________________
૫૫૧
સુધી પણ જીવ પહોંચી શકે છે. કે'માં જઈને વિનાશના માગે આગેકૂચ કરે છે. કોઈ પણ વસ્તુને રાગ કેટલીય વાર દ્વેષમાં પરિણમે છે, અને સસારમાં રાગના બીજો કિનારા દ્વેષ બનતા જોવામાં આવે છે. એટલે સ'સારસમુદ્રના રાગ-દ્વેષ રૂપી બે કાંઠા તૈયાર થાય છે. માનસરોવરના નિર્મળ, મધુર, પવિત્ર પાણીમાંથી ગંગા નીકળી, પરંતુ ગંગાના તે સ્રોત વહીને ખારા સમુદ્રમાં ભળી ગયે. ગ ગાએ પેાતાના અસ્તિત્વનું સમુદ્રમાં વિલેાપન કર્યું અને ત્યાં જતાં ગંગાનું મધુર, પાણી ખારું અની ગયું. આ જ રીતે રાગની કહેવાતી મધુરતાથી શરૂ થયેલી જીવનયાત્રા પણ ઘણીવાર અંતે તે દ્વેષના ખારા પાણીમાં મળે છે. રાગનુ દ્વેષમાં રૂપાંતર ઘણીવાર જોવા મળે છે, પરંતુ દ્વેષ રાગમાં પરિણામ પામે એવું તા કયારેક જ જોવા મળે છે. રાગદ્વેષની પર પરાના સંસાર —
છેવટે, એક વાત તા નિશ્ચિત છે કે સ'સાર રાગ-દ્વેષથી જ અને છે અને રાગદ્વેષથી ચાલે છે અને તેના દ્વંદ્વથી જ તે ટકે છે અને તે રાગ-દ્વેષથી જ ખગડે પણ છે. આ રીતે સૌંસારની ચારે બાજુ જોવામાં આવે તે માત્ર એક રાગ-દ્વેષ જ નજરે ચડે છે. અરે, કાઈના પણ સંસાર જુએ, ભલભલાના સસારમાં દષ્ટિપાત કરીએ તે તેમના સંસાર વૃક્ષના મૂળમાં રાગ-દ્વેષની માત્રા અવશ્ય હોય છે. શ્રી નેમિનાથ ભગવાન અને રાજુલની વચ્ચે નવ ભવને રાગ હતા. નવ નવ ભવની પ્રીતના સ્નેહુબ ધનથી તેએ એકબીજાથી જોડાયેલા હતા. નવે ભવમાં નામકુમાર પતિ બન્યા છે અને રાજુલ તેમની પત્ની બની છે. સ્વગ માં ગયા તા પણ ત્યાં દેવ-દેવીના સ્વરૂપમાં સાથે રહે છે. અંતિમ ભવમાં શ્રી નેમિનાથ ભગવાને પેાતાના જ્ઞાનથી બધી પૂર્વજન્મની વાતને પ્રગટ કરતા ઉપરાકત વાત કહી હતી. નવ જન્મના રાગના આ સસાર હતા. એ પ્રમાણે પૃથ્વીચ દ્ર-ગુણસાગરના ૨૧ જન્મને રાગના સંસાર ચાલ્યે!, દ્વેષના નહીં. કયારેક શરૂઆતમાં એવુ લાગ્યું! પરંતુ પછીના અનેક જન્મમાં તેઓ પતિ-પત્ની મન્યા, સગાભાઈ બન્યા, અને ખીજા પણ સંબ"ધ રહ્યા. પરતુ રાગની જ સત્ર પ્રધાનતા હતી. આ રીતે રાગના અનુમા જન્માજન્મ ચાલે છે.
એ જ પ્રમાણે દ્વેષની પર`પરા પણ ચાલતી જોવા મળે છે કમટે અને મરૂભૂતિની ૧૦ ભવ સુધી દ્વેષની પરંપરા ચાલી. વૈરનુ નિયાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org