________________
પપપ
લલિતાગદેવને આઘાત લાગે અને તે ગાંડા જેવું બની ગયું. કામરાગની.. તીવ્રતાએ એવી વિચિત્ર સ્થિતિનું સર્જન કર્યું કે સમસ્ત ઈશાન. દેવલોકમાં ઉન્મતની જેમ હે પ્રિયા! હે પ્રિયા ! બોલતે ભટકવા લાગ્યા. મૂચ્છિત થઈને પડી ગયે. વારંવાર વિલાપ કરવા લાગ્યા. બસ, હવે કઈપણ કાર્યમાં તેનું મન જ લાગતું નથી, બસ એક જ સ્વયંપ્રભા દેવીને યાદ કરીને વિલાપ કરતો તે ભટકતે રહ્યો. તેને તેણીના સિવાય બીજું કાંઈ પણ દેખાતું ન હતું. મેહની રાગદશા એટલી પ્રબળ હોય છે કે એક દેવને પણ ઉન્મત્ત બનાવી દે છે!
એટલામાં પૂર્વજન્મને પિતાના અવયં બુદ્ધ મંત્રી પણ ચારિત્રની સાધના કરી મૃત્યુ પામીને ત્યાં જ બીજા દેવલોકમાં દુધર્મા નામને દેવ બળે. તે અચાનક લલિતાંગ દેવને મળે અને અવધિજ્ઞાન વડે પૂર્વભવના પિતાના રાજાને ઓળખી લીધા અને નેહવશ તેમને સમજાવવા લાગ્યા કે, અરે ભાઈ! તું આ શું કરે છે? આ અસ્થિર કેમ બની ગયો છે? તું શાંતીથી સંગેને સ્વીકાર કર સંચોગોને સામને કરવાથી આધ્યાન થાય છે અને સંયોગને શાંત સ્વીકાર કરવાથી આત્માની સમતા બની રહે છે. તું ધીરજધર, બધું સારૂં થશે. આ પ્રમાણે સાંત્વન આપીને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકવા કહ્યું. તે તેમ કરતાં જણાયું કે સ્વયં પ્રભા દેવીને જીવે તે નાગિલ દરિદ્રની સાતમી કન્યારૂપે જન્મ લીધો છે. તે બિચારી અત્યન્ત દુઃખી છે. આ જોઈને લલિતાંગને પણ અત્યંત દુઃખ થયું. બંનેએ મળીને ઉપાય વિચાર્યો. લલિતાંગ દેવ નીચે પૃથ્વી ઉપર નિર્નામિકા પાસે આવ્યે, પિતાનું રૂપ-સૌદય અને અશ્વય બતાડીને પૂર્વજન્મની યાદ કરાવતા કહ્યું હે મારી વહાલી ! તારા વિરહાનલથી હું બળી રહ્યો છું. આથી તું જલદી ફરી દેવી બનીને દેવલેકમાં આવી જા નિયાણું કરીને તું સ્વર્ગમાં આવ. આ બાજુ નિનામિકા યુગધર કેવલી પ્રભુ પાસે પોતાની જીંદગીનું દુઃખ વ્યક્ત કરીને તેમના આલંબનથી અનશનની તપશ્ચર્યા કરતી હતી તેટલામાં આવીને લલિતાંગ દેવે ઉપરોક્ત વાત કરી છેવટે મેહવશ રાગનું નિયાણું કરીને ત્યાંથી મરીને તે બીજા દેવલોકમાં ફરી સ્વયંપ્રભાના સ્થાને દેવી બની અને ત્યારે જાણે શબમાં સંજીવનીની જેમ લલિતાંગ દેવમાં પ્રાણેને સંચાર થયે, ફરી તીન રાગવશ સ્વયંપ્રભા દેવીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org