________________
૫૪૨
થવા રૂપ જે આસક્તિ પરિણામ છે એને મૂચ્છી કહે છે. ઈષ્ટ વસ્તુની અભિલાષાને કામ કહે છે. વૈષયિક વૃત્તિઓની તરફ લાલાયિત એવી મનની વૃત્તિને પણ કામ કહેવાય છે. વિશિષ્ટ પ્રેમ વગેરેને સ્નેહ કહે છે. સ્ત્રીના પ્રત્યે વૈષિયક પ્રીતિને પ્રેમ, અન્યની પ્રત્યે સામાન્ય અનુરાગને પણ સર્વ સામાન્ય પ્રેમ, અને પુત્રની પ્રતિ મમત્વને સ્નેહ કહે છે. અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાને ગાર્ય કહે છે. આ વસ્તુ મારી છે. હું એને. માલિક છું એ મમત્વ છે. પ્રિય વસ્તુની પ્રાપ્તિથી જે આનંદ થાય છે. એને અભિનન્દ કહે છે. અને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય એવા મને રથને અભિલાષા કહે છે. તેવી જ રીતે રાગની પાછળ રાગ વધારતે જે જીવ ને ખેંચી જાય તેને અનુરાગ કહે છે. એવી રીતે રતિ અને અનુતિ પણ છે. આ પ્રમાણે થોડા થોડા અથે પરિવર્તનથી રાગના ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામ છે. આ શબ્દ સર્વના જીવનવ્યવહારમાં પ્રયુક્ત થાય છે. મેહવૃક્ષનું બીજ રાગ-દ્વેપ છે
જેમ કેઈ વૃક્ષના અંગોપાંગ અવયવે જોઈએ તે બીજ-મૂળતાંતણા–શાખા-પ્રશાખા-પાંદડા અને ફળ-ફુલ છે. એવી રીતે આખા સંસારનું મૂળ, આધાર મોહવૃક્ષ છે. એના બીજના રુપમાં રાગ-દ્વેષ (જીજે ૨ વો વિચ મ વીચે) આ બીજમાંથી કમનું મૂળ નીકળે છે અને બહાર રાગદ્વેષનું બનેલું જે મૂળ કંદ છે તે મજબૂત મેહનું કંદ છે સ્થંભ જેમ મજબૂત છે. જેની ઉપર સંપૂર્ણ વૃક્ષને આધાર છે. એની ઉપર શાખા પ્રશાખા વગેરે છે તે મેહના થડ માંથી પ્રગટેલી છે તે વિષય કષાયની છે. અને ઉપર જે પાંદડા છે તે હાસ્યાદિ વિષયના છે અને સુંદર સુવાસિત કુલ છે તે ફક્ત મેહનું રૂપ છે. એનું ફળ સંસાર છે.
એવી રીતે રાગ-દ્વેષ એક મૂળ બીજની બે શાખા નીકળી અને મેહનું એક થડ બન્યું અને આગળ મેહના મૂળ થડની બે શાખા નીકળી જેમાં એક કષાયની બીજી વિષયની બસ એનું નામ સંસાર છે.
જેમ આપણે સ્કુલમાં ભણ્યા કે પાણું કેમ બને છે? H૨૦ = water. હાઈડ્રોજનના બે ભાગ અને ઓકસીજનને એક ભાગ મળી પાણી બને છે. એવી રીતે જે તમને પૂછવામાં આવે કે સંસાર કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org