________________
પપ૯
બની શકે છે. પરંતુ રોગગ્રસ્ત મનુષ્ય કયારેય પણ આપ્ત નથી બની શકતો. પૂર્વકાળના મહાપુરૂષો પર થડો દ્રષ્ટિપાત કરીએ તો કેટલાક દષ્ટિાનતે આંખની સામે તરતા દેખાય છે. | | રઘુલિભદ્ર સ્વામી જેવા મહાપુરૂષ બાર બાર વર્ષ સુધી કેશા વેશ્યાના રંગ-રાગમાં કેવા મુગ્ધ થઈને પડયા રહ્યા? જેમ માનીએ કે રાગને કીડા બની ગયા હતા. પણ એક ક્ષણમાં રાગને ત્યાગ કરીને નીકળી ગયા અને દીક્ષા લઈને–ચારિત્ર–અંગીકાર કરીને તે રાગને છતવાને માટે કોશા વેશ્યાના ઘરમાં જ ચાતુર્માસ કરવા આવ્યા. હવે તે મુનિ સ્થલિભદ્ર કામ વિજેતા બનીને આવ્યા હતા. કેશાએ હજાર પ્રયત્ન કર્યા છતાં પણ તેમને ન લેભાવી–લલચાવી શકી. અંતે મુનિને જય થયે, મહાન કામવિજેતા બન્યા. જેનું નામ ૮૪ વીશી સુધી અમર રહેશે.
] નંદિષેણ જેવા ત્યાગી–તપસ્વી મુનિ પણ વેશ્યાને ત્યાં પડી ગયાં. ધર્મલાભના સ્થાને અર્થલાભ આપીને એક ઘાસના તણખલામાંથી ૧૨ા કરેડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ કરાવવાળા લબ્ધિધારી મુનિ પણ વેશ્યાના રાગમાં ફસાયા. હાય! રાગ કેટલે પ્રબળ હોય છે? ચારિત્રથી પતિત થયેલા એવા પણ મુનિ પિતાની અદ્ભૂત ઉપદેશની લબ્ધિીથી દરરોજ દસ જણને સંસાર સમુદ્રથી તારતા હતા. દરરોજ દસને પ્રતિબોધ પમાડીને વીર પ્રભુની પાસે ચારિત્રને માટે મોકલતા હતા. અંતે વેશ્યાના એક જ વાકયથી તેઓ સ્વયં જાગૃત થઈ ગયા અને ત્યાંથી નીકળી ગયા. જાગૃત આત્માને કેણુ પાડી શકે છે? તેમણે પણ આત્મ કલ્યાણ સાધી લીધું.
|| અષાઢાભૂતિ મુનિ લાડવાના લેભમાં પડી ગયા અને બાર વર્ષ રંગ-રાગમાં વીતાવ્યા. આખરે એક દિવસ આત્મા જાગૃત થઈ ગયે. અને ભરત ચક્રવતીનું નાટક કરતાં નકલી નાટકને સાચ–અસલી નાટકના રૂપમાં રૂપાન્તર કરીને સ્વયં કેવલજ્ઞાન પામી ગયા.
અરણિક મુનિ યુવાનીમાં પતિત થયા, પરંતુ કપાત કરતી માતા સાથ્વીની દયાજનક અવસ્થાએ તેનું મન પિગળાવી દીધું અને મુનિ ફરીથી સંયમના માર્ગમાં સ્થિર થઈ ગયા. પ્રાયશ્ચિત કરીને આત્મ શુદ્ધિ કરી લીધી.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org