રીતે બધા વિષયેમાં રાગ રાખીને આગળ વધવાથી એવું લાગે છે કે મારા જ રાગે મને દગો દીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org