________________
૫૩૧
આદિ ગુણ ભરેલા છે. આ એક અખંડ શાશ્વત દ્રવ્ય છે. અનન્તકાળથી જીવે આ સંસારમાં કર્મના સંચગવશ કેટલી થપ્પડ ખાધી અનંતવાર ચારે ગતિમાં ભટકતા ચારે ગતિમાં અનન્ત જન્મ-મરણ ધારણ કર્યા. નારક ગતિમાં નારકી બને ત્યાં પરમધામિએના હાથથી ભયંકર સજા ભોગવી. અત્યન્ત પીડા સહન કરી ત્યાં અગ્નિની અંદર જીવતા નાંખવામાં આવે છે, ઉકળતા તેલની કડાઈમાં ભજીયાની જેમ નારકના શરીરને તળવામાં આવે છે, શરીરના નાના-નાના ટુકડા કરીને આમ તેમ ફેકી દેવામાં આવે છે. વિગેરે સેંકડે પ્રહારની તીવ્ર વેદનાને સહન કરવી પડે છે અને આ જીવે સહન પણ કરી. હા, વેદના અત્યંત તીવ્ર હતી, દુઃખ અને પીડા અસહ્ય હતી એમાં શંકાને સ્થાન નથી. પરંતુ આમ દ્રવ્યની રચના જ એવા પ્રકારથી છે કે જેના કારણે અનંતાનંત કાળથી દુઃખોને સહન કશ્યા છતાં પણ આત્માને એક પ્રદેશ ખંડીત નથી થયે. ટૂટીને છુટો નથી પડી ગયે અને જે એક પ્રદેશ બળી ગયે હત અથવા કપાઈ ગયે હેત અથવા ખંડિત થઈ નષ્ટ થયો હોત તે આજ આત્માને અવશેષ પણ ન બચત. નામશેષ પણ ન રહેત. કારણ કે કાળ અનત વીત્યો છે. આત્માના જન્મ મરણપણ અનન્ત થયા છે અને અનન્તવાર મહા વેદનાઓ સહન કરી છે. જ્યારે આ અનન્તની સામે આત્માના પ્રદેશતને ફક્ત અસંખ્ય જ છે અને જે આ અસંખ્યામાંથી એક એક પ્રદેશ નષ્ટ થયે હોત તે આજે શું શેષ રહેત? કંઈ પણ નહીં. આથી અનન્ત અખંડ સ્વરૂપની જ બલિહારી છે. આમા એક એવે સપ્રદેશ–અસંખ્ય-પ્રદેશી અખંડ પ્રદેશી દ્રવ્ય છે જેમાં એક પ્રદેશ પણ કયારેય પણ નષ્ટ નથી થતું. ચાહે અગ્નિમાં બાળે ચાહે મને વિશ્લેટ કરે, ચાહે આત્મા ઉપર હિમાલય પડે અથવા સમુદ્રમાં પડે અનન્તકાળ પછી પણ એક પ્રદેશ પણ ક્યારેય નષ્ટ નહીં થાય એ આ સંપ્રદેશી અસંખ્ય પ્રદેશી અખંડ દ્રવ્ય છે. એટલે જ કહ્યું અને છેદ્ય, અભેદ્ય, અકાય, અદાદ્ય આદિ આત્માનું સ્વરૂપ છે. આત્માને છેદી નથી શકાતે, ભેદી નથી શકાતે. છેદન-ભેદનથી પણ એક પણ પ્રદેશ કયારેય પણ નષ્ટ નથી થતું. અકાય છે? એટલે છરી–ચાકુથી પણ એક પ્રદેશ કપાય જતા નથી. અને અદાહ્ય કહ્યો છે તેથી ક્યારેય અગ્નિમાં બાળી નથી શકતા આત્માનું આ સ્વરૂપ સર્વજ્ઞ કેવળજ્ઞાનીએ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org