________________
૫૩૩
રાજકથી બીજા રાજલેકની વચ્ચે અસંખ્ય યોજનનું અંતર છે. એવા ચૌદ રાજલોક છે તે વિચારે કે વિસ્તાર કેટલો લાંબે પહેળે થયે? અને એક એમા પિતાના અસંખ્ય આત્મ પ્રદેશને વિસ્તાર કરે તો ચૌદ રાજલોક પ્રમાણ કરી શકે છે. જેમકે કેવળી સમુદ્યાત વખતે કેવળી ભગવાન કરે છે. હવે જુઓ કે ૧૪ રાજલક પ્રમાણ આત્મ પ્રદેશને ફેલાવવામાં આત્માને કેટલો સમય લાગે છે?
કલા, મહીનાઓ, અથવા વર્ષે નથી લાગતા? માત્ર ચાર સમય વિસ્તાર કરવામાં અને ચાર સમય પુનઃ સંકેચવામાં કેવળ આઠ સમયમાં બધું જ કાર્ય સમાપ્ત થઈ જાય છે. આ આત્માનો સંચ વિસ્તારને સ્વભાવ છે. રિતી સ્થાપકને આત્માને ગુણ છે. જે ગુણ પ્રકાશમાં છે. ૧૦૦૦ ટન વીજળીના ગોળાને પ્રકાશીત કરીને એક મેટા હોલમાં લગાડી તો પ્રકાશ કેટલા ક્ષેત્રમાં રહેશે? હોલ જેટલા મોટા ક્ષેત્રમાં! એક ફલેશ બેટ્રિીને જે દૂર સુધી ફેંકવામાં આવે તો તેને પ્રકાશ ૧ કી. મી. સુધી પણ જઈ શકે છે અને તેને જ જે એક પેટીમાં બંધ કરવામાં આવે તો હવે પ્રકાશ કેટલા ક્ષેત્રમાં રહેશે? ૧૦૦૦ ટના ગોળાને પણ જે એક નાની પેટીમાં મૂકવામાં આવે તે તેને પણ પ્રકાશ તેટલી પેટીમાં જ સીમિત રહેશે. તેવી જ રીતે આત્માને જે નાનું શરીર મળે તો તે તેમાં સંકોચાઈને રહે છે અને તે જ આમાને જે મેટા હાથી–જેબ્રા અથવા તેથી પણ વધારે પ૦૦ ધનુષની કાયા મળે તે એમાં ફેલાઈને રહે છે. આ આત્માની વિશેષતા છે. તેના વિશિષ્ટ કેટીને ગુણ છે. આત્માને કર્મને બંધ તમને થશે કે એવી અનંત શક્તિવાળે આત્મા, અંનત જ્ઞાનાદિ ગુણેથી પરિપૂર્ણ વિશુદ્ધ આત્મા અને અ જે એને આ કર્મના બંધનમાં બંધાઈને એક પામરહીન-હીન–હાલતમાં બિચારાના રૂપમાં રહેવું પડે છે તેનું શું કારણ છે? શું પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી કમેં લાગ્યાં? શું શુદ્ધ વિશુદ્ધ આત્માને કર્મ લાગ્યા અને તે અશુદ્ધ થઈને સંસારમાં આ ? ના, જે એવું કહીશું તે મોક્ષમાં ગયેલા શુદ્ધ–બુદ્ધ-સિદ્ધ આત્માને પણ કમ ચટશે અને તે પણ અશુદ્ધ બનીને સંસારમાં આવી જશે. તે પછી આવા મેથી પણ શું લાભ? જ્યાંથી પાછા કર્મો લાગે અને પાછું આત્માને સંસારમાં પડવું પડે? યદ્યાપિ સિદ્ધશિલાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org