________________
૫૫૪
-અનુરાગની વૃત્તિ પડેલી છે. તે હજી સમાપ્ત થઈ નથી. તેમાં પણ બે દેવલોક સુધી તે દેવીઓ ઉત્પન્ન થાય છે. ત્યાં પણ મનુષ્ય ગતિની જેમ કામ ભેગ દેહસંબંધ વગેરે બધું જ છે. ત્યારબાદ તેની ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી પરંતુ દેવી ઉપર જરૂર જાય છે. મનેહર, વર્ણ, ગંધ રસ, સ્પર્શ, શબ્દના રાગથી તથા નૃત્યગાન આલિંગનથી દેવતાઓનાં મનમાં અનુરાગઉત્પન્ન કરાવતી મને રંજન કરાવે છે. આથી કામ રાગ છે. વિષય રાગ છે. ક૯૫નના બાર દેવલાક સુધી આ રાબ અનુરાગ પેદા કરે છે. બસ ત્યાર પછી ઉત્તરોત્તર કલ્પાતીત દેવલોકમાં કામ રાગ કે વિષયરાગને સંચાર માત્ર પણ નથી.
આવા વૈમાનિક કલ્પપપન્ન દેવલોકના દેવતાઓ પણ કેટલીયવાર તીવ્ર રાગવશ અથવા કામરાગમાં આધીન થઈને જીવનું ત્યાંથી પતન કરાવે છે. બીજા ની વાત બાજુ પર મૂકીને ભગવાન ઋષભદેવના પૂર્વ જન્મની વાત કરીએ! શ્રી બાષભદેવ પ્રભુના ૧૩ ભવ થયા છે.
જ્યારે તેઓ તીર્થકર થયા ન હતા એવા પૂર્વ જન્મોમાં તે તેમને પણ રાગ-દ્વેષની માત્રા હતી અને તેનાથી તેમનું પતન પણ થયેલ. ભગવાન શ્રી રાષભદેવ પિતાના પાંચમા ભવમાં બીજા ઈશાન દેવલોકના દેવ તરીકે ઉત્પન્ન થયા હતા. એમનું નામ લલિતાંગ દેવ હતુ. અપાર મૈભવ-એશ્વર્યથી પરિપૂર્ણ દેવજન્મનાં સુખ ભોગવતાં તેમને કાળ પસાર થતું હતું. એટલામાં અત્યંત રૂપ-લાવણ્ય-સૌંદર્યવતી સ્વયંપ્રભા નામની દેવી જોડે તેમને સંબંધ થશે, લલિતાંગદેવ એ સ્વયંપ્રભા દેવીની જોડે અત્યંત મેહિત થયો. તેનાથી તેને ઘણો સંતોષ હતો. અત્યંત તીવ્ર અનુરાગના કારણે લલિતાંગ દેવ એટલે બધે આસક્ત થયેલ કે સ્વયં પ્રભા સિવાય સંપૂર્ણ દુનિયાને તે ભૂલી ગયો. તેના જીવનનું મધ્યવતી કેન્દ્રસ્થાન સ્વયં પ્રભાએ મેળવ્યું હતું. કામરાગની કેટલી પ્રબળતા છે !!!
કાળક્રમે એવું થયું કે બદામની બરફીમાં કાંકરાની જેમ તેના સુખમાં અવરોધ આવ્યું. દેવી સ્વયંપ્રભાનું આયુષ્ય પૂર્ણ થતાં તેણે પિતાની જીવનલીલા સંકેલી લીધી અને એ દેવલોકમાંથી મારીને મૃભુલોકના ઘાતકી ખંડમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના નંદિ નામના ગામમાં દરિદ્ર નાગિલ ના ઘરમાં એની પત્ની નાગશ્રીની ૬ પુત્રીઓની ઉપર સાતમી પુત્રી રૂપે જન્મી ત્યાં તેનું નામ નિર્નામિકા રાખવામાં આવ્યું. આ બાજુ સુખના પ્રારંભકાળે અચાનક સ્વયંપ્રભા દેવીના મૃત્યુથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org