________________
૫૫૦
કામ જ દેખાતા હોય છે, કમળા રોગવાળા દદીને જેમ સત્ર પીળું જ દેખાય છે એવીજ રીતે રાગમાં અન્ધ થયેલા મનુષ્યને પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક કાળમાં રાગ જ દેખાય છે. રાગની વ્યાખ્યા જ એ છે કે કોઈ પણ જડ-ચેતન પદાર્થોં પ્રત્યે મમત્વની બુદ્ધિ (વૃત્તિ) ની જે આસક્તિ છે તે જ રાગ છે ખરેખર રાગ બધનકર્તા છે. રાગ અવિવેકી છે. રાગાસક્ત ન કરવા યાગ્ય પણ કરી બેસે છે. મદ્યપાનની જેમ તે રાગી ઉન્માદ્રી બનીને ગુમસાન અને છે. રાગના નશાની અંદર ખેંચા ચેલેા રહે છે. જ્યારે રાગની ઈચ્છા પુરી ન થાય ત્યારે સંઘષ થાય છે. અને પરિણામે કેટલીય વાર રાગનુ દ્વેષમાં પવસાન થાય છે, રાગનું દ્વેષમાં રૂપાંતર :—
છેવટે દ્વેષ આવ્યે કયાંથી ? કેટલીક વાર રાગમાંથી રૂપાંતરિત થઈને દ્વેષ આવતા દેખાય છે દ્વેષને સ્વતંત્ર પગ નથી હાતા, તે રાગના ખભા ઉપર બેસીને આવે છે ઘણી વખત રાગ જ દ્વેષમાં બદલાતા જોવામાં આવે છે, એક યુવકને એક યુવતિ ઉપર પ્રેમ હતા, તે તેની પાછળ પાગલ હતા તેની પાછળ સર્વસ્વ ગુમાવી બેઠા હતા અને અચાનક તે યુવતિએ ખીજાની જોડે લગ્ન કરી લીધા. હવે શું થશે ? પરિણામ એ આવ્યું કે તે યુવાન તે યુતિને દુશ્મનની જેમ દ્વેષષ્ટિથી જોવા લાગ્યા ! યુવાનની આંખામાં દ્વેષ તરવરતા હતા અને સંભવ છે કે કઈ અચેાગ્ય કાર્ય પણ તે કરી બેસે અને સસારમાં આવું જ આપણે જોઈએ છીએ. વડોદરામાં કોઇ એક રૂપસુંદરી સ્રીની મેઢા ઉપર કોઇએ તેજામ નાખી દીધેા, બિચારીની આંખા ચાલી ગઈ. તે આંધળી બની ગઈ. તેના માંની ચામડી બળી ગઈ અને તમામ રૂપ, સૌંદર્યાં, લાવણ્ય નાશ પામી ગયું. હવે તે ખીચારીની જી ંદગી કેવી પાયમાલ થઈ ગઈ ? માતા-પિતાના મૃત્યુ પછી પિતાની મિલકત પાછળ બધાભાઇ મિલ્કતની પ્રાપ્તિ માટે લડે છે, ઝઘડે છે બધામાં લેાભ રહેલા છે. બધાં જ તીવ્ર રાગ માહ-મમવથી ભરેલાં છે. પરિણામ એ આવશે કે જેની પાસે મિક્તની ચાવી છે તે વધારે લેવા ઈચ્છશે, તેને પચાવી પાડવાનું મન થશે અને તે કદાચ ચારી પણ કરશે, અર્થાત્ ખીજા ભાઈ આની સાથે દુશ્મનાવટ ઊભી થશે પરિણામ એ આવશે કે ભાઈચારાને બદલે પ્રત્યેકની આંખેામાં દ્વેષની વૃત્તિ ડીકીચાં કરતી દેખાશે અને કદાચ ગાળાગાળીથી વધીને મારામારી પણ થઇ જાય અને ખૂન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org