________________
૫૩૨
સંકેચ વિકાસશીલ ગુણવાન આત્મા !
આત્મામાં સંકોચ-વિકાસને ગુણ પણ ગજબ પડે છે. જરૂર પડે તે આમા પિતાના અસંખ્ય પ્રદેશને એટલે વધારે સંકેલ કરી શકે છે કે એને જે એક કીડીનું નાનું શરીર મળે અથવા અમીબાનું નાનું શરીર મળે અથવા એનાથી પણ નાનું પ્રથ્વીકાયામાં મીઠાના નાના કણમાં રહેવું પડે તે પણ રહી શકે છે. એટલું જ નહીં પણ પાણીના એક બિંદુમાં પણ રહેવું પડે તે પણ અસંખ્ય જીવે ભેગા થઈને રહી શકે છે. હવે વિચારે કેટલું વધારે સંકોચ થઈ શકે ? એટલું જ નહીં મગ-ચણાને જે પાણીમાં ભીંજાવી ૨ખાય છે અને એની ઉપર જે અંકુરા ફુટે છે એટલા અંકુરામાં અનંત આત્માઓ એકઠા થઈને રહી શકે છે, અને રહે છે. એટલા માટે આ અંકુરાને તથા ગાજર-મૂળા, બટાકા, કાંદા, શકરીયા લસણ વગેરે અંનત કાય નામ આપવામાં આવ્યું છે. જેની સંખ્યા અનંત છે. માટે અનંત અને કાય એટલે શરીર ! એટલે કે એક શરીરમાં જ્યાં અનંત આત્માઓ એકઠાં થઈને રહેતા હોય એવા અનંતકાય પદાર્થનું ભક્ષણ નહીં કરવું જોઈએ. કારણ કે અનંત જીવોની હિંસા થાય છે. એવા અનંતકય પદાર્થોને કાપવાથી છેદન-ભેદન કરવાથી ખાવાથી ચૂલા ઉપર ચઢાવીને ગરમ કરવાથી અનંત જીવોની નીશે હિંસા થાય છે. અનંત આત્માઓ દુઃખ પામે છે. તેથી અનંતજ્ઞાની તીથ કરે એ અહિંસા ધર્મની પ્રરૂપણ કરતા કહ્યું છે કે અનંતકાયની હિંસા ન કરવી જોઈએ. જેનું અમારે અવશ્ય પાલન કરવું જ જોઈએ. આ અનંતકાય જ સાધારણ વનસ્પતિકાય છે. જે સ્થૂલ છે. સૂકમ સાધારણ વનસ્પતિકાય જે નીગોદની સંજ્ઞાથી ઓળખાય છે. આ નગદના અસંખ્ય ગોળા છે અને એક એક ગાળામાં અનંત અનંત જી રહે છે. વિચારે કે જીવાત્માએ પોતાનું સ્વરૂપ કેટલું સંકેચી નાખ્યું ? એજ આત્મા જે પોતાના પ્રદેશને વિસ્તાર કરે તે વિસ્તાર કેટલે થઈ શકે છે? જેમકે એક પક્ષી જે પોતાની પાંખ સંકેચીને બેસે છે અને પાંખ ફેલાવીને આરામથી બેસે તો કેટલું મેટું લાગે છે. તેવી જ રીતે આત્મા જે પિતાના અસંખ્ય આત્મ પ્રદેશને ફેલાવે વિસ્તાર કરે તે ચૌદ રાજલક પ્રમાણ વિસ્તાર કરી શકે છે. ચૌદ રાજલકમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org