Page #1
--------------------------------------------------------------------------
________________
છ આવશ્યકના રહસ્યો મુનિ શ્રી નરવાહનવિજયજી
આવસ્મય અવસકરણિજે ધુવં નિગ્નહો વિસોહીય T અઝયન છક્ક વગો નાઓ
આરામણા મગ્નો |૧ (વિશેષાવશ્યક ગાથા - ૮૭૨)
અવશ્ય કરણીય જે હોય તેને આવશ્યક કહેવાય છે. જીવ પ્રમાદને વશ થઇને જે કાંઇ પ્રવૃત્તિ કરે છે તે અશુભ પ્રવૃત્તિ કહેવાય છે. પ્રમાદ પાંચ પ્રકારના કહેલા છે.
(૧) મધ, (૨) વિષય, (૩) કષાય, (૪) વિકથા, (૫) નિદ્રા.
(૧) મધ = કોઇપણ જાતનું વ્યસન - જ્યાં સુધી જે ચીજ લેવાની ટેવ હોય એ ચીજ ન મળે ત્યાં સુધી મન ને ચેન ન પડે એટલેકે જે પદાર્થ લેવાથી મનની તાજગી આવે મન પ્રફુલ્લિત બને એવા પદાર્થનું બંધાણ એને પ્રમાદ કહેવાય છે એ મધ નામનો પ્રમાદ ગણાય છે.
(૨) વિષય :- પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો અનુકૂળ-સ્પર્શ-સ્વાદ (રસ-ગંધ-રૂપ અને શબ્દ આ પાંચ અનુકૂળ વિષયોને વિષે ઇન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી. એટલે ન જોડવી એ વિષય નામનો પ્રમાદ હેવાય છે.
(3) કષાય - ક્રોધ-માન-માયા-લોભ. અનુકૂળ વિષયોમાં સફળતા મળે તો માનાદિ કષાય પેદા થાય. સળતા ન મલે અને નિળતા મલે તો ક્રોધાદિ કષાયો પેદા થાય. સળતા મેળવવા માટે આંટી ઘૂંટી માયા કપટ કરવું તે તથા સળતા થાય તેમાં આગળ વધવાના વિચારો તે લોભ. આ રીતે વિષયોની પુષ્ટિ માટે પેદા થતાં ક્રોધાદિ કષાયો તે કષાય નામનો પ્રમાદ છે.
૪) વિકથા :- એક બીજા ભેગા થાય ત્યારે જે ભેગા થયેલા છે એમના સિવાયની વાતો ચીતો કરવી એનો આનંદ માનવો એ વિકથા નામનો પ્રમાદ કહેવાય છે.
(૫) નિદ્રા :- આ ચારેય પ્રમાદમાંથી કોઇને કોઇ પ્રમાદમાં જીવ થાકે એટલે રસ ન રહે ત્યારે ઉંઘવું એ પાંચમો પ્રમાદ કહેલો છે.
આ પાંચ પ્રકારના પ્રમાદને આધીન થયેલા જીવો એ પ્રમાદની પ્રવૃત્તિ કરતા કરતા આત્મિક ગુણોને પેદા કરવા લાયક શુભ પ્રવૃત્તિ છોડીને અશુભ પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે. આ અશુભ યોગોની પ્રવૃત્તિથી છુટવા માટે અને શુભ યોગની પ્રવૃત્તિનો પુરુષાર્થ કરવા માટે જીવો જે પ્રયત્ન કરે છે તે પ્રતિક્રમણ કહેવાય છે.
પ્રતિ = વારંવાર
Page 1 of 67
Page #2
--------------------------------------------------------------------------
________________
ક્રમણ = પાછા વું.
વારંવાર અશુભ યોગોની પ્રવૃત્તિથી પાછા તાં તાં શુભ યોગોની પ્રવૃત્તિમાં આત્માને જોડવો. જોડવા પ્રયત્ન કરવો એ પ્રતિક્રમણ કહેવાય છે.
શુભ યોગની પ્રવૃત્તિમાં શલ્ય રહિત આત્માને જોડવાનો છે. જો શલ્યપૂર્વક શુભ યોગની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ મોક્ષ આપનારી બનતી નથી માટે શલ્ય રહિત આત્માને શુભ યોગમાં જોડવાનું વિધાને કહ્યું છે.
શલ્યો ત્રણ પ્રકારના કહેલા છે. (૧) માયા શલ્ય, (૨) નિયાણ શલ્ય, (૩) મિથ્યાત્વ શલ્ય.
(૧) માયા શલ્ય = કપટ રાખીને :- કપટને પુષ્ટ કરવા માટે જે કોઇ ધર્મની ક્રિયાઓ કરવી તે. જેમકે મોટાભાગે સ્ત્રીઓ જે કાંઇ ધર્મ પ્રવૃત્તિ કરે છે તે માયાપૂર્વક કરે છે. જૈન સંઘોમાં સ્ત્રીઓ ધર્મમાં વધારે દેખાય પ્રતિક્રમણમાં-સામાયિકમાં-તપશ્ચર્યા કરવા આદિ દરેક અનુષ્ઠાનોમાં જુઓ તો સ્ત્રીઓ વધારે દેખાયા તો પણ એ જીવોને જોઇએ એટલો લાભ થતો દેખાતો નથી કારણકે મોટેભાગે માયા રાખીને ધર્મ પ્રવૃત્તિ કરતા હોય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે માયા શલ્યપૂર્વક કરેલી ધર્મ આરાધના મોક્ષમાર્ગની આરાધના ગણાતી નથી એટલે મોક્ષ આપનાર થતી નથી માટે માયા શલ્ય રહિત ધર્મ કરણી કરવી જોઇએ.
(૨) નિયાણ શલ્ય - આ લોકના સુખના પદાર્થોના હેતુથી અથવા પરલોકના સુખના પદાર્થોના હેતુથી ધર્મક્રિયા કરવામાં આવે એ ધર્મક્રિયા શુભ હોવા છતાંય મોક્ષના ળને આપનારી થતી નથી માટે તે નિયાણ શલ્ય કહેવાય છે. એ નિયાણ શલ્યપૂર્વક કરેલી આરાધના સંસારની વૃદ્ધિનું કારણ બને છે.
(૩) મિથ્યાત્વ શલ્ય - ભગવાનની આજ્ઞાથી વિપરીત રીતે ધર્મ આરાધના કરવી તે. એટલે કે છોડવાલાયક પદાર્થોમાં છોડવાલાયકની બુદ્ધિને બદલે ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ રાખવી અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવાલાયકની બુદ્ધિ રાખી ધર્મક્રિયા કરવી તે મિથ્યાત્વ શલ્ય કહેવાય છે.
- આ ત્રણે પ્રકારના શલ્યથી કરાતી ક્રિયાઓના અનુષ્ઠાનો સારામાં સારા હોય-શુભ ગણાતા. હોય-નિરતિચારપણે જીવનમાં આચરાતા હોય તો પણ તે મોક્ષ આપનારા બનતા નથી. મોક્ષમાર્ગમાં દાખલા કરવામાં સહાયભૂત થતાં નથી માટે એ રીતે ક્રિયાઓ કરવાનો નિષેધ કરે છે. કારણકે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. પાપાનુબંધિ પુણ્ય બંધાવે- અકામ નિર્જરા કરાવે-જન્મમરણની પરંપરા વધારે છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે અશુભ યોગોની પ્રવૃત્તિમાંથી, અંતરમાંથી શલ્ય રહિત થઇને શુભયોગોથી ધર્મની ક્રિયાઓ કરવામાં આવે તો જ એ ક્રિયાઓ મોક્ષ ળને આપનારી થાય છે.
પર સ્થાનોથી સ્વ સ્થાનોમાં પાછા ફ્લવું તે પ્રતિક્રમણ કહેવાય છે.
કોઈપણ વસ્તુના વખાણના વિચારો કરવા અથવા કોઇપણ વસ્તુના વખોડવાના વિચારો કરવા એ અશુભ મનયોગ કહેવાય છે.
એવી જ રીતે કોઇપણ મનગમતા પદાર્થોના વખાણો કરવા અને કોઇપણ પ્રતિકૂળ પદાર્થોને વચનથી વખોડવા એ અશુભ વચનયોગ કહેવાય છે.
શરીરને ચોખુ અને સારું રાખવા માટે વારંવાર ધોયા કરવું-સાફ કર્યા કરવું-ઘસ્યા કરવું અને ચોકખુ થાય-સુગંધીવાળું થાય એનો આનંદ માનવો એ પ્રમાદ છે. એજ કાયયોગની પ્રવૃત્તિ અશુભ કહેવાયા
છે.
Page 2 of 67
Page #3
--------------------------------------------------------------------------
________________
આ રીતે મન-વચન-કાયાના યોગથી પ્રવૃત્તિ કર્યા કરવી એ શુભ યોગમાંથી અશુભ યોગમાં જવા લાયક પ્રવૃત્તિ કહેવાય છે.
એ અશુભ યોગની પ્રવૃત્તિઓ આખા દિવસમાં જેટલી વાર થઇ હોય તેનાથી આત્માને વારંવાર પાછો વીને શુભ યોગની પ્રવૃત્તિમાં જોડવો એ પ્રતિક્રમણ કહેવાય છે.
એ પ્રતિક્રમણના પર્યાયવાચી શબ્દોનાં દશ નામો કહેલા છે.
(૧) આવશ્યક, (૨) અવશ્યકરણી, (૩) ધ્રુવ (નિશ્ચિત), (૪) નિગ્રહ, (૫) વિશુધ્ધિ, (૬) અધ્યયન, (૭) વર્ગ, (૮) જ્ઞાન, (૯) આરાધના અને (૧૦) માર્ગ.
છ પ્રકારના આવશ્યકોનો સમુદાય ભેગો થાય તેને પ્રતિક્રમણ કહેવાય છે.
(૧) સામાયિક. (૨) ચઉવિસત્યો = ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ. (૩) જે ગુરૂ ભગવંતની નિશ્રામાં આરાધના કરીએ છીએ એ ગુરૂ ભગવંતને વંદન. (૪) આખા દિવસમાં જે પાપો થયેલા હોય જેમકે બારવ્રત સંબંધી-પાંચ આચાર સંબંધી-સમ્યક્ત્વ સંબંધી ઇત્યાદિ પાપો થયેલા હોય એ પાપથી પાછા વા માટે એટલે મિચ્છામિ દુક્કડં દેવા માટે આપવા માટે) જે ક્રિયા કરવામાં આવે તે પ્રતિક્રમણ આવશ્યક.(૫) કાઉસ્સગ - પ્રતિક્રમણમાં પાપની શુદ્ધિ કરતા કરતા સૂક્ષ્મ પાપોની શુદ્ધિ બાકી રહી ગઇ હોય તો એ પાપથી પાછા વા માટે કાઉસ્સગ નામનું આવશ્યક છે અને (૬) પચ્ચખાણ આવશ્યકના આ છએ પ્રકારો સમુદાય રૂપે ભેગા થાય તેને પ્રતિક્રમણ કહેવાય છે.
સામાયિક
સાવધ યોગની પ્રવૃત્તિથી પાછા ક્રવું તે સામાયિક કહેવાય છે.
જેટલા સમય સુધી સામાયિક કરે છે એટલા સમય સુધી મન-વચન-કાયાથી પાપ વ્યાપારો કરવા નહિ અને પાપ વ્યાપારો કરાવવા નહિ એવો જે ત્યાગ કરવો અને સામાયિક કહેવાય છે. આ રીતે સામાયિક કરતા કરતા ચોવીસ કલાકમાંથી અડતાલીશ મિનિટ સુધી પાપ વ્યાપારોનો ત્યાગ થયો એનો. અંતરમાં આનંદ વિશેષ વિશેષ થતો જાય છે અને જેમ જેમ આનંદ વધતો જાય તેમ તેમ વધારે ટાઇમ સુધી આત્માને સામાયિકમાં રાખવાનો પ્રયત્ન કરતો જાઉં અને એમ કરતાં સઘળાય પાપ વ્યાપારોનો જીંદગીભર સુધી ત્યાગ કરીને આત્માને પાપના ત્યાગના આનંદમાં સદા માટે ક્યારે રાખતો થાઉં આવો ભાવ પેદા
Page 3 of 67.
Page #4
--------------------------------------------------------------------------
________________
કરાવવામાં આ સામાયિક સહાયભૂત થાય છે. આવી ભાવના લાવવા માટે વારંવાર જ્યારે જ્યારે સમય મલે ત્યારે સામાયિક કરતો જાય છે અને રોજ જીંદગીભરના સામાયિકની ભાવના ભાવતો જાય છે. શાસ્ત્ર કહે છે કે સામાયિક કરતાં કરતાં જો આવા ભાવો ન આવે સાવધ પ્રવૃત્તિથી છૂટ્યો એનો આનંદ પણ પેદા ન થાય તો એ સામાયિક આત્મિક ગુણ તરફ લઇ જવામાં સહાયભૂત થતી નથી એમ કહેવાય છે.
અડતાલીશ મિનિટના સામાયિકમાં એવો આનંદ આવે કે હાશ બધી જ સાવધ પ્રવૃત્તિ કરવા અને કરાવવાથી છૂટ્યો અને એ આનંદ, બાકીના ત્રેવીશ કલાકની પાપની પ્રવૃત્તિ જીવનમાં કરવા છતાં એનો આનંદ પેદા થવા દે નહિ તો જ એ સામાયિક આત્મિક ગુણ તરફ લઇ જનારી કહેલી છે.
(આવો આનંદ પેદા કરનારા જીવોને એટલે) આવો આનંદ જેમને પેદા થયો છે એવા જીવોને આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ સંસાર-એના વિચારો-એના વચનો અને કાયાથી એની પ્રવૃત્તિઓથી છૂટ્યાનો આનંદ થાય છે. આથી એ સઘળાયને પાપરૂપ માને છે. પાપના ફ્લ સ્વરૂપ માને છે અને પાપના અનુબંધને પેદા કરાવનાર આ જ છે એવી માન્યતા પેદા થતી જાય છે.
આથી અડતાલીશ મિનિટના સામાયિકના આનંદથી આવા પાપોથી છૂટકારો થયો એના પ્રતાપે અંતરમાં એ ભાવ પણ સાથે જ આવે છેકે જ્ઞાની ભગવંતોએ પાપથી છૂટવા માટે નિરવધ પ્રવૃત્તિ રૂપ સામાયિક કેટલું સુંદર પ્રવૃત્તિ રૂપે બતાવ્યું છે કે જે સામાયિકની પ્રવૃત્તિ જીવોને પાપથી છોડાવી પાપને પાપરૂપે મનાવવા માટે પ્રયત્ન કરાવે છે એટલે શ્રધ્ધા પેદા કરાવે છે. આવી પ્રવૃત્તિ જીંદગીભર થાય તો કેવો આનંદ પેદા થાય એવા ભાવ થાય છે આથી નિરવધ પ્રવૃત્તિ પ્રત્યે અંતરમાં શ્રધ્ધા પેદા થતી જાય છે.
જેટલી શ્રધ્ધા જીવોને સામાયિકની ક્રિયા પ્રત્યે વધતી જાય એટલી શ્રધ્ધા સાવધ પ્રવૃત્તિઓની ક્રિયાઓ પ્રત્યેથી ઘટતી જાય છે.
સામાયિકનો પહેલો ગુણ પાપનો પાપરૂપ માન્યતા પેદા કરાવનાર છે. આ પ્રત્યક્ષ ફ્ળ રૂપે ગણાય
છે.
(૧) પાપની પાપરૂપે માન્યતા પેદા થાય એટલે પાપની પ્રવૃત્તિઓ કરતાં એટલે સાવધ પ્રવૃત્તિઓ કરતાં અંતરમાં દુઃખ પેદા થતું જાય.
(૨) પાપની નિવૃત્તિની અંતરમાં શ્રધ્ધા પેદા થવી એ બીજું પ્રત્યક્ષ ફ્ળ છે.
સાવધ વ્યાપારના ત્યાગનો આનંદ અને પાપની પ્રવૃત્તિને પાપરૂપ માનીને જીવવું એટલે પાપની નિવૃત્તિની શ્રધ્ધા અંતરમાં પેદા થવી એ બીજું પ્રત્યક્ષ ફ્ળ કહ્યું છે. આત્માને પાપ વ્યાપારથી છૂટવાની ભાવના થઇ એ ભાવનાને ટકાવવા માટે સામાયિકની ક્રિયા પ્રત્યે જે શ્રધ્ધા પેદા થઇ એ ભાવના અને શ્રધ્ધાના બળે આત્મામાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે.
અજ્ઞાનને વશ થઇને અત્યાર સુધી જે સાવધ પ્રવૃત્તિઓ કરતો હતો તે કર્તવ્ય રૂપે માનીને જ રૂપે માનીને અને મારે કરવા યોગ્ય આજ છે હું નહીં કરૂં તો કોણ કરશે ? આવી બુધ્ધિ રાખીને કરતો હતો તે પ્રવૃત્તિઓ અજ્ઞાનથી થાય છે એમ કહેવાય છે.
આ ભાવના અને શ્રધ્ધાના કારણે અંતરમાંથી એ અજ્ઞાન દૂર થતાં જ્ઞાનનો ક્ષયોપશમભાવ પેદા થતાં સાવધ પ્રવૃત્તિઓ પોતે પાપ રૂપે છે પાપનું ફ્ળ આપનારી છે અને પાપની પરંપરા વધારનારી આજ છે. આવી બુધ્ધિ જે પેદા થાય તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જ્ઞાનની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. આવી માન્યતા રાખીને પાપની પ્રવૃત્તિ કદાચ જીવો કરતા હોય તો એ જીવોને અશુભ કર્મોનો રસ
Page 4 of 67
Page #5
--------------------------------------------------------------------------
________________
અલ્પ બંધાય છે આવો ક્ષયોપશમ ભાવ જે પેદા થાય એને જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનને લાંબાકાળ સુધી ટકાવવાનો પ્રયત્ન કરવો એ સ્થિરતા ગુણ રૂપ ચારિત્ર કહેવાય છે.
સામાયિક = પાપને પાપ માનીને જીવવું તે.
પ્રાણાતિપાતાદિ પાંચ મુખ્ય પાપોને પાપ માનીને જીવન જીવવું એ સંયમ કહેવાય છે. અવરિતિના ઉદયકાળમાં હેયમાં હેયબુદ્ધિ રાખીને જીવવું એને પણ આંશિક સંયમ કહેવાય છે.
પાપને પાપ માનવાની બુદ્ધિ પેદા થઇ એ રૂપ જે જ્ઞાન પેદા થયું એને લાંબા કાળ સુધી ટકાવવા-સ્થિર કરવા પ્રયત્ન કરવો એ પણ સંયમ કહેવાય છે.
સંયમ = સં = સમ્યક પ્રકારે. યમ = પાંચ મહાવ્રતો. સમ્યફ પ્રકારે પાંચ મહાવ્રતો પ્રત્યે અંતરથી. ગમો પેદા થવો અને પાંચ યમના પ્રતિપક્ષી પહેલા પાંચ પાપો પાપ રૂપે માનવા એટલે માનતા પેદા થવી એને આંશિક સંયમ કહેવાય છે.
જ્ઞાન અને દર્શનના ગુણોની સ્થિરતા પેદા થવી એ પણ સંયમ કહેવાય છે. પાપની ઓળખ શ્રી અરિહંત પરમાત્માના દર્શનથી પેદા થાય છે. (૧) પાપને પાપ માનવું તે મૃત સામાયિક કહેવાય. (૨) હેયમાં હેય બુદ્ધિ રાખવી તે સમ્યકત્વ સામાયિક કહેવાય છે. (૩) બે ઘડીનું સામાયિક કરવું તે દેશવિરતિ સામાયિક કહેવાય છે. (૪) અને સર્વથા પાપનો ત્યાગ કરીને જીવન જીવવું તે સર્વવિરતિ સામાયિક કહેવાય છે.
આ રીતે પાપને પાપરૂપે માનીને જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા કરી લાંબાકાળ સુધી એ જ્ઞાનને ટકાવવાનો પ્રયત્ન કરે એવા જીવો જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા સમભાવમાં પોતાનું જીવન પસાર કરે છે એમ કહેવાય છે. આ રીતે બે ઘડીનું સામાયિક કરતા કરતા આવો સમતા ભાવ લાવવા પ્રયત્ન કરવો તે સામાયિક કહેવાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે -
અહિંસા એ પણ સામાયિક છે. સત્ય એ પણ સામાયિક છે.
અચૌર્ય એ પણ સામાયિક છે. બ્રહ્મચર્યનું પાલન એ પણ સામાયાકિ છે.
અપરિગ્રહપણું એ પણ સામાયિક છે. આ બધા એક એક પેદા થાય એ પણ સામાયિક કહેવાય છે. સામાયિકથી ચાર ગુણોની પ્રાપ્તિ થાય. (૧) પાપની પાપરૂપે માન્યતા પેદા કરવી. (૨) પાપ વ્યાપારના ત્યાગનો આનંદ પેદા થવો. (૩) ભાવના અને શ્રધ્ધા પેદા કરી સ્થિરતા લાવવી. (૪) સમતાભાવ પેદા કરવો તે.
આ રીતે સામાયિક નામનું આવશ્યક જીવ, સામાયિકનો સ્વીકાર કરે છે ત્યારે તે પહેલા આવશ્યક રૂપે શરૂ થાય છે.
Page 5 of 67.
Page #6
--------------------------------------------------------------------------
________________
(૧) શ્રત સામાયિક એટલે દેશથી સામાયિક લીધા વગર વ્યાખ્યાન શ્રવણ કરવા માટે બેસે અને જ્યાં સુધી વ્યાખ્યાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉઠવું નહિ આવો સંકલ્પ કરીને બેસે અને વ્યાખ્યાન શ્રવણ કરે તો તે શ્રત સામાયિક રૂપે વ્યાખ્યાન શ્રવણ કહેવાય છે. એવી જ રીતે ભગવાનની આજ્ઞા મુજબ પાપને પાપરૂપ માનીને જીવન જીવે અને એ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલો હોય પાપની પ્રવૃત્તિ જીવનમાં કરતો હોય પણ એ પાપની પ્રવૃત્તિ કરતા દુ:ખ થાય-ખોટું થાય છે ન કરવાલાયક પ્રવૃત્તિ કરું છું ક્યારે એવો વખત આવે કે જેથી આ પાપ પ્રવૃત્તિ છૂટી જાય અને સંપૂર્ણ પાપની પ્રવૃત્તિઓને છોડીને ક્યારે જીવન જીવતો થાઉં એવું સત્વ પેદા કરતો ક્યારે થાઉં આવી વિચારણા કરતો કરતો પાપની પ્રવૃત્તિ કરે તો પણ એ આત્મા શ્રુત સામાયિકવાળો ગણાય છે. આવી વિચારણા લાંબાકાળ સુધી ટકાવીને ચોવીસે કલાક વિચારણા રાખવાનો પ્રયત્ન કરીને જીવન જીવે તેવા જીવોને ચોવીસે કલાક શ્રત સામાયિક રહી શકે છે અને ચોવીશે કલાક સામાયિકવાળો ગણી શકાય છે. બોલો ! આ રીતે ચોવીસે કલાક સામાયિકમાં રહીને કાળ પસાર કરવાનું મન ખરું? તો ભગવાનની આજ્ઞા મુજબ પાપને પાપ માનતા શીખવું પડે અને વિચારણા ચાલુ રાખવી પડશે !
આ સામાયિક ઘર-ઓફીસ-કુટુંબ-પરિવાર-પેસા ટકામાં રહીને પણ થઇ શકેને ? આને શ્રત સામાયિક કહેવાય એ જરૂર સમ્યકત્વ સામાયિક પેદા કરવાની શક્તિ પેદા કરાવે એટલે સત્વ પેદા કરાવે જ. જોઇએ છે ?
(૨) સમ્યક્ત્વ સામાયિક એટલે સંસારમાં રહીને પણ હેય પદાર્થમાં હેય બુધ્ધિ રાખીને જીવવું ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ રાખીને જીવવું તે સમ્યકત્વ સામાયિક કહેવાય છે.
જીવ પુરૂષાર્થ કરીને મિથ્યાત્વની મંદતા કરી ગ્રંથી ભેદ કરી ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરે એમાંથી ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરે એ ક્ષયોપશમ સમકીત જઘન્યથી એક અંતર્મુહૂર્ત ટકે છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમકાળ સુધી ટકે છે. આથી આ સમ્યકત્વ સામાયિક પણ જીવ ટકાવવાનો પ્રયત્ન કરે તો. છાસઠ સાગરોપમ કાળ સુધી ટકાવી શકે છે. કારણકે ક્ષયોપશમ સમકીતી જીવોને હેય પદાર્થમાં હેય બુદ્ધિ
પાદ્ય પદાર્થમાં ઉપાય બુધ્ધિ રહેલી જ હોય છે. આથી આ સામાયિક છાસઠ સાગરોપમ કાળ સુધી. રહી શકે છે.
આ વાત સંસારમાં રહેલા જીવો જે દેશથી કે સર્વથી સામાયિક કરી શકતા ન હોય કરવાની તાકાત ન હોય અને એ સર્વથી સામાયિક કરવાની તાકાત આવે આવી ભાવના હોય એવા જીવો માટે કહેલી છે. આજે ધર્મ કરનારા જીવોનો શ્રત સામાયિક કે સમ્યકત્વ સામાયિક આ બેમાંથી કઇ સામાયિકમાં નંબર આવે એવો છે ? જ્ઞાની ભગવંતોએ સામાયિકનો રસ્તો કેટલો સહેલો બતાવેલો છે ? કઇ સામાયિકમાં આપણે છીએ ? જેન કુળમાં જન્મ્યા-ધર્મ સામગ્રી પામ્યા-ધર્મની આરાધના કરતા કરતા કયા સામાયિકમાં નંબર આવે એવો છેકે નહિ એ હજી કાંઇ નિશ્ચિત કરી શક્યા નથી ? અને કરતા નથી ? તો કયા વિશ્વાસથી ધર્મ આરાધના કરીએ છીએ ?
Page 6 of 67.
Page #7
--------------------------------------------------------------------------
________________
ચોવીશ તીર્થંકર પરમાત્માઓની રસ્તુતિ
ચૌદ રાજલોક રૂપ જગતને વિષે સર્વવિરતિ સામાયિક માત્ર તિરસ્કૃલોકને વિષે સમય ક્ષેત્રને વિષે એટલે પીસ્તાલીશ લાખ યોજન એવા મનુષ્ય ક્ષેત્રને વિષે અને એમાંય મોટાભાગે પંદર કર્મભૂમિના ક્ષેત્રોને વિષે જ મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે. બાકીના કોઇ ક્ષેત્રોમાં જીવો સર્વવિરતિ સામાયિકને પ્રાપ્ત કરી શકતા. નથી. જ્યારે દેશવિરતિ સામાયિક તિરસ્કૃલોકને વિષે એક રાજ યોજન લોકને વિષે કોઇપણ મનુષ્યો અને તિર્યંચો પ્રાપ્ત કરી શકે છે. સમ્યકત્વ સામાયિક ચારે ગતિના સન્ની પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોને હોય છે. પ્રાપ્તિ સન્ની પર્યાપ્તા જીવો કરી શકે છે એવી જ રીતે શ્રુત સામાયિક ચારે ગતિના સન્ની પર્યાપ્તા જીવોજ પ્રાપ્ત કરી શકે છે.
સર્વવિરતિ સામાયિક જગતને વિષે સૌથી પહેલી ગ્રહણ કરી હોય તો તે તીર્થંકર પરમાત્માઓએ ગ્રહણ કરેલી છે.
તીર્થંકર પરમાત્માઓના આત્માઓએ છેલ્લે ભવે સર્વવિરતિ સામાયિકનો સ્વીકાર કરીને પોતાના આત્માને સમભાવમાં એટલે સમતાભાવમાં સ્થિર કરી. ત્રીજા ભવે જે શ્રુતજ્ઞાન ભણેલું લઇને આવેલા છે એ જ્ઞાનના ઉપયોગમાં પોતાના મનને બરાબર સ્થિર કરી જગતમાં રહેલા પદાર્થોનું ચિંતન કરતા કરતા પોતાના આત્મામાં રહેલા રાગાદિ પરિણામનો ઉદય હોવા છતાં ઉદય વિચ્છેદ કરતાં કરતાં એટલેકે એ ઉદયને ભોગવતા ભોગવતા જ્ઞાનના ઉપયોગથી નિળ બનાવતા બનાવતા જે કોઇ પરિષહો અને ઉપસર્ગો આવે એ અનુકૂળ કે પ્રતિકૂળ એને સારી રીતે સહન કરતા કરતા સમતાભાવથી નિરતિચાર ચારિત્રના.
Page 7 of 67
Page #8
--------------------------------------------------------------------------
________________
પાલનથી પોતાના આત્માને ભાવિત કરતા કરતા ક્ષપક શ્રેણી માંડી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી મોહનીયા કર્મનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી ધર્મતીર્થની સ્થાપના કરીને જગતને વિષે મોક્ષમાર્ગ મુક્યો એ માર્ગ જે મુક્યો છે એ માર્ગને પામવા માટે પામેલા જીવોને આગળ વધવા માટે અને માર્ગને વિષે લાંબાકાળ સુધી સ્થિર રહેવા માટે એ સામાયિકનું અનુકરણ કરવા માટે આજે અનંતી પુણ્યરાશીથી માર્ગ મળેલો છે.
એ માર્ગની આરાધનાના અનુષ્ઠાનો કરી શકીએ એવી શક્તિ પણ મળેલી છે તો પુરૂષાર્થ કરીને એ આરાધનાના અનુષ્ઠાનો સામાયિક રૂપે અનુકરણ કરતા મોક્ષમાર્ગ પામીએ છીએ કે નહિ એ રોજ જોતા. રહેવું જોઇએ. આવા ઉપકારી એવા આ અવસરપિણી કાળના ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારા આત્માના હિતને માટે કેવો સુંદર માર્ગ મુકીને ગયા છે એ યાદ આવે છે ખરૂં? આ રીતે યાદ કરીને ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ કરવાની તક મને મલી છે તો સ્તુતિ રૂપે એ સૂત્ર બોલતા આનંદ અને બહુમાન આદરભાવ અંતરમાં પેદા થાય ખરો ? જો એવા બહુમાન અને આદરથી એક સૂત્ર બોલાય તો. આત્માને કેટલો લાભ થાય એ વિચારો ?
લોગસ્સ સૂત્ર બહુમાન અને આદર પૂર્વક બોલતાં સકામ નિર્જરા થાય કે જેના પ્રતાપે અશુભ કર્મો. તીવ્રરસે બંધાયેલા સત્તામાં પડેલા હોય તે જરૂર મંદ રસવાળા થાય છે. નવા બંધાતા અશુભ કર્મો નિયમ મંદરસે બંધાય છે અને શુભ કર્મોના બંધ તીવ્રરસે અનુબંધ રસવાળા બંધાય છે.
જેમ દુનિયાના વ્યવહારમાં પણ કહેવાય છે કે જેની સેવા કરીએ એથી એના જેવા થવાય એમ તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરતા કરતા અંતરમાં એમના જેવા ગુણો પેદા થાય એવું લક્ષ્ય રાખીને એ તીર્થકરના આત્માઓએ ગુણો પેદા કરવા માટે જે રીતે પ્રયત્ન કર્યો એ રીતે પ્રયત્ન કરવામાં મન, વચન, કાયાના યોગનો સાથ પ્રાપ્ત કરી અને સત્વ પેદા કરતા કરતા એમના જેવા ગુણોને જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ એ હેતુથી આ બીજું આવશ્યક ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના રૂપે કહેલું છે.
એ ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરતાં એટલે લોગસ્સ સૂત્ર બોલતા આપણા ભાવો કેવા હોય છે ? શાસ્ત્ર કહે છે કે ગુણીની સ્તુતિ ગુણ પેદા કરાવે છે. એટલે કે ગુણોને પેદા કરાવવામાં સહાયભૂત થાય છે.
જેમ સામાયિકથી સાવધ યોગથી વિરતિ પ્રાપ્ત થાય છે એટલે ચારિત્રની પ્રાપ્તિ થાય છે એમ ચોવીશે. તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ કરતા કરતા એમના ગુણોનું કીર્તન કરતા કરતા એટલે બોલતા બોલતા. બોલનારના કર્મોનો ક્ષય થાય છે.
ઉપકારી તરીકે માનીએ કે જો તીર્થંકર પરમાત્મા થયા ન હોત આ મોક્ષમાર્ગ એમને મુક્યો ન હોતા તો મારા આત્માનું શું થાત ? ગુણ પ્રાપ્તિ હું શી રીતે કરી શકત ? દોષોને કઇ રીતે દુર કરવાનો પ્રયત્ન કરી શકત ? માટે એમના જેટલા ગુણોનું વર્ણન વારંવાર કરીએ-સ્તવના કરીએ એથી કર્મક્ષય કરવામાં સહાયભૂત થાય છે.
કહ્યું છે કે- ચતુર્વિશતિ સ્તવે અહંત ગુણો કીર્તન રૂપાયા ભક્તઃ કર્મક્ષયઃ ઉક્તઃ |
આથી ચોવીશે તીર્થંકર પરમાત્માઓનાં ગુણોનું કીર્તન કરતાં કરતાં કર્મક્ષય થાય છે અને જીવને દર્શન-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
જેમ જેમ ઉપકારીના ગુણોને યાદ કરતાં ગુણો ગાતા ગાતા પોતાના આત્મામાં એવા ગુણો નથી એમ
Page 8 of 67
Page #9
--------------------------------------------------------------------------
________________
જણાતું જાય છે અને એ જણાવાથી ગુણો નથી એનું કારણ શું ? એ શોધવાનું-જોવાનું મન થાય છે અને એથી પોતાના આત્મામાં જે જે દોષો રહેલા હોય છે એ દોષો દેખાય છે અને એ વિચાર કરે છે કે આવા આવા દોષો મારામાં જે રહેલા છે એના કારણે ગુણો મારામાં પેદા થતા જણાતા નથી જેમ જેમ પ્રયત્ન કરીને એ દોષોને દૂર કરૂં તેમ તેમ જરૂર મારામાં ગુણો પેદા થશે આવો વિશ્વાસ પેદા થતાં પોતાના દોષોને દૂર કરવા પ્રયત્ન કરવાનું મન થાય છે. આ જ ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરવાનું પ્રત્યક્ષ ફ્લ
કહેવાય છે.
અત્યાર સુધી જીંદગીમાં ઘણીવાર લોગસ્સ સૂત્ર બોલી ગયા કાઉસ્સગ રૂપે બોલ્યા અને પ્રગટ રૂપે પણ બોલ્યા પણ એ લોગસ્સ હજારો વાર બોલવા છતાં તીર્થંકર પરમાત્માઓના ગુણોને યાદ કરતા પોતાના દોષોને દૂર કરવાની ભાવના પેદા થઇ ? દોષોના કારણે ગુણો અવરાયેલા છે એટલે ઢંકાયેલા છે એમ યાદ આવે છે ? માટે એ દોષોને ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરૂં એવા ભાવો પેદા થાય છે ?
જો આવા ભાવો પેદા ન થાય તો તીર્થંકર પરમાત્માની સ્તવના, દર્શન અને જ્ઞાન ગુણને પેદા કઇ રીતે કરશે ? લોગસ્સ સૂત્ર રૂપ સ્તવના સ્તુતિ એટલી શક્તિ ધરાવે છે કે જે આત્મામાં રહેલા દોષોને ઓળખાવી દોષોને દૂર કરવાની શક્તિ આપી ગુણ પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય છે.
તીર્થંકર પરમાત્માઓ જે માર્ગ મુકી ગયા એ મોક્ષમાર્ગને ઓળખાવા માટેની શક્તિ પેદા થઇ છે. જ્ઞાની ભગવંતો કહે છે કે લોગસ્સ બોલતા બોલતા જીવોનો મિથ્યાત્વ મોહનીય કર્મનો રસ એટલો મંદરૂપે જરૂર બને કે જે ભગવાને કહેલો મોક્ષ માર્ગ છે એને ઓળખાવે. મોક્ષમાર્ગને ઓળખવા માટે મિથ્યાત્વ મોહનીય મંદ થાય એટલે એ જીવને અનાદિકાળથી અનુકૂળ પદાર્થોના રાગમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેલી હતી તે દૂર થતી જાય અને અંતરમાં એવો ભાવ થાય કે જરૂર જગતમાં આ સુખ કરતા બીજું સુખ હોવું જોઇએ અને તે આનાથી ચઢીયાતું હોવું જોઇએ. જે સુખ મેળવવા અનાદિકાળથી હું પ્રયત્ન કરૂં છું કે જે સુખ દુઃખના લેશ વિનાનું-પરિપૂર્ણ અને પેદા થયા પછી નાશ ન પામે એવું જોઇએ. એવું સુખ આ દુનિયાના પદાર્થોમાં દેખાતું નથી અને એવું સુખ આ દુનિયાના પદાર્થો આપે એમ પણ નથી. એ સુખ જરૂર છે અને તે મારા આત્મામાં રહેલું છે. આવો વિશ્વાસ પેદા થાય અને એજ સુખ ખરેખરૂં સુખ ગણાય છે. તીર્થંકર પરમાત્માઓ એ સુખનો અનુભવ કરી રહેલા છે એમના ગુણો ગાતા આવા સુખની અંતરમાં જે સ્ફુરણા થઇ, વિચારણા થઇ, ભાવના થઇ કે જે સુખના અભિલાષના કારણે અનુકૂળ પદાર્થોના સુખમાં સર્વસ્વ સુખની બુધ્ધિ હતી તે નાશ પામી ગઇ. આવી વિચારણા અને ભાવના પેદા થઇ એજ ભગવાને જગતને વિષે જે માર્ગ મુક્યો છે એ માર્ગની વિચારણા કહેવાય છે એટલે કે મોક્ષમાર્ગની વિચારણા શરૂ થઇ એમ કહેવાય છે. આ રીતે માર્ગની વિચારણા લોગસ્સ સૂત્ર ભાવથી બોલવાથી પેદા થતી જાય છે. આ વિચારણા પેદા થતાં થતાં એ
માર્ગને જાણવાની ઇચ્છા પેદા થતી જાય એટલે એ માર્ગને જાણવા માટે પ્રયત્ન કરતો જાય છે. માર્ગને જાણવાની જિજ્ઞાસા પદા થવી એને મિથ્યાત્વ મોહનીયની મંદતા કહેવાય છે. એમાં એને ખબર પડે છેકે અત્યાર સુધી એ માર્ગને જાણવા નહિ દેવામાં વિઘ્ન રૂપ ગણાતા હોય તો મારા આત્મામાં રહેલા અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢરાગ છે અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ છે આથી પોતાના આત્માના રાગાદિ પરિણામને ઓળખવાનું મન થાય એને ઓળખવાનું મન-ઇચ્છા એને જ જ્ઞાની ભગવંતો મોક્ષમાર્ગની સન્મુખ જીવ થયો એમ કહે છે. આ માર્ગની સન્મુખ થયા પછી જેમ જેમ માર્ગને જાણતો થાય તેમ તેમ અંતરમાં આનંદ વધતો જાય એટલે મોક્ષના સુખ પ્રત્યેની ઇચ્છા પેદા થતી જાય, અભિલાષ વધતો જાય અને
Page 9 of 67
Page #10
--------------------------------------------------------------------------
________________
એ સુખ મેળવવા માટે શું શું કરીએ તો એ સુખ મલે એવા ભાવ પેદા થતા જાય અને એનાથી પોતાની શક્તિ મુજબ એ મોક્ષમાર્ગે ચાલતો થાય. એ સુખ મેળવવાની ઇચ્છાથી ધર્મ આરાધના કરતો જાય જેમ જેમ આરાધના કરતા આનંદ પેદા થાય તે આનંદ પહેલાના આનંદ કરતા જુદા પ્રકારનો પેદા થતો જાય છે. આ જુદા પ્રકારનો જે આનંદ એજ આંશિક મોક્ષ સુખનો આનંદ એટલેકે મિથ્યાત્વની મંદતાનો આનંદ શરૂ થયો એમ કહેવાય છે. આ આનંદના પ્રતાપે અત્યાર સુધી અનુકુળ પદાર્થોના રાગનો આનંદ આવતો હતો. એનાથી ચઢીયાતો આનંદ લાગતા, અનુકૂળતાના રાગનો આનંદ તુચ્છ લાગે છે આથી એ અનુકૂળતાના રાગમાં હવે નત ભાવ-ત્રચ્છ ભાવ પેદા થતો જાય છે. સામાન્ય રીતે દુનિયાના વ્યવહારમાં પણ નિયમ હોય છે કે એકવાર જે પદાર્થ ગમે-જે પદાર્થ પ્રત્યે રાગ થાય-આનંદ આવે અને એનાથી ચઢીયાતા. રાગવાળો પદાર્થ મલે તો આનંદ વિશેષ એ પદાર્થ પ્રત્યે થાય છે અને એના કારણે પહેલા પદાર્થ પ્રત્યેનો રાગ અંતરમાં તુચ્છ રૂપે લાગે છે એવી જ રીતે અહીં આ આનંદ સાચા સુખ પ્રત્યે પેદા થતાં અનુકૂળ પદાર્થ પ્રત્યે તુરછતા આવે છે.
આ રીતે ભાવપૂર્વક ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ રૂપ લોગસ્સ સૂત્ર બોલતા મોક્ષનો અભિલાષ પેદા થતા મોક્ષ માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કરતો જાય છે અને એ રીતે આગળ વધતા વધતા જીવ ગ્રંથી ભેદ સુધી પહોંચી શકે છે. એટલે કે શુધ્ધ પરિણામ પેદા કરતો જાય છે. શુધ્ધ પરિણામને વધારતો જાય છે અને ટકાવતો જાય છે આથી એ શુધ્ધ પરિણામનું જ્ઞાન થયું એની અનુભૂતિ રૂપે શ્રધ્ધા થયી એટલે દર્શન થયું અને એ શુધ્ધ પરિણામની સ્થિરતા થઇ આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેની પ્રાપ્તિ સ્તવનાથી પેદા થતી જાય છે આને જ જ્ઞાની ભગવંતો પ્રત્યક્ષ ફળ કહે છે અને આંશિક મોક્ષ સુખની. અનુભૂતિ કહે છે. આ અનુભૂતિના કારણે ઇચ્છિત પદાર્થોનો આનંદ પ્રત્યે અણગમો થતો જાય છે.
ઉપકારોની સ્તવના ઉપકારી પ્રત્યે ત્રણ અદા કરવા માટે કરવાની છે.
આથી ભાવપૂર્વક લોગસ્સ સૂત્ર બોલતા દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય ક્ષયોપશમ રૂપે બનતું જાય છે અને એની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ યોપશમ ભાવે પેદા થતું જાય છે. આ રીતે અનુભતિ થાય તોજ ભાવપૂર્વકની સ્તવના કહેવાય છે.
આથી ગુણી જનોના ગુણ ગાતા ગાતા પોતાના દોષોને ઓળખીને દોષોને દૂર કરવા પ્રયત્ન કરવો પડે. તોજ ગુણની પ્રાપ્તિ થતી જાય. કેવલજ્ઞાન જોઇએ છે એમ બોલતા બોલતા કેવલજ્ઞાન ન થાય પણ શ્રી તીર્થંકર પરમાત્માઓએ કેવલજ્ઞાન મેળવવા એ રીતે પ્રયત્ન કર્યો એટલે દોષોને દૂર કરવા પુરૂષાર્થ કરી દોષોને નાશ કર્યા એમ આપણે પણ દોષોને ઓળખીને નાશ કરવા પ્રયત્ન કરશું પછી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. આથી ગુણ ગાતાં ગુણોની સ્તુતિ કરતા ગુણો ગમે છે એ પેદા કરવા દોષોને ઓળખી-નાશ કરવા પ્રયત્ન કરીએ તોજ ગુણ પ્રાપ્ત થાય.
આ રીતે ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરતા એમના પ્રત્યે બહુમાન ભાવ અને આદર ભાવ વધતો જાય એ પેદા થતાં અને વધતાં અંતરમાં એમ થાય છેકે એ ગુણો મારા આત્મામાં રહેલા છે. તીર્થકરોના ગુણો પ્રગટ થયેલા છે મારા ગુણો અવરાયેલા એટલે ઢંકાયેલા છે. એ મારે પેદા કરવા હોય તો ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરતાં અત્યાર સુધી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થયો હતો એટલે જે જ્ઞાન પેદા થયેલું હતું તે અનુકૂળ પદાર્થોનો રાગ વધારવામાં ઉપયોગી થતું હતું એ હવે જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે પેદા થતાં અનુકૂળ પદાર્થો પ્રત્યે નારાજીભાવ-નત ભાવ
Page 10 of 67
Page #11
--------------------------------------------------------------------------
________________
પેદા કરાવતું જાય છે અને એ અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો વધારવામાં સહાયભૂત થાય છે. આ રીતે જીવોના સંસારના સુખ પ્રત્યે જીવો ના રહે એને વૈરાગ્ય ભાવ કહેવાય છે.
આ વેરાગ્યભાવ વધતા અને સ્થિર થતાં બીજા આવશ્યક રૂપે ચોવીશ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરતાં આનંદ વધતો જાય છે. જો ભગવાને આ પ્રમાણેની આવશ્યક ક્રિયાઓ કહેલી ન હોત તો મને જે આનંદની અનુભૂતિ થાય છે એ ન થાત તો મારું શું થાત ? કારણકે અશુભ કર્મોની નિર્જરા થતાં થતાં શુભ કર્મોનો બંધ સારા રસે થતો જાય છે અને એ શુભ કર્મો ગુણ પ્રાપ્તિમાં સહાયભૂત થતા જાય છે. જો આ ક્રિયાઓ ન કહી હોત તો આ અનુભવ મને થઇ શકત નહિ. આ રીતે આવશ્યક ક્રિયાઓ કરતા કરતા અંતરમાં આનંદની વૃદ્ધિ કરતો જાય છે.
ગુરૂવંદન (ત્રીજી આવશયક)
એના પછી ત્રીજા આવશ્યક રૂપે જે ગુરૂ ભગવંતની પાસે આવશ્યકની ક્રિયા કરી રહેલો છે એ ગુરૂ ભગવંત પ્રત્યે બહુમાન અને આદર ભાવ વધતો જાય છે કારણકે પરોક્ષ રીતે તીર્થંકર પરમાત્માઓ અને પ્રત્યક્ષ રૂપે ગુરૂ ભગવંતો મને આ ક્રિયામાં જોડીને ક્રિયા કરાવતા કરાવતા મારા આત્મામાં રહેલા જે પાપો. એ પાપોનો નાશ કરવામાં સહાયભૂત થતા જાય છે આ વિચારણાથી ગુરૂ ભગવંતો પ્રત્યે બહુમાન અને આદરભાવ વધારતો હવે આગળના પાપોનો વિશેષ રીતે નાશ કરવા માટે વડીલોનો વિનય સાચવવાના હેતુથી ગુરૂ ભગવંતને વંદન કરે છે.
વિનય એટલે વિશેષે કરીને આત્માને આત્મિક ગુણ તરફ લઇ જાય અથવા દોરી જાય એને વિનય. કહેવાય છે.
સાધુ ભગવંતને વંદન કરતા અકુશલ મનની નિવૃત્તિ અને કુશલ મનની પ્રવૃત્તિ થાય છે. અશુભ મનના વિચારો જે આત્માને આત્મિક ગુણોમાં નુકશાન કરે અને દુર્ગતિ તરફ લઇ જનારા જે વિચારો એ વિચારોનો ત્યાગ કરાવે એને અકુશલ મનની નિવૃત્તિ કહેવાય છે.
કુશલ મનની પ્રવૃત્તિ એટલે જે વિચારો આત્માને આત્મિક ગુણોની સન્મુખ લઇ જાય આત્મિક
Page 11 of 67.
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુણોને પેદા કરવામાં, વધારવામાં, ટકાવવામાં અને સ્થિર કરવામાં સહાયભૂત થાય એવા જે વિચારો તે કુશલ મનની પ્રવૃત્તિ કહેવાય છે.
આ રીતે ગુરૂ ભગવંતને વંદન કરતા અકુશલ મનની નિવૃત્તિ અને કુશલ મનની પ્રવૃત્તિ એ પ્રત્યક્ષ ફ્ળ કહેલું છે.
જીવ સંસારમાં બેઠેલો હોય છતાં પણ, સંસારની પ્રવૃત્તિઓ કરતો હોય તો પણ સંસારની વૃધ્ધિ થાય એટલે પોતાના આત્માના જન્મ મરણ વધે એવા વિચારો એના અંતરમાં પેદા થવા દે નહિ. એટલે કે સંસારની પ્રવૃત્તિ કરવા છતાં પણ એવા જ પ્રકારના કર્મોનો બંધ થતો જાય કે જે કર્મોનો ઉદય સંસારની નિવૃત્તિમાં સહાયભૂત થતો જાય એટલે કે સંસાર છોડાવવામાં સહાયભૂત થતો જાય. આ ત્રીજા આવશ્યક રૂપે ગુરૂ વંદનનું પ્રત્યક્ષ ફ્ળ કહેલું છે. ગુરૂ ભગવંતોને વંદન કરતા આવો અનુભવ થાય છે ? આવો વિશ્વાસ અંતરમાં પેદા થાય છે એવી અનુભૂતિ થાય છે ?
જેમ કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાનની એક દેશના સાંભળીને ક્ષયોપશમ સમકીતને પામ્યા અને એ સમકીતના પ્રતાપે અંતરમાં સાધુ પ્રત્યે બહુમાન ભાવ અને આદર ભાવ એવો ઉંચી કોટિનો પેદા કર્યો કે ત્યાંને ત્યાં જ ભગવાન નેમનાથ પાસે અભિગ્રહ માગે છે કે ભગવન્ ! મારા દેશમાં જે કોઇને સંયમ લેવું હોય તેમાં જેણે જે કાંઇ અંતરાય નડતા હશે તે અંતરાયો દૂર કરીને જરૂર સંયમ અપાવીશ. આ જન્મમાં મારા પરિણામ એટલે અધ્યવસાયના કારણે મને લાગે છેકે હું સંયમ લઇ શકીશ નહિ. મનુષ્ય જન્મમાં લેવા જેવું સંયમ જ છે એવું હું જરૂર માનું છું પણ મને અવિરતિનો ગાઢ ઉદય એવો છેકે હું લઇ શકું એમ લાગતું નથી. બીજી બાજુ વેદના ઉદયની આતશ એટલી બધી જોરદાર છેકે ગામમાં જે કોઇ રૂપવાન કન્યા દેખાય અને પોતાને ગમી જાય તો તેના મા બાપ પાસે માગું કરીને લગ્ન કરે અને એ રીતે ન આપે તો યુધ્ધ કરીને પણ એ કન્યાને મેળવી એની સાથે લગ્ન કરે લગ્ન કર્યા પછી આવનારી કન્યા એમ કહે કે સ્વામીનાથ મારે સંયમ લેવું છે તો તરત જ નેમનાથ ભગવાન પાસે સંયમ અપાવતા. જેણે હજી હાથ અડાડ્યો નથી તો પણ સંયમની રજા તરત જ આપતા.
ક્ષયોપશમ સમકીતના કાળમાં પણ સંયમ પ્રત્યે કેટલો અંતરથી ભાવ પેદા થયેલો હશે ? કે આવી રીતે લાવેલી પત્નીને પણ તરત જ સંયમની રજા આપો દેતા !
એકવાર નેમનાથ ભગવાન પોતાના પરિવાર સાથે દ્વારિકા નગરીના બહારના ઉધાનમાં પધાર્યા તે વખતે અઢાર હજાર સાધુ ભગવંતો હતા તે અઢાર હજાર સાધુ ભગવંતોને વંદન કરવાનો ભાવ પેદા થતાં કૃષ્ણ મહારાજાએ ભાવથી અઢાર હજાર સાધુ ભગવંતોને વંદન કર્યું એ વંદન કરતાં કરતાં એવા ઊંચી કોટિના ભાવના પરિણામમાં ચઢ્યા કે તે વંદન કરતા કરતા જ અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એમ દર્શન મોહનીય કર્મની સાતે પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરીને ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી. તીર્થંકર નામકર્મ બાંધ્યું અને સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ એવો પેદા કર્યો કે સંસારમાં અસંખ્યાતા વર્ષો સુધી રહેવું પડે તો પણ સંસારની વૃધ્ધિમાં એ જ્ઞાન સહાયભૂત ન થાય એવું બનાવી દીધું અને એ જ્ઞાનની સ્થિરતા એવી કેળવી લીધી કે અસંખ્યાતા વર્ષો સુધી નરકના દુઃખની વેદના ભોગવવા છતાંય આત્માની કુશલ પ્રવૃત્તિમાં સહાયભૂત થાય એવો જ કર્મબંધ થયા કરે પણ આત્માની અકુશલ પ્રવૃત્તિનો કર્મબંધ થવા દે નહિ. એટલે કે કુશલ પ્રવૃત્તિનો સંચય કરતો જાય છે અને એ કુશલ પ્રવૃત્તિનો સંચય અક્રિય બનાવીને મોક્ષે પહોંચાડવામાં
Page 12 of 67
Page #13
--------------------------------------------------------------------------
________________
સહાયભૂત થશે.
બહુમાન અને આદરભાવ પૂર્વક વંદન કરવાથી જીવોને આ ફળ મળે છે.
રાગ દ્વેષની સાથે રહેવા છતાં રાગ-દ્વેષથી વાસિત મન થવા ન દેવું તે આધ્યાત્મિક મન કહેવાય છે. એટલે કે સંકલેશથી રહિત મન થયું એમ કહેવાય છે.
રાગ-દ્વેષથી વાસિત મન એ સંસાર વૃધ્ધિનું કારણ કહેલું છે.
કૃષ્ણ મહારાજાની સાથે વીરા-સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કરેલ પણ ભાવ ના હોતો માટે કાંઇ ફ્લ મલ્યુ નહિ.
ગુરૂ ભગવંતોને કુશલ ચિત્ત વડે વિનયપૂર્વક બહુમાનપૂર્વક વંદન અને પૂજન કરવાનું વિધાન કહેલું છે. તીર્થંકર પરમાત્માઓની આજ્ઞા છેકે ગુરૂ ભગવંતોને વંદન અને પૂજન કરવું. એ વંદન કરવામાં શ્રુત ધર્મની આરાધનાનો લાભ થાય છે. શ્રત ધર્મની સાથે સાથે શ્રધ્ધા પૂર્વક કરે છે તે દર્શનનો પણ લાભ થાય છે અને સ્થિરતાપૂર્વક કરે છે માટે ચારિત્રનો પણ લાભ થાય છે એટલે શ્રત ધર્મના લાભની સાથે દર્શન અને ચારિત્રનો લાભ એમાં સમાયેલો જ છે. એટલે કે ચારે ઘાતી કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જ જાય છે. આ રીતે ગુરૂ ભગવંતોને વંદન કરતા કરતા આ લોકમાં આવતા દુ:ખોનો નાશ થાય છે અને પરલોકમાં જે દુ:ખો પ્રાપ્ત થવાના હોય તે દુ:ખો એટલે પાપકર્મો પુણ્ય કર્મમાં સંક્રમણ થઇને નાશ પામે છે એટલે પરલોકમાં ભોગવવા પડતા નથી.
આ રીતે કરેલ ગુરૂ ભગવંતોને વંદન એ પરિણામની શુદ્ધિ કરવામાં સહાયભૂત થાય છે અને અનંત ગુણ વિશુદ્ધિ પેદા કરતાં કરતાં સારો કાળ હોય તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરાવીને મોહનો નાશ કરાવી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવી ચૌદમા ગુણસ્થાનકે પહોંચાડી મોક્ષમાં પહોંચાડવામાં સહાયભૂત થાય છે એટલે કે અક્રિય = ક્રિયા રહિત જીવને બનાવે છે.
આથી નિશ્ચિત થાય છેકે શુભ મન વચન અને કાયયોગ વડે જ્યારે જ્યારે ટાઇમ મલે ત્યારે ગુરૂ ભગવંતોને વંદન કરવું જોઇએ અને જ્યારે સંસારની પ્રવૃત્તિમાંથી નવરા પડે ત્યારે ગુરૂ ભગવંતના ગુણોની સ્તુતિ કરવી જોઇએ પોતે મનથી સ્તવના કરે અને બીજાની પાસે ગુરૂ ભગવંતોના ગુણોની સ્તુતિ વારંવાર કરતો જાય એનાથી અકુશળ ચિત્તનો નાશ થતો જાય છે. કુશળ ચિત્ત પેદા થતા આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતું જાય છે. આ જ વંદનનું પ્રત્યક્ષ ળ કહેલું છે.
શ્રી સ્કુલભદ્ર મુનિ શ્રી ભદ્રબાહુ સ્વામીજીની આજ્ઞાથી કોશા વેશ્યાને પ્રતિબોધ કરવા માટે વેશ્યાના ઘરે ચોમાસું રહ્યા ત્યાં કોશા વેશ્યાને એવી રીતે પ્રતિબોધ કરીને ધર્મ પમાડી ને આવ્યા કે જેના પ્રતાપે કોશા વેશ્યાએ ચોથા અણુવ્રતમાં છૂટ રાખેલી કે રાજા જે પુરૂષને અહીં મોકલે અને એ પ્રતિબોધ ન પામે તો છૂટ - છતાં પણ રાજા જે જે પુરૂષોને કોશા વેશ્યાને ત્યાં મોકલે છે તે બધાની પાસે શ્રી સ્થૂલભદ્ર મુનિની સ્તુતિ-ગુણગાન એવી રીતે કરે છે કે આવનાર પુરૂષ શા માટે આવ્યો છે ? એ ભૂલીને ધર્મની પ્રાપ્તિ કરી સ્થૂલભદ્ર મુનિ પાસે પોતાની જાતે જ સંયમ લેવા ચાલતા થાય છે. તો ગુરૂની સ્તુતિ જે રીતે કોશા વેશ્યાએ કરેલી એ રીતે કરવી જોઇએ.
ગુરૂ પ્રત્યે અતરમાં બહુમાન ભાવ હોય તો સંસારના સુખના પદાર્થોનો રાગ ઘટે જ છે. ગુરૂ ભગવંતોને વંદન કરતા-સ્તુતિ કરતા અકુશલ મનની નિવૃત્તિ અને કુશલ મનની પ્રવૃત્તિ થતી જ જાય છે. અને રાગાદિ પરિણામની મંદતા થતી જાય છે.
Page 13 of 67.
Page #14
--------------------------------------------------------------------------
________________
આથી ગુરૂની સ્તુતિ એવી રીતે કરવી જોઇએ કે પોતાના આત્માના કમો નાશ પામતા જાય અને ગુરૂ ગુણ સ્તુતિ સાંભળનારના પણ કર્મો નાશ પામતા જાય અને જીવો એમ કરતા કરતા અક્રિય બનતા જાય એટલે ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારા બનતા જાય.
કહ્યું છે કે
વિણયોવયાર માણસ
ભંજણા પૂયણા ગુરૂ જણસ I તિર્થંગરાણ ય આણા
સુય ધમ્મા રાહણા ડ કિરિયા ॥૧॥
ગુરૂ ભગવતને વારંવાર વંદન કરવાથી આલોકમાં આવેલા દુઃખોને તેમજ પરલોકના દુ:ખોને એટલે જીવનમાં થયેલા પાપોને નિ વેદન કરે વંદનથી આ લાભ થાય છે.
ગુરૂ ભગવંતને પ્રશસ્ત એટલે શુભ મન, વચન અને કાયાથી વંદન કરીને પોતાના સ્મરણમાં યાદ આવતા જે કાંઇ પાપો એટલે કે સાવધ પ્રવૃત્તિ કરતા કરતા સાવધ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે એમ માનીને પ્રવૃત્તિ કરેલી હોય અને એ પ્રવૃત્તિઓમાં વિશેષ રીતે જે કોઇ પાપનું સેવન થઇ ગયેલું હોય એ પાપોને સ્મરણમાં લાવીને કપટ રહિત પણે યાદ કરી કરીને ગુરૂ પાસે કહેવા અથવા પ્રગટ કરવા અને ફરીથી એવા પાપો જીવનમાં ન થાય અને માટે કાળજી રાખવી એટલે આત્માને જાગ્રત કરવો અર્થાત્ જાગ્રત કરતો થાય એને પ્રતિક્રમણ કહેવાય છે.
સવારથી ઉઠીને સાંજના સુવા ન જાય ત્યાં સુધીમાં શરીર, ધન અને કુટુંબને સુખાકારી રાખવા માટે મન, વચન, કાયાથી પ્રવૃત્તિ કરતા કરતા જે કાંઇ પાપના વિચારો કરવા પડે-પાપના વચનો બોલવા પડે અને કાયાથી પાપની પ્રવૃત્તિ કરવી પડે એ રીતે પ્રવૃત્તિ કરતા કરતા જે કોઇ આપત્તિ શરીરને વિષે આવેલી હોય એને દૂર કરવા માટે અને ભવિષ્યમાં શરીરને આપત્તિ ન આવે એના માટે તેમજ પુણ્યના ઉદયથી મળેલા ધનને વધારવા માટે એ ધન નાશ ન પામી જાય-કોઇ લઇ ન જાય-કોઇને ખબર ન પડી
જાય અને ભવિષ્યમાં હું જીવું ત્યાં સુધી મારી પાસે ટક્યું રહે અને વૃધ્ધિ પામ્યા કરે એ માટે આખા દિવસમાં જે કાંઇ પાપો કરવા પડે તે કરેલા પાપોને તથા પોતાનું ગણાતું કુટુંબ એ કુટુંબમાં જે આપત્તિ આવેલી હોય
તે
દૂર કરવા માટે અને ભવિષ્યમાં આપત્તિ કુટુંબને ન આવે એ માટે એની જોગવાઇ કરવામાં જે કોઇ આખા દિવસમાં પાપ થઇ ગયા હોય તેને માટે ગુરૂ ભગવંતને વંદન કરીને જેટલા પાપો યાદ આવે એટલા ગુરૂ પાસે નિવેદન કરીને એટલે કહીને એ પાપોની નિંદા કરે અને ગર્હા કરે અને ભવિષ્યમાં એવા પાપો મારાથી નહિ થાય એટલે કે બનશે ત્યા સુધી એવા પાપો નહિ કરૂં એનો એકરાર કરીને એ પાપોથી પાછો છે એને પ્રતિક્રમણ કહેવાય છે.
આ રીતે પાપોને યાદ કરીને ગુરૂની પાસે પાપને પ્રગટ કરતાં પાપને પાપ રૂપે માનવાની બુધ્ધિ પેદા થાય છે અને એ પાપને પાપ રૂપે માનતા પાપ ભીરૂતાનો ગુણ પેદા થતો જાય છે. અંતરમા જેમ જેમ પાપનો ડર વધતો જાય, જીવનો કપટ સ્વભાવ નાશ પામતો જાય અને સરલ સ્વભાવ પેદા થતો જાય છે. જેટલે અંશે આત્મામાં સરલ સ્વભાવ સ્થિર થતો જાય એટલે અંશે જીવ આત્મ વિકાસમાં આગળ વધતો જાય છે અને એ જીવ પોતાનાથી આત્મ વિકાસમાં આગળ વધેલા જીવોને જૂએ અને જાણે તેમ તેમ અંતરમાં આનંદ અને પ્રમોદ ભાવ પેદા થતો જાય છે એ પ્રમોદ ભાવની સાથેને સાથે વિચાર પેદા કરે છે કે હું પણ આવી રીતે
Page 14 of 67
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રયત્ન કરીને ક્યારે આગળ વધી આત્મકલ્યાણના માર્ગમાં સ્થિર થતો જઇશ. એવી ભાવના વારંવાર અંતરમાં પેદા કરી કરીને લાંબાકાળ સુધી ટકાવે છે. આવી વિચારણાઆમાં લાંબોકાળ પસાર કરવો એ જ ખરેખર પ્રતિક્રમણ કહેવાય છે.
પ્રતિક્રમણના ભેદો
જ્ઞાની ભગવંતોએ પ્રતિક્રમણના ૫ ભેદો કહેલા છે તેમાં પહેલો ભેદ મિથ્યાત્વ પ્રતિક્રમણ કહેલું છે. (૧) મિથ્યાત્વ પ્રતિક્રમણ :
આખા દિવસમાં દિનચર્યાનું પાલન કરતા એટલે દિનચર્યાનું જીવન જીવતા છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ જેટલી વાર પેદા થયેલી હોય એની નિંદા કરવી એટલે એની નિંદા કરતા જાય છે અને ગહ કરતા જાય છે અને ફ્રીથી છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ પેદા ન થાય એની કાળજી રાખવાની કબુલાત કરે છે અને મિથ્યાત્વ પ્રતિક્રમણ કહેવાય છે.
જૈન શાસન નીતિથી મલતી અનુકૂળ સામગ્રીને પણ છોડવા લાયક જ કહે છે.
ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા, ટકાની પ્રવૃત્તિ કરતો હોય એની સુખાકારીની કાળજી રાખતો હોય પણ અંતરમાં હોય કે સંસારમાં બેઠો છું જો કાળજી ન રાખું તો ધર્મની નિંદા થાય આથી ધર્મની નિંદા ન થાય એ હેતુથી કાળજી રાખે તથા ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ રાખે અને છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ રાખીને કાળજી રાખે તો એ જીવોને મિથ્યાત્વ પ્રતિક્રમણ કરવાની જરૂર હોતી નથી. પણ આટલી સજાગતા હોવા છતાં કોઇવાર લાગણીમાં ખેંચાઇ જાય અને મિથ્યાત્વ લાગી જાય. ક્ષણવાર પણ જીવ લોભાઇ જાય તો પણ મિથ્યાત્વ લાગી જાય છે તો એ જીવોને મિથ્યાત્વ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
પહેલા તીર્થંકરના કાળમાં આરાધના કરનાર ચતુર્વિધ સંઘ ઋજુ અને જડ હોય છે. એટલે કે બુદ્ધિશાળી ન હોવા છતાં એટલે જંડતા વિશેષ હોવા છતાં સરલ હોય છે એટલે ધર્મ પામવો દુષ્કર થાય છે.
એટલે કે ઋજુ અને જડના કારણે હેય પદાર્થમાં હેય બુધ્ધિ કાયમ ટકી શકતી નથી. હેય પદાર્થોમાં ઉપાદેય બુધ્ધિ ઘણી વાર પેદા થઇ જાય છે અને ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ લાંબાકાળ સુધી ટકી શકતી ન હોવાથી કેટલીક વાર ઉપાદેય પદાર્થોમાં હય બુધ્ધિ પેદા થઇ જાય છે. આ કારણોથી જીવોને
Page 15 of 67
Page #16
--------------------------------------------------------------------------
________________
અતિચાર લાગે કે ન લાગે તો પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન અવશ્ય કહેલું છે. આથી એ જીવોને મિથ્યાત્વ પ્રતિક્રમણ અવશ્ય હોય છે.
બીજા તીર્થંકરથી શરૂ કરીને ત્રેવીસમાં તીર્થકરના શાસન કાળ સુધીમાં ચતુર્વિધ સંઘ કહજુ અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી અને સરલ હોવાથી તેમજ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ રહેલા ચતુર્વિધ સંઘના. જીવોને અતિચાર લાગે તોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે અને અતિચાર ન લાગે તો પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું નથી અને જે દિવસે અતિચાર લાગે એજ દિવસે મિથ્યાત્વ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. બાકીના કાળમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન નથી. કારણકે છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ લાંબાકાળ સુધી ટકાવી શકે છે. અને ગ્રહણ કરવાલાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવાલાયકની બુદ્ધિ લાંબાકાળ સુધી ટકાવી શકે છે.
છેલ્લા તીર્થંકરના શાસનમાં મોટા ભાગના ચતુર્વિધ સંઘના જીવો વક્ર અને જડ એટલે કે અજ્ઞાન અને પાછા સીધી રીતે માનવાવાળા નહિ એટલે સરલ નહિ એવા જીવો છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ સીધી રીતે પેદા કરી શકતા નથી કારણ કે વક્રતાના કારણે અનેક પ્રકારના વિકલ્પો કરતા હોય છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવાની બુધ્ધિ જલ્દી પેદા થતી નથી. કારણકે એ બુદ્ધિ વગર આરાધના કરતા અનેક જીવોને જુએ છે માટે હું એકલો એવી બુધ્ધિ શા માટે કરૂં બધા કરશે પછી હું કરીશ આવી વિચારણાઓની વક્રતાના કારણે છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવાલાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ લાંબાકાળ સુધી જીવોને ટકેલી રહે છે માટે આ જીવોને અતિચાર લાગે કે અતિચાર ન લાગે તો પણ અવશ્ય પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલ છે.
આ પ્રતિક્રમણની ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને કરવાની હોય છે કારણકે ત્યાં સુધી પ્રમાદ હોય છે. એટલે કે પહેલા ગુસથાનકે મિથ્યાત્વ-અવિરતિ અને પ્રમાદ ત્રણેય હોય છે.
ચોથા ગુણસ્થાનકમાં રેહલા જીવોને અવિરતિ અને પ્રમાદ બે હોય છે.
પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને દેશથી વિરતિ હોવા છતાં ઘણાં પ્રકારની અવિરત ચાલુ હોય છે અને પ્રમાદ હોય છે.
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોને મિથ્યાત્વ અવિરતિ સિવાય પણ પ્રમાદ હોઇ શકે છે એટલે પેદા થાય છે માટે ત્યાં સુધી પ્રતિક્રમણની ક્રિયાનું વિધાન કહેલું છે.
- સાતમા ગુણસ્થાનકથી આગળના દરેક ગુણસ્થાનકમાં રહેલા જીવોને અપ્રમત્તભાવ રહેલો હોવાથી પ્રતિક્રમણ કરવાનું હોતું નથી.
છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ જીવોને ત્રણ પ્રકારે થઇ શકે છે.
(૧) જાણી જોઇને એવી બુધ્ધિ પેદા કરવી તે. (૨) અજાણતાથી એવી બુદ્ધિ પેદા થવી તે અને (૩) સહસાતકારથી એવી બુદ્ધિ પેદા થવી તે.
સહસાકાર એટલે ઉતાવળથી એવા વિચારો પેદા થાય છે અને ઉતાવળથી એવા વચનો બોલાય તે સહસાકાર કહેવાય છે.
Page 16 of 67.
Page #17
--------------------------------------------------------------------------
________________
આ ત્રણે પ્રકારમાંથી કોઇપણ પ્રકારે આખા દિવસમાં મિથ્યાત્વનો દોષ લાગેલો હોય તેનાથી પાછા વા માટે અને ીથી એવું ન થાય તે માટે મિથ્યાત્વ પ્રતિક્રમણ કરે છે. એટલે થયેલા પાપથી પાછા
ન
છે.
સાધુ ભગવંતો આપણાથી ઉંચા છે, સારા છે એવી માન્યતા કુલપરંપરાના વિચારવાળી છે. સાધુ ભગવંતો સંસારનો ત્યાગ કરીને જીવન જીવે છે આથી એવું જીવન જીવવા લાયક છે એ ક્યારે જીવાય એ વિચાર ક્ષયોપશમ ભાવનો વિચાર કહેવાય છે.
અનુકૂળ પદાર્થના રાગમાં સાવચેત રહીને જીવન જીવે તેને મિથ્યાત્વ લાગે નહિ.
સંસારમાં બેઠો છે પાપને પાપરૂપે માને છે.
છતાં ધર્મની નિંદા ન થાય માટે પાપ કરે છે અને અંતરમાં ડંખ છે માટે તે અનાચાર કહેવાતો નથી. અજ્ઞાનતાથી પાપ કરે તેને પાપ વધારે લાગે છે.
(૨) અવિરતિ પ્રતિક્રમણ :
અવિરતિ બાર પ્રકારની કહેલી છે.
પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એને પોત પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી પાછી ખસેડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે.
અને એ છ પ્રકારની અવિરતિને જીવતી રાખવા માટે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયનો વધ કરવો એ છ અવિરતિ કહેલી છે એમ બાર અવિરતિ છે.
પાપને પાપ માને નહિ અને સંસારમાં બેઠા છીએ માટે પાપ-પાપ કરીએ તો સંસાર ચાલે નહિ આથી જે કરીએ છીએ એ કર્યા વગર ચાલે નહિ કરવું જ પડે આવી માન્યતાથી કરે તે અનાચાર કહેવાય. પાપને પાપ જાણતો હોય છતાંય પાપ દુઃખની લાગણી સાથે કરે અથવા થઇ જાય તો તે કરેલું પાપ અતિચાર રૂપે કહેવાય છે.
આ બારે પ્રકારની અવિરતિમાંથી આખા દિવસમાં છોડવા લાયકની બુધ્ધિ રાખ્યા વગર સેવન કરવામાં આવે અને જેટલી વાર સેવન થયેલું હોય તેટલી વારનું યાદ રાખીને સાંજે એ પાપોનું મિચ્છામિ દુક્કડં દેવા માટે અને એ પાપથી પાછા ફરવા માટે એ પાપ ીથી ન થાય એની કાળજી રાખીને જીવન જીવવા માટે આભોગથી જે કાંઇ પાપ થઇ ગયું હોય અથવા અનાભોગથી જે કાંઇ પાપ થઇ ગયું હોય અથવા સહસાત્કારથી જે કોઇ પાપ થઇ ગયા હોય એનું પ્રતિક્રમણ કરવું એટલે એ પાપથી પાછા ફરવું તે.
અવિરતિ પ્રતિક્રમણ કહેવાય છે.
(૧) આભોગ = જાણી જોઇને કરવું.
(૨) અનાભોગ = અજાણતાથી થઇ ગયું હોય તે.
(૩) સહસાત્કાર = ઉતાવળથી કરવું તે.
શ્રાવકના ૧૨૪ અતિચાર થાય છે. એક-એક વ્રતના પાંચ પાંચ લેખે બારવ્રતના ૬૦ અતિચાર. જ્ઞાનાચાર-દર્શનાચાર ચારિત્રાચારના આઠ-આઠ = ૨૪.
તપાચારના-૧૨ વીર્યાચારના-૩ = ૩૯. સમ્યક્ત્વના-૫ પંદર કર્માદાનના-૧૫.
Page 17 of 67
Page #18
--------------------------------------------------------------------------
________________
અને સંલેખનાના-૫ = ૧૨૪ અતિચાર થાય છે.
૬૦ + ૨૪ + ૧૨ + 3 + ૫ + ૧૫ + ૫ = ૧૨૪.
બાર પ્રકારની અવિરતિનું જીવન કરવા રૂપે-કરાવવા રૂપે-અનુમોદવા રૂપે મન-વચન-કાયાથી કરવા લાયક નથી એટલે સર્વથા છોડવા લાયક જ છે. આવી બુધ્ધિ અંતરમાં રાખીને અવિરતિનું જીવન જીવાય એમાં પચ્ચક્ખાણ ન હોવાથી અતિચાર લાગતો નથી. અવિરતિ છોડવા લાયક જ છે પણ છોડી શકતો નથી તેથી અતિચાર લાગતો નથી.
સમકીત સાથે અવિરતિનું જીવન જીવે એને અતિચાર ન લાગે. અવિરતિનું જીવન જીવવાનું જેને ગમે એને મિથ્યાત્વ લાગે.
અવિરતિનું જીવન સારૂં નથી માટે છોડવા લાયક જ છે એવું માનીને જીવે એજ સમકીત છે.
મિથ્યાત્વના ઉદય વગર અવિરતિનું જીવન જીવતા આનંદ આવે હાશકારો લાગે તો તે જીવનમાં
અતિચાર લાગે.
આશાઓ અને ઇચ્છાઓને સંયમિત કરવા માટે વ્રત, નિયમ, પચ્ચક્ખાણ કહેલા છે.
એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ હોવાથી ઘણાં ઓછા પદાર્થોનો સંયોગ થાય છે છતાં પણ આશાઓ બેઠેલી હોવાથી પાંચે ઇન્દ્રિયો જન્ય પાપ લાગ્યા જ કરે છે.
જીવનમાં કોઇપણ પચ્ચક્ખાણ ન હોય તો ચૌદે રાજલોકના બધા પદાર્થોનું પાપ લાગે છે.
અનાદિ કાળથી સુખ અને આશામાં જીવન જીવી રહ્યા છો માટે અવિરતિજન્ય પાપ લાગ્યા કરે છે. અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય એ અવિરતિ. જે પદાર્થોની ઇચ્છાઓ પેદા કરાવ્યા જ કરે અને ન ભોગવ્યા હોય છતાંય પાપ લાગ્યા જ કરે.
અવિરતિથી પાપ લાગે એ ચીજ જુદી છે અને અવિરતિ ગમે એ ચીજ જુદી છે.
અવિરતિને છોડવા યોગ્ય માનીને પાપ થાય તો અતિચાર ન લાગે.
અવિરતિના જીવનમાં સ્હેજ પણ આનંદ આવે તો તરત જ અતિચાર લાગે. ऋतु
; અને પ્રાજ્ઞ જીવોને અનુકૂળ પદાર્થોમાં ગમો કે પ્રતિકૂળ પદાર્થોમાં અણગમો ન હોય. વ્રત, નિયમ, પચ્ચક્ખાણ પણ જીવને આર્તધ્યાન ન થાય એ રીતે જ લેવાનું વિધાન કહેલું છે. કારણ કે નિયમ વગેરેથી આત્માની સમાધિ જોવાની છે અને સમાધિ ભાવમાં જીવને રાખીને સદ્ગતિ સધાવવાનો ભાવ છે અથવા મોક્ષે પહોંચાડવાનો ભાવ છે. નિયમ આદિ ગ્રહણ કરતાં કે કર્યા પછી આર્તધ્યાન થઇ જાય અથવા આર્તધ્યાન વધતું જતું હોય કે જે નિયમ આદિથી દુર્ગતિમાં જવાય એવું હોય તો તે વખતે ગીતાર્થ ગુરૂ ભગવંતોએ એ વ્રત નિયમાદિમાં શું કરવું એ અવશ્ય વિચારવા યોગ્ય છે. કારણ કે સદ્ગતિનો નાશ થાય એવા વ્રતાદિ જૈન શાસનમાં હોતા નથી. કહેલા નથી.
જે પદાર્થો મલે તેમાં સંતોષ થવા ન દે અને જે પદાર્થો ન મળ્યા હોય તેમાં અસંતોષ પેદા કરાવીને ઇચ્છાઓને પેદા કરાવે (જન્માવે) એવા જે પાપ તે અવિરતિ કહેવાય છે.
પ્રશસ્ત કષાયો પેદા કરીને પ્રશસ્ત ઇચ્છાઓ જેટલી વધારે કરે એ આત્માને કલ્યાણ કરનારી હોવાથી એમાં પાપ લાગતું નથી.
કારણકે મોટા ભાગના તીર્થંકરના આત્માઓ ચોરાશી લાખ પૂર્વના આયુષ્ય લઇને જન્મે છે. ત્ર્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી સંસારમાં રહે છે એ જીવોની પાસે ઉત્કૃષ્ટ પુણ્યના પ્રતાપે દુનિયાની સારામાં સારી
Page 18 of 67
Page #19
--------------------------------------------------------------------------
________________
સામગ્રી રહેલી હોય છે એટલે પ્રાપ્ત થયેલી હોય છે છતાં સમ્યકત્વ સાથે અવિરતિના જીવન છોડવા લાયક જ છે એમ માનીને જીવન જીવે છે છતાં પણ તે જીવોને સંસારની વૃદ્ધિ થાય એટલે જન્મ મરણની પરંપરા વધે એવો કર્મબંધ થતો જ નથી.
માત્ર નિકાચીત ભોગાવલી કર્મો બાંધીને આવ્યા છે માટે વ્યાશી લાખપૂર્વ વર્ષ સુધી એ કર્મો ભોગવીને ખપાવે છે. બીજા અવિરતિને ભોગવવી પડે એવા કર્મો બાંધતા નથી. આ જ જૈન શાસનની વિશેષતા છે.
આથી નિશ્ચિત થાય છેકે સુખને સુખ માનીને ન ભોગવે તોજ બચી શકાય.
પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં (કાળમાં) ચતુર્વિધ સંઘને અતિચાર લાગે કે ન લાગે તો પણ રોજ સવાર સાંજ પ્રતિક્રમણ કરવું જ જોઇએ એ વિધાના રૂપે કહેલું છે. જ્યારે વચલા બાવીશ તીર્થંકર પરમાત્માઓના શાસનમાં (કાળમાં) ચતુર્વિધ સંઘને અતિચાર લાગે તોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. જો દિવસના અતિચાર લાગ્યો હોય તો તે જીવોને દેવસિ પ્રતિક્રમણ એ દિવસે જ કરવાનું હોય છે એ પ્રતિક્રમણ કરે એટલે જે પાપ લાગ્યો હોય તે નાશ પામી જાય છે. જે રાતના અતિચાર લાગે તો રાઇ પ્રતિક્રમણ કરવાનું એજ રાત્રીએ કરવાનું વિધાન હોય છે. એ પ્રતિક્રમણ કરવાથી એ પાપ તેજ વખતે નાશ પામી જાય છે. આ સિવાયના બીજા પ્રતિક્રમણો કરવાનું વિધાન નથી. કારણકે એ શાસનમાં રહેલા જીવો હજુ અને પ્રાજ્ઞ હોવાથી મોટેભાગે અતિચાર લાગતો. નથી. અવિરતિનું જીવન જીવવા છતાંય વિરતિના જીવનનું લક્ષ્ય સતત અંતરમાં રહેલું હોવાથી અને અવિરતિનું જીવન જીવવા લાયક નથી જ પણ છોડવા લાયક જ છે. આવી બુધ્ધિ સતત અંતરમાં રહેલી હોય છે. એમાં કોઇક વાર, છર્ભસ્થ હોવાથી એ અવિરતિનું જીવન જીવતા જીવતા સારૂં લાગી જાય એટલે અતિચાર લાગે છે અને એ જીવન જે દિવસે સારું લાગે એ દિવસે દેવસિ પ્રતિક્રમણ કરવાથી લાગેલા પાપનો નાશ થાય છે અને અવિરતિ પ્રતિક્રમણ કહેવાય છે.
જ્યારે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં અવિરતિનું જીવન છોડવા લાયક જ છે. એ બુદ્ધિ પેદા કરાવવી મોટે ભાગે દુષ્કર છે કદાચ એ બુદ્ધિ પેદા થયેલી હોય તો તેને લાંબાકાળ સુધી ટકાવવી એ પણ દુષ્કર છે માટે જીવન જીવતા કોઇ કોઇવાર છોડવા લાયકની બુધ્ધિ પેદા થતી જાય અને પાછી અનુકૂળ સામગ્રી મળે એટલે અનાદિકાળના પોતાના સ્વભાવ મુજબ એ જીવનની સામગ્રી સારી લાગતી જાય છે માટે અવશ્ય પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે અને અવિરતિપ્રતિક્રમણ કહેવાય છે.
આત્મિક ગુણોનો રસ જો અનુબંધ રૂપે બાંધીશું તો તે ભવાંતરમાં સાથે આવશે. મનુષ્ય જીવનમાં જીવવા લાયક એક વિરતિનું જ જીવન છે અવિરતિનું નહિ.
અવિરતિનું જીવન છોડવા લાયક જ છે એવી બુધ્ધિ અંતરમાં રાખો અને એ ન હોય તો એ બુદ્ધિ પેદા કરવાનો પુરૂષાર્થ કરો.
આનંદ અવિરતિના ઉદયથી થાય છે અને પદાર્થનો ગમો મિથ્યાત્વના ઉદયથી થાય છે. પાંચ ઇન્દ્રિયોની ક્રિયા એક સાથે થાય પણ ઉપયોગ કોઇપણ એક ઇન્દ્રિયમાં જ રહે છે
પુરૂષાર્થ કરવામાં આવે તો સૂત્રના ઉપયોગમાં-અર્થના ઉપયોગમાં અને સૂત્ર તથા અર્થ એ બન્નેના ઉપયોગમાં એટલે તદુભયના ઉપયોગમાં રહી શકો. પ્રયત્ન એ બાજુનો કરવા પડે.
પહેલા અને છેલ્લા જિનના શાસનમાં ચતુર્વિધ સંઘને દેવસિ-રાઈ-પફખી-ચોમાસી અને સંવત્સરી
Page 19 of 67
Page #20
--------------------------------------------------------------------------
________________
એમ એક વર્ષમાં પાંચે પ્રકારના પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. (૩) ક્યાય પ્રતિક્રમણ :
ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાય.
આખા દિવસમાં અનુકૂળ પદાર્થો મેળવવા માટે, ભોગવવા માટે, વધારવા માટે, સાચવવા માટે, ટકાવવા માટે અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવા માટે કોઇ જોઇ ન જાય અને લઇ ન જાય એની કાળજી રાખવા માટે તેમજ પ્રતિકૂળ પદાર્થો પ્રાપ્ત થયા હોય તો તે દૂર કરવા માટે ભવિષ્યમાં પ્રતિકૂળતા ન । આવે તેની કાળજી રાખવા માટે જે જરૂર પડે તે કષાયોનો ઉપયોગ કરીને પોતાનું જીવન જીવાય છે એને અપ્રશસ્ત કષાયવાળું જીવન કહેવાય છે.
આત્મિક ગુણ પેદા કરવાના હેતુથી, મોક્ષનો અભિલાષ પેદા કરવાના હેતુથી, મોક્ષનો અભિલાષ પેદા થયેલો હોય તો તેને ટકાવવાના હેતુથી, મોક્ષમાર્ગમાં આગળ વધવાના હેતુથી, અનુકૂળ પદાર્થોના રાગને ઓળખવા માટે, ઓળખીને એનાથી સાવધ રહીને જીવન જીવવા માટે અને મોક્ષમાર્ગના પરિણામોને નહિ પેદા થવા દેવામાં વિઘ્ન રૂપ જે અનુકૂળ પદાર્થોનો રાગ એને દૂર કરવાના હેતુથી તથા અનુકૂળ પદાર્થોનો રાગ ઘટાડવાના હેતુથી જે કષાયોની જરૂર પડે એ કષાયોનો ઉપયોગ કરીને જીવન જીવાય તે પ્રશસ્ત કષાયવાળું જીવન કહેવાય છે.
જીવનમાં જે કાંઇ અપ્રશસ્ત કષાય થઇ ગયા હોય તેનો મિચ્છામિ દુક્કડં દેવાય છે અને ીથી અપ્રશસ્ત કષાય ન થઇ જાય તેની કાળજી રાખીને એના પાપથી પાછા ફરવાને માટે કષાય પ્રતિક્રમણ કહેલું છે.
પ્રશસ્ત કષાયો જેટલા લાંબાકાળ સુધી ચાલે એનું પ્રતિક્રમણ કરવાનું હોતુ નથી કારણકે એ કષાયો આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થાય છે અને સંસારમાં જન્મ મરણનો નાશ કરવામાં પણ ખુબ જ ઉપયોગી બને છે માટે એનું પ્રતિક્રમણ કરવાનું હોતુ નથી.
કષાયોનો ઉદય ધ્રુવોદયી કહેલો છે. એક એક અંતર્મુહૂર્ત અંતમુહૂતૅ ક્રોધ-માન-માયા-લોભ પરાવર્તમાન રૂપે ઉદયમાં ચાલ્યા જ કરે છે. નવમા ગુણસ્થાનક સુધી એ પરાવર્તમાન રૂપે ઉદયમાં સતત રહ્યા જ કરે છે છતાં પણ જ્યાં સુધી પ્રમાદ હોય અથવા પ્રમાદ આવવાની સંભાવના હોય ત્યાં સુધીમાં અપ્રશસ્ત કષાયનો ઉપયોગ થાય એનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકોમાં રહેલા કષાયોનું પ્રતિક્રમણ હોતું નથી તેમજ પ્રશસ્ત કષાયોનું પણ પ્રતિક્રમણ હોતું નથી દશમા ગુણસ્થાનકે એક લોભ નામના કષાયનો ઉદય હોવાથી પરાવર્તમાન રૂપે કષાય કહેલો નથી. આથી આપણને તો હાલમાં કષાયનો ઉદય તો રહેવાનો જ છે એક ક્ષણ પણ કષાયના ઉદય વિનાની હોતી નથી તો શું કરવું ? માટે જ જ્ઞાની ભગવંતો કહે છેકે અપ્રશસ્ત કાયનો ઉદય ચાલે છે એને પ્રયત્ન કરીને પ્રશસ્ત કષાય રૂપે બનાવવો જોઇએ એટલે કે પુરૂષાર્થ કરીને અનુકૂળ પદાર્થોનો રાગ આત્મિક ગુણોને વિષે વિઘ્ન રૂપ બને છે એ કષાયોને દૂર કરીને તથા કષાયની સહાયથી જ અનુકૂળ પદાર્થોના રાગનો ઢાળ બદલી નાખવો જોઇએ. એટલે બદલવાનો પ્રયત્ન કરવો જ જોઇએ. દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે રાગ પેદા કરતા કરતા રાગ વધારતા વધારતા અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ ઘટાડવો જ જોઇએ. તોજ એ કષાયો પ્રશસ્ત રૂપે બનીને આત્મિક ગુણોને પેદા કરવામા સહાયભૂત થતા જાય અને જીવ આત્મિક ગુણોમાં આગળ વધતો વધતો એ કષાયોથી
Page 20 of 67
Page #21
--------------------------------------------------------------------------
________________
સ્થિર થતો જાય. માટે પ્રશસ્ત કષાયોનું પ્રતિક્રમણ હોતું નથી.
જ્યાં સુધી જીવો મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા હોય છે ત્યાં સુધી કષાયની સહાયથી જે જીવન જીવે છે તેમાં પોતાના આત્મામાં રહેલી ગ્રંથી = એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ બેઠેલો છે એને ઓળખવાનો પ્રયત્ન કરતા નથી. ઓળખીને તેનાથી સાવચેતી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરતા નથી ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ કષાયોની સહાયથી શુભ પ્રવૃત્તિઓ એટલે સારી પ્રવૃત્તિઓ જીવનમાં કરતા કરતા ધર્મની પ્રવૃત્તિઓ પણ સારામાં સારી રીતે કરે એટલે કે દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરે. વ્રત નિયમ પચ્ચક્ખાણ કરીને અનેક પ્રકારના ત્યાગનું જીવન સુંદર રીતે જીવે તપ કરવાનો અભ્યાસ પાડીને તપશ્ચર્યા પણ સારામાં સારી રીતે કરે તો પણ એ સઘળી આરાધના અને અનુષ્ઠાનો અપ્રશસ્ત કપાયના ઉદયથી થાય છે એમ કહેવાય છે એ અપ્રશસ્ત કષાયથી કરેલી આરાધના પાપાનુબંધી પુણ્ય બંધાવે છે-અકામ નિર્જરા કરાવે છે અને જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે એમ ગણાય છે પણ સંસાર નાશમાં સહાયભૂત થતી નથી. એવી જ રીતે સમકીત પામ્યા પછી સમકીતી જીવો-દેશવિરતિ જીવો અને સર્વવિરતિને પામેલા જીવો પ્રશસ્ત કષાયની સહાયથી આત્માની વિશુધ્ધિ પેદા કરતા જાય છે એમાં કોઇ કોઇવાર એ કષાયની સહાય લેતા લેતા અપ્રશસ્ત રૂપે કષાય થઇ જાય તો એજ કષાય આત્માની વિશુધ્ધિ પેદા કરવામાં સહાયભૂત થવાને બદલે સંસારના અનુબંધ પેદા કરવામાં સહાયભૂત થતા જાય છે માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે પુરૂષાર્થ કરીને કષાયને પ્રશસ્ત રૂપે બનાવતા બનાવતા જીવ જો અનુકૂળ પદાર્થો પુણ્યથી જે મલે છે એમાં આનંદ માનતો અને પામતો થઇ જાય તો અને રાગાદિ પરિણામ અનુકૂળ પદાર્થોમાં કરતો થઇ જાય તો એજ કષાયો પ્રશસ્ત કષાયને બદલે અપ્રશસ્ત કષાય રૂપે બનાવીને ચૌદપૂર્વી જેવા ચૌદપૂર્વીના જ્ઞાનને ભૂલાવીને સર્વવિરતિપણાના પરિણામથી નીચે પતન પમાડીને પહેલા ગુણસ્થાનકના પરિણામને આત્મામાં પેદા કરીને અપ્રશસ્ત કષાયની સહાયથી નિગોદનું આયુષ્ય બંધાવી નિગોદમાં લઇ જાય છે અને અનંતા જન્મ મરણના અનુબંધ પેદા કરાવી અનંતોકાળ નિગોદમાં રાખી શકે છે. જો ચૌદપૂર્વી જેવા જીવોને અપ્રશસ્ત કષાયની સહાય આ હાલત કરે તો આપણા જેવા જીવોની હાલત શું થશે ? એ વિચારો.
આથી જ્યારે જ્યારે અપ્રશસ્ત કષાયના જીવનમાં પાપ થાય તો એ પાપથી પાછા ફરવા માટે જ્ઞાની ભગવંતોએ કષાય પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે.
જો અંતરમાં ક્રોધ પેદા થાય તો પોતાના દોષો પ્રત્યે ક્રોધ થવો જોઇએ પણ બીજા જીવો પ્રત્યે નહિ. રાગાદિ પદાર્થોને કોઇ બગાડે તો આપણને તે જીવ પ્રત્યે ગુસ્સો આવે છે તે વખતે જ વિચારવાનું કે એમાં એ જીવનો શું દોષ છે ? અજ્ઞાન છે માટે કરે. હું અજ્ઞાન હતા તો હું પણ આવું જ કરતો હતો એને બગાડી બગાડીને પદાર્થ જ બગાડ્યો છેને ? મારાથી એ પદાર્થ બગડ્યો હોત તો શું કરત ? માટે એ જીવ પ્રત્યે ગુસ્સો કરીને વૈરાનુબંધની પરંપરા શા માટે વધારવી જોઇએ આવી વિચારણાઓ કરીને ગુસ્સાનો સંયમ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને એ ગુસ્સાનો ઢાળ પોતાના તરફ વાળવો જોઇએ. આથી ક્રોધાદિ કષાયોના કાળમાં મધ્યસ્થ ભાવ રાખવો જોઇએ.
(૪) યોગ પ્રતિક્રમણ :
અશુભ મન, વચન, કાયાના યોગનો વ્યાપાર ચોવીશ કલાકમાંથી જેટલા ટાઇમ સુધી થતો હોય
Page 21 of 67
Page #22
--------------------------------------------------------------------------
________________
એવા અશુભ મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિની નિંદા કરવી-ગહ કરવી અને એવા અશુભ યોગની પ્રવૃત્તિથી આત્માને પાછો ખસેડી એનો મિચ્છામિ દુક્કડં દેવો એને અશુભ યોગનું પ્રતિક્રમણ કહેવાય છે. માટે એવા અશુભ યોગને શુભ યોગની પ્રવૃત્તિમાં જોડવા પ્રયત્ન કરવો જોઇએ.
સંસારમાં રહેલા જીવો મન-વચન-કાયાથી શરીર, ધન અને કુટુંબની સુખાકારી માટે અને જે કાંઇ પ્રતિકૂળતાઓ આવે એને દૂર કરવા માટે આનંદપૂર્વક પ્રવૃત્તિ કરે, કર્તવ્ય માનીને કરે, જ માનીને કરે અને એ પ્રવૃત્તિ કરતા જેટલી સળતા મલે તેમાં આનંદ માને અને મળેલા સુખનો આનંદપૂર્વક અનુભવો કરતો જાય એને અશુભ યોગની પ્રવૃત્તિ કહેલી છે.
શ્રાવક, સંસારની જે કાંઇ પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ કરવા જેવી નથી મારે કરવી પડે છે માટે કરું છું ક્યારે તાકાત આવે અને આ પ્રવૃત્તિ કરવાની છૂટી જાય આવી વિચારણા અંતરમાં રાખીને એ પ્રવૃત્તિઓ. કરતો હોય તો તે અશુભ પ્રવૃત્તિ હોવા છતાં એ રીતે કરવાથી એવા શ્રાવકો માટે એ પ્રવૃત્તિ સંવરની ક્રિયા રૂપે બનતી જાય છે માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે બાઇઓ, ચૂલો, સગડી, ગેસ સળગાવતા વિચાર કરે કે ભગવાને કહ્યા મુજબનુ સાધુપણું ન લીધું માટે મારે આ પાપ કરવું પડે છે ક્યારે એવો દિવસ આવે કે આ પાપથી છૂટીને સાધુપણું લઉં તો તે વખતે આયુષ્યનો બંધ પડે તો નિયમા વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે
આ વિચાર પૂર્વકની સાવધ ક્રિયા સંવર રૂપે થઇ શકે છે અર્થાત્ થાય છે. મન, વચન, કાયાના યોગનો અશુભ વ્યાપાર એટલે કે પાપવાળી પ્રવૃત્તિ.
મન, વચન, કાયાના યોગથી પાપની પ્રવૃત્તિ કરવી અને શક્તિ મુજબની પાપપ્રવૃત્તિ કરવાના ટાઇમે ન કરવી. લક્ષ્ય વગર કરવી એને અશુભ યોગ કહેવાય છે.
આખા દિવસમાં અશુભ યોગની પ્રવૃત્તિ જીવનમાં થયેલી હોય એ પ્રવૃત્તિથી પાછા ીને શુભ યોગની પ્રવૃત્તિ આત્મકલ્યાણ કરવાના હેતુથી કરેલી ન હોય તેની નિંદા અને ગહ કરીને જે પાપથી પાછા વું તેને અશુભ યોગનું પ્રતિક્રમણ કહેવાય છે.
વચલા બાવીશ તીર્થકરોના કાળમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રાવક શ્રાવિકા જેમને પાંચમા ગુણસ્થાનકનો પરિણામ પેદા થયેલો હોય છે અથવા જેમને સમકીતની પ્રાપ્તિ થયેલી હોય છે તેમજ ગુણ યુક્ત મિથ્યાત્વ ગુણસ્થાનકમાં દાખલ થઇને મિથ્યાત્વની મંદતા પેદા કરીને પોતાનું જીવન જીવતા હોય છે એ જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી ભગવાને કહ્યા મુજબ પાપને પાપ રૂપે માનીને-પાપરૂપે સ્વીકાર કરીને એ પાપની પ્રવૃત્તિથી છૂટવાની તાકાત ન હોવાથી પાપની પ્રવૃત્તિ કરવી પડે છે માટે કરૂં છું ક્યારે એવો દિવસ આવે કે આ પાપની પ્રવૃત્તિથી છૂટીને સંપૂર્ણ પાપરહિત જીવન જીવતો થાઉં આવું લક્ષ્ય અને ભાવના રાખીને સતત એની વિચારણા અંતરમાં રાખીને જે કોઇ પાપની પ્રવૃત્તિ કરવી પડે તે પ્રવૃત્તિ કરતા હોય છે તેમાં પાપની પ્રવત્તિનો બંધ પડતો નથી એટલે પાપરૂપે અશુભ પ્રકૃતિઓનો તીવ્રરસ બંધાતો નથી અને અનુબંધ રૂપે એ પ્રકૃતિઓ બંધાતી નથી. આવી વિચારણાથી સંસારનું જીવન જીવવા છતાંય પુણ્યનો અનુબંધ પેદા કરીને આત્મિક ગુણના વિકાસમાં આગળ વધવાનો પ્રયત્ન કરતા જાય છે. આ રીતે જીવન જીવતા આયુષ્યના બંધ પડે તો નિયમ સંગતિનું આયુષ્ય બંધાય છે માટે આ જીવોને પાપની પ્રવૃત્તિ કરવા છતાંય ન કરવા યોગ્ય માનીને પ્રવૃત્તિ કરવાથી અશુભ યોગ રૂપે પ્રવૃત્તિ ગણાતી નથી માટે રોજ પ્રતિક્રમણ કરવાનું એ જીવોને બનતું નથી. (હોતુ નથી.)
Page 22 of 67
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્યારે કોઇક વાર એ પાપની પ્રવૃત્તિ કરવા યોગ્ય લાગી જાય ત્યારે, આ પ્રવૃત્તિ બરાબર કરી છે એવી બુધ્ધિ પેદા થઇ જાય. વચનથી એ અશુભ ક્રિયાઓના વખાણ થઇ જાય તો તે દિવસે એનું પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે.
પહેલા તીર્થંકરના શાસનના શ્રાવક શ્રાવિકાઓ બાજુ અને જડ હોવાથી તેમજ છેલ્લા તીર્થકરના શ્રાવક શ્રાવિકા વક્ર અને જડ હોવાથી અતિચાર લાગે કે ન લાગે તો પણ અશુભ યોગનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું વિધાન કરેલું છે કારણકે જડ હોવાથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયક રૂપે સ્થિર કાયમ રહી શકતો નથી. અને સાથે મોહનીય કર્મની તીવ્રતાના કારણે એટલે તીવ્રરસ ઉદયમાં રહેલો હોવાથી ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય ભાવ પણ લાંબા કાળ સુધી રહેતો નથી. આથી અશુભયોગ ના વ્યાપારથી પાછા વા માટે રોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે.
છોડવાલાયક પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ એનેજ જ્ઞાની ભગવંતોએ પાપ કહેલું છે.
ભગવાને જગતમાં રહેલા પદાર્થો જે પાપ રૂપે જોયા અને પાપરૂપે કહ્યા તે પાપરૂપે ન માને તેને જ જ્ઞાનીઓ વક્રતા કહે છે.
પ્રાજ્ઞપણું પેદા કરતા કરતા વક્રતા ન જાય તો તે જડપણું કહેવાય છે. એ જડપણું રાખીને ધર્મ કરે તો તેનું ળ નથી આત્માને સરલ બનાવવો જ પડે.
આત્મિક ગુણોનો વિકાસ પેદા થતો જાય અને એનો આનંદ પેદા થતો જાય તો એ આનંદ અનુકૂળા પદાર્થોના સુખને દુઃખરૂપ લગાડે જ.
સરલ સ્વભાવવાળા જીવો પાપને પાપરૂપે માને જ. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અવિરતિ ન જાય માટે એનું પાપ લાગે.
અવિરતિ ન જાય ત્યાં સુધી કષાયનું પાપ લાગે એની સાથે મિથ્યાત્વનું પાપ ન લાગે કારણકે સમકતી જીવો હોય છે.
પ્રાજ્ઞતાની સાથે સરલતા હોય તો જ આત્મિક ગુણોની પ્રાપ્તિ થવા માંડે નહિ તો નહિ જ.
સરલતા એટલે નિખાલસ ભાવે પાપને પાપરૂપે માનીને યોગ્ય જીવની પાસે પ્રગટ કરવું તો જ ગુણ પ્રાપ્તિમાં સહાયભૂત થાય.
અશુભ યોગોના વ્યાપારથી રોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે.
અનુકુળ પદાર્થો મેળવવા-ભોગવવા-વધારવા-સાચવવા-ટકાવવા-સંગ્રહ કરવાનું મન થાય, ઇચ્છા થાય તે પાપનો ઉદય કહેવાય છે.
તેમાં આનંદ પેદા થાય એ મોહનીય કર્મનો ઉદય કહેવાય છે. (૫) સંસાર પ્રતિક્રમણ :
જેનાથી આત્માની જન્મ મરણની પરંપરા વધતી જાય અને જેમાં દુ:ખનો કાળ વિશેષ હોય અને સુખનો કાળ બહુ જ થોડો હોય એને સંસાર કહેવાય છે એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને-બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને એમ વારંવાર જીવ દરેક સ્થાનમાં ફ્લાતો જતો હોય પણ કોઇ જગ્યાએ સ્થિર ન રહેતો હોય તેને સંસાર કહેવાય છે. એનાથી પાછા વા માટેનું જે પ્રતિક્રમણ કરવું તે સંસાર પ્રતિક્રમણ કહેવાય છે.
Page 23 of 67
Page #24
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિ રૂપ સંસારને વિષે સન્ની મનુષ્યો અને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તિર્યંચો. તેમજ અન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચારે ગતિમાંથી કોઇને કોઇ ગતિનો. બંધ કર્યા કરે છે. તેમાં નરકગતિનો બંધ રીદ્રધ્યાનથી જીવો કરે છે.
રોદ્ર ધ્યાન એટલે અશુભ વિચારો પેદા કરતા કરતા અતિ ભયંકર અશુભ વિચારો એટલે અશુભ વિચારોની તીવ્રતા પેદા થવી અને એની એકાગ્રતા પેદા થવી તે નરકગતિના બંધનું કારણ બને છે એટલે કે એવા વિચારોથી જીવો નરકગતિનો બંધ કરે છે અને આ તીવ્રતાની એકાગ્રતા લાંબાકાળ સુધી ચાલે તો તે વખતે નરકગતિની સાથે નરક આયુષ્યનો બંધ પણ કરે છે. આવા રીદ્રધ્યાનના પરિણામો નિયમ અશુભ રૂપે જ હોય છે. પણ બીજા પરિણામ રૂપે હોતું નથી.
પુણ્યના ઉદયથી જે પદાર્થો મળેલા હોય તેને વધારવા માટે- ટકાવવા માટે અત્યંત રાગ પર્વક જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે તેને મહારંભ કહેવાય છે.
પુણ્યથી મળેલી સામગ્રીમાં પછી એ નાનામાં નાનો પદાર્થ હોય કે મોટામાં મોટો પદાર્થ હોય એમાં અત્યંત રાગ રાખીને જીવન જીવવું એટલે કે મૂચ્છ રાખીને જીવન જીવવું તે મહા પરિગ્રહ કહેવાય છે.
મહારંભ અને મહાપરિગ્રહ નરકના આયુષ્યના બંધનું કારણ કહેલું છે માટે આવા વિચારો કરીને જીવન ન જવાય એ રીતે કાળજી રાખીને જીવે તો સંસાર વૃદ્ધિથી જીવ બચી જાય છે. કદાચ આવા વિચારોથી જીવન જીવાઇ ગયું હોય અને આયુષ્ય ન બંધાયું હોય પણ નરકગતિનો બંધ પડેલો હોય તો તેનો પશ્ચાતાપ કરતાં કરતાં એ પાપથી પાછા વા માટે અને ફ્રીથી એવા વિચારો કરીને પાપ ન થઇ જાય એની કાળજી રાખવાનો પ્રયત્ન કરવાનું ધ્યેય રાખીને સંસાર પ્રતિક્રમણ કરે તો એ પાપોનો નાશ પણ થઇ જાય છે. આ રીતે પાપની નિંદા અનેગહ કરીને પ્રતિક્રમણ કરે તે સંસાર પ્રતિક્રમણ. કોઇપણ અનુકૂળ પદાર્થ મલે પૂણ્યથી અન એને ટકાવવાની અને મેળવવાની ઇચ્છા એ પાપના ઉદયથી ગણાય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે પદાર્થ મલે પુણ્યથી મેળવવાની ઇચ્છા એ પાપનો ઉદય. ભોગવાય પુણ્યથી ભોગવવાની ઇચ્છા એ પાપનો ઉદય. વધે પુણ્યના ઉદયથી વધારવાની ઇચ્છાએ પાપનો ઉદય. સચવાય પુણ્યથી સાચવવાની ઇચ્છાએ પાપનો ઉદય. ટકે પુણ્યથી ટકાવવાની ઇચ્છા એ પાપના ઉદયથી.
સંસાર પુણ્ય અને પાપના ઉદયથી ચાલે છે માટે પુણ્ય-પાપના ખેલ એ સંસાર. ધર્મ હંમેશા પુરૂષાર્થથી પેદા થાય. ધર્મની સામગ્રી મલે પુણ્યથી પણ ધર્મની પ્રાપ્તિ પુરૂષાર્થથી જ થાય.
સંસારની સામગ્રી મેળવવા ગમે તેટલો પુરૂષાર્થ કરે તો પણ જો લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ ન હોય તો પેટ ભરવા પુરતુંય ન મલે. માટે ઇચ્છા એ જ પાપ છે એ દૃઢ કરો.
પૈસો કમાવા જવાની ઇચ્છા એ પાપની ઇચ્છા અને એ પૈસો કમાવા બજારમાં જવું એ અધર્મની પ્રવૃત્તિ છે. પાપની પ્રવૃત્તિ છે એમાં જેટલું નીતિનું પાલન કરે એટલો ધર્મ કહેવાય છે.
જીવને ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ એજ સંસાર કહેવાય છે.
ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સામાન્ય રીતે આર્તધ્યાન હોઇ શકે છે પણ રીદ્રધ્યાન હોતું નથી. કોઇક વાર આર્તધ્યાનની તીવ્રતાના કારણે રોદ્રધ્યાન પેદા થવાની સંભાવના કહેલી.
Page 24 of 67
Page #25
--------------------------------------------------------------------------
________________
છે પણ એ રીદ્રધ્યાન અશુભ ગતિનો બંધ કરાવે એવું હોતું નથી તેમજ લાંબાકાળ સુધી ટકે એવું હોતું નથી. તથા નરક ગતિનો બંધ કરાવે એવું રૌદ્રધ્યાન હોતું નથી કારણ કે નરકગતિનો બંધ જીવોને પહેલે ગુણસ્થાનકે થાય છે આથી એવું રૌદ્રધ્યાન હોતું નથી.
અનુકૂળ પદાર્થોના અર્થિપણાનો જેમ જેમ રાગ ઓછો થતો જાય તેમ તેમ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે રાગ વધતો જાય એટલે જીવોને આત્મિક ગુણોની પ્રાપ્તિ થતી જાય છે.
નિકાચીત મિથ્યાત્વનો ઉદય જીવે સમઝીત પામતા પહેલા બાંધેલો હોય તો ક્ષયોપશમ સમજીતી. જીવો કે ઉપશમ સમકીતી જીવો એ ઉદયમાં આવતા અવશ્ય પડે છે.
આથી નિકાચીત મિથ્યાત્વના ઉદય વિના જીવો સમકીતથી પડતા નથી.
દ્રવ્ય ચારિત્રવાળા જીવો પહેલા ગુણસ્થાનકે જ હોય છે. અભવ્ય, દુર્ભવ્ય અને ભારેકર્મી ભવ્ય જીવો. તેમજ છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામેલા ન હોય એવા ચોથે ગુણસ્થાનકે રહેલા સમકતી જીવો અને પાંચમા ગુણસ્થાનકે રહેલા દેશવિરતિવાળા જીવો ચારિત્રનો સ્વીકાર કરી નિરતિચારપણે ચારિત્રનું પાલન કરે છતાં પણ એ જીવો દ્રવ્ય ચારિત્રી કહેવાય છે.
પણ વ્યવહારથી બધા ચારિત્રી જીવો એટલે પહેલે-ચોથે અને પાંચમે રહેલા જીવો છટ્ટા ગુણસ્થાનકવાળા કહેવાય છે.
ચોથા ગુણસ્થાનકે બારે પ્રકારની અવિરતિ ખુલ્લી હોય છે. પાંચમા ગુણસ્થાનકે અગ્યાર અવિરતિ ખુલ્લી હોય છે એક બારમી અવિરતિનાં દેશથી પચ્ચકખાણ હોય છે. આથી ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે રૌદ્રધ્યાન આવવાની સંભાવના છે. છઠ્ઠા ગુણસ્થાનકે રીદ્રધ્યાન આવે જ નહિ પણ આર્તધ્યાન આવવાની. સંભાવના કહેલી છે. આર્તધ્યાન હોતું નથી પણ એ આર્તધ્યાન અશુભ ગતિનો બંધ કરાવવામાં સહાયભૂત થતું નથી. સાતમાં ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનકે પહોંચવા માટે એક અંતર્મુહૂર્ત જ કાળ જોઇએ એ પણ વધારેમાં વધારે એક મિનિટનો કાળ. આર્તધ્યાન રીદ્રધ્યાનની પ્રવૃત્તિ કાયાથી ગમે તેટલી કરાતી હોય એટલે ગમે તેટલી થતી હોય પણ તેમાં પરિણામ ન જોડીએ તો જીવ સાવચેત અને સજાગ રહે તો દુર્ગતિથી બચી જાય છે. એટલે દુર્ગતિ થતી નથી.
આર્તધ્યાન
આર્તધ્યાનના મુખ્ય બે ભેદ છે. (૧) અશુભ આર્તધ્યાન (૨) શુભ આર્તધ્યાના અશુભ આર્તધ્યાન - શરીર, ધન અને કુટુંબ આદિ અનુકૂળ પદાર્થોનું અર્થિપણું રાખીને જીવન
Page 25 of 67
Page #26
--------------------------------------------------------------------------
________________
જીવતા જીવતા એ અર્થિપણાની એકાગ્રતા કરતો જાય એવી જ રીતે પાપના ઉદયથી આવેલી પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે એકાગ્રતાથી પ્રયત્ન કરતો જાય એને અશુભ આર્ત્તધ્યાન કહેવાય છે. આ અશુભ આર્તધ્યાનથી જીવો એકેન્દ્રિયપણાથી શરૂ કરીને પંચેન્દ્રિય તિર્યંચપણા સુધીના કોઇપણ આયુષ્યનો બંધ કરી શકે છે. અર્થાત્ બાંધે છે. આથી આ અશુભ આર્તધ્યાન તિર્યંચગતિને બાંધવાના કારણ રૂપ કહેલું છે.(છે.) મન, વચન અને કાયાથી થતી અશુભ પ્રવૃત્તિઓને અશુભ આર્તધ્યાનરૂપે કહેલી છે.
શરીરની સુખાકારી રાખીને-જાળવીને થતી પ્રવૃત્તિને પણ અશુભ આર્તધ્યાન રૂપે કહેલી છે. કારણ કે તિર્યંચગતિના બંધનું કારણ છે.
જે પદાર્થો પુણ્યના ઉદયથી મળતા હોય, પુણ્યના ઉદયથી ભોગવાતા હોય, પુણ્યના ઉદયથી વધતા હોય, પુણ્યના ઉદયથી સચવાતા હોય અને પુણ્યના ઉદયથી ટકતા હોય એ પદાર્થોને મેળવવા આદિની વિચારણાઓ કરવી એને જ જ્ઞાની ભગવંતોએ પાપની વિચારણાઓ કહેલી છે.
આથી એને અવિરતિનો ઉદય કહેવાય છે એવી વિચારણાઓ કરવા યોગ્ય લાગે-સારી લાગે એને મિથ્યાત્વનો ઉદય કહેવાય છે.
પુણ્યાનુબંધી પુણ્ય બાંધેલું ઉદયમાં આવે તો તે ઉદયકાળમાં અનુકૂળ પદાર્થો સારામાં સારા મલે પણ વૈરાગ્ય ભાવ સાથે રહેલો હોવાથી એ પદાર્થોમાંરાગ પેદા થતો નથી. ગુણની પ્રાપ્તિના ધ્યેય સાથે પુણ્ય બાંધો એટલે ધર્મ કરો-બીજ વાવો તો બીજના દાણાની સાથે ઘાસ તો ઉગવાનું જ છે એમ અહીં પણ બીજ એટલે આત્મિક ગુણો એની સાથે ઘાસની જેમ પુણ્ય બંધાશે અને અનુકૂળ સામગ્રી મલવાની જ છે. જેમ ચક્રવર્તિપણું પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયથી મલે છે પણ નિયાણુ કરીને એટલે માગીને ચક્રવર્તીપણું મેળવે તો એ ચક્રવર્તી મરીને નિયમા નરકે જ જાય છે.
વાસુદેવ-પ્રતિવાસુદેવપણાનું કર્મ પોતાના ભવથી પૂર્વે ત્રીજા ભવે છઠ્ઠ, સાતમે ગુણસ્થાનકે રહીને આરાધના કરનાર મહાત્માઓ પોતાના તપ અને સંયમ બલના ફ્ળ સ્વરૂપે માગણી કરીને મેળવે છે માટે તે નિયાણાથી જ મલે છે એમ કહેવાય છે માટે એ જીવો એ ભવમાં અનેક પ્રકારના પાપોનું આચરણ તીવ્રભાવે કરીને નરકમાં જ જાય છે.
ભગવાન મહાવીરનો આત્મા અઢારમા ભવે ત્રિપુષ્ટ વાસદેવપણે ઉત્પન્ન થયા અને ત્યાં અનેક પ્રકારના તીવ્ર પાપો કરીને સાતમી નરકમાં ગયા. સાતમી નારકીમાં જવાલાયક કર્મનો અનુબંધ સોળમા ભવે વિશ્વભૂતિના ભવમાં કરેલો ત્યાંથી દેવલોકમાં ગયા અને ત્યાંથી વાસુદેવ થઇ સાતમી નારકીએ ગયા. આથી ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ આદિનું નિયાણું ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકમાં થઇ શકે છે. મોટે ભાગે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં રહીને છઠ્ઠામાં તપ અને સંયમનું પાલન સારી રીતે કરેલ હોય તે તપ અને સંયમના ફ્લ તરીકે એની માંગણી કરે છે માટે તે પદવીઓ મલે છે અને નિયાણુ કરીને એ પદવીઓ મેળવેલી હોય તેથી એ પદવીઓનો ઉદયકાળ જીવોને નિયમા નરકમાં લઇ જાય છે.
શુભ આર્તધ્યાન
આ લોકના અનુકૂળ પદાર્થો માટે-માનપાન આદિ માટે-ભક્તવર્ગ ઉભો કરી નામના કીર્તિ પ્રાપ્ત કરવા માટે અને પરલોકમાં આલોકમાં મળેલી સુખની સામગ્રી કરતાં વિશેષ સામગ્રી મલે એ માટે દેવ, ગુરૂ, ધર્મની સારામાં સારી રીત નિરતિચારપણે આરાધના કરે એને શુભ આર્તધ્યાન કહેવાય છે. આ શુભ
Page 26 of 67
Page #27
--------------------------------------------------------------------------
________________
આર્તધ્યાનથી જીવોને સદ્ગતિનું આયુષ્ય બંધાય છે. કારણ કે ઇચ્છિત સુખને મેળવવાની ઇચ્છાથી ધર્મ કરે છે માટે આર્તધ્યાન કહેવાય છે અને અશુભ ક્રિયાઓ કરતો નથી. ધર્મની ક્રિયાઓ કરે છે માટે શુભપણું હોય છે આથી શુભ આર્તધ્યાન કહેવાય છે.
આ શુભ આર્તધ્યાનથી થતી દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ક્રિયાઓમાં જેટલું નિરતિચારપણું વધારે એટલું પરલોકનું વધારે સારૂં આયુષ્ય બાંધી શકાય છે. આથી અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો નિરતિચાર ચારિત્રનું પાલન કરી દેવલોકનું ઉત્કૃષ્ટથી એકત્રીશ સાગરોપમનું આયુષ્ય બાંધે છે અને શુભ અનુષ્ઠાનોની સાથે એટલે આરાધનાની સાથે જેટલું નિરતિચારપણાનું લક્ષ્ય ઓછું એટલું શુભ આયુષ્ય પણ ઓછું ઓછું બંધાય છે. માટે એવી આરાધનામાં મનુષ્યપણાના આયુષ્યનો બંધ પણ કરી શકે
છે.
શુભ પરિણામવાળા જીવો દુઃખથી ગભરાય પણ સુખથી ગભરાતા નથી. સુખમાં આનંદ માને છે. શુધ્ધ પરિણામવાળા જીવો દુઃખથી ગભરાતા નથી પણ સુખથી ગભરાય છે માટે જેમ જેમ સુખ સામગ્રી વધે તેમ ગભરાટ પેદા થતો જાય. કારણ કે એ સમજે છેકે પાપનો નાશ કરવામાં દુઃખ સહાયભૂત થાય છે માટે શુધ્ધ પરિણામવાળો જીવ દુઃખથી ગભરાતો નથી પણ સુખથી ગભરાય છે કારણકે જો સુખમાં રમણતા અને આનંદ કરીશ તો મારે અનંતોકાળ સંસારમાં રખડવું પડશે.
અપુનબંધક દશાના પરિણામવાળા જીવો પહેલા ગુણસ્થાનકે રહેલા હોવા છતાં મિથ્યાત્વના કારણે અનુકૂળ પદાર્થોમાં ગમો થઇ જાય અને દુઃખ લાગે પણ આનંદ અને રમણતા પેદા ન થાય આવા પરિણામ હોય છે. આવા પરિણામના લક્ષ્યથી જીવ ઘણાં કર્મ બંધથી બચી જાય છે એજ મોટામાં મોટો લાભ છે.
પાપ થઇ જવું એ જુદી વાત છે અને પાપ કરવું એ જુદી વાત છે એ બેમાં આકાશ પાતાળનું અંતર
છે.
સંસારમાં બેઠો છું પાપ કરવું પડે એમ બોલે એનો નંબર ન આવે કારણકે તે પાપનો ઢાંકપીછોડો
કરે છે.
જેટલા પાપનો ત્યાગ થયો એનો આનંદ અને બાકી રહેલા પાપથી નથી છૂટ્યો તેનું દુઃખ અંતરમાં હોય તેજ ધર્મ કરવામાં આગળ વધી શકે છે.
ધર્મ ક્રિયા કરતા કરતા અનુકૂળ પદાર્થોના સુખનો હેતુ આવે તોતે આર્તધ્યાન જ કહેવાય છે. સુખની ઇચ્છા તે જ હિંસાનો પરિણામ છે.
જયણા પાળતા પાળતા અહિંસાનું લક્ષ્ય રાખો.
શુભ આર્તધ્યાનથી કરાતી ધર્મક્રિયા ક્યારેય મોક્ષનો અભિલાષ પેદા કરાવે નહિ.
શુભ આર્તધ્યાન અશુભ । આર્તધ્યાન કરતા વધારે નુક્શાન કરે છે.
પુણ્ય ઉપર શ્રધ્ધા હોય તો જીવ પાપ કરતા ખચકાય છે.
આ જીવનમાં સુખને દુ:ખ રૂપ માનવું એજ સાચો તપ કહેલો છે.
સુખના ઉદ્વેગ વગર સર્વવિરતિના પરિણામ આવે જ નહિ.
અનાદિ કાળના સંસ્કારોને ભૂંસવા માટે અને નવા સંસ્કારોને પેદા કરીને દ્રઢ કરવા માટે એકડો ઘુંટવો જ પડે એટલે કે પુરૂષાર્થ કરવો જ પડે કારણકે કરવા જેવી ચીજ આજ છે.
સુખના હેતુથી થતી શુભક્રિયા પણ પાપરૂપે જ કહેલી છે અને તે સંસાર વૃધ્ધિનું કારણ છે.
Page 27 of 67
Page #28
--------------------------------------------------------------------------
________________
સંસારની વૃધ્ધિ જેનાથી થતી હોય તેનાથી આત્માને પાછો વવો એનું નામ જ પ્રતિક્રમણ છે એટલે કે પાપથી પાછા વું.
મોક્ષનો અભિલાષ પેદા કરીને અથવા પેદા કરવા માટે સરળ સ્વભાવ-દયાનો પરિણામ-દાનરૂચિ-વિનય વૈયાવચ્ચ આદિ ગુણોને પેદા કરતો જાય અને એમાં દેવાયુષ્ય અથવા મનુષ્યાયુષ્ય બંધાય એને સંસાર વૃદ્ધિનું કારણ ન હોવાથી પાપરૂપે કહેલું નથી માટે એનું પ્રતિક્રમણ કરવાનું હોતું નથી. કારણકે મોક્ષના અભિલાષવાળા જીવોને સંસારના સુખના પદાથાં દુઃખરૂપ-દુ:ખ ફ્લક અને દુઃખાનુબંધી લાગ્યા જ કરે છે. માટે સરલ પરિણામવાળી વિચાર ધારાઓ શુભ આર્તધ્યાન રૂપે ગણાતી નથી. પણ શુધ્ધ પરિણામવાળી કહેવાય છે.
પહેલા ગુણસ્થાનકે મોક્ષનો અભિલાષ પેદા થયેલો હોય એવા જીવોને આંશિક સુખમાં લીનતા અને દુઃખમાં દીનતા થવા દેતો નથી.
કારણકે જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવ પેદા થયેલો છે.
સંસાર તો નિમિત્તોથી ભરેલો છે ડગલે ને પગલે ક્ષણે ક્ષણે નિમિત્તો મલ્યા જ કરવાના છે એમાં જીવે પોતાના આત્માના પરિણામને સ્થિર રાખીને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે.
જેટલો મોક્ષનો અભિલાષ પેદા થાય એટલે અંશે અનુકૂળ પદાર્થો દુ:ખ રૂપ લાગે જ.
આ રીતે મિથ્યાત્વ પ્રતિક્રમણ, અવિરતિ પ્રતિક્રમણ, કષાય પ્રતિક્રમણ, યોગ પ્રતિક્રમણ અને સંસાર પ્રતિક્રમણ. આ પાંચે પ્રતિક્રમણનો સમાવેશ છ આવશ્યકમાંથી ચોથા પ્રતિક્રમણ નામના આવશ્યકને વિષે થયેલો છે. આમાંથી આખા દિવસમાં જે જે પાપો જે જે ટાઇમે થયેલા હોય તે પાપોથી પાછા વા મિચ્છામિ દુક્કડં દેવા માટે આ ચોથું પ્રતિક્રમણ કહેલું છે. આ રીતે શ્રાવકો કરવા અને કરાવવા રૂપે મન-વચન-કાયાથી રોજ કરે તો એવી શક્તિ પેદા થાય કે કરવા-કરાવવા અનુમોદવા રૂપે મન, વચન, કાયાથી, પાપથી રહિત થઇ સર્વવિરતિને ગ્રહણ કરી સુંદર રીતે પાલન કરી શકે.
જ્યારે રોજ શ્રાવકોને પ્રતિક્રમણ કરતા કરતા એવા સર્વ પાપથી રહિત થઇને જીવન જીવવાના. ભાવો જાગે તે ભાવ પ્રતિક્રમણ કહેવાય છે.
જે કરવા લાયક કર્તવ્યો જ્ઞાની ભગવંતોએ કહેલા છે એનું પાલન ન થયું હોય અથવા પાલન કરતા. કરતા ભૂલો થઇ ગઇ હોય એ ભૂલોને કપટ રહિત થઇને શોધવી ફ્રીથી એવી ભૂલો ન થાય એની સતત કાળજી રાખવા માટે આત્માને જાગ્રત બનાવવો એ પ્રતિક્રમણ કહેવાય છે.
Page 28 of 67
Page #29
--------------------------------------------------------------------------
________________
ડાઉરણ આવશ્યક
કાયાનો ત્યાગ કરીને મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તેને કાઉસ્સગ કહેવાય છે.
જે પદાર્થોનું ચિંતન-મનન કરવું હોય તેમાં કાયાનું હલન ચલન ચાલુ રહે, દ્રષ્ટિનું પણ હલન ચલના ચાલુ રહે એટલે દ્રષ્ટિ પણ એક સ્થિર ન રહે તો પદાર્થના ચિંતન-મનનમાં સ્થિરતા આવતી નથી, એકાગ્રતા પેદા થઇ શકતી નથી.
એ મનની સ્થિરતા પેદા કરવા માટે જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલા કાયાને સ્થિર કરવાનું કહેલું
જો કાયાને સ્થિર કરવામાં ન આવે તો કાયાની ચંચળતાના કારણે અથવા કાયાની અસ્થિરતાના કારણે અથવા કાયના રાગના પ્રતાપે મન સ્થિર રહી શકતું નથી.
- અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ ચોદરાજલોકના દરેક ક્ષેત્રને વિષે અનંતી અનંતીવાર ઉત્પન્ન થઇને ત્યાં મલતા આહારના પગલોને ગ્રહણ કરીને એમાંથી શરીર બનાવે છે. એ શરીર પ્રત્યે આસક્તિ, રાગ અને મમત્વ અનાદિકાળથી જીવને બેઠેલા છે માટે સૌથી પહેલા શરીરનું મમત્વ તોડવાનું છે. શરીરથી જે પદાર્થો ભોગવાય છે એના કરતા મનની આશાઓ વધારે હોવાથી જે જે પદાર્થોની ઇચ્છાઓ અને આશાઓ કરે એ એનો ભોગવટો કહેવાય છે. આથી ભોગવવાનું કર્મ મનથી વધારે બંધાય છે. પદાર્થોને જોઇ જોઇને મનથી આનંદ પામીએ છીએ એ પદાર્થોને ભોગવ્યા સિવાયનો ભોગવટો કહેવાય
શરીરની જેટલી સ્થિરતા આવતી જાય એટલી જ મનની સ્થિરતા વધે છે માટે જ જૈન શાસનમાં કાઉસ્સગનું વિધાન કહેલું છે. કાઉસ્સગમાંથી જ અનુપ્રેક્ષા ધ્યાન પેદા થઇ શકે છે.
વાંચન માટેનો શોખે ગોખવા પ્રત્યે ઉપેક્ષા ભાવ પેદા કરાવે છે એથી જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાયા છે. કારણ કે ગોખવાની શક્તિ જીવની હોય પણ વાંચન કરતા કરતા થોડું થોડું યાદ રહેતું હોય અને વાંચવા માટે શોખ વધતો જતો હોય વાંચવામાં રસ પડતો હોય તો તે જીવોને પછી ગોખવાનો ટાઇમ કાઢવામાં કંટાળો આવે છે એટલે એ જીવોને ગોખવાને બદલે વાંચી લઇશ અને પુસ્તક સાથે રાખીશ એમ વિચારીને ગોખવામાં અને ગોખીને યાદ રાખવામાં રસ ઓછો થઇ જતાં ગોખવાનું બંધ કરી દે છે આથી કહેવાય છે વાંચનનો શોખ ગોખવામાં રસ નાશ કરી ઉપેક્ષા ભાવ પેદા કરે છે એનાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બાંધે છે.
કાઉસ્સગ = કાયાનો ત્યાગ.
જેટલા ટાઇમ સુધી કાયાનો ત્યાગ કરીને તત્વની વિચારણાઓ કરવી. જગતમાં રહેલા પદાર્થોનું ચિંતવન-મનન કરવું તે કાઉસ્સગ કહેવાય છે.
જગતમાં રહેલા પદાર્થોમાં જે છોડવાલાયક પદાર્થો છે તેમાં છોડવાલાયકની બુદ્ધિ અને ગ્રહણ
Page 29 of 67
Page #30
--------------------------------------------------------------------------
________________
કરવા લાયક પદાર્થો છે તેમાં ગ્રહણ કરવા લાયક રૂપે ચિંતન, મનન કરવા માટે મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા કાયાનો ત્યાગ કરવો એને જ્ઞાની ભગવંતોએ ધ્યાન કહેલું છે.
એ ધ્યાનની એકાગ્રતા કાયાનું હલન ચલન ચાલતું હોય તો જીવને પેદા થઇ શકતું નથી માટે સૌથી પહેલા કાયાના મમત્વને ઘટાડવાના હેતુથી કાયાને વોસીરાવીને એટલે કે જે આસને કાયા રાખેલી હોય તે આસને સ્થિર કરીને પદાર્થોની ચિંતવના અને વિચારણા કરવાથી એકાગ્રતા પૂર્વક ચિંતન થઇ શકે છે.
અત્યારે વર્તમાનમાં કેટલા શ્વાસોચ્છવાસમાં કેટલા પદાર્થનું ચિંતવન કરવું એનું જ્ઞાન ન હોવાથી કાઉસગ્નને વિષે આર્તધ્યાન અને રોદ્રધ્યાનના પરિણામ જીવોને પેદા ન થાય એ હેતુથી મહાપુરૂષોએ લોગસ્સના કાઉસ્સગનું અને નવકારના કાઉસ્સગનું વિધાન કરેલું છે.
(૧) આઠ શ્વાસોચ્છવાસના કાઉસ્સગમાં એક નવકારનો કાઉસ્સગ કહેલો છે.
(૨) પચ્ચીશ શ્વાસોચ્છવાસના કાળમાં એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા પદ સુધીનો કહેલો છે. એક પદ = એક શ્વાસોચ્છવાસ સમજવો આથી પચ્ચીશ પદ બરાબર પચ્ચીશ શ્વાસોચ્છવાસ ગણાય છે. જે જીવોને લોગસ્સ ન આવડે તેવા જીવોને માટે ચાર નવકારના કાઉસ્સગ કહેવાય છે. ચાર નવકારના બત્રીશ શ્વાસોચ્છવાસ થાય છે. ત્રણ નવકારના ચોવીશ શ્વાસોચ્છવાસ અને નવકારનું એક પદ છુટું પાડવાનું ના હોવાથી આખો નવકાર કહેલો જણાય છે માટે ચાર નવકાર કહેલા જણાય છે આથી એ નક્કી થાય છે કે કાઉસ્સગમાં મોટે ભાગે લોગસ્સની કિંમત અને જરૂરીયાત છે જે જીવો ભણી શકે એમ ન હોય, ગોખેલું યાદ ન રહેતું હોય, વાંચતા ન આવડતું હોય એવા જીવોને માટે ન આવડે તો ચાર નવકારનું વિધાન છે એમ સમજવું આથી આજ્ઞા મુજબ લોગસ્સ કરી કાઉસ્સગ કરવો એજ હિતાવહ જણાય છે.
(૧) રાત્રિના પ્રાયશ્ચિત રૂપે પચાસ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કહેલો છે એટલે કે બે લોગસ્સનો કાઉસગ કરવાનું વિધાન છે. રાઇ પ્રતિક્રમણમાં અતિચારની ગાથના કાઉસ્સગ પહેલા એક એક લોગસ્સનો કાઉસ્સગ આવે છે તે સમજવો.
(૨) દિવસના પાપના પ્રાયશ્ચિત રૂપે એક સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કહેલો છે.એ આચરિય વિઝાયે પછી બે લોગસ્સ. એક લોગસ અને એક લોગસ્સ એમ ચાર લોગસ્સનો કાઉસ્સગ આવે છે તે સમજવો.
(૩) વિજ્ઞ નિવારણ માટે શાંતિનો કાઉસ્સગ ૧૧૨ શ્વાસોચ્છવાસનો કરવાનું વિધાન છે જે કારણે ચાર લોગસ્સનો સંપૂર્ણ કાઉસ્સગ આવે છે.
(૪) રાતના કોઇ ખરાબ સ્વપ્ર આવેલું હોય અથવા ચોથા વ્રત સંબંધી વિચારણા પેદા થયેલી હોય તો સવારના ૧૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનું વિધાન છે એટલે ચાર લોગસ્સ સાગરવર ગંભીરા સુધીના કાઉસ્સગ કરવા.
(૫) પંદર દિવસના પ્રાયશ્ચિત રૂપે ૩૦૦ (ત્રણસો) શ્વાસોચ્છવાસના કાઉસ્સગનું વિધાન છે જે બાર લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધીના કરાય છે.
(૬) ચાર મહિનાના પાપના પ્રાયશ્ચિત રૂપે પાંચસો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનું વિધાન છે. જે વીશ લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ કરાય છે.
(૭) બાર મહિમાં થયેલા પાપના પ્રાયશ્ચિત રૂપે એક હજાર આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનું વિધાન છે જે ચાલીશ લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધીના કરવાથી એક હજાર શ્વાસોચ્છવાસ થાય
Page 30 of 67
Page #31
--------------------------------------------------------------------------
________________
અને ઉપર એક નવકારનો કાઉસ્સગ આઠ શ્વાસોચ્છવાસ રૂપે થાય એમ એક હજારને આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ થાય છે જે જીવોને લોગસ્સ ન આવડે તો એ જીવોને એકસોને સાઇઠ નવકારનો કાઉસ્સગ કહેલો છે. કારણ કે શ્વાસોચ્છવાસ એક હજાર આઠથી વધી જ જાય છે માટે એક નવકાર અધિક ગણવાનો નિષેધ છે અર્થાત્ વિધાન નથી.
સૂત્રમાં અક્ષર ઓછા બોલાય અધિક બોલાય કે રહી જાય તો દોષ લાગે છે માટે જ્ઞાની ભગવંતોએ દરેક ક્રિયાઓ ચાર દોષથી રહિત થઇને કરવાનું વિધાન કરેલું છે. (૨) દગ્ધ દોષ.
(૧) અતિ પરિણત દોષ.
(૩) ન્યુન દોષ.
(૪) શૂન્ય દોષ.
(૧) અતિ પરિણત દોષ :- શબ્દો અધિક બોલીને સૂત્રો બોલવા જે પ્રમાણે સૂત્રોના શબ્દો હોય તેના બદલે કેટલાક શબ્દો ડબલવાર બોલાય તે અતિ પરિણત દોષ કહેવાય છે. આથીસૂત્ર બોલતા એ ઉપયોગ રાખવાનો હોય છે કે એકેય શબ્દ ડબલ વાર ન બોલાય એની કાળજી રાખવાની એવી જ રીતે કાઉસ્સગ કરવામાં પણ એજ કાળજી રાખવાની છે. (૨) દગ્ધ દોષ = આ લોકના દુ:ખોનો નાશ કરવા માટે આલોકના સુખો મેવવવા માટે પરલોકના સુખોને મેળવવા માટે ધર્મ કરવો, ધર્મની ક્રિયાઓ કરવી તે દગ્ધ દોષ કહેવાય છે.
(૩) ન્યૂન દોષ - સૂત્રો બોલતા બોલતા શબ્દો ઓછા બોલવા વચમાં વચમાં શબ્દો રહી જાય, તૂટી ન્યૂન દોષ કહેવાય છે. કાઉસ્સગમાં પણ શબ્દો ખવાઇ જવા જોઇએ નહિ.
જાય તે
(૪) શૂન્ય દોષ - સૂત્રો બોલતા કાઉસ્સગમાં પણ જે બોલતા હોય તેના ઉપયોગ વગર બોલવા એટલે મનમાં વિચાર બીજે ચાલતા હોય અને સૂત્ર બોલાતા હોય અથવા સુનમુન થઇને બેસી રહેવું તે શૂન્ય
દોષ કહેવાય છે.
ઉપયોગપૂર્વક આ દોષો પેદા ન થાય એની કાળજી રાખીને ક્રિયાના અનુષ્ઠાનો કરવાનું વિધાન
કહેલું છે.
કાયાનો ત્યાગ કરી મનની એકાગ્રતાને પ્રાપ્ત કરીને કાઉસ્સગ કરતો જાય તો તેનાથી દર્શન મોહનીય કર્મ મંદ પડતું જાય છે. જેમ જેમ દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ મંદ પડતુ જાય તેમ તેમ જીવને વિવેક ચક્ષુ પેદા થતી જાય છે એટલે વિવેક ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ વિવેક પેદા થતો જાય તેમ તેમ સત્તામાં અશુભ કર્મો તીવ્રરસે બાંધેલા પડ્યા હોય છે તે મંદ રસવાળા થતા જાય છે. આ રીતે મદ રસવાળા કરવા એ સકામ નિર્જરા કહેવાય છે અને નવા બંધાતા અશુભ કર્મો મંદરસે બંધાતા જાય છે તેમજ નવા બંધાતા શુભ કર્મો તીવ્ર રસે બંધાતા જાય છે તેમજ સમયે સમયે આત્માની અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતો જાય છે.
જેમ જેમ સકામ નિર્જરા સમયે સમયે વધતી જાય એને દેશ નિર્જરા કહેવાય છે અને આત્માની વિશુધ્ધિ વધે છે તે દેશ સંવર કહેવાય છે કારણકે તીવ્રરસે અશુભ કર્મોનો બંધ અટકી ગયો એજ મોટો લાભ છે. સર્વસંવર અને સર્વ નિર્જરા ચૌદમા ગુણસ્થાનકે જીવને પ્રાપ્ત થાય છે બીજે નહિ માટે દેશ સંવર દેશ નિર્જરા કહેવાય છે. આની શરૂઆત મિથ્યાત્વની મંદતાથી જ થાય છે.
મિથ્યાત્વની મંદતા વગર જીવો ગમે તેટલો નિરતિચારપણે ભગવાનના શાસનની આરાધના કરે તો પણ અશુભ કર્મોનો મંદરસ બંધાવવામાં સહાયભૂત થતી નથી. તીવ્રરસે કર્મબંધ થયા કરે છે.
Page 31 of 67
Page #32
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વની મંદતા એટલે ભગવાનના શાસનના માર્ગને ઓળખવાની શરૂઆત થવી. કાયાને સ્થિર કરીને મનની એકાગ્રતા પૂર્વક કાઉસ્સગ કરે તો જ પાપનો નાશ થાય છે.
છ આવશ્યકમાંથી ચોથા પ્રતિક્રમણ સૂત્રોથી જે પાપો નાશ પામ્યા હોય એમાં કોઇ એવું પાપ છદ્મસ્થપણાના કારણે અશુધ્ધ રૂપે રહી ગયેલ હોય તેનો અપરાધ હજી દૂર થયેલો ન હોય અને ખટક્યા કરે એવો જે અપરાધ શરીરમાં થયેલા ગુમડાની જેમ ગણાય છે. જેણે વ્રણ કહેવાય છે.
જેમ શરીરને વિષે એવી જગ્યાએ ગુમડું થયેલું હોય એ ગુમડું કે ગાંઠ શરૂઆતમાં એકદમ નાનું હોય દુઃખાવો ય ન હોય પણ દિવસો જતા જતા એ ગાંઠ કે ગુમડું વધતા વધતા મોટું થતું જાય અને તેનો દુઃખાવો થાય, શરીરમાં બેચેનો થાય, અશક્તિ વધતી જાય, કામ કરવામાં રસ ન પડે, થોડું કામ કરે અને શરીર થાકી જાય, એનાથી મન વિહવળ બન્યા કરે, રહ્યા કરે તો એવી ગાંઠ કે ગુમડાંને વ્રણ કહેવાય છે. એવા શરીરના વ્રણની ચિકિત્સા જેમ ડોક્ટરો કરે છે એમ અહીં જીવનમાં પાપ પ્રવૃત્તિ કરતા કરતા કોઇ એવો અપરાધ થઇ ગયો હોય કે જે પાપોને યાદ કરી કરીને ચોથા આવશ્યકમાં એ પાપો નાશ કર્યા હોય છતાં પણ વ્રણ રૂપે પાપોને નાશ કરવાના બાકી રહી ગયેલા હોય તે પાપો આ કાઉસ્સગ નામના આવશ્યકથી નાશ પામે છે માટે એને માટે આ કાઉસ્સગ નામનું પ્રતિક્રમણ છે.
પાપ છૂટતા જાય, પાપનું પોટલું ખાલી થતું જાય, આત્મા વિશુધ્ધ બનતો જાય અને આત્મામાં આનંદ આનંદ પ્રાપ્ત થતો જાય એટલે કે વધતો જાય છે.
આ રીતે પાંચમા કાઉસ્સગ નામના આવશ્યકથી અપરાધ રૂપ થયેલ પાપથી છૂટકારો થયો નહોતો એ છૂટકારો પેદા થતાં એટલે એ અપરાધોનો મિચ્છામિ દુક્કડં દેતા એ પાપોથી આત્મા હળવો ફ્લ બની જાય છે. આથી જ્ઞાની ભગવંતોએ જગતમાં રહેલા પદાર્થોને જે રીતે જોયેલા છે-જાણેલા છે તે રીતે એ પદાર્થોને જોવાની અને જાણવાની શક્તિ પેદા થતી જાય છે કે જેને વિવેકનો વિકાશ પેદા થયો એમ કહેવાય
છે. જો શુધ્ધ પરિણામથી આ પાંચમુ આવશ્યક કરવામાં આવે તો જીવ સંવર અને નિર્જરાને વિષે આત્માને સ્થિર કરતો કરતો અનંત ગુણ વિશુધધિમાં સમયે સમયે આગળ વધતો જાય છે તેમ તેમ મોહનીય કર્મના ક્ષયોપશમભાવથી આત્મામાં વિવેક પેદા થતો જાય છે અને એ વિવેક ચક્ષુથી જગતમાં રહેલા પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તેવા સ્વરૂપે પોતાના આત્મામાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જણાતા જાય છે
અર્થાત્ જણાય છે. આ કાઉસ્સગ આવશ્યકનું પ્રત્યક્ષ ફ્ળ છે કારણકે વિવેક પેદા થતા હેય પદાર્થો હેય રૂપે ઉપાદેય પદાર્થો ઉપાદેય રૂપે જ્ઞાનાવરણીય કર્મનાં ક્ષયોપશમ ભાવથી જણાતા જાય છે.
Page 32 of 67
Page #33
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ આવરયડ
પાંચમા આવશ્યકથી આત્મામાં વિવેક પેદા થતાં હેય પદાર્થો હેય રૂપે અને ઉપાદેય પદાર્થો ઉપાય રૂપે જણાવવા લાગ્યા એનાથી હેય પદાર્થો આત્માનું અહિત કરનારા છે અને ઉપાદેય પદાર્થો આત્માનું હિતા કરનારા છે એમ જ્ઞાન પેદા થયું એના પ્રતાપે પોતાની શક્તિ મુજબ અહિત કરનારા પદાર્થોનો ત્યાગ કરતો જાય છે અને જેમ જેમ અહિત કરનારા પદાર્થોનો વિશેષ રીતે ત્યાગ થતો જાય છે આથી એ પદાર્થો વગર જીવન જીવી શકાય છે એનો અંતરમાં આનંદ પેદા થતો જાય છે. આ આનંદના પ્રતાપે પોતાના મન-વચન અને કાયાથી દુ:ખ વેઠવાની શક્તિ પેદા થતી જાય છે એટલે કે સહનશક્તિ વધતી જાય છે અને જે અહિત કરનારા પદાર્થોનો ત્યાગ થયો નથી એવા પદાર્થોને વિષે સંતોષ પેદા થતો જાય છે અને છઠ્ઠ પચ્ચકખાણ આવશ્યક કહેવાય છે.
જેટલા અધિક વાર ખાવામાં આવે એનાથી આત્માનું અહિત વધારે થતું જાય છે કારણ કે જ્ઞાની. ભગવંતોએ ખાવું એ પાપ કહેલું છે. આહાર કરવો એ પાપ છે અણાહારીપણું એ જ આત્માનો ગુણ છે.
ખાવાના જેટલા પદાર્થોનો ત્યાગ થાય ખાવામાં જેટલા ટંક ઓછા થાય એટલે આત્માનું અહિત થતું બચે છે એટલે કે આત્મા પોતાના અહિતથી બચે છે કારણકે ખાવું એ પાપ છે માટે.
છોડવા લાયક પદાથાને છોડવા લાયક રૂપે જાણ્યા પછી જેટલા પદાર્થોને છોડવાની ઇચ્છા થાય એટલે એ પદાર્થોનું પચ્ચકખાણ કરવાનું મન થાય છે.
શ્રાવકને શક્તિ હોય તો એક જ ટંક વાપરવાનું (ખાવાનું) વિધાન છે. જો એટલી શક્તિ ન હોય તો બે ટંક વાપરવાનું વિધાન છે. એનાથી અધિક ટંક વાપરવાનું વિધાન નથી.
જેમ બને તેમ ઓછા પદાર્થોથી એકાસણું બિયાસણું કરીને સહન કરતો જાય જેમ જેમ સહન કરે તેમ તેમ મન, વચન, કાયાથી સહન કરવાની એટલે દુ:ખને વેઠવાની શક્તિ વધતી જાય છે અને એથી શરીરની શક્તિ જળવાઇ રહે છે. આથી એકાસણાના એક ટૂંકમાં સવાર કે સાંજનું ભોજન ચા-નાસો કે
સાણ વાપરે નહિ. બપોરના જે ભોજન થયેલું હોય તે જ વાપરીને એકાસણું કરે તો સવાર-સાંજના. આહારના ત્યાગનો અંતરમાં આનંદ પેદા થતો જાય.
આ રીતે છઠું આવશ્યક પચ્ચખાણ રૂપે જીવનમાં કરતા જીવને પોતાના અંતરમાં સહજ રીતે અનુકૂળ પદાર્થોનું અર્થીપણું એ દુ:ખરૂપ છે એવી બુધ્ધિ પેદા થતી જાય છે અને સ્થિર થતી જાય છે. કારણ
Page 33 of 67.
Page #34
--------------------------------------------------------------------------
________________
કે પચ્ચકખાણ કરવાથી ત્યાગવૃત્તિ પેદા થઇ અને બાકીના જે પદાર્થો રહેલા છે તેમાં સંતોષ ભાવ પેદા થતો જાય છે એનાથી આત્મામાં અનુકૂળ પદાર્થોનું અર્થીપણું એ જ દુ:ખરૂપ છે. દુ:ખનું ફળ આપનારું છે અને દ:ખની પરંપરા વધારનારૂં છે આવું લાગે છે અને આવા વિચારો પેદા થતા જાય એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેનો સુખનો ભાવ-એની આસક્તિ એનો રાગ ખરેખર એજ છોડવાલાયક છે એમ લાગતું જાય છે કારણકે એ પદાર્થો મારે જે સુખ જોઇએ છે એ સુખ આપવામાં-પેદા કરવામાં સહાયભૂત થતા નથી પણ ઉપરથી એ સુખ પેદા ન થાય એ રીતે વિપ્ન કરનારા થાય છે અને દુ:ખ આપવામાં સહાયભૂત થતા જાય
છે.
આથી મારે જે સુખ જોઇએ છે એ સુખને મેળવવામાં સહાયભૂત થતા ન હોવાથી એ અનુકૂળ પદાર્થોનો રાગ-આસક્તિ અને મમત્વ વિઘ્ન રૂપ બનીને આત્માને દુ:ખી દુ:ખીને દુઃખી જ કરે છે.
વર્તમાનમાં શરીર-ધન અને કુટુંબ વગેરે સુખાકારી પદાર્થો મળેલા છે તે ભૂતકાળમાં પુણ્ય બાંધીને આવેલો છું એના પ્રતાપે મળેલા છે તો જે પુણ્ય આ સામગ્રી આપી છે એજ પુણ્ય એને ટકાવશે એજ પુણ્ય એને સાચવશે માટે એ પદાર્થોને ટકાવવાની અને સાચવવાની વિચારણાઓ મારે કરવા જેવી નથી. જેટલી એ પદાર્થોની વિચારણાઓ અને ચિંતા કરતો જાઉં છું એટલો હું આત્મિક ગુણો પેદા કરવામાં અથવા આત્મિક સુખોને પેદા કરવામાં પાછો ધકેલાતો જાઉં છું એટલે કે મારાથી આત્મિક સુખ દૂરને દૂર થતું જાય
છે.
આ વિચારના પ્રતાપે પચ્ચખાણ કરવાથી ત્યાગનો વૃત્તિ એટલે ત્યાગની ભાવનાઓ પેદા થઇ ત્યાગ કરતો થયો એના પ્રતાપે સંતોષ ગુણ પેદા થતો ગયો અને એના પ્રતાપે જે મલે તે ચલાવી લેવાની. વૃત્તિવાળો થયો એટલે સહન કરવાની ભાવના પેદા થવા માંડી અને સહન કરતો થયો એને જ જ્ઞાની ભગવંતો આ છઠ્ઠ પચ્ચખાણ નામનું આવશ્યક કહે છે.
આથી પચ્ચખાણથી ત્રણ ગુણ કેળવાય છે. (૧) ત્યાગ કરવાનો સંસ્કાર પડે છે. (૨) સહન શક્તિ = જે મલે તેનો કષાય પેદા કર્યા વગર સ્વીકાર. (૩) સંતોષ ગુણ પેદા થાય. આ ત્રણ ગુણોને લીધે વૈરાગ્ય ભાવ કેળવાશે.
સાંજે ચઉવિહારનું પચ્ચખાણ કરનારને ચારે પ્રકારના આહારના ત્યાગનો આનંદ આવવો જ જોઇએ. (અસન-પાન-ખાદિમ અને સ્વાદિમ આ ચાર આહાર કહેવાય છે.)
જે જીવોની, સાંજે ચઉવિહાર કરી શકે એવી શક્તિ નથી એટલે ચઉવિહાર કરવાથી સમાધિ ટકતી નથી અને રાતના સમયે પાણી વગર ચાલે નહિ એવું જે જીવોને બને એ જીવો માટે તિવિહારનું પચ્ચકખાણા કરવાનું કહેલ છે. બાકી તો ચઉવિહાર જ કરવાનું વિધાન કહેલું છે.
જેમ જેમ જ્ઞાન પેદા થતું જાય તેમ તેમ આહારાદિ સંજ્ઞાઓને સંયમિત કરવાની છે. સંજ્ઞાઓને આધીન થઇને જીવવાનું નથી.
સંજ્ઞાઓને આધીન થઇને જીવીશ તો દુર્ગતિમાં ચાલ્યો જઇશ આવા વિચારો કરીને સંજ્ઞાઓને સંયમિત કરતા કરતા એનો નાશ કરવાનો છે.
Page 34 of 67
Page #35
--------------------------------------------------------------------------
________________
છ આવશ્યકતા વિશેષણો
(૧) તચિત્ત. (૨) તમન. (૩) તફ્લેશ્યા. (૪) તગત અધ્યવસાય. (૫) તતીવ્ર અધ્યવસાય. (૬) તઅર્થ ઉપયુક્ત. (૭) અર્પિત કરણ અને (૮) તભાવના ભાવિત.
(૧) તચિત્ત :- આ છએ પ્રકારના આવશ્યક જ્યારે જીવ કરતો હોય ત્યારે જે જે આવશ્યક ચાલતું હોય તે આવશ્યકના સૂત્રોને વિષે સામાન્યથી ઉપયોગવાળો હોય એને તચિત્ત ઉપયોગવાળો. કહેવાય છે. એટલે કે જ્યારે જીવ પોતે આવશ્યક કરતો હોય તો એ આવશ્યકના સૂત્રો બોલતા બોલતા એ સૂત્રોના શબ્દમાં સામાન્ય ઉપયોગ રાખીને બોલે તો તેને તચિત્ત ઉપયોગવાળો કહેવાય છે અને સમુદાયમાં આવશ્યક કરતો હોય તો એક સૂત્રો બોલતા હોય છે અને બાકીના જીવો બોલાતા સૂત્રોને વિષે સાંભળવાનો ઉપયોગ રાખીને સામાન્ય ઉપયોગથી સાંભળતા હોય તેને તચિત્ત ઉપયોગવાળા કહેવાય છે.
આ રીતે ઉપયોગ રાખીને સાંભળતા આખા દિવસમાં જે પાપ થયેલા હોય તે પાપની સકામ નિર્જરા શરૂ થાય છે એટલે કે આખા દિવસમાં પાપ કરતા કરતા અશુભ કર્મોનો રસ તીવ્રરસે બંધાયેલો હોય અથવા બંધાઇ ગયો હોય અને નિકાચીત રૂપે થયેલ ન હોય તો આ આવશ્યકના સૂત્રો બોલતા કે સામાન્ય ઉપયોગથી સાંભળતા એ અશુભ કર્મોનો રસમંદ કરી શકે છે. આની સાથે સાથે શુભ કર્મો મંદરસે બંધાયેલા હોય તો તે તીવ્રરસવાળા કરી શકે છે અને નવા બંધાતા શુભકર્મો તીવ્રરસે બાંધતો જાય છે અને નવા બંધાતા અશુભ કર્મો મંદરસે બાંધતો જાય છે.
સૂત્રો ન આવડતા હાય તો મન પરોવીને એટલે મનની એકાગ્રતા રાખીને સૂત્રોને સાંભળવાના છે. આવશ્યક આ રીતે કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે અને નિકાચીત પણ થાય છે. મોહની નિદ્રામાં પડેલા જીવને જાગ્રત કરવો બહુ કઠીન છે. ભગવાનની ભક્તિમાં વિષય અને કષાયની પુષ્ટિ ના થઇ જાય તેની કાળજી રાખવો જ પડે. મનની એકાગ્રતા લાવવા માટે આવશ્યક રોજ જરૂરી છે.
Page 35 of 67
Page #36
--------------------------------------------------------------------------
________________
સૂત્રો સામાન્ય ઉપયોગથી અને વિશેષ ઉપયોગથી બોલવા અને સાંભળવા એ હજી (હજ) ઘણું સહેલું છે પણ અશુભ વિચારો (પરિણામો) કાઢીને શુભ વિચારોમાં (પરિણામોમાં) સ્થિર થઇને સૂત્રો બોલવા અને સાંભળવા ખુબજ મુશ્કેલ છે.
સૂત્રો બોલતા કે સાંભળતા જો અશુભ પરિણામ પેદા થાય તો આપણે પોતે સાંભળી શકીએ એટલા. માટોથી સૂત્રો બોલવાની શરૂઆત કરવી જેથી એ સૂત્રોના શબ્દોનો ગુંજારવ પેદા થયેલા અશુભ વિચારોને અથવા પરિણામોને દૂર કરી શકે.
આ રીતે સૂત્રો બોલે તે તચિત્ત લોકોત્તર આવશ્યક કહેવાય છે.
(૨) તદમન :- આવશ્યક ક્રિયાના સૂત્રોને વિષે ક્રિયા કરતા કરતા વિશેષ ઉપયોગ રાખીને એટલે કે મનની એકાગ્રતા પ્રાપ્ત કરીને આવશ્યક કરાય તેને તન્મન આવશ્યક કહેવાય છે. આ લોકોત્તર આવશ્યકથી-તચિત્તથી જે પ્રમાણે જીવને સકામ નિર્જરા થાય છે એનાથી વિશેષ સકામ નિર્જરા થાય છે એટલે અશુભ પ્રવૃતિઓનો તીવ્રરસ બંધાયેલો સત્તામાં પડેલો હોય છે તે વિશેષ રીતે મંદ થાય છે એ મંદરસ ઉદયમાં આવે તો જીવને અશુભ પરિણામ લાંબાકાળ સુધી ટકતો નથી તથા બંધાતી અશુભ પ્રવૃતિઓ મંદરસે બંધાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓ તીવ્રરસે બંધાય છે. અને શુભ પ્રકૃતિનો રસ મંદરસે બંધાયેલો હોય તે તીવ્રરસે થતો જાય છે આથી તન્મન થી જે પરિણામ સારા પેદા થયેલા હોય તે લાંબાકાળ સુધી ટકી રહે છે. સારા વિચારો સારી ભાવનાઓ પણ લાંબાકાળ સુધી ટકી રહે છે અને પોતાની શક્તિ મુજબ સારું જીવન જીવવા માટે પ્રયત્ન કરવાનું મન થતું જાય છે અને જીવન જીવતો થાય છે અને તન્મના લોકોત્તર ભાવ આવશ્યક કહેવાય છે.
પત્નિ પ્રત્યે જેવો રાગ રાખે તે પ્રમાણે ભગવાનની ભક્તિ કરે અને માતા પિતા પ્રત્યે જેવો રાગ રાખી ભક્તિ કરે તે બન્ને રીતે ભગવાનની ભક્તિ કરે તો મંદિર જવાના ભાવથી ઉપવાસનું ળ મલે.
સુખ મેળવવા માટેની બુદ્ધિ પાપરૂપ છે અને પાપ કરાવનારી છે દુર્ગતિમાં લઇ જનારી છે આ લક્ષ્ય અંતરમાં પેદા થાય તો મોક્ષનું લક્ષ્ય એની જાતે પેદા થાય.
દુનિયાનું સુખ જીવને સદા માટે ભયભીત રાખે છે એનામાં અભય આપવાની તાકાત નથી જ.
(3) તલેશ્યા અથવા તલ્લેશ્યા :- લેશ્યા એટલે આત્માનો પરિણામ. સામાન્ય રીતે લેશ્યા બે પ્રકારની હોય છે. (૧) દ્રવ્ય લેશ્યા, (૨) ભાવ લેશ્યા. એટલે આત્માના પરિણામ.
એ આત્માના પરિણામથી જીવો જગતમાં રહેલા વેશ્યાના પુગલોને ગ્રહણ કરીને એ રૂપે પરિણામ પમાડી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે તે દ્રવ્ય લેશ્યા કહેવાય છે. મનુષ્યો અને તિર્યંચોને દ્રવ્યલેશ્યા તેમજ ભાવલેશ્યા સાથે જ હોય છે જેવો પરિણામ જીવને પેદા થાય એવા જ જગતમાં રહેલા દ્રવ્ય લશ્યાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જેમકે અશુભ પરિણામ પેદા થાય તો જગતમાં રહેલા અશુભ લેશ્યાના પુદ્ગલોને ગ્રહણ કરે છે વેશ્યા જ હોય છે. (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપોત વેશ્યા, (૪) તેજો વેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેશ્યા. એમાંથી પહેલી ત્રણ લેશ્યા અશુભ ગણાય છે. આ દરેક વેશ્યાના અસંખ્યાતા અસંખ્યાતા ભેદો હોય છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાના અસંખ્યાતા અસંખ્યાતા પરિણામ રૂપે ભેદો હોય છે માટે જ્ઞાની ભગવંતોએ દરેક વેશ્યાના જધન્ય મધ્યમ અને ઉત્કૃષ્ણ એમ ત્રણ ભેદો ધેલા છે.
છ એ વેશ્યા એકથી છ ગુણસ્થાનકમાં હોય છે તેમાં જ્યાં સુધી જીવો મોક્ષના અભિલાષવાળા ના થાય ત્યાં સુધી અશુભ ત્રણ લેશ્યા મધ્યમ અને તીવ્રરસવાળી હોય છે જ્યારે ચોથા, પાંચમા, છઠ્ઠા
Page 36 of 67
Page #37
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં રહેલા જીવોને કદાચ અશુભ લેશ્યા પેદા થાય તો તે મધ્યમ અને જઘન્ય રૂપે પદા થાય છે. પહેલા ગુણસ્થાનકે મોક્ષમાર્ગમાં દાખલ થતા મોક્ષના અભિલાષવાળા જીવોને અને એમાં આગળ વધતા જીવોને શુભ લેશ્યા હોય છે. કોઇકવાર મોક્ષમાર્ગમાં આગળ વધતા જીવોને અશુભ લેશ્યા જઘન્ય કે મધ્યમ પરિણામવાળી આવી શકે છે અહીં આવશ્યક સૂત્રો બોલનાર-સાંભળનાર જીવોને શુભ પરિણામ રહેલા હોય છે. અશુભ પરિણામ આવી ન જાય એની કાળજી રાખે છે અને કોઇવાર અશુભ પરિણામ-વિચાર આવી જાય તો ટકી ન શકે એની કાળજી રાખે છે એ રીતે અશુભ પરિણામ પેદા ન થાય-પેદા થયેલા ટકે નહિ અને દૂર થાય એની કાળજી રાખીને આવશ્યક કરતાં સૂત્રો બોલવા અને સાંભળવા તે તલ્લેશ્યા લોકોત્તર આવશ્યક કહેવાય છે.
શુભ પરિણામમાં દાખલ થવાનો પ્રયત્ન કરો તેના સંસ્કાર પાડો તો જીવ સંવર અને નિર્જરામાં દાખલ થઇ શકે છે.
ક્રિયા કુલાચારથી થાય છે પણ તે કરતા કરતા જો રસ પડવા માંડે તો જરૂર આનંદ આવે.
દરેક ક્રિયાના અનુષ્ઠાનો શુભ પરિણામોથી કરા અને એ રીતે કરવા જરૂર પ્રયત્ન કરો અશુભ પરિણામો આવી જાય તો તેને આધીન ન થાવ જોકે આમ કરવું ઘણું દુષ્કર છે પણ પરિણામ સુધારવા માટે આજ કરવું પડશે.
શુભ પરિણામ લાવવા સૂત્ર મોટેથી બોલવું. ન આવડે તો મનને સાંભળવામાં એકાગ્ર કરવું.
પ્રતિક્રમણના સૂત્રો બોલતા કે સાંભળતા આલોકના સુખની સુખાકારીની ઇચ્છાઓ જેમકે શરીર સારૂં છે. કુટુંબમાં તકલીફ નથી, શાંતિ છે ઇત્યાદિ. એવી જ રીતે શરીરમાં વ્યાધિ એટલે રોગાદિ થયેલા. હોય તેને દૂર કરવાની વિચારણાઓ-કુટુંબમાં કોઇને અશાતા હોય તે દૂર કરવાની વિચારણાઓ કરવી. તેમજ પરલોકના સુખની ઇચ્છાઓથી ક્રિયાઓ કરવી એ અશુભ વિચારણાઓ કહેવાય છે. આવી. વિચારણાઓથી થતી ક્રિયાઓ તલ્લેશ્યા વાળી ક્રિયાઓ ગણાતી નથી. આ વિચારણાઓ સિવાયની આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય એવી વિચારણાઓ રાખીને નિરાશસભાવે સૂત્રો બોલતા હોય અથવા સાંભળતા હોય તો તે તફ્લેશ્યા વાળું લોકોત્તર આવશ્યક કહેવાય છે.
આ રીતે કરવાથી આત્મિક ગુણોને નુક્શાન કરનાર પેદા ન થવામાં વિઘ્ન કરનાર એવા જે અશુભ કર્મો તીવ્રરસવાળા હોય તે જરૂરથી નાશ પામે છે તેમજ ગુણોને વિષે સ્થિરતા પેદા કરાવે છે આથી અનુકૂળ પદાર્થોના સુખમાં લીન થવા દેતા નથી. વૈરાગ્યભાવ પેદા કરાવી આત્મિક ગુણોનો આંશિક આનંદ પેદા કરાવ્યા વગર આ ક્રિયા રહેતી નથી. તારનારી ચીજો પ્રત્યે રાગ વધારવાનો પ્રયત્ન કરો અને ડૂબાડનારી ચીજો પ્રત્યેનો રાગ ઓછો કરો તોજ નિરાશસભાવ પેદા થશે.
(૪) તદ્ગત અધ્યવસાય :- આવશ્યક સૂત્રો બોલતા અને સાંભળતા અશુભ લેશ્યાના પરિણામનો ત્યાગી થાય છે અને શુભ લેશ્યાના પરિણામવાળો બને છે. એ રીતે વારંવાર કરતા કરતા શુભા પરિણામની સ્થિરતા પ્રાપ્ત થાય એટલે જીવ જે સૂત્ર બોલતો હોય અથવા જે સૂત્રો સાંભળતો હોય તે સૂત્રોના ઉપયોગમાં એટલે કે એના શબ્દોમાં એવા જ અધ્યવસાયવાળો બને છે એટલે કે એ સૂત્રોના શબ્દોને વિષે મનને એકાગ્ર કરવું, મનની સ્થિરતા પ્રાપ્ત કરવી તે તગત અધ્યવસાય કહેવાય છે.
શરીરનો રાગ અને શરીરની સુખાકારીનો આનંદ જીવને સારા પરિણામ પેદા થવા દેતો નથી. ઉપયોગપૂર્વક ક્રિયા કરવામાં ન આવે તો સંવરની ક્રિયા આશ્રવની બની જાય છે.
Page 37 of 67
Page #38
--------------------------------------------------------------------------
________________
તદ્ અધ્યવસાયથી કરેલી આવશ્યક ક્રિયાથી જે આનંદ પેદા થાય છે એ આનંદના પ્રતાપે સંસારમાં અનુકૂળ પદાર્થોની વિચારણાઓનો આનંદ પેદા થતો હતો તે આનંદ અંતરમાં દુ:ખરૂપ લાગતા ધીમે ધીમે એ આનંદ નાશ પામતો જાય છે અને સૂત્રોના આનંદમાં મોટો ભાગ જીવનો પસાર થતો જાય છે. તે તર્ગત અધ્યવસાય લોકોત્તર આવશ્યક કહેવાય છે.
(૫) તતીવ્ર અધ્યવસાય :- આવશ્યક સૂત્રો વિશેષ ઉપયોગપૂર્વક ધ્યાન દઇને એકાગ્રચિત્તે અને ચિત્તની પ્રસન્નતાપૂર્વક બોલે અને સાંભળે આ રીતે બોલતા અને સાંભળતા અત્યાર સુધી અનુકૂળ પદાર્થોની સામગ્રીની ક્ષણિક શાંતિનો અનુભવ થતો હતો કે જે શાંતિ નાશપૂર્વકની રહેતી હતી એના બદલે હવે શાશ્વતી શાંતિનો અનુભવ શરૂ થાય છે એ શાંતિના અનુભવથી આત્મામાં એવો આનંદ પેદા થાય કે જે આનંદ અત્યાર સુધી પેદા ન થયો હોય એનાથી વિશેષ પેદા થતો જાય છે કે જેના કારણે અનુકૂળ પદાર્થોનો આનંદ આ આનંદની આગળ તુચ્છ લાગે છે અને એ તુચ્છતાના કારણે એ અનુકૂળ પદાર્થોના સુખો દુ:ખ રૂપ લાગતા જાય છે. જેમ જેમ તીવ્ર અધ્યવસાયની એકાગ્રતાથી સૂત્રો બોલાય તેમ સહજ રીતે ક્ષયોપશમભાવ પેદા થતો જાય એમાં મિથ્યાત્વની મંદતા પેદા થતાં શાશ્વત શાંતિના અનુભવના કારણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવ પેદા થતાં જ એ અનુકૂળ પદાર્થોનું સુખ દુ:ખ રૂપ લાગે જ. આ અનુભવ પૂર્વક બોલાતા સૂત્રો અને સાંભળતા આનંદ પેદા કરાવે તેને તર્તીવ્ર અધ્યવસાય લોકોત્તર આવશ્યક કહેવાય છે.
સંવેગ પૂર્વકનું સામાયિક નરકગતિ બંધાયેલી હોય તે તોડી શકે છે.
સાધુ ભગવંતો એ ધન્ના અણગારને આંખ સામે રાખીને સાધુપણું પાળવાનું અને શ્રાવકોએ પુણીયા શ્રાવકને આંખ સામે રાખીને ધર્મ આરાધના કરવાની છે તોજ સુખમય સંસાર દુઃખમય લાગતો જાય.
તર્તીવ્ર અધ્યવસાયથી સૂત્રો બોલતા કે સાંભળતા અર્થોને જાણ્યા વગર અર્થોનું જ્ઞાન મેળવ્યા વગર આટલો આનંદ પેદા થતો જાય છે તો એ સૂત્રોના અર્થોને જાણતો થાઉં એ સૂત્રોના અર્થની વિચારણા કરતો થાઉં તો મને જરૂર આના કરતાં વિશેષ આનંદ પેદા થાય જ. અર્થાત થયા વગર રહે નહિ. આથી વિશેષ આનંદ પેદા કરવા અને ટકાવવા માટે સૂત્રોના અર્થોને જાણવાની જિજ્ઞાસા અંતરમાં પેદા થતી જાય. છે અને પોતાની શક્તિ મુજબ સમય કાઢીને ગુરૂ ભગવંત પાસે સૂત્રોનાં અર્થોને જાણવાનો પ્રયત્ન કરતો જાય છે. આજ પ્રતિક્રમણ સૂત્રોને બોલવાની અને સાંભળવાની ફ્લશ્રુતિ છે.
(૬) તઅર્થ ઉપયત :- સૂત્રો બોલતા અને સાંભળતા એ સૂત્રોના અર્થની વિચારણા કરતા ઉપયોગપૂર્વક આવશ્યકની ક્રિયા કરતા વિશેષ રીતે સંવેગ ગુણની પ્રાપ્તિ થતી જાય છે જેમ જેમ સંવેગની વૃદ્ધિ થતી જાય તેમ તેમ ચિત્તની પ્રસન્નતા વધતી જાય છે. ગુણોની પ્રાપ્તિ કરવામાં અશુભ કર્મોનો ઉદય પણ સ્થિરતા-પ્રસન્નતા અને સમાધિભાવ ટકાવવામાં સહાયભૂત થાય છે આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી જીવો ગુણપ્રાપ્તિ કરતા નથી ત્યાં સુધી એ બંધાતા અશુભ કર્મો ગુણો પેદા થવાને બદલે નાશ કરવામાં સહાયભૂત થાય છે એટલે કે જીવોને આત્મિક ગુણોથી દૂર રાખીને અનુકૂળ પદાર્થોના રાગને વધારવામાં અને ટકાવવામાં સહાયભૂત થાય છે એજ મોટું નુક્શાન કહેલું છે.
સુખના હેતુથી ધર્મક્રિયા જ જીવોને રખડ પટ્ટી કરાવે છે. આત્મિક ગુણ પેદા કરવામાં દર્શન મોહનીયની મંદતા જ કરવાની હોય છે. અશુભ ભાવથી કરેલી ધર્મક્રિયા કરતા સુખના હેતુથી કરેલી ક્રિયા ગુણ પ્રાપ્ત કરવામાં વિશેષ રીતે
Page 38 of 67
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુણોને દુર્લભ બનાવવામાં સહાયભૂત થાય છે.
વીતરાગ પરમાત્માની કરૂણા ઝીલવાની યોગ્યતા પેદા કરો કૃપા તો હજી ઘણી છેટી છે.
વિશેષ રીતે સંવેગ ગુણને પ્રાપ્ત કરીને આવશ્યક સૂત્રો બોલતા અને સાંભળતા જે ઉપયોગ રાખીને આવશ્યક કરે છે તે તદ્નર્થ ઉપયોગ લોકોત્તર આવશ્યક કહેવાય છે.
(૭) તઅર્પિત કરણ :- આવશ્યકને વિષે પોતાનું શરીર રજોહરણ અથવા ચરવળો અને મુખવસ્ત્રિકા (મુહપત્તિ) આ સાધનો જે પ્રમાણે રાખવાના જ્ઞાની ભગવંતોએ કહેલા છે તે પ્રમાણે ઉપયોગપૂર્વક શરીરની શુધ્ધિ રાખીને જ્યારે જ્યારે ઉપયોગ કરવાનો આવે ત્યારે ત્યારે ભગવાનની આજ્ઞા મુજબ રાખીને ઉપયોગપૂર્વક આવશ્યકની ક્રિયા કરવી તેને તઅર્પિત કરણ લોકોત્તર આવશ્યક કહેવાય
છે.
કાયાની એટલે શરીરની સ્થિરતા રાખીને વિધિમાં ઉપયોગ રાખી ક્રિયા કરવામાં આવે તો આત્મામાં સંવેગ પેદા થતો જાય છે.
સ્વાધ્યાય સમાન બીજો તપ નથી મનની એકાગ્રતા પેદા કરવા માટે સ્વાધ્યાય કરો સૂત્રોનું-અર્થોનું પરાવર્તન કરતા કરતા અનુપ્રેક્ષા કરતાં શીખો તો નિર્જરા વધારે થાય છે.
તઅર્પિત કરણથી આવશ્યક કરતા કરતા આત્મામાં અનંતગુણ અનંતગુણની વૃધ્ધિથી સમયે સમયે વિશુધ્ધિ વધતી જાય છે અને કર્મોની નિર્જરા વિશેષ થાય છે.
(૮) તદ્દભાવના ભાવિત ઃ- જેમ શરીરને વિષે અંગ ઉપાંગ અને અંગાપાંગ એક મેક થઇને રહેલા હોય છે અને તે શરીરના એક ભાગ રૂપે જ ગણાય છે તેમ અનંતગુણ વિશુધ્ધ થયેલો આત્મા આવશ્યકના અનુષ્ઠાનને વિષે પોતાના મનને એકમેક બનાવીને ક્રિયા કરતો હોય છે એટલે કે સૂત્રને વિષે સૂત્ર અને અર્થને વિષે સૂત્રના અર્થોને વિષે એના ઉપયોગની સાથે જે ક્રિયા કરે છે એ ક્રિયાનો ઉપયોગ પણ એકમેક થયેલો હોય છે એને તદ્ભાવના ભાવિત લોકોત્તર આવશ્યક કહેવાય છે.
(૯) અન્યત્ર કુન્નચિત્તમ્ - ભાવનાથી ભાવિત થયેલો આત્મા અનંત ગુણ વિશુધ્ધિના પરિણામે પોતાના મન-વચન અને કાયાને આવશ્યકની ક્રિયા સિવાય બીજી કોઇ ક્રિયામાં રોકતો નથી. અર્થાત્ જવા દેતો નથી એને અન્યત્ર કુન્ન ચિત્ત લોકોત્તર આવશ્યક કહેવાય છે.
આવતા કર્મોને રોકાય પછી નિર્જરા થાય નિર્જરા થાય પછી જ ઉપાસના થાય.
કાઉસગ્ગ એ આત્માનું ચિંતવન (ચિંતન) છે.
છ આવશ્યકને વિષે સામાયિક ચઉવીસત્યો અને પ્રતિક્રમણ આ ત્રણ આવશ્યક સંવર રૂપે ગણાય છે. સંવર એટલે આવતા કર્મોને રોકવા તે.
સામાયિક નામના આવશ્યકથી સાવધ વ્યાપારથી જે કર્મો આવતા હતા તે કર્મોનું તેટલા ટાઇમ સુધી રોકાણ થાય છે. આથી જેમ જેમ જીવ વધારે સામાયિક કરે તેમ તેમ મન, વચન, કાયાથી સાવધ વ્યાપાર કરવા રૂપે અને કરાવવા રૂપે જે કર્મોનું આવવું થતું હતુ તે કર્મોનું રોકાણ થાય છે અને તેમ તેમ જીવને સાવધ વ્યાપારના કર્મોનું રોકાણ થવાથી અંતરમાં વિશેષ રીતે આનંદ પેદા થતો જાય છે. હાશ આટલા કર્મોથી છૂટ્યો આટલા કર્મોથી બચી ગયો એવો આનંદ અંતરમાં સહજ રીતે પેદા થતો જાય છે. જ્યાં સુધી આવતા કર્મોનું રોકાણ ના કરે ત્યાં સુધી પુરૂષાર્થ કરીને જે સમતાભાવ પેદા કરવો છે તે સમતા ભાવ પેદા થઇ શકતો નથી માટે જ્ઞાની ભગવંતોએ સામાયિકની ક્રિયાને સંવર રૂપે કહેલી છે.
Page 39 of 67
Page #40
--------------------------------------------------------------------------
________________
ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના જીવ જેમ જેમ કરતો જાય તેમ તેમ આત્મા સંવરમાં વિશેષ રીતે આગળ વધતો જાય છે કારણકે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની મન, વચન, કાયાની એકાગ્રતાથી એટલે કે મનથી એ સ્તવનના શબ્દોમાં એકાકાર થતો જાય છે. વચનથી ઉલ્લાસપૂર્વક સ્તવનાના શબ્દો બોલતો જાય અને કાયાથી હાથ જોડીને મસ્તક નમાવીને ઉપકારી પ્રત્યે બહુમાન અને આદરભાવ કરતો જાય છે. આ રીતે સ્તવના કરતા મનમાં અશુભ વિચારો ચાલતા હતા અને અશુભ વિચારોનું આવવું થતું હતું તે રોકાઇ જાય છે એટલે કે અનુકૂળ પદાર્થોના રાગના વિચારો તથા પ્રતિકૂળ પદાર્થોના દ્વેષના વિચારો મનમાં ચાલતા હતા એનાથી જે કર્મોનું આવવું થતું હતુ એ વિચારો અને કર્મોનું આવવું એ બન્નેનું રોકાણ થતું હોવાથી આત્મા સંવરમાં ઉપસ્થિત થતો જાય છે.
નિકાચીત અને અનુબંધવાળા કર્મોથી બચાવવાની ક્રિયા જૈન શાસનમાં અદ્ભુત છે.
પ્રતિક્રમણ નામનું આવશ્યક પણ સંવર રૂપે ગણાય છે. કારણકે વર્તમાનમાં થયેલા પાપોથી નિવૃત્તિ પેદા કરવામાં પ્રતિક્રમણ નામનું આવશ્યક ઉપયોગી બને છે એટલે કે જો એ પાપથી પાછા ફરવાના વિચારમાં ન હોય અને પ્રતિક્રમણ નામનું આવશ્યક કરે નહિ તો એ કાળમાં મન, વચન, કાયાથી જે પાપની પ્રવૃત્તિ થતી હતી અર્થાત્ થતી હોય એ પ્રવૃત્તિ કર્યા વગરનો જીવ રહેવાનો નથી આથી એ પાપના ભાવોથી પાછા ફરવા માટે એ આત્મા એટલા સમય સુધી પ્રતિક્રમણમાં હોય અને ઉપયોગ પૂર્વક પ્રતિક્રમણ કરતો હોય તો એટલા સમય સુધી જે પાપ થવાના હતા તે પાપથી પાછો ફરતો હોવાથી પ્રતિક્રમણ આવશ્યકને સંવરની ક્રિયા રૂપે કહેવાય છે.
આ ત્રણે આવશ્યકના સમયમાં રહેલા જીવને એટલા સમય સુધી અશુભ કર્મો રસ તીવ્ર રસે બંધાતા હતા તે અટકી જાય છે અને મંદરસે બંધાય છે એજ સંવર કહેવાય છે અને એ સંવરની શરૂઆત થતાં જીવને આત્મિક ગુણો પેદા કરવાની જિજ્ઞાસા પેદા થતી જાય છે.
ધર્મક્રિયા કરતા કેવા ભાવ રહે છે તમારો રાગ મંદ થતો દેખાય છે ?
સંસાર નથી છૂટતો કાંઇ વાંધો નહિ પણ સંસારિક પ્રવૃત્તિ કરતા અશુભ કર્મોનો રસ તીવ્ર ન બંધાય તેમ આત્માને સજાગ રાખીને એટલે સાવધ રાખીને જીવન જીવવા પ્રયત્ન કરો છો ? આ કાળમાં આટલો જ સંવર જીવોને થઇ શકે છે અશુભ પ્રકૃતિનો તીવ્રરસ ન બંધાય એવો સંસ્કાર આત્મામાં પડી જાય તો મનુષ્ય જન્મનો ઉધ્ધાર થઇ જાય એટલે મનુષ્ય જન્મ સફ્ળ થઇ જાય માટે જ જ્ઞાની ભગવંતોએ આ ત્રણ આવશ્યકને સંવર રૂપે કહેલા છે.
વંદન આવશ્યક - નિર્જરા કરવામાં સહાયભૂત થાય છે માટે નિર્જરા રૂપે કહેલું છે. કારણકે જેમને વંદન કરે છે એ આત્માઓ સાવધ રૂપ આશ્રવોથી સંપૂર્ણ ત્યાગી થયેલા છે આથી પોતાના આત્માને સાવધ વ્યાપારોનો સંપૂર્ણ ત્યાગ કરવાની શક્તિ આવે. એ શક્તિ પેદા કરીને હું પણ મારૂં જીવન સારી રીતે નિરવધ વ્યાપારવાળું કરતો થાઉં એવી ભાવના રાખી વંદન કરતો હોય છે. માટે એ વંદન પૂર્વે બંધાયેલા સત્તામાં રહેલા ચારિત્ર મોહનીય કર્મને નાશ કરવામાં અથવા ક્ષય કરવામાં ઉપયોગી થાય છે.
સાધુ ભગવંતોને જોઇને એ આત્માઓને વંદન કરતા અંતરમાં એ ભાવ થાય છે કે આ આત્માઓ ચારિત્ર મોહનીય કર્મનો નાશ કરી પોતાના આત્માન કલ્યાણ કરી રહેલા છે માટે ધન્ય છે એમના જીવનને અને ધિક્કાર છે મારા જીવનને ! આ ભાવનાના બળે સાધુ ભગવંતોને વંદન કરવાનો વીર્યોલ્લાસ વધતો જાય છે માટે વંદનથી દર્શન મોહનીય કર્મનો તીવ્રરસ, મંદરસ રૂપે થતો જાય છે. ચારિત્ર મોહનીયનો
Page 40 of 67
Page #41
--------------------------------------------------------------------------
________________
રસપણ મંદરસે થતો જાય છે એમ જ્ઞાનાવરણોય કર્મ-વીર્યંતરાય કર્મનો રસ પણ મંદરસે થતો જાય છે આથી સાવધ વ્યાપારની પ્રવૃત્તિ પાપરૂપે લાગવા માંડે છે અને એથી એ સાવધ પ્રવૃત્તિથી છૂટવાનો ભાવ અંતરમાં પેદા થતો જાય છે. સાવધ વ્યાપારની પ્રવૃત્તિને પાપ રૂપે માનવાનો ભાવ એ દર્શન મોહનીય કર્મની મંદતા ગણાય છે અને એ સાવધ વ્યાપારની પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવના થવી એ ચારિત્ર મોહનીય કર્મનો મંદ રસ ગણાય છે અને સાવધ વ્યાપારને પાપરૂપે ઓળખવાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞાનને સ્થિર કરવું એ જ્ઞાનાવરણીય કર્મનો મંદરસ ગણાય છે અને પોતાની શક્તિ મુજબ મન, વચન, કાયાના યોગને સાવધવ્યાપારથી પાછા વી નિરવધ વ્યાપારમાં ઉલ્લાસ પૂર્વક જોડવા એ વીર્યંતરાય કર્મનો મંદરસ કહેવાય છે. આ રીતે વંદન નામના આવશ્યકથી ચારે પ્રકારના ઘાતી કર્મો તીવ્રરસ રૂપે સત્તામાં રહેલા હોય છે તે મંદરસ રૂપે થતાં જાય છે તેને જ નિર્જરા કહેવાય છે.
આ કારણોથી કૃષ્ણ મહારાજાએ અઢાર હજાર સાધુ ભગવતોને વીર્યોલ્લાસ પૂર્વક વંદન કરતા દર્શન સપ્તક એટલે દર્શન મોહનીયની ત્રણ અને અનંતાનુબંધી ૪ કષાય એમ સાતે પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી હતી.
સાધુ ભગવંતોને જોતાં વંદન કરતા નિરવધ પ્રવૃત્તિનો આનંદ અને તમારી સાવધ પ્રવૃત્તિનું દુઃખ થાય છે તમને ?
સાધુ ભગવંતોને ક્ષયોપશમ ભાવે ધર્મ પેદા કરીને વંદન કરે તે આત્માઓને ઘરે જવામાં ભારોભાર દુઃખ હોય છે.
સાવધ પ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને જીવનમાં નિરવધ પ્રવૃત્તિનું સુંદર આચરણ કરીને માર્ગ બતાવનાર અરિહંત પરમાત્માઓ આપણા મહાન્ ઉપકારી છે એમ લાગે છે ?
વંદન એ નિર્જરાનું સાધન છે માટે જેમ જેમ વંદન કરે તેમ તેમ સંવર અને નિર્જરા થતી જાય છે. સાવધ પ્રવૃત્તિ પાપરૂપ છે એમ સમજાવનાર.
સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરનાર અને મને તેનાથી એટલે સાવધ પ્રવૃત્તિથી છોડાવનાર સાધુ ભગવંતો છે માટે તેમને વંદન કરવું તે મારા કર્મોની નિર્જરાનું સાધન બને છ.
મહાત્માના દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું કે જે મૃગાપુત્ર સોનાની થાળીમાં જમનારો રત્નના કટોરામાં જમનારો બત્રીશ પત્નિઓની સાથે ઝરૂખામાં બેસીને ગેલ કરી રહેલો રસ્તા ઉપર ઇર્યાસમિતિપૂર્વક મહાત્માને જતા જૂએ છે અને પોતાના આત્મામાં જાતિસ્મરણ જ્ઞાન પેદા થાય છે. કેવી રીતે મહાત્માનું દર્શન કર્યું હશે ? મહાત્માને જોતાં જ થાય છેકે એ ય મનુષ્ય છે અને હુંય મનુષ્ય છું ધન્ય છે એમના જીવનને અને ધિક્કાર છે મારા જીવનને ? કારણકે મહાત્મા સઘળા પ્રકારની ઉપાધિથી રહિત થઇને જીવે છે અને હું કેટલો ઉપાધિમાં ઘેરાયેલો છું ! કેવું ધિક્કાર પાત્ર મારૂં જીવન છે ! આ
વિચારધારાથી બત્રીશ પત્નીઓની સાથે બેસીને ગેલ કરતા જે આનંદ નથી આવતો એનાથી વિશેષ આનંદ મહાત્માના દર્શનથી પેદા થયેલો છે !
આજે મહાત્માનું દર્શન કરતા શું થાય છે ? બહુ બહુ તો કેટલું સુંદર એમનું જીવન છે માટે ધન્ય છે એમનું જીવન એટલું કદાચ કુલ પરંપરાથી સાધુનું દર્શન કરતા યાદ આવે પણ આગળ કાંઇ યાદ આવે છે ? માટે જ્ઞાની ભગવંતો કહે છેકે ધન્ય છે મહાત્માનું જીવન આટલી વિચારણા કરીને અટકી જવાથી એ વિચારણા મોહના ઘરની કહેવાય છે. આત્માના ઘરની એ વિચારણા નથી. ધન્ય છે એમના જીવનને પણ
Page 41 of 67
Page #42
--------------------------------------------------------------------------
________________
ધિક્કાર છે મારા જીવનને ! એ આવવા દેતું નથી. માટે માત્ર ધન્ય છે મહાત્માઓનું જીવન બોલતા આત્માનું કલ્યાણ થવામાં સહાયભૂત થાય નહીં પણ મોહરાજાને ધક્કો લાગે એવો વિચાર, ધિક્કાર છે મારા જીવનને એમ લાગે તો જ એ ભાવના આત્મિક ગુણ પેદા કરવામાં અને આત્મ કલ્યાણ કરવામાં સહાયભૂત થાય ! આવી વિચારણાના કારણે જ મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું. મા પાસે આવી સાધુપણાની માગણી કરી સુંદર રીતે સાધુપણું પાળીને પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા.
સાધુ ભગવંતનું દર્શન જો ચારેય ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરાવી ક્ષય કરવામાં સહાયભૂત થતું હોય તો સાધુ ભગવંતને નમસ્કાર કરવાથી-વંદન કરવાથી કેટલો લાભ પેદા કરાવે ? એ આના ઉપરથી સમજણમાં આવે છે ? આથી જ્ઞાની ભગવંતોએ વંદન આવશ્યકને નિર્જરાનું કારણ કહેલું
છે.
ડાઉરસાનું વર્ણન
અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ એક સ્થાનેથી બીજા સ્થાને જન્મ મરણ કરતો કરતો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર જીવ અનંતીવાર જન્મ મરણ કરી ચુક્યો છે જે જે ક્ષેત્રને વિષે પોતે પુરૂષાર્થ કરીને પેદા કરેલું શરીર એ શરીરને અનુકૂળ ક્ષેત્ર લાગે તો એ ક્ષેત્ર પ્રત્યે રાગ અને આસક્તિ પેદા કરતા કરતા ક્ષેત્રનું મમત્વ કરીને જીવન જીવે છે અને જે ક્ષેત્રને વિષે પુરૂષાર્થ કરીને બનાવેલું શરીર એ શરીરને અનુકૂળ ક્ષેત્ર ન હોય તો નારાજી ભાવ-નત ભાવ-દ્વેષ બુદ્ધિ પેદા કરીને જીવન જીવે છે આ રીતે ચોદેરાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર રાગ દ્વેષને વધારતા વધારતા અનંતા જન્મ મરણ કરી ચૂકેલો છે. આ રીતે અનાદિ કાળથી જીવને શરીર બનાવવું-એ શરીર પ્રત્યે રાગ આસક્તિ મમત્વ પેદા કરતા જવું. આ અભ્યાસ અનાદિકાળનો હોવાથી શરીર એજ હું છું એવી બુદ્ધિ અંતરમાં એકમેક થઇને શરીર પ્રત્યેનો અભેદભાવ પદા થયેલો છે. આ અભેદભાવને ઓળખવા માટે એટલે કે શરીર અને હું નથી પણ શરીરથી ભિન્ન રહેલો (શરીરમાં રહેલો) આત્મા એ હું છું જેને શરીરી કહેવાય છે. આવી બુદ્ધિ પેદા કરવા માટે એટલે કે શરીર અને આત્માનું ભેદ જ્ઞાન પેદા કરવા માટે અને એ ભેદજ્ઞાનની સ્થિરતા લાંબાકાળ સુધી ટકાવવા માટે જ્ઞાની ભગવંતોએ જેટલો બને એટલો કાયાનો ત્યાગ કરીને જીવન જીવવાનું વિધાન કહેલું છે જેને કાઉસ્સગ આવશ્યક અથવા કાયોત્સર્ગ આવશ્યક કહેવાય છે.
કાયાની સ્થિરતા દ્વારા મનની એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે. કાયોત્સર્ગ જ ભેદજ્ઞાન માટેનું ઉત્તમ સાધન છે.
Page 42 of 67
Page #43
--------------------------------------------------------------------------
________________
કાઉસ્સગ વારંવાર કરવાથી વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે.
(૧) શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લે ભવે તીર્થંકરના ભવમાં સંયમનો સ્વીકાર કરે છે. ત્યારથી એક હજાર વર્ષ સુધી જ્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પગવાળીને જમીન પર બેસતા નથી અને જ્યારે પારણાનો દિવસ આવે ત્યારે ત્રીજા પ્રહરે મધ્યાન્હકાળે ગોચરી નીકળે છે એટલે આહાર-વિહાર-વિહાર ત્રીજા પહોરે જ કરે છે. ત્રીજો પ્રહર પૂર્ણ થાય કે તરત જ કાઉસ્સગ ધ્યાને એકવીશ કલાક સુધી સ્થિર રહે છે તેમાં ત્રીજા ભવેથી ભણેલું શ્રુતજ્ઞાન ક્ષયોપશમ ભાવ રૂપે સાથે લઇને આવે છે તે સૂત્રોનું-સૂત્રોના અર્થોનું અને સૂત્ર-અર્થ બન્નેનું ચિંતન-મનન-પરાવર્તન કરતા કરતા સ્વાધ્યાય કરે છે. આ રીતે શ્રુતજ્ઞાનને પરાવર્તન કરતા કરતા અનાદિકાળથી જીવોને જે શરીર પ્રત્યેનું અભેદ જ્ઞાન છે તેને અંતરમાં ભેદજ્ઞાન રૂપે બનાવીને સ્થિર કરતા જાય છે જ્યારે એક હજાર વર્ષનો કાળ પૂર્ણ થાય તેના છેલ્લા અંતર્મુહુર્ત ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરીને ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરે છે અને ત્યાર પછી એક અંતર્મુહર્તમ શુક્લધ્યાન રૂપી અગ્નિ પેદા કરીને મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરે છે. વીતરાગ દશાને પામે છે અને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે. તે ક્ષાયિક ચારિત્રના કાળમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
(૨) કેટલાક તીર્થંકર પરમાત્માના આત્માઓ ત્રીજા ભવેથી શ્રુતજ્ઞાન ભણતા ભણતા પોતાના. આત્માને રાગાદિ પરિણામમાંથી દૂર કરીને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા માટે મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે રોજ એકવીશ કલાક કાઉસ્સગ ધ્યાનમાં રહીને અનાદિકાળથી શરીર પ્રત્યેનું અભેદજ્ઞાન જે રહેલું છે તેને દૂર કરવા માટે અને ભેદ જ્ઞાનમાં આત્માને સ્થિર કરવા માટે પ્રયત્ન કરતા જાય છે.
(૩) કેટલાક તીર્થંકરના આત્માઓ છેલ્લા ભવે મોહનીય કર્મ સિવાયના તેમજ બાકીના ઘાતી કર્મો સિવાયના અઘાતી માં પૂર્વ ભવોના નિકાચીત રૂપે બાંધેલા હોય તો તેને સમતાપૂર્વક ભોગવવા માટે શરીરના ભેદ જ્ઞાનને અંતરમાં સારી રીતે સ્થિર કરવા માટે જ્ઞાનના ઉપયોગમાં ખૂબ જ સ્થિરતાપૂર્વક પોતાનો કાળ પસાર કરે છે એ જ્ઞાનના ઉપયોગમાંથી પતન કરવા માટે કોઇ ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો કરે તો પણ એ આત્માઓ પોતાના જ્ઞાનના ઉપયોગમાંથી જરાય ચલાયમાન થતા નથી ઉપરથી પરિષહો અને ઉપસર્ગો કરનાર જીવો પ્રત્યે કરૂણા ભાવ વધતો જાય છે.
(૪) તીર્થંકર પરમાત્માઓ સિવાય જે જીવોને કેવલજ્ઞાનની તાલાવેલી પેદા થયેલી હોય એવા જીવો. પણ અનાદિકાળથી શરીર પ્રત્યેના અભેદજ્ઞાનને ભેદ રૂપે અંતરમાં સ્થિર કરીને ગમે તેવા પરિષહો કે ઉપસર્ગો આવે તો પણ ચલાયમાન થયા વગર કર્મોનો ભુક્કો બોલાવીને પોતાના આત્માનું કલ્યાણ સાધી જાય છે. જેમકે ગજસુકુમાલ-મેતારજ મુનિ વગેરે અનેક પ્રકારના જીવો મોક્ષની તાલાવેલીના પ્રતાપે શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનને સ્થિર બનાવીને ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શક્યા છે તે વખતે તેમનો આત્મા કાઉસ્સગા ધ્યાને જ રહેલો હોય છે.
સાવધ પ્રવૃત્તિ જેટલા આનંદ પૂર્વક થાય છે એટલી નિરવધ પ્રવૃત્તિ એટલા આનંદપૂર્વક થાય છે ? વ્રત, તપ, પચ્ચખાણ નિયમ આદિ અનુષ્ઠાનો ગાવા માટે નથી પણ ભેદજ્ઞાન કરવા માટે છે. જ્ઞાની ભગવંતોએ એ ભેદજ્ઞાનમાં સ્થિર થવા માટે જ કાઉસ્સગનું વિધાન કરેલું છે.
કાઉસ્સગને વિષે જગતના પદાર્થોની વિચારણા કરતા કરતા દ્રવ્ય રૂપે-દ્રવ્યોને ગુણ રૂપે અને દ્રવ્યના પર્યાયો રૂપે એમ ભૂતકાળમાં થયેલા પર્યાયો વર્તમાનના પર્યાયો અને ભવિષ્યમાં થનારા પર્યાયોની
Page 43 of 67
Page #44
--------------------------------------------------------------------------
________________
વિચારણાઓ કરવી એ વિચારણાઓ જેટલા કાળ સુધી ચાલે એટલા કાળ સુધી રાગ દ્વેષનો ઉદય હોવા છતાં ઉદય નિક્ળ થતો જાય છે. આ રીતે વિચારણાઓથી જીવ રાગ દ્વેષને આધીન થયા વગર પોતાના આત્માનું કલ્યાણ સાધતો જાય છે. જગતને વિષે જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યો કોઇ કાળે કોઇ સ્થાને
સ્થિર રહેતા નથી. એક સ્થાનેથી બીજે સ્થાને બીજે સ્થાનેથી ત્રીજા સ્થાને એમ કરતા કરતા ચૌદ રાજલોકને વિષે દોડાદોડ કરી રહેલા છે આ બન્ને દ્રવ્યોની દોડાદોડ હોવા છતાં કોઇ દ્રવ્ય કોઇને વિઘ્નરૂપ થતું નથી. પુદ્ગલ દ્રવ્ય હંમેશા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય છે તે પુદ્ગલ સચેતન કે અચેતન કોઇ પણ હોય છે એ વર્ણાદિમાં વધઘટ થયા કરે છે એની જે વિચારણા કરવી એ ગુણની વિચારણા કહેવાય છે. એ પુદ્ગલો એક સ્થાનેથી બીજા સ્થાને એટલે મનુષ્યગતિમાંથી નરકગતિમાં નરકમાંથી તિર્યંચગતિમાં તિર્યંચગતિમાંથી દેવગતિમાં એમ પર્યાયો રૂપે જીવો બદલાયા કરે છે એટલે જીવ એક અને પર્યાયો રૂપે-તિર્યંચ મનુષ્ય-દેવ ઇત્યાદિ રૂપે બદલાયા કરે તેની જે વિચારણા કરવી તે પર્યાયની વિચારણા કહેવાય છે. આ રીતે દ્રવ્ય ગુણ પર્યાયરૂપે વિચારણામાં જેટલો કાળ જીવ પસાર કરે એટલા કાળ સુધી મનની એકાગ્રતા પ્રાપ્ત થતી જાય છે. મનની એકાગ્રતાના કારણ રાગ દ્વેષનો ઉદય હોવા છતાંય રાગ દ્વેષને નિક્ળ કરીને જીવ પોતાના ગુણોમાં સ્થિર થતો જાય છે અને આનંદની સુંદર અનુભૂતિ થાય છે. અત્યાર સુધી જેવા આનંદનો અનુભવ થયો નહોતો એના કરતા સુંદર અલૌકિક આનંદની અનુભૂતિ પેદા થતી જાય છે. આ રાગ દ્વેષ વગરના આનંદની અનુભૂતિની સ્થિરતા જે વધતી જાય એને જ જ્ઞાની ભગવંતોએ સમ્યક્ ચારિત્ર કહેલું છે. એ પદાર્થોનું જ્ઞાન એ સમ્યજ્ઞાન કહેવાય છે અને એ પદાર્થોની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય છે. આ રીતે જીવો કાઉસ્સગમાં દ્રવ્યાદિની વિચારણા કરતા કરતા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર ત્રણેના એકાકારે પરિણામથી અનુભૂતિ કરતો જાય છે અને જ્ઞાની ભગવંતોએ કાઉસ્સગનું ફ્ળ કહેલું છે.
સુખ અને દુઃખ જેવી કોઇ ચીજ નથી એ પોતાના આત્મામાં રહેલા રાગાદિનું પરિણામ છે. “કાઉસ્સગને વિષે પદાર્થોનું ચિંતવન
અથવા
પદાર્થોની વિચારણા કઇ રીતે કરવી એનું વર્ણન”
અત્યારે આપણો આત્મા મનુષ્યગતિમાં રહેલો છે એ પદંર કર્મભૂમિમાંથી જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ત્રણ કર્મભૂમિઓ કહેલી છે તેમાંની ભરત ક્ષેત્ર નામની કર્મભૂમિ જે આવેલી છે તેમાં રહેલો છે. એ ભરત ક્ષેત્ર છ ખંડથી યુક્ત હોવાથી એ ભરત ક્ષેત્રની મધ્યમાં વૈતાઢ્ય પર્વત રહેલો છે તેને ભરત ક્ષેત્રના બે ભાગ કરેલા છે. એક ઉત્તરાર્ધ ભરત અને બીજો દક્ષિણાર્ધ ભરત. ઉત્તર ભરતમાં ત્રણ ખંડ આવેલા છે અને દક્ષિણ ભરતમાં પણ ત્રણ ખંડ આવેલા છે. એ દક્ષિણ ભરતના ત્રણ ખંડમાંથી જે મધ્યખંડ આવેલો છે તે મધ્ય ખંડમાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઇ શાસનની સ્થાપના કરે છે અને મોક્ષમાં જાય છે એવા ચોવીશ તીર્થંકર પરમાત્મામાંથી હાલ વર્તમાનમાં ચોવીશમા તીર્થંકર પરમાત્માનું શાસન વિધમાન છે. તે તીર્થંકર પરમાત્માના શાસનમાં અત્યારે હાલ વિધમાન છીએ. આવા ક્ષેત્રમાં મનુષ્ય ગતિ રૂપે રહેલો હું મોક્ષમાર્ગની આરાધના દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતા કરતા આત્મામાં રહેલા તથા ભવ્યત્વને પરિપાક કરવાનો એટલે ખીલવવાનો પ્રયત્ન કરી રહેલો છું.
Page 44 of 67
Page #45
--------------------------------------------------------------------------
________________
સુખનો રાગ જેટલો ઘટે એટલું તથા ભવ્યત્વ ખીલે.
તથા ભવ્યત્વ પરિપાક કરી શકીએ એવી બધી સામગ્રી અનંતી પુણ્યરાશિથી પ્રાપ્ત થયેલી છે એ સામગ્રીનો યકિંચિત ઉપયોગ કરતા કરતા આરાધના કરી રહેલા છીએ.
ભગવાને અનુકુળ પદાર્થોની સામગ્રી છોડી તે શા માટે છોડી ? ગુરૂ ભગવંતો પણ સુખની સામગ્રીને છોડી છોડીને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે એ પણ શા માટે છોડીને નીકળી ગયા ? અને હું એજ દેવ, ગુરૂની આરાધના કરતા કરતા સુખની સામગ્રી છોડવા જેવો હોવા છતાં નથી છોડી શકતો-છોડવા જેવી લાગતી નથી એ શા કારણે ? એમાં કયું કર્મ વિહ્ન રૂપે નડે છે. એ વિપ્નને દૂર કરવા હું શું કરૂ તો મારું એ વિઘ્ન દૂર થાય અને અનુકૂળ સામગ્રી મને છોડવા જેવી જ છે એમ લાગે એવો ભાવ ક્યારે પ્રાપ્ત થાય. આવી વિચારણા કરતા કરતા પોતાના આત્માના રાગાદિ પરિણામોને દૂર કરવા પ્રયત્ન કરતો થાઉં રાગાદિને મંદ પાડતો જાઉં કે જેથી તથા ભવ્યત્વ ખીલવટ પામતું જાય.
મારૂં તથાભવ્યત્વ ખીલી રહ્યું છેકે નહિ એ કાઉસ્સગમાં વિચારણા કરતા કરતા એ તથાભવ્યત્વને ખીલવવામાં વિઘ્ન રૂપ જે કર્મો લાગે એને પુરૂષાર્થથી દૂર કરવા પ્રયત્ન કરતો જાઉં એમાં વિઘ્ન રૂપ મોહનીય કર્મ છે એમાં પણ દર્શન મોહનીય કર્મ એમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ અનુકૂળ પદાર્થોમાં સર્વસ્વ સુખની બુદ્ધિ પેદા કરાવીને સંસારમાં અનંતો કાળ દુ:ખી કરી રહેલું છે. આ સમજણ પેદા થતી જાય છે. વર્તમાનમાં પણ અનુકૂળ પદાર્થોની-સુખની સામગ્રો મળી છે એના કરતાં દુ:ખનો અનુભવ કરાવે એવી સામગ્રી વધારે મળેલી છે અને આત્માને દુ:ખનો કાળ વધારે પેદા કરાવતો જાય છે એટલે એ અનુકૂળ પદાર્થની સામગ્રીથી. સુખનો કાળ વધવો જોઇએ એના બદલે દુ:ખનો કાળ વધારે વધતો જાય છે.
જ્ઞાની ભગવંતો કહે છેકે અનુકૂળ પદાર્થોને મેળવવાનો પુરૂષાર્થ કરવો એ પણ દુ:ખનો કાળ ગણાય
પૈસા માટે પુરૂષાર્થ કરો છો તેમાં પુણ્ય હશે તોજ પૈસો મળવાનો છે અને દુ:ખ પેદા કરાવે છે એટલે દુ:ખનો કાળ વધારે છે જ્યારે ધર્મ માટે પુરૂષાર્થ કરવામાં આવે તો તે કર્મની નિર્જરા કરાવે છે અને ધર્મ મલ્યા વગર રહે નહિ.
પાપથી પાછા વાનું મન એનું નામ ધર્મ છે. સંપૂર્ણ પાપથી રહિત થવા માટે મંદિરે જવાનું છે તો જ ધર્મની પ્રાપ્તિ થાય.
પાપને પાપરૂપે ન ઓળખવા દેવામાં અનુકૂળ પદાર્થોનો રાગ છે. ગુણોને ગુણો રૂપે જૂએ એને સુખ મેળવવાની ઇચ્છા ન થાય. દેવ, ગુરૂ, ધર્મની આરાધના મોહરાજાને લપડાક મારવા માટે કરવાની છે.
જેટલો અનુકૂળ પદાર્થોનો રાગ વધારે તેટલી મોહરાજાની આપણને લપડાક જોરદાર વાગે છે અને એનાથી અનંતા જન્મ મરણની પરંપરા વધે છે.
આ રીતે કાઉસ્સગની વિચારણા કરતા મારું તથાભવ્યત્વ પરિપાક થાય છેકે નહિ એ પણ વિચારણા કરતા જવાની છે અને જ્ઞાનીની આજ્ઞા મુજબ ક્રોધનો ઉપશમ કરતા કરતા ક્ષમા ગુણ કેટલો પેદા થતો જાય છે એ જોતા જવાનું છે અને એ ક્ષમાની સાથે સાથે ઇન્દ્રિયોની સંયમિતતા કેટલી પ્રાપ્ત થાય છે એ પણ જોતા જવાનું છે અને મારો આત્મા સમતાભાવમાં કેટલો સ્થિર રહે છે એની વિચારણા કરતા કરતા પાચે ઇન્દ્રિયોના અનુકુળ વિષયોને વિષે સુખ આપવાની તાકાત નથી જ પણ એકાંતે દુ:ખ આપવાની અને
Page 45 of 67
Page #46
--------------------------------------------------------------------------
________________
પેદા કરાવવાની જ શક્તિ રહેલી છે કારણકે એ ઇન્દ્રિયોના સુખો મળે છે પુણ્યથી અને મેળવવાની ઇચ્છા પેદા થાય છે. પાપના ઉદયથી. એથી એમાં સુખ આપવાની શક્તિ નથી આથી એ પાપનો ઉદય નાશ કરતા. કરતા આત્મિક ગુણો ક્યારે પેદા કરતો થાઉં આવી વિચારણા કરતા જવાનું છે. અનાદિ કાળથી મારો આત્મા મોહથી અંધ બનીને એ વિષયોના સુખને જ સર્વસ્વ સુખ માનીને જીવતો હતો એના પ્રતાપે અનંતો કાળ જગતને વિષે પરિભ્રમણ કરતા કરતા દુ:ખ દુ:ખ અને દુ:ખને જ પામ્યો છું હવે આત્માને દુ:ખી ના કરવો હોય તો ચિત્તની પ્રસન્નતા પેદા કરી એને લાંબાકાળ સુધી ટકાવવાનો પ્રયત્ન કરું તોજ સુખી કરી શકું અને એ માટે ભગવાનની આજ્ઞા મુજબ યથા શક્તિ જીવન જીવવાનો પ્રયત્ન કરતો જાઉં તો જ આત્મકલ્યાણ કરી શકું.
કાઉસ્સગમાં ચિંતન કરતા કરતા અનુપ્રેક્ષા કરતા શીખા. જેમ પાંચસો ત્રેસઠ જીવોમાંથી હું કયો જીવ ? ક્યાંથી આવ્યો ? કેવી રીતે આવ્યો ? કઇ ભૂમિમાં જન્મ્યો ? કઇ ગતિ મલી છે ? મારા શરીરની. ઉંચાઇ કેટલી ? મારા શરીરના હલન ચલનથી પાંચસો ત્રેસઠ જીવોમાંથી કેટલા જીવોની હિંસા થાય છે ? એની સાથે સાથે મારું આયુષ્ય કેટલું ? કેટલા પ્રાણો પેદા કર્યા છે ? કેટલી યોનિ છે ? અહીંથી ફ્રીથી કેટલીવાર જન્મ પામ્યા કરીશ ઇત્યાદિ વિચારણાઓ પોતાના આત્માને આંખ સામે રાખીને કરવી તે અનુપ્રેક્ષા કહેવાય છે. આ વિચારણાઓ કરતા કરતા રાગાદિ પરિણામ જરૂર ઓછા થતા જાય છે અને ફ્રીથી સંસાર ન વધે એની કાળજી રાખીને જીવન જીવવાનું મન થાય છે. એની સાથે સાથે આવા ઉપકારી અરિહંત પરમાત્માનું દર્શન કેટલા વખતે પામ્યો હવે એ દર્શન કાયમ જ્યાં સુધી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા ના થાય ત્યાં સુધી કાયમ મલ્યા જ કરે તો શું કરું તો મલે ? આવી વિચારણાઓ કરી રાગાદિથી નિર્લેપ રહેવું અને જીવન જીવાય એજ આ કાઉસ્સગનું ળ કહેલું છે આ અનુપ્રેક્ષા કહેવાય છે.
વર્તમાનમાં ભોગવાતું આયુષ્ય જે ભોગવાય છે એમાં આત્માનું હિત થાય એવું કેટલું ભોગવાય છે. અને આત્માનું અહિત થાય એવું કેટલું ભોગવાય છે. અહિત થાય એવો આયુષ્યકાળ ઓછો થાય અને હિત થાય એવો કાળ વધે એવો પ્રયત્ન કરીને જીવવું એ આયુષ્યની વિચારણા કહેવાય છે. પૂર્વભવમાં આ ભવનું જેટલું આયુષ્ય બાંધીને આવ્યા છીએ એ અવશ્ય ભોગવવાનું છે તેમાં ભોગવતા ભોગવતા અહિતા એટલે આત્માના અહિતનો કાળ વધી ન જાય અને આત્માના હિતનો કાળ વધતો જાય તેની કાળજી રાખીને ભોગવવામાં આવે તો ભોગવાતું આયુષ્ય સર્જી ગણાય છે. જે આત્માના અહિતનો કાળ વધતો. દેખાય અને આત્માના હિતનો કાળ ઓછો જણાય તો સમજવું કે મનુષ્ય આયુષ્યનો કાળ ભોગવીને પણ દુર્ગતિમાં જવાનું છે એટલે સદ્ગતિ દુર્લભ થવાની છે. આથી દુર્ગતિમાં ન જવું પડે એ રીતે આયુષ્યનો ભોગવટો થાય એની કાળજી રાખી જીવન જીવાય એજ કલ્યાણકારી છે.
સ્વકાયસ્થિતિની વિચારણા
મનુષ્ય મનુષ્યપણા રૂપે ઉત્તરોત્તર એક સાથે જન્મ કર્યા કરે તો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સાત ભવો કરી શકે છે. આત્માને હિતકારી વિચારણા કરતા કરતા જીવન જીવાય તો જ્ઞાની ભગવંતો કહે છેકે લઘુકર્મી આત્મા હોય તો તેજ ભાવે અથવા બીજા ભવે અથવા ત્રીજા ભવે ઉત્તરોત્તર આરાધના કરતા કરતા મનુષ્યપણાને પામીને મોક્ષે જઇ શકે છે અથવા એનાથી કાંઇ ભારેકર્મ વિશેષ હોય તો સન્ની પર્યાપ્તા મનુષ્યોના ભવો કરતા કરતા પાંચમા ભવે અથવા સાતમા ભવે અવશ્ય મોક્ષે જઇ શકે છે. આ રીતે
Page 46 of 67
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉત્તરોત્તર સન્ની પર્યાપ્તાના મનુષ્યના ભવોમાં દોષોને દૂર કરી ગુણ પ્રાપ્ત કરતા કરતા સંપૂર્ણ ગુણોને પ્રાપ્ત. કરી શકે છે. આને સ્વકાય સ્થિતિની વિચારણા કહેવાય છેકે આ મનુષ્ય જન્મમાં એવી રીતે પ્રયત્ન કરું કે જેથી ઉત્તરોત્તર આત્મહિત વધતું જાય અને છેલ્લામાં છેલ્લે સાતમે ભવે સિદ્ધિગતિને પામે આવી રીતે આરાધના કરવાની શક્તિ પેદા કરી આરાધના કરતો થાઉં.
પ્રાણોની વિચારણા
પ્રાણો બે પ્રકારના હોય છે. (૧) ભાવ પ્રાણ. (૨) દ્રવ્ય પ્રાણ. ભાવ પ્રાણ એટલે આત્માના ગુણો.
આત્માના ગુણો અનંતા છે એના મુખ્ય ચાર ભેદ દ્રવ્ય પ્રાણોના ચાર વિભાગને આશ્રયીને જ્ઞાની ભગવંતોએ કરેલા છે.
(૧) શુધ્ધ ચેતના, (૨) અનંત વીર્ય, (૩) અક્ષય સ્થિતિ અને (૪) અવ્યાબાધ સુખ રૂપે કહેલા છે. દ્રવ્ય પ્રાણો દશ કહેલા છે તેના ચાર વિભાગ પાડેલા છે. (૧) પાંચ ઇન્દ્રિયોનો (૨) ત્રણ બળનો (૩) આયુષ્ય અને (૪) શ્વાસોચ્છવાસ
જ્યાં સુધી દ્રવ્યપ્રાણો રહેલા છે ત્યાં સુધી ચાર પ્રકારના ભાવ પ્રાણમાંથી એકેય ભાવ પ્રાણ પેદા થઇ શકતો નથી.
પાંચ ઇન્દ્રિયોના દ્રવ્યપ્રાણોથી આત્માને ભાવપ્રાણ શુધ્ધ ચેતના રૂપે રહેલો તે દબાતો જાય છે એટલે અશુધ્ધ ચેતના રૂપે થાય છે. જેમ જેમ જીવ ઇન્દ્રિયોને આધીન થઇને જીવન જીવતો હોય છે ત્યાં સુધી હું શુધ્ધ ચેતના રૂપે છું મારું સ્વરૂપ શુધ્ધ છે એ ખ્યાલ જ નથી આવતો આથી એ ઇન્દ્રિયોની સહાય આત્માને અશુધ્ધ રૂપે બનાવી અશુધ્ધપણું એજ મારું સ્વરૂપ છે એમ લગાડે છે. ત્રણ બલ નામના પ્રાણથી અનંત વીર્ય નામનો ભાવ પ્રાણ નાશ પામે છે. એટલે દબાતો જાય છે જેમ જેમ જીવ ત્રણ બલ પ્રાણને આધીન થઇને પ્રવૃત્તિ કરતો જાય છે અને આનંદ માનતો જાય છે તેમ તેમ પોતાનો અનંતવીર્ય નામનો પ્રાણ કર્મના ભારથી ભારે થતાં જલ્દી પેદા થઇ શકતો નથી.
આયુષ્ય નામના પ્રાણથી પોતાનો અક્ષય સ્થિતિનો ગુણ સદાકાળ સ્થિર રહેવાનો જે સાદિ અનંતકાળ કહેવાય છે તે પ્રાપ્ત થઇ શકતો નથી અને શ્વાસોચ્છવાસ નામના પ્રાણના કારણે જીવનું પોતાનું અવ્યાબાધ સુખ રૂપ જે સુખ તેને પ્રાપ્ત કરી શકતો નથી એટલે કે શ્વાસોચ્છવાસની વધ-ઘટ થવી એમાં જ સુખની અનુભૂતિ કરતો કરતો વ્યાબાધા રૂપ સુખમાં જ આનંદ માનીને જીવતો હોય છે આથી અવ્યાબાધા સુખની પ્રાપ્તિ થઇ શકતી નથી.
યોનિદ્વારનું વર્ણન
રાજીપો અને નારાજી શુધ્ધ ચેતના પેદા થવા દેતી નથી.
અનાદિ કાળથી જગતમાં પરિભ્રમણ કરતો જીવ અનુકુળ પદાર્થોના રાગના કારણે અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષના કારણે જન્મ મરણના અનુબંધો પેદા કરી કરીને ચોરાશી લાખ જીવાયોનિમાં અનંતીવાર
Page 47 of 67
Page #48
--------------------------------------------------------------------------
________________
ભમ્યો હજી પણ એજ સ્વભાવ રાખીને-સાચવીને જીવન જીવીશ તો હજીપણ કેટલો કાળ યોનિમાં ભટકવું પડશે એ ભટકવાનું બંધ થાય એ હેતુથી હવે સુખનો રાગ દૂર કરવા અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરવાનો. તોછો કરી પ્રયત્ન કરતો રહીશ તો યોનિમાં ભટકવાથી બચી શકીશ તે માટે પ્રયત્ન કરવાની શક્તિ ક્યારે પેદા થાય એવો પ્રયત્ન કરતો રહું કે જેથી આત્મ કલ્યાણમાં આગળ વધી શકાય.
આ રીતે કાઉસ્સગ કરીને આત્મકલ્યાણમાં આગળ વધી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરતો જાય એટલે પેદા કરી કલ્યાણ સાધુ.
પચ્ચખાણનું વર્ણન
અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ આ ચારે પ્રકારના કર્મબંધના હેતુઓથી યુક્ત હોય છે જ્યાં સુધી જીવના અંતરમાં મિથ્યાત્વ બેઠેલું હોય છે ત્યાં સુધી અવિરતિ કષાય અને યોગ અવશ્ય ઉદયમાં રહેવાના રહેવાના ને રહેવાના જ. અવિરતિના ઉદયથી જીવને જે કાંઇ પદાર્થોની ઇરછા થાય એ ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે એને મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવા અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવા માટે કષાયનો ઉદય તેને પ્રેરણા કરતો હોય છે એ પ્રેરણાથી પ્રેરાયેલો જીવ પોતાની શક્તિ મુજબ મન, વચન, કાયાના યોગનો વ્યાપાર કરતો જાય છે. આ રીતે અવિરતિ કષાય અને યોગ દ્વારા જીવ પોતાની શક્તિ મુજબ જે કાંઇ પ્રવૃત્તિ કરતો હોય છે તે કરવા યોગ્ય છે હું ન કરૂં તો કોણ કરશે ? મારી જ અને કર્તવ્ય છે. આ વિચારણા રૂપે બુદ્ધિ પેદા થાય એને જ્ઞાની. ભગવંતો મિથ્યાત્વ કહે છે અને એ જ રૂપે માનેલી પ્રવૃત્તિને કરતા જેટલી સળતા પ્રાપ્ત થતી જાય એના આનંદના પ્રતાપે હું જ મારા આત્માને પાપની પ્રવૃત્તિના આનંદથી અનુબંધ રૂપે પાપનો બંધ કરતા કરતા દુ:ખની પરંપરા વધારતો જાઉં છું. આ વાત જીવને ખબર પડતી નથી ખબર પાડવાનો પ્રયત્ન પણ કરતો નથી.
દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવા છતાંય ઇચ્છિત પદાર્થોને મેળવવા આદિ માટે પ્રવૃત્તિ કરતા. કરતા આત્માને દુ:ખી કરવાનો પ્રયત્ન છે એ ઇષ્ટ પદાર્થથી આત્માને છેટોને છેટો એટલે દૂરને દૂર લઇ જવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ બુદ્ધિ અને પેદા થવા દેતુ નથી આને જ જ્ઞાની ભગવંતો મહાઅજ્ઞાન કહે છે. જીવો જૈન શાસનનું ગમે તેટલું જ્ઞાન ભણે- એ જ્ઞાનને પરાવર્તન કરીને યાદ રાખે-બીજા અનેક જીવોની જ્ઞાન આપી શકે એવો ભાવ પણ પેદા થાય તો પણ એ જ્ઞાન ઇચ્છિત પદાર્થોની અભિલાષાથી છૂટવા માટે ના હોય અને ઇષ્ટ પદાર્થોનો અભિલાષ પેદા કરી એને મેળવવા માટે જ આ જ્ઞાન છે એવી બુધ્ધિ હોવાથી એ જ્ઞાન આત્મામાં પરિણામ પામતું નથી. અર્થાત પરિણામ પામી શકતું નથી. આવા અજ્ઞાની જીવો વ્યવહારથી ગમે તેટલી અવિરતિનો ત્યાગ કરીને પચ્ચખાણ કરે, નિયમ કરે, બાર વ્રત ગ્રહણ કરી અથવા પાંચ મહાવ્રતને ગ્રહણ કરીને સર્વવિરતિને પ્રાપ્ત કરે તો પણ એ અવિરતિના ત્યાગ રૂપ પચ્ચખાણ ને પણ જ્ઞાની. ભગવંતોએ સંસાર વૃદ્ધિનું કારણ કહેલું છે એનાથી જીવોને અકામ નિર્જરા થાય છે જેનું પચ્ચખાણ કરે
Page 48 of 67.
Page #49
--------------------------------------------------------------------------
________________
છે. એ પચ્ચક્ખાણના આનંદ સાથે એ ચીજોના ત્યાગનો આનંદ અંતરમાં પેદા થયેલો ન હોવાથી અને પેદા કરવાની ભાવના ન હોવાથી પાપનો અનુબંધ બંધાતો જાય છે.
જેમકે સાંજે સૂર્યાસ્ત વખતે ચોવીહારનું પચ્ચક્ખાણ કરે તો ત્યારે ચારે પ્રકારના આહારના ત્યાગનું પચ્ચક્ખાણ થયું. અંતરમાં સહજ રીતે એ ચારે આહારનો ત્યાગ જે કર્યો તેનો આનંદ થોડો ઘણો પેદા થતો જાય છે પણ એ આનંદમાં આહાર કરવો એ પાપ છે બને ત્યાં સુધી આહાર ન કરાય એ રીતે જીવન જીવવું એજ ખરેખરૂં જીવન છે એવી બુધ્ધિ પેદા થતી નથી આથી નવકારશીના ટાઇમે ચોવીહારના પચ્ચક્ખાણનો ટાઇમ પૂર્ણ થતા આ આહાર કરવો પડે છે એનું દુઃખ પેદા થતુ નથી એનો અર્થ એ થાય છેકે ચોવીહારના આનંદ કરતા નવકારશીમાં આહારનો આનંદ વિશેષ વધી જાય છે આ કારણથી આહાર એ પાપ છે. ખાવું પીવું એ પાપ છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધનામાં મારાથી ખાધા વગર રહેવાતું નથી. પ્રસન્નતા ટકતી નથી માટે મારે આહાર કરવો પડે છે. આવી બુધ્ધિ પેદા ન થતી હોવાથી ચોવીહારના પચ્ચક્ખાણથી સકામ નિર્જરા થવાને બદલે અકામ નિર્જરા પેદા થતી જાય છે.
આહાર કરવો એ પાપ છે નથી રહેવાતું માટે આહાર કરું છું આવી બુધ્ધિ વગર રસપૂર્વક આહારનો ઉપયોગ કરે એટલે ચોવીહાર કરી નવકારશીમાં આ રીતે વાપરે તો દશભવ વધે એટલે કે જન્મ મરણની પરંપરા વધારનારા છે.
જીવનમાં એકલાખ આયંબિલ કરે અને પારણામાં ૦। કલાક એટલે પંદર મિનિટ ટેસથી આનંદપૂર્વક આહાર વાપરે તો આયંબિલનું પુણ્ય ખતમ થઇ જાય એવું કર્મ બંધાય છે. કપડાની બે જોડ છૂટી રાખે અને તમાં મૂર્છા થાય તો જૈન શાસનમાં વૈરાગ્યપૂર્વકના ત્યાગની કિંમત છે.
જેટલું કષ્ટ વેઠ્યું તેટલી અકામ નિર્જરા થાય.
દ્રવ્ય પચ્ચક્ખાણ અને ભાવ પચ્ચક્ખાણ બન્ને સાથે હોય તો સકામ નિર્જરા થાય છે.
જીવોએ જે જે પદાર્થોનું પચ્ચક્ખાણ કરેલું હોય એ પદાર્થો એકાંતે પાપ કરાવનારા છે તથા પાપ કરાવીને અને પાપની ઇચ્છાઓને અંતરમાં જીવંત રાખીને જીવોના સંસારની પરંપરા વધારનારી ચીજ છે. આવું લક્ષ્ય પેદા કરવા માટે તથા પેદા કરેલા લક્ષ્યને લાંબાકાળ સુધી ટકાવવા માટે પચ્ચક્ખાણ કરાવવામાં આવે છે એટલે કે અવિરતિના ત્યાગ રૂપ અને વિરતિના સ્વીકાર રૂપ પચ્ચક્ખાણ કહેવાય છે.
વર્ષોથી પચ્ચક્ખાણ કરવા છતાંય જીવોને પોતાની અવિરતિ ખટકી ના હોય અને વિરતિ ગમતી ન હોય તો પચ્ચક્કાણ કરવા છતાંય આત્માને જે લાભ પેદા થવો જોઇએ એ લાભ પેદા થતો નથી પણ ઉપરથી અંતરમાં અવરિતનો ગમો બેઠેલો હોવાથી નુક્શાન વિશેષ પેદા થતું જાય છે.
નાનો પણ નિયમ પાંચ મહાવ્રતમાં લઇ જનાર છે.
જો પ્રાણના ભોગે નાના નિયમનું પાલન કરે તો લઘુકર્મી આત્માને સકામ નિર્જરા પેદા કરાવતા ત્રીજા ભવે મોક્ષે લઇ જવામાં સહાયબૂત થાય છે જેમ વંકચુલને ગુરૂ ભગવંતે એને યોગ્ય ચાર નિયમો શોધીને આપ્યા. (૧) ગુસ્સો આવે ત્યારે સાત ડગલા પાછા ફરવું. (૨) અજાણ્યા ફ્ળ ખાવા નહિ. (૩) રાજાની રાણી સાથે ભોગ ભોગવવા નહિ અને (૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમથી ત્રીજા ભવે મોક્ષ નક્કી કર્યો.
વિરતિ ન લઇ શકો એ જુદી વાત છે પરંતુ અંતરમાં ગમો તો વિરતિ પ્રત્યે હોવો જ જોઇએ તોજ એ સાચો જૈન છે.
Page 49 of 67
Page #50
--------------------------------------------------------------------------
________________
ધર્મનું પ્રત્યક્ષ ફ્ળ વિરતિ છે. પરોક્ષ ફ્ળ મોક્ષ છે.
વ્યવહારથી પાલન વિરતિનું કરતા હોય પણ અંતરમાં સુખનું ધ્યેય બેઠું હોય તો તે કાયક્રિયા કહેવાય છે અને તે અધર્મ કહેવાય છે. એ ક્રિયાઓ આત્મિક ગુણ પેદા કરવામાં સહાયભૂત ન થાય.
અનાદિકાળથી સંસારને વિષે પરિભ્રમણ કરી રહલો જીવ આહારનો અભિલાષી આહારના પુદ્ગલોને મેળવવાની અને ભોગવવાની ઇચ્છાઓમાં તત્પર થયેલો લાંબાકાળ સુધી આહારની ઇચ્છામાંને ઇચ્છામાં પોતાનું જીવન જીવી રહેલો સદા માટે આહારની સંજ્ઞાવાળો હોય છે.
એક ભવમાંથી બીજા ભવમાં જતાં જો એને આહારના પુદ્ગલો ના મલી શક એવું ક્ષેત્ર પ્રાપ્ત થયેલું હોય તો આહાર વગરનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય આહાર વગર જીવો રહી શકે છે છતાં પણ અંતરમાં ઇચ્છા આહારના પુદ્ગલો કેમ જલ્દી પ્રાપ્ત થાય એ ઇચ્છાને આધીન થયેલો આહાર વગરના ત્રણ સમય પસાર કરે છે. આથી નિશ્ચિત થાય છે કે અનાદિકાળથી જીવ આહારની સંજ્ઞામાં કાળ પસાર કરતો રહે છે એ આહારની ઇચ્છા એજ પાપરૂપે છે.
જ્યાં સુધી એ પાપને પાપ રૂપે માનવાની ઇચ્છા ન થાય ત્યાં સુધી શરીર, ધન, કુટુંબની સુખાકારી રાખવા માટેના જે પાપો એ પાપોને પાપ રૂપે માનવાની તૈયારી પેદા થવા દેતા નથી અને એ બધા સુખાકારીના પાપો પ્રધાનપણે આહારની ઇચ્છાઓને આહારની સંજ્ઞાઓને પુષ્ટ કરવા માટે કામ કરતા હોય છે આથી જ્ઞાની ભગવંતોએ આહારની સંજ્ઞાઓને તેમજ આહારના પુદ્ગલોની ઇચ્છાઓનો નાશ કરવા માટે પચ્ચક્ખાણ નામનું આવશ્યક કહેલું છે.
સામાન્ય રીતે આહારના ત્રણ પ્રકાર કહેલા છે.
(૧) જ્યારે જીવ એક ભવથી બીજે ભવે જે ક્ષેત્રને વિષે ઉત્પન્ન થાય તે વખતે તે ક્ષેત્રમાં જે આહારના પુદ્ગલો મલે એ આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને પોતાને જીવન જીવવામાં ઉપયોગી થાય એવા શરીરની રચના બનાવવામાં ઉપયોગ કરે છે તેને ઓજા આહાર કહેવાય છે.
(૨) શરીર બનાવ્યા પછો આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો શરીરની પુષ્ટિ કરે છે. શરીરની વૃધ્ધિ કરે છે એમાં શરીરને વિષે રોમ રાજી પેદા થતી જાય છે. એ રોમરાજીથી એ આહારના પુદ્ગલો જે ગ્રહણ કરાય છે એનો લોમા આહાર કહેવાય છે.
(૩) શરીર બનાવ્યા પછી લોમા આહારથી આહાર ગ્રહણ કરતા કરતા એના સિવાયના બાકીના પુદ્ગલો ગ્રહણ કરીને શરીરને પુષ્ટ બનાવતો જાય છે અને શરીરની વૃધ્ધિ કરતો જાય છે એ લોમાહાર સિવાયના આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે તેને કવલાહાર કહેવાય છે.
આહારની સંજ્ઞાને અને આહારની ઇચ્છાઓને સંયમિત કરવા માટે જેટલા કાળ સુધી કવલાહારનો ત્યાગ થઇ શકે એ ત્યાગ કરવાનું વિધાન જૈન શાસનમાં કહેલું છે જેને પચ્ચક્ખાણ કહેવાય છે. ઓજા આહાર અને લોમાહારનું પચ્ચક્ખાણ થઇ શકતું નથી માટે જૈન શાસનમાં એના ત્યાગનું વિધાન કહેલું નથી. આ કવલાહારના ત્યાગથી ઇચ્છાઓનો સંયમ થતો ન દેખાય આહાર સંજ્ઞાનો સંયમ થતો ન જણાય તો કરેલા કવલાહારના પચ્ચક્ખાણથી અકામ નિર્જરા થતી જાય છે અને પાપાનુબંધિ પુણ્ય બંધાતુ જાય છે. આહારની ઇચ્છાઓનો જેમ જેમ સંયમ થતો જાય તેમ તેમ સંજ્ઞાઓ સંયમિત થતી જાય છે. એ સંજ્ઞાઓ સંયમિત થતાં સંસારના અનુકૂળ પદાર્થોની ઇચ્છાઓનો સંયમ કરવાની ભાવના અંતરમાં પેદા થતા પોતાની શક્તિ મુજબ પોતાને અનુકૂળ પદાર્થોની ઇચ્છાઓનો સંયમ કરતો જાય છે. આને જ્ઞાની
Page 50 of 67
Page #51
--------------------------------------------------------------------------
________________
ભગવંતોએ પચ્ચકખાણનું પ્રત્યક્ષ ળ કહેલું છે. ઇચ્છાઓના સંયમનો આનંદ અંતરમાં પેદા થતો જાય અને વૃદ્ધિ પામતો જાય છે એના કારણે અનુકુળ પદાર્થોની ઇચ્છાઓ એ અશાંતિનું મૂળ છે. આત્માની શાંતિમાં વિઘ્ન કરનારી છે અને આત્મામાં રહેલી શાંતિને લૂંટી લેનારી છે એવી બુધ્ધિ પેદા થતી જાય છે અને સ્થિર થતી જાય છે આ પચ્ચકખાણ આવશ્યક કહેવાય છે.
(૧) અનેક પ્રકારના પચ્ચક્ખાણો જેન શાસનમાં કહેલા છે. નાનામાં નાના પચ્ચકખાણથી શરૂ કરીને એટલે જેમકે મુઠશી, ગંઠશી, વેઢશી ઇત્યાદિ મુઠશી એટલે મુંઠીવાળીને ત્રણ નવકાર અથવા એક નવકાર ન ગણું ત્યાં સુધી ચારે આહારના ત્યાગનું પચ્ચકખાણ છે. એજ રીતે ગંઠશી = ગાંઠ, વેઢશી = વીંટી પહેરેલી હોય છે. એવી જ રીતે પોતાના શરીર ઉપર જે કોઇ અલંકાર પહેરેલા હોય જેમકે ઘડીયાળ, ચશ્મા. પહેરેલા હોય તો પોતે મનમાં ધારણા કરેકે જ્યાં સુધી ઘડીયાળ હાથ ઉપર છે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. ચશ્મા પહેરેલા છે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ તેમજ પોતાના ગજવામાં રાખેલી હોય તેમાંથી કોઇપણ ચીજની ધારણા કરી ગજવામાં હોય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ એટલે જ્યારે ખાવા પીવાની ઇચ્છા થાય તો એ ચીજોને બાજુમાં મુકી પછી ખાવા પીવાનું શરૂ કરવું. આ રીતે ધારણા કરીને મનથી પણ પચ્ચખાણ કરવાથી ઘણો લાભ થાય છે કારણકે વારંવાર ખાવા પીવાની ઇચ્છાવાળાને કાઢવા પહેરવા. આદિ કરતાં કંટાળો આવશે અને પછી ખાવા પીવાની ઇચ્છાઓનો સંયમ થશે તેમજ સંજ્ઞાઓનો સંયમ થશે. આવા પણ નિયમો માટે જ્ઞાની ભગવંતો કહે છેકે જે તે વખતે આયુષ્યનો બંધ પડે તો એટલે આવા નિયમના પચ્ચખાણમાં આયુષ્ય બંધાય તો નિયમા દેવલોકનું આયુષ્ય બંધાય છે આટલો મોટો લાભ છે.
આ રીતે નાનામાં નાના પચ્ચકખાણ લેવાથી પાપથી છૂટાય પાપની ભીરુતા પેદા થાય એટલે આવે અને એટલે અંશે આત્મામાં ધર્મ પેદા થાય. આ પણ મોટો લાભ છે.
(૨) નવકારશી :- સૂર્યોદય થયા પછી અડતાલીશ મિનિટ થયા પછી નવકારશીનો સમય થાય છે. જો એ સમયે એને ખાવા પીવાની ઇરછા ના હોય અને જેટલો ટાઇમ ખાધા પીધા વગરનો અધિક પસાર કરે પણ તેનું પચ્ચકખાણ ન હોવાથી તેનો લાભ થતો નથી પણ ખાવાપીવાનું પાપ લાગ્યા કરે છે તે વખતે નવકારશીના પચ્ચખાણની સાથે મુઠશી પચ્ચખાણ લીધેલું હોય તો ખાવા પીવાનું પાપ લાગતું નથી. એટલે કે નવકારશી-મુઠશી સાથે લીધેલું હોય તો જ્યાં સુધી નવકારશીના ટાઇમ પછી ખાય પીએ નહિ તો પણ તેને પચ્ચકખાણનો લાભ મળે છે. બાકી નહિ.
નવકારશીનું પચ્ચકખાણ સૂર્યોદય પહેલા ત્રણ કલાક સુધીમાં ધારેલું હોય તોજ એ પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. સૂર્યોદય પછી ધારવામાં આવે નવકારશી કરે તો પણ એને નવકારશીનો લાભ મળતો નથી કારણકે એ પચ્ચખાણ અશુદ્ધ ગણાય છે. એ નવકારશી કરનારો જીવ નવકારશીના ટાઇમથી ચારે પ્રકારના આહારનો ગમે ત્યારે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરવા માટેની છુટ્ટી થાય છે તો પણ એ જીવા આખો દિવસ આહાર કરતો નથી. એકવાર ચારે પ્રકારના આહારનો ઉપયોગ કર્યા પછી કલાક-બે કલાક-ચાર કલાક પછી એ જીવ આહારના પુદ્ગલોનો ઉપયોગ કરે છે તો કેટલા ટાઇમ સુધી આહારના પુગલોનો ઉપયોગ કર્યો નથી એ ટાઇમમાં આહાર ખુલ્લો રહેલો હોવાથી આહાર ન કરવા છતાં પણ આહારના ત્યાગનો લાભ મલતો નથી કારણ કે એનું પચ્ચખાણ કરેલું નથી એટલે કે એને આહારના ત્યાગનું પચ્ચખાણ કરેલું નથી અને એ વખતે જો આયુષ્યનો બંધ કરે તો આહારનો ત્યાગ ન કરેલો હોવાથી અંતરમાં આહારની ઇચ્છા રહેતી હોવાથી તિર્યંચ આયુષ્યનો બંધ પડી શકે છે પણ સદ્ગતિનું
Page 51 of 67
Page #52
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય બંધાતુ નથી.
ત્યાગમાં ઉપયોગની સ્થિરતા એટલી કર્મ નિર્જરા વધારે. પચ્ચકખાણમાં રહીને જીવન જીવાય તો આહાર સંજ્ઞા ઓછી થાય. આહારનો અભિલાષ તિર્યંચગતિનું કારણ છે તેને તોડવા માટે જ પચ્ચકખાણ કરવાના છે.
પચ્ચખાણ કર્યા પછી એ કાળમાં ખાવાની ઇચ્છા બેઠેલી હોય તો અકામ નિર્જરા થાય પણ ચ્ચકખાણમાં આગળ વધારવા માટે એ પચ્ચખાણ સહાયભૂત થતું હોવાથી જીવોને શરૂઆત કરાવવા કરાવવાનું વિધાન કહેલું છે કારણકે ધીમે ધીમે પુરૂષાર્થ કરીને કરાવીને સકામ નિર્જરા કરાવતા. કરાવવાના છે માટે અકામ નિર્જરાવાળા પચ્ચકખાણને પણ કરાવવામાં સહાયભૂત થવાનું છે.
૩) પોરિસિ પચ્ચખાણ - પોરિસિ પચ્ચખાણ જે દિવસે કરવું હોય તો નવકારશીના પચ્ચકખાણ પારવાના સમય પહેલા એ પોરિસિનું પચ્ચખાણ ધારવું જોઇએ તો જ એ પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. નવકારશીના ટાઇમથી કે નવકારશીના ટાઇમ પછી પોરિસિનો ટાઇમ આવે ત્યાં સુધીમાં પોરિસિ પચ્ચકખાણ ધારીને કે ધાર્યા વગર એ પોરિસિ પચ્ચકખાણ લેવામાં આવે તો એ પચ્ચકખાણ અશુદ્ધ ગણાય છે. એ પચ્ચકખાણથી પોરિસિનો લાભ મલતો નથી પણ સાથે મુઠસી પચ્ચકખાણ બોલાય છે માટે એ મુઠસીનો લાભ મળે છે માટે પચ્ચકખાણ કરનારે ખાસ ઉપયોગ રાખી પચ્ચકખાણ કરતા શીખવું જોઇએ.
(૪) સાઢ પોરિસ :- સાઢપોરિસિનું પચ્ચકખાણ કરવાની ભાવના હોય તો પોરિસિના પચ્ચખાણના સમય પહેલા સાઢપોરિસિની ધારણા કરી લેવી જોઇએ. જો એ રીતે ધારણા કરવામાં ન આવે તો પોરિસિ પચ્ચખાણના ટાઇમ પછી સાટ પોરિસિ પચ્ચખાણ કરે તો તે પચ્ચખાણ શુધ્ધ ગણાતું નથી. પણ અશુદ્ધ ગણાય છે પણ એની સાથે મુઠસી પચ્ચખાણ અપાય છે. એનો લાભ થાય છે માટે સાઢપોરિસિ કરનારા જીવોને આ ઉપયોગ ખાસ રાખીને પચ્ચકખાણ કરવું જોઇએ.
(૫) પુરિમુટ્ટ પચ્ચખાણ :- સૂર્યોદયથી બે પ્રહરના ટાઇમે થતું પચ્ચખાણ તે પરિમુઢ પચ્ચખાણ કહેવાય છે. આ પચ્ચખાણ સવારથી ધારવાની જરૂર નહિ. પચ્ચખાણના ટાઇમે અથવા પચ્ચખાણના ટાઇમ પછી પણ આ પચ્ચખાણ કરે તો તે પચ્ચકખાણનો સંપૂર્ણ લાભ મળે છે અને શુધ્ધ ગણાય છે એમાં મુખ્ય કારણ એ જણાય છેકે સાધુ ભગવંતાને બે પ્રહર પછી આહાર આદિનું વિધાન છે એવી જ રીતે શ્રાવકોને પણ એકાસણાથી ઓછા પચ્ચખાણનું વિધાન નથી અને એ એકાસણું મધ્યાહુકાળની પૂજા કર્યા પછી કરવાનો વિધિ છે માટે પુરિમટ્ટનું પચ્ચખાણ થઇ શકે છે એમ જણાય છે.
(૬) અવઠ્ઠ પચ્ચકખાણ - સાંજના સૂર્યાસ્તનો લગભગ એક પ્રહર કે એથી વધારે ટાઇમ બાકી રહે ત્યારે લગભગ આ પચ્ચકખાણ આવે છે એ પચ્ચકખાણના ટાઇમે અથવા ટાઇમ પહેલા કે પછી ગમે ત્યારે ધારીને પચ્ચખાણ કરે તો પણ તે પચ્ચખાણ શુધ્ધ ગણાય છે એનો લાભ મળે છે.
સાંજના પચ્ચખાણનું વર્ણના
(૧) નવકારશી કરનારા જીવો સૂર્યાસ્ત પહેલા ત્રણ ક્લાક બાકી રહે અથવા એક પ્રહર બાકી રહે ત્યારે ભોજન એટલે જમવાના આહારનો ત્યાગ કરી હવે સાંજે એકલું પાણી જ પીવું છે એમ નક્કી કરે મનથી અથવા તે વખતે તિવિહારનું પચ્ચકખાણ કરે તો સાંજે સૂર્યાસ્ત વખતે અથવા પ્રતિક્રમણ ટાઇમે એક આહાર જે પાણીનો ખુલ્લો છે તે બંધ કરવા માટે પાણહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એટલે આવા
Page 52 of 67
Page #53
--------------------------------------------------------------------------
________________
જીવોને સાંજે પાણહારનું પચ્ચખાણ લેવાનું હોય છે પણ ચોવીહાર લેવાનું હોતું નથી.
નવકારશી કરનારે સાંજે સૂર્યાસ્ત પહેલા ત્રણ કલાક સુધીમાં જમવાના આહારનો ત્યાગ ન કર્યો. હોય તો સાંજે પ્રતિક્રમણ વખતે ચોવીહારનું પચ્ચખાણ કરવાનું હોય છે અથવા પાણી રાતના વાપરવાનું હોય તો તિવિહારનું પચ્ચકખાણ કરવાનું હોય છે. કોઇ જીવોને દવા લીધા વગર અસમાધિ થતી હોય તો દવા ને પાણી લેવા માટે દુવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે.
(૨) બિયાસણાના પચ્ચખાણવાળા જીવોને પહેલુ બિયાસણું સવારે અથવા બપોરે કરેલું હોય તો પહેલુ બિયાસણું કરીને ઉઠતા મુઠસી પચ્ચખાણ કરવાનું હોય છે અને બીજુ બિયાસણું સાંજે કરવા બેઠો હોય અને ભાણા ઉપર જમતા જમતા પાણી પીને પૂર્ણ કરતા સૂર્યાસ્ત થાય એટલે ઉક્યા પછી પાણી વાપરવાનું ન હોય અથવા પાણી વાપરવાનો ટાઇમ ન રહે તો તે વખતે ચોવીહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એ જીવોને પાણહારનું પચ્ચખાણ કરવાનું નથી.
અને બીજુ બિયાસણું બપોરે કે સાંજે પૂર્ણ કર્યા પછી ભાણા ઉપરથી ઉઠીને પાણી પીવાનો ટાઇમ રહ્યો હોય અને પાણી પીએ પછી પચ્ચખાણ કરવાનું હોય તો સાંજે સૂર્યાસ્ત વખતે અથવા પ્રતિક્રમણના ટાઇમે પાણહારનું પચ્ચખાણ કરવાનું હોય છે.
બિયાસણાવાળા જીવો સાંજે ચોવીહાર પચ્ચકખાણ જે કરે છે તેઓને ઠામ ચઉવીહાર પચ્ચખાણ ( બિયાસણું) કહેવાય છે.
(૩) જે જીવોએ એકાસણાનું પચ્ચખાણ કર્યું હોય અને જમીને એટલે એકાસણું કરીને ઉઠતા. તિવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એટલે એક પાણીનો આહાર ખુલ્લો રાખ્યો છે તે સૂર્યાસ્ત સુધીમાં ગમે તેટલી વાર ગમે ત્યારે પાણી પી શકે છે અને સાંજે અથવા પ્રતિક્રમણના ટાઇમે પાણહારનું પચ્ચકખાણ કરવાનું હોય છે.
જે જીવોએ એકાસણું કરીને ઉઠતાં એટલે જમ્યા પછી ઉઠીને સૂર્યાસ્ત સુધીમાં પાણી પીવું ન હોય અથવા ન પીધું હોય તો સાંજના અથવા પ્રતિક્રમણના ટાઇમે ચઉવીહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એ જીવોને પાણહાર પચ્ચખાણ કરાય નહિ. જો પાણહાર કરે તો દોષ લાગે આ ઠામ ચઉવીહાર એકાસણું કહેવાય છે.
(૪) જે જીવોએ આયંબિલ કર્યું હોય અથવા આયંબિલ કરીને ઉક્યા પછી તિવિહાર કર્યો હોય તો સૂર્યાસ્ત સુધીના ટાઇમમાં ગમે ત્યારે ગમે તેટલી વાર પાણી પી શકે છે અને ઉઠતી વખતે ચઉવીહાર કર્યો હોય તો સાંજે અથવા પ્રતિક્રમણના ટાઇમે ચઉવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે તે ચઉવિહારના પચ્ચકખાણવાળાને ઠામ ચઉવિહાર આયંબિલ કહેવાય છે.
(૫) જે જીવોએ ઉપવાસ કર્યો હોય એ ઉપવાસમાં સૂર્યાસ્ત સુધીના ટાઇમમાં પાણી વાપર્યું હોય તો સાંજે પાણહારનું પચ્ચખાણ પાણીના આહારના ત્યાગ માટે કરવાનું હોય છે અને ઉપવાસમાં સવારથી જેઓએ ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો સવારથી ચારે પ્રકારના આહારનો ત્યાગ હોવાથી સાંજના ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરવાનું હોય છે.
આ રીતે જીવ પોતાની શક્તિ મુજબ આહાર ત્યાગનું પચ્ચખાણ કરીને ઇરછા નિરોધ કરવાનો પ્રયત્ન કરતો જાય છે જેમ આહાર ત્યાગના પચ્ચખાણ કહેલા છે તેમ અપ્રશસ્ત કષાય ત્યાગના પણ પચ્ચકખાણ જૈન શાસનમાં કહેલા છે. અપ્રશસ્ત રાગાદિ પરિણામના ત્યાગના પચ્ચખાણ પણ કહેલા છે
Page 53 of 67
Page #54
--------------------------------------------------------------------------
________________
અને અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગના વ્યાપારના ત્યાગના પચ્ચક્ખાણ પણ કહેલા છે તેમજ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે શક્તિ મુજબ અવિરતિના ત્યાગના પચ્ચક્ખાણ કરવાનું પણ વિધાન કહેલું છે. એટલે કે પુણ્યના ઉદયથી જે કોઇ અનુકૂળ સામગ્રી મળેલી હોય તે સ્વેચ્છાએ અનુકૂળ સામગ્રીના ભોગવટાનો ત્યાગ કરવો એને અવિરતિના ત્યાગનું પચ્ચક્ખાણ કહેવાય છે. આ રીતે ક્રમસર ત્યાગ કરવાની શક્તિ પેદા કરતા કરતા ઇચ્છા નિરોધ ત્યાગ કરતો જાય તો ધીરે ધીરે એવી શક્તિ અને સત્વ પેદા થાય કે છેલ્લે પ્રશસ્ત મન, વચન, કાયાના યોગના વ્યાપારના ત્યાગ કરવાની શક્તિ પેદા થાય એટલે યોગ નિરોધ કરવાની શક્તિ પેદા થાય અને યોગ નિરોધ કરી જીવો અશરીરી બને છે.
આથી આહાર ત્યાગના પચ્ચક્ખાણથી કષાય ત્યાગ-રાગાદિ ત્યાગ અવિરતિ ત્યાગ કરતા કરતા અત્યારે આ કાળમાં જીવોને શરીરના રાગાદિ પજવી શકે નહિ એટલે કે શરીરનું ભેદ જ્ઞાન પેદા થતું જાય છે અને એના કારણે શરીરનો રાગ આત્માનો ધર્મ પેદા કરવામાં વિઘ્ન રૂપ થાય નહિ કારણકે વર્તમાનમાં મોટે ભાગે શરીરને તકલીફ પડે એ રીતે ધર્મક્રિયા થતી નથી. શરીર સારૂં હશે તો ધર્મ સારી રીતે થઇ શકશે. આ ભાવ અંતરમાં રાખીને શરીરની સુખાકારી સાચવીને મોટ ભાગે ધર્મ થાય છે આથી ધર્મમાં જેવો
જોઇએ તેવો વીર્યોલ્લાસ પેદા થતો નથી અને એમાં જો સામાન્ય શરીર બગડે કે તરત જ ધર્મ ક્રિયાઓ તપ વગેરે જીવનમાં ઓછો થઇ જાય છે, મૂકાઇ પણ જાય છે. આથી તપશ્ચર્યા આદિ કરવા છતાંય શરીરનું ભેદજ્ઞાન પેદા થતું નથી. જો શરીરનું ભેદજ્ઞાન થવા માંડે તો જ દર્શન મોહનીય કર્મ એમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ મંદ રસવાળું થતું જાય અને જીવ આગળ વધવાનો પ્રયત્ન કરતા ગ્રંથી ભેદ કરી ક્ષયોપશમ ભાવે સમકીતની પ્રાપ્તિ કરી શકે અને એમાંથી શક્તિ હોય તો ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા કરી ચારિત્રનો સ્વીકાર કરે અને પોતાના જીવનમાં શરીર પાસેથી જેટલું લેવાય એટલું કામ લેતો લેતો સારામાં સારી રીતે સકામ નિર્જરા કરતો કરતો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચારે ઘાતી કર્મોનો રસ મંદ કરતો કરતો આત્માની અનંત વિશુધ્ધીનો અનુભવ કરતો ભવની પરંપરા એટલે જન્મ મરણની પરંપરાનો નાશ કરતો જાય છે અને ચિત્તની પ્રસન્નતા પેદા કરીને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આત્માની વિશુધ્ધિ વધારવામાં, સ્થિર રાખવામાં સહાયભૂત થતા સન્ની પર્યાપ્તાપણાના ભવોના અનુબંધ બાંધી એ ભવોને પ્રાપ્ત કરી ઉત્તરોત્તર વિશુધ્ધિ વધારી છેલ્લે મનુષ્યપણાને પામી પુરૂષાર્થ કરીને યોગ નિરોધ કરી અશરીરીપણાને પ્રાપ્ત કરે છે એટલે કે સિધ્ધિગતિને પામે છે. આ પચ્ચક્ખાણનું પરોક્ષ ફ્ળ કહેવાય છે.
વર્તમાનમાં પચ્ચક્ખાણ કરતા કરતા આહાર ત્યાગ-ઇચ્છાનિરોધ-અપ્રશસ્ત કપાય
ત્યાગ-અપ્રશસ્ત રાગાદિ ત્યાગ-અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગનો ત્યાગ કરતાં અવિરતિથી સાવધ રહી જીવન જીવવા પ્રયત્ન કરે અથવા શક્તિ હોય તો અવિરતિનો ત્યાગ કરી સર્વ વિરતિને પ્રાપ્ત કરીને જીવન જીવવું અને અપ્રમત્ત ભાવ પેદા કરવા પ્રયત્ન કરવો એ વર્તમાનના પચ્ચક્ખાણનું પ્રત્યક્ષ ફ્લ કહેવાય છે તો સૌ કોઇ આ જાણીને આવશ્યક કરતા કરતા આત્માનું કલ્યાણ સાધનારા બનો એ
અભિલાષા.
Page 54 of 67
Page #55
--------------------------------------------------------------------------
________________
દર્વાસિમ્પ્રતિક્રમણ ર્વાિધિ
શ્રાવક ઘરેથી નીકળીને પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રય આવવા માટે નીકળે તે સામાયિકના ઉપકરણો બરોબર છે કે નહીં તે ઉપયોગ રાખીને જુવે અને જોઇને એ ઉપકરણો લઇને ઇર્યાસમિતિ પાળતો. પાળતો ઉપાશ્રયે આવે ઇર્યાસમિતિનું પાલન કરતા કરતા ઉપાશ્રયે આવવા છતાં પણ ઉપયોગથી કે અનઉપયોગથી મન, વચન, કાયાથી કોઇપણ જીવની હિંસા થયેલી હોય તો એ હિંસાથી પાછા વા માટે પોતાના અશુધ્ધ કપડાને છોડીને શુધ્ધ કપડાનો ઉપયોગ કરે અને એ શુધ્ધ કપડાં પહેરીને જો પ્રતિક્રમણની વાર હોય તો ભગવાનના દર્શન કરવા જવાનું વિધાન છે. કારણ કે અશુધ્ધ કપડા પહેરીને ભગવાનનું દર્શન કરવા જવાય નહી ત્યાર પછી દર્શન કરીને આવ્યા પછી સામાયિક લેવા માટે ગુરૂ ભગવંતના સ્થાપનાચાર્યજી હોય અથવા સંઘના સ્થાપનાચાર્યજી રાખેલા હોય તો સંઘના સ્થાપના ચાર્યજીને જો શ્રાવકે આખા દિવસમાં એક વાર પડિલેહણ કરેલા હોય તો એ સ્થાપનાચાર્યજી ના સાથે ગુરૂની સ્થાપના કર્યા વગર અથવા સ્થાપનાચાર્યજીના હોય તો જે પોતાની પાસે સ્થાપનાચાર્યજી હોય તેને નાભિથી ઉપરના ભાગે મૂકીને નવકારને પંચિંદિયથી ગુરૂની સ્થાપના કરે અને પછી ખમાસમણ દઇને ઇરિયાવહિયા સૂત્રની શરૂઆત કરે પછી ઇરિયા વિહિયા બોલી તસ્સ ઉત્તરી બોલો અન્નચ્ય બોલી એક લોગસ્સનો કાઉસ્સગ કરી પારી અને અંતરમાં આનંદ થાય છેકે ઘરેથી નીકળી અહીં આવ્યો તેમાં જાણતા અજાણતા મારા જીવથી.
Page 55 of 67.
Page #56
--------------------------------------------------------------------------
________________
જે કાંઇ વિરાધના થઇ હોય તેના પાપથી છુટ્યો એટલે કે એ પાપ મારૂં નાશ થયું એનો આનંદ અંતરમાં પેદા થાય છે એ આનંદને કારણે આ વનું પ્રતિપાદન કરનાર એટલે કે બતાવનાર ૨૪ તીર્થંકર પરમાત્માની સ્તુતિ આનંદપૂર્વક બોલવાનું મન થાય છે માટે કાઉસગ્ગ પછી ઉપર લોગ્સસ બોલવાનું વિધાન છે. લોગસ્સ પૂર્ણ બોલ્યા પછી ખમાસમણ દઇને ગુરૂ ભગવંત પાસે સામાયિક લેવા માટે મુહપત્તિના પડિલેહણ માટે આદેશ માંગે છે. એ મુહપત્તિનું પડિલેહણ કરવાની શરૂઆત કરે ત્યારે શ્રાવકે ૫૦ બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવાનું વિધાન છે. શ્રાવિકાને ૪૦ બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવાનું વિધાન છે. આ રીતે ૫૦ બોલ વિના મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે તો જ્ઞાની ભગવંતોએ ૬ કાય જીવનો વિરાધક કહેલો છે એટલે કે ૬ કાય જીવની વિરાધનાનું પાપ લાગે છે. આ રીતે મુહપત્તિનું પડિલેહણ કરી લીધા પછી અંતરમાં વિર્ષોલ્લાસ પેદા થતાં આનંદ વિશેષ રીતે પેદા થતાં બે ઘડી સુધી મન, વચન, કાયાથી સાવધા વેપાર કરવા રૂપે અને સાવધ વેપાર કરાવવા રૂપે ત્યાગ કરવા માટે જીવ જે આવેલો છે એનો આનંદ પેદા થતાં ગુરૂ ભગવંત પાસે સામાયિકમાં રહેવા માટેનો ભાવ પ્રગટ કરે છે. એટલે પોતાના ભાવ મુજબ પોતાના આત્માને સામાયિકમાં સ્થિર રહેવા માટે સામાયિકની વિધિની શરૂઆત કરે છે એટલે કે ખમાસમણું આપે છે. આ ખમાસમણની વિધિ ગુરૂ પ્રત્યે બહુમાન અને આદરભાવ જણાવા માટે છે અને ત્યાર પછી સામાયિક સંદિ સાહુનો આદેશ માંગે છે. ગુરૂ ભગવંત આદેશ આપે એટલે વિશેષ આનંદ પેદા કરીને મારી યોગ્યતા. મુજબ ગુરૂ ભગવંત મને સામાયિક કરવા માટેનો આદેશ આપી રહેલા છે એટલે કે આદેશ આપ્યો એના આનંદમાં ફ્રીથી ગુરૂ પ્રત્યે બહુમાન પ્રગટ કરવા માટે ખમાસમણ દે છે. માટે ખમાસમણ દઇને સામાયિક ઠાઉં એનો આદેશ માંગે છે એટલે હું સામાયિકમાં રહેવા માંગુ છું એવો ભાવ પ્રગટ કરે છે. એટલે ગુરૂ ભગવંત કહે છે કે તું જે રીતે રહેવા માંગે છે તેમાં સારી રીતે રહે એટલે ઉભા થઇને પંચપરમેષ્ઠિના આત્માઓ જીંદગીભરના સામાયિકમાં રહેલા છે એમને યાદ કરીને એક નવકાર ગણીને સામાયિક દંડક ઉચ્ચરાવોજી એવો આદેશ માંગે છે એટલે ગુરૂ ભગવંત એ જીવોને સાવધ વેપારના ત્યાગનું પચ્ચખાણ કરાવે છે.
અનંતા તીર્થંકર પરમાત્માઓએ પોતાના જીવનમાં છેલ્લે ભવે સર્વ સાવધ વેપારના ત્યાગરૂપે પચ્ચખાણ કરીને મન, વચન, કાયાથી એકાગ્રતા જાળવીને સમતાભાવ કેળવી પોતાના સઘળાય કર્મોનો ભૂક્કો બોલાવીને એટલે કે ઘાતિકર્મોનો નાશ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી એજ સામાયિક અનુકરણ રૂપે એટલે કે દેશથી એટલે કે મન, વચન, કાયાથી સાવધ વેપારને કરવા રૂપે ને કરાવવા રૂપે ત્યાગનું પચ્ચકખાણ બે ઘડી સુધી કરવાની તક મળે કે જ કરતા કરતા સર્વ સાવધ વેપારનો ત્યાગ મન, વચન, કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે ને અનુમોદવાના ત્યાગ રૂપે કરવાની શક્તિ પેદા થાય એ હેતુથી ગુરૂભગવંત પાસે બહુમાનને આદરભાવ પેદા કરીને વિનયપૂર્વક સામાયિક દંડક ઉચ્ચરે છે. સામાયિક દંડક ઉચ્ચર્યા પછી ગુરૂભગવંતે થોડાકાળ માટે સાવધ વેપારના ત્યાગનું પચ્ચખાણ કરાવ્યું એનો આનંદનો વૃદ્ધિ પામતા એ સામાયિકનો કાળ શક્તિ હોય તો ઉભા ઉભા જ પૂરો કરવાની ભાવના હોય છે. ઉભા ઉભા કદાચ પગ કમ્મરનો દુ:ખાવો પેદા થાય અને એ દુ:ખાવો પ્રસન્નતાપૂર્વક સહન થઇ શકે એવી શક્તિ હોય તો ત્યાં સુધી સહન કરે છે અને જ્યારે એ દુ:ખાવો સહન ન થાય અને અંતરમાં અશુભ વિચારોની શરૂઆત થાય અને એ અશુભ વિચારોથી આર્તધ્યાન રોદ્રધ્યાનના પરિણામ પેદા ન થાય એ હેતુથી તેમજ ગુરૂ ભગવંત પોતાના સામાયિકના કાળ સુધી પોતાની પાસે બેસી ન રહેવાના હોવાથી
Page 56 of 67
Page #57
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ દઇને અને સામાયિકમાં બેસવું પડે તો બેસવાની છુટ માટે આદેશ માંગીને રજા લે છે એટલે બેસણે સંદિસાહુનો આદેશ માંગે છે પછી પાછું ખમાસમણ દઇને બેસણે ઠાઉંનો આદેશ માંગે છે. એટલે ગુરૂ ભગવંત બેસવું પડે તો બેસવાની છુટ આપે છે એના પછી સામાયિકમાં પોતાને જે કરવાનું છે એ કર્તવ્યનો પુરૂષાર્થ કરવા માટે એટલે કે સામાયિકમાં હું સ્વાધ્યાય કરીશ માટે સ્વાધ્યાય કરવાના આદેશ માંગે છે એટલે ખમાસમણ દઇને સજ્ઝાય સંદિસાહુનો આદેશ માંગે છે પછી ફરીથી ખમાસમણ દઇને સજ્ઝાય કરુંનો આદેશ માંગે છે તે વખતે ગુરૂભગવંત “કરેહ” કહે છે. એટલે કે વિર્યોલ્લાસપૂર્વક જ્યાં સુધી પ્રસન્નતા ટકે ત્યાં સુધી સ્વાધ્યાય કરો એમ આદેશ આપે છે એટલે શ્રાવક તે વખતે વિર્યોલ્લાસપૂર્વક મંગલ સ્વાધ્યાયની શરૂઆત કરવા ઉલ્લાસપૂર્વક ત્રણ નવકાર ગણે છે.
આ રીતે સાંજે પ્રતિક્રમણ વખતે સામાયિક લીધા પછી પચ્ચક્ખાણ કરવાની વિધિ માટે ખમાસમણ દઇને મુહપત્તિના પડિલેહણનો આદેશ માંગે છે અને એ મુહપત્તિનું પડિલેહણ કરીને જે ગુરૂભગવંત પાસે પાપની આલોચના કરીને પાપનો મિચ્છામિ દુક્કડં દઇને પાપથી પાછા ફરવાનું મન થયું છે તેમને બે વાંદણા લઇને વંદન કરે છે એમાં જો ચોવિહાર ઉપવાસ કરેલો હોય તો મુહુપત્તિને વાંદણા એને લેવાના હોતા નથી. ઉપવાસમાં જો પાણી વાપરેલું હોય તો મુહપત્તિનું પડિલેહણ એકલુંજ કરવાનું હોય છે. આ રીતે જે જીવોએ આહારનો ઉપયોગ કરેલો હોય એ આહારના ત્યાગ માટે ગુરૂ ભગવંતની પાસે મુહપત્તિ ને બે વાંદણા દઇને વંદન કરવાનો વિધિ છે બે વાંદણા પૂર્ણ થાય એટલે ગુરૂ ભગવંત પાસે પચ્ચક્ખાણનો આદેશ માંગે છે.
ગુરૂ ભગવંત પાસે પચ્ચક્ખાણ કર્યા પછી ગુરૂ ભગવંતની સાથે પ્રતિક્રમણની શરૂઆત કરે છે. આખા દિવસમાં થયેલા પાપથી પાછા ફરવા માટે એ પાપનો “મિચ્છામિ દુક્કડમ્” દેવા માટે મંગલ રૂપે સૌથી પહેલા ઉપકારી એવા તીર્થંકર પરમાત્માઓને સ્તુતિ રૂપે દેવવંદનની શરૂઆત કરે છે એમા ચૈત્યવંદન કર્યા બાદ પહેલા એક નવકારનો કાઉસગ્ગ કોઇપણ એક તીર્થંકરની સ્તવના રૂપે છે અથવા કોઇપણ તીર્થની સ્તવના રૂપે એ કાઉસગ્ગ કહેલો છે ત્યાર પછી બીજા નવકારના કાઉસગ્ગ ૨૪ તીર્થંકર પરમાત્માઓ એમના ભવોની વિચારણા એમણે જે રીતે સંયમ લીધું એ સંયમની વિચારણા એમાં ચોવીસે તીર્થંકર પરમાત્માઓ જેવા ભાવથી રહ્યા એવો ભાવ આપણા અંતરમાં સ્થિર રૂપે રહે એ છેલ્લા ભવની વિચારણા એની સ્તવના રૂપે એ કાઉસગ્ગ કહેલો છે. ત્રીજો એક નવકારનો કાઉસગ્ગ તીર્થંકર પરમાત્માઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી તીર્થંકર નામકર્મ ખપાવવા માટે જે રીતે વાણીનો ધોધ વહેવડાવે છે એ વાણીના શબ્દોની સ્તુતિ રૂપે એમની સ્તવના થાય છે આથી એ વાણી કેવા પ્રકારની છે એ વાણીના શબ્દો કઇ કઇ રીતે જગતને વિષે ફ્લાયેલા છે અને એ વાણીના શબ્દો ભવ્ય જીવોને કેવી કેવી રીતે ઉપકાર રૂપે બનેલા છે એની સ્તવના રૂપે અથવા શ્રુતજ્ઞાનની આરાધના માટે આ ત્રીજો કાઉસગ્ગ કરવાનું વિધાન છે. ચોથો એક નવકારનો કાઉસગ્ગ તીર્થંકર પરમાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જે તીર્થની સ્થાપના કરે છે એ તીર્થરૂપી શાસન-એની પ્રભાવના-એની ઉન્નતિ અને એ શાસનથી અનેક ભવ્ય જીવો પોતાના આત્માનું કલ્યાણ સારી રીતે નિર્વિઘ્નપણે કરતા કરતા પોતાનું જીવન જીવતા થાય એ હેતુથી દરેક તીર્થંકરના શાસનની રક્ષા અને પ્રભાવના કરનારા યક્ષ અને યક્ષિણી દેવો કે જે ભગવાનની વાણીના શબ્દોથી અધિષ્ઠિત થયેલા છે એ શાસન દેવો પાપની આલોચના કરવામાં મને સહાયભૂત થાઓ અને પાપોનો નાશ કરીને ફરીથી એવા પાપો કરવાની ભાવના ન થાય એવી શક્તિ આપો એ મારે શાસન દેવતાનો કાઉસગ્ગ કરાય છે.
Page 57 of 67
Page #58
--------------------------------------------------------------------------
________________
આ રીતે ચાર સ્તુતિ પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્માઓની સ્તવના રૂપે “નમુથુણં” સૂત્ર બોલીને અરિહંત, સિધ્ધ, આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોને યાદ કરીને વિશેષ રીતે એમને નમસ્કાર કરવામાં આવે છે. આ રીતે વિયાંલ્લાસપૂર્વક નમસ્કાર કરીને આખા દિવસમાં સવારે જાગૃત થયા પછી અહીં આવ્યા ત્યાં સુધીમાં મન, વચન, કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે જે કોઇ પાપ થઇ ગયેલા હોય. આખા દિવસમાં જાણી જોઇને પાપ કર્યા હોય અથવા અજાણતાથી પાપ થયા હોય એ પાપોથી પાછા વા. માટે સ્કૂલથી એટલે કે સમુદાય રૂપે “મિચ્છામિ દુક્કડમ” માંગે છે. આ રીતે સ્થૂલથી પાપોથી પાછા એનો અંતરમાં આનંદ પેદા થતાં તેમજ આખા દિવસમાં કઇ કઇ રીતે પાપો થયાં એ પાપોને નાશ કરવા માટે વિસ્તારથી યાદ કરીને એ પાપોથી પાછા વા માટે શરૂઆત કરતા વર્તમાનમાં હું ક્યાં છું કયા સ્થાનમાં છું અને કઇ રીતે રહેલો છું એને યાદ કરવા માટે પોતે સામાયિક દંડક ઉચ્ચરેલું છે એનું સૂત્ર યાદ કરી જાય છે. એ “કરેમિ ભંતે” બોલ્યા પછી આખા દિવસમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એ પાંચે આચારના પાલનને વિશે શક્તિ મુજબ પાલન ન થયું હોય તો એ સૂત્રથી એનો “મિચ્છામિ દુક્કડમ” દેવા માટે પંચાચારનો કાઉસગ્ન કરે છે એટલે કે એ કાઉસગ્નમાં “નાસંમિ” ની. આઠ ગાથાઓની અર્થ સાથે વિચારણા કરવાની કહેલી છે એ વિચારણા કરતા કરતા આખા દિવસમાં એ આચારોનું પાલન થયેલુ ન હોય અને એનાથી વિરુધ્ધ આચરણ થયેલું હોય એને યાદ કરીને એના પાપથી પાછો ફ્રે છે એટલે કે “મિચ્છામિ દુક્કડમ્” દે છે.
પંચાચારના આચારનો કાઉસગ્ગ પૂર્ણ થયા પછી ઉપકારી એવા ચોવીસ તીર્થંકર પરમાત્માઓને સ્તવના કરીને કારણકે એમને પાપથી પાછા ક્રવાની આ ક્રિયા બતાવેલી ન હોતતો પાપથી એટલો હું ભારે થતો જાત. આથી એઓએ એટલો બધો ઉપકાર કર્યો છેકે જેમના પ્રતાપે હું પાપથી પાછો ફ્રી શક્યો. આ રીતે વિચારણા કરીને ઉપકારીઓ પ્રત્યેની સ્તવના રૂપે લોગસ્સ બોલીને બીજુ આવશ્યક શરૂ કરવું છે તેને માટે મુહપત્તિનું પડિલેહણ કરે છે અને એ મુહપત્તિનું પડિલેહણ કરીને ગુરૂભગવંતની આજ્ઞા લઇને બીજા આવશ્યક રૂપે તેમને વંદન કરે છે કારણકે પાપથી પાછા વા માટે અરિહંત પરમાત્માની સાક્ષી જેમ જરૂર છે એમ પાપને પાપરૂપે ઓળખાવીને પાપથી પાછા વા માટે વારંવાર હિતશિક્ષા આપીને પાપથી પાછા
વવાનો પ્રયત્ન કરે છે એવા ઉપકારી ગુરૂ ભગવંતને વંદન કરે છે. વંદન કર્યા બાદ પોતે છપ્રસ્થ હોવાથી અને આખા દિવસના થયેલા વિશેષ પાપોથી પાછા વા માટે પ્રતિક્રમણની શરૂઆત કરતા પહેલા ફ્રીથી દિવસના થયેલા પંચાચાર સંબંધી પાપોને યાદ કરીને એનો મિચ્છામિ દુક્કડમ આપી જગતમાં રહેલા ૮૪ લાખ જીવાયોનિને વિષે જેટલા જીવો રહેલા છે તે જીવોને આખા દિવસની અંદર મન, વચન, કાયાથી દુ:ખ આપવા રૂપે-દ્વેષ કરવા રૂપે જીવોની ઇર્ષા કરવા રૂપે તેમજ એ જીવોની જે હિંસા થયેલી હોય એનો મિચ્છામિ દુશ્મ આપી અંતરથી વિર્ષોલ્લાસપૂર્વક સઘળાય જીવો પ્રત્યે મૈત્રિભાવ પેદા કરીને આખા દિવસમાં ૧૮ પ્રકારના પાપસ્થાનકોમાંથી જાણતા અજાણતા જે કોઇ પાપોનું સેવન થઇ ગયેલું હોય એને પણ યાદ કરીને મિચ્છામિ દુક્કડમ આપી પોતાના આત્માને મંત્રી, પ્રમોદ, કારૂણ્ય ને માધ્યસ્થ એ ચારે ભાવનાથી વાસિત કરીને આખા દિવસને વિષે શ્રાવકના જીવનના આચાર રૂપે સમ્યકત્વના અતિચાર અપ્રશસ્ત રૂપે ઇન્દ્રિયોનો ઉપયોગ થયેલો હોય અપ્રશસ્ત રૂપે મન, વચન, કાયાના યોગનો વેપાર કરેલો હોય અને અપ્રશસ્ત રૂપે ક્રોધ, માન, માયા, લોભ એ ચારે પ્રકારનો ઉપયોગ (કષાયનો) કર્યો હોય એને યાદ કરી એની નિંદા ગર્ણ કરીને એવા પાપ વિશિષ્ટ આત્માનો ત્યાગ કરીને શ્રાવકના ૧૨ વ્રતોમાંથી જે જે વ્રતોના.
Page 58 of 67
Page #59
--------------------------------------------------------------------------
________________
જેટલા અતિચાર કહેલા છે એ અતિચારોનું સેવન થયેલું હોય એટલે કે આચરણ કરેલું હોય એ આચરણનું નિંદા અને ગહ કરતા કરતા દિવસ સંબંધી થયેલા પાપથી હું પાછો ફ્રુ એટલે કે મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. આ રીતે ઉપયોગપૂર્વક શ્રાવકના અતિચારોનું મિચ્છામિ દુક્કડમ્ દેતા પ્રતિક્રમણ આવશ્યક કરતા કરતા વંદિતુ સૂત્ર બોલતો જાય છે. આ વંદિતા સૂત્રને વિષે શ્રાવકના ૧૨૪ અતિચાર એમાંના કોઇપણ અતિચારનું સેવન થઇ ગયેલું હોય એ પાપથી પાછા ક્રવાનું સૂત્ર છે અને જ્યારે એ ૧૨૪ અતિચારનો મિચ્છામિ દુક્કડમ્ પૂર્ણ થાય એટલે વિર્ષોલ્લાસપૂર્વક આખા દિવસમાં કરવા લાયક કરણી જીવનમાં કરી ના હોય અને ન કરવા લાયક કરણી જીવનમાં કરેલી હોય એને યાદ કરીને ન કરવા લાયક કરણીની નિંદા કરતો કરતો અને કરવા લાયક કરણી ન થઇ એનો પ્રશ્ચાત્તાપ કરતો કરતો પોતાના આત્માને સમક્તિથી વાસિત કરે છે એટલે કે પોતાના આત્માને સમકિતથી યુક્ત બનાવે છે. વંદિતાસૂત્રની ૩પમી ગાથામાં શ્રાવકને આખા દિવસમાં કરવા લાયક કરણીઓ કઇ કઇ છે. ન કરવા લાયક કરણીઓ કઇ કઇ છે એનું વર્ણન જણાવેલ છે. વંદિતાની ૩૩ ગાથા સુધીમાં ૧૨ વ્રતના સમ્યકત્વ આદિના ૧૨૪ અતિચાર આદિની. નિંદા અને ગહ અને પાપથી પાછા ક્રવાનું વર્ણન આવે છે.
બારેય પ્રકારના શ્રાવકના વ્રતોને વિશે અતિચાર લાગેલા હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ દઇને કરણીય પ્રવૃત્તિ આખા દિવસમાં થયેલી ન હોય એનો પશ્ચાતાપ કરીને અકરણીય પ્રવૃત્તિ આખા દિવસમાં જે થયેલી હોય તેની નિંદા કરીને પોતાના આત્માની મોહનીય કર્મની મંદતા કરતો કરતો દર્શન શુદ્ધિની શુધ્ધતા પેદા કરીને સમકિતી જીવોનું જીવન સંસારમાં રહીને જીવતો હોવા છતાં પણ નિર્ધ્વસ પરિણામ પેદા ન થઇ જાય એની કાળજી રાખીને જીવન જીવવાથી......
સંસારની પ્રવૃતિથી જે કાંઇ કર્મબંધ કરી રહેલા હોય છે તે નિયમા અભબંધવાળા કર્મ કરે છે. એટલે કે શુભ કર્મોનો બંધ તીવ્ર રસે બંધાય છે અને અશુભ કર્મોનો રસ અભ્યરસે બંધાતો જાય છે. આ રીતે પોતાના આત્માને સમકિતી જીવોના જીવનને યાદ કરીને એની અનુમોદના કરતા કરતા હું પણ આવી. રીતે જીવન જીવતો થાઉં એવી ભાવના ભાવતો જાય છે. અને બાર વ્રત આદિ સિવાયના બીજા જે કાંઇ પાપો. થઇ ગયેલા હોય એ પાપોને યાદ કરીને એની આલોચના કરતા કરતા આખા દિવસમાં થયેલા પાપોથી, હું ભાવ પેદા કરીને-કેવલી ભગવંતોને યાદ કરીને ઉલ્લાસ પૂર્વક ઉભા થઇ જગતમાં જેટલા ચેત્યો છે એમને નમન કરીને ૧૫ કર્મભૂમિને વિષે જેટલા સાધુ ભગવંતો છે એમને ઉલ્લાસપૂર્વક વંદન કરતો કરતો લાખો અને ક્રોડો વર્ષોના લાંબા કાળ સુધીના બંધાયેલા પાપોને પણ ચેત્યોને મુનિભગવંતો ને વંદન કરતા કરતા નાશ કરીને પોતાના આત્માને પાપથી હળવો ફ્લ બનાવે છે. આ રીતે પાપથી હળવો ફ્લ બનાવ્યા પછી જગતના સઘળાય જીવોની સાથે મન, વચન, કાયાથી ક્રોધાદિ કષાયોથી જે કોઇને દુભવ્યા હોય અંતરમાં દુ:ખ પેદા કરેલું હોય તે સઘળાય જીવોને અંતરથી ખમાવે છે એ સઘળાય જીવો મને પણ ક્ષમા આપો એવી માગણી કરીને સઘળાય જીવો પ્રત્યે દુશમન ભાવ દૂર કરીને મંત્રી ભાવ પેદા કરતો જાય છે. આ રીતે આત્માને મેત્રીભાવથી વાસિત બનાવીને ૨૪ તીર્થંકર પરમાત્માના શાસનમાં એમણે જે પ્રમાણે વિધિ કહી એ વિધિ પ્રમાણે મન, વચન, કાયાથી પાપથી પાછો એટલે કે એ પાપોની નિંદા ર્રહ કરીને એ પાપોથી રહિત થયો એનો ઉલ્લાસપૂર્વક આનંદ પ્રગટ કરે છે. આ રીતે ઉ એટલે જે ગુરૂ ભગવંત પાસે ચોથુ આવશ્યક પ્રતિક્રમણ પૂર્ણ કર્યું એમને ઉલ્લાસપૂર્વક વંદન કરે છે. એ વંદન કર્યા પછી એ ગુરૂ ભગવંતની સાથે આખા દિવસમાં જે કાંઇ મન, વચન, કાયાથી એમના પ્રત્યે અશુભ
Page 59 of 67
Page #60
--------------------------------------------------------------------------
________________
ચિંતવન થયેલું હોય એનો મિચ્છામિ દુક્કડમ્ આપવા માટે એ પાપથી પાછા વા માટે “અભઠ્ઠીઓ” વંદન કરે છે અને એ પાપોથી પાછો ફ્રે છે જેમ જેમ જીવ પાપોથી રહિત થતો જાય છે તેમ તેમ અંતરમાં સરળતા. ગુણ પેદા થતો જાય છે. પાપોથી રહિત થતા જા સરળતા ગુણની અનુભૂતિ પેદા ન થાય તો એ પાપોની આલોચના શલ્યપૂર્વકની ગણાય છે. જેમ જેમ પાપથી પાછો ફ્રે તેમ તેમ સરળતા ગુણ પેદા થવો જોઇએ. જો સરળતા ગુણ ન આવે તો કરેલો ધર્મ શલ્યપૂર્વક કરેલો છે એમ જ્ઞાની ભગવંતો કહે છે. જે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતકાળ સુધી જીવને સંસારમાં રખડાવે છે.
આ રીતે અભઠ્ઠિઓથી વંદન કર્યા પછી ગરૂભગવંતની સાથે જે પાપ થઇ ગયા તેનો મિચ્છામિ દુક્કડમ્ દીધો તેથી ઉલ્લાસપૂર્વક દેવ વાંદણા કરવાના હોય છે. એ દેવવાંદણા દીધા પછી પ્રતિક્રમણ આવશ્યકથી મોટા ભાગના પાપોનો નાશ થયેલો હોય છે છતાં પણ જેમ શરીરમાં ગુમડુ વગેરે થયેલું હોય એની જેમ શલ્ય રૂપે જે કાંઇ પાપ રહી ગયેલા હોય એ પાપથી પાછા વા માટે કાઉસગ્ગ નામનું આવશ્યક શરૂ થાય છે. એ આવશ્યકની શરૂઆત કરતા જગતમાં રહેલા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો તેમજ મુનિ ભગવંતોને ખમાવતા તેમજ સકલ જીવ રાશિને ખમાવીને પાતે સાવધ વેપારના ત્યાગ રૂપે પચ્ચખાણમાં રહેલો છું એ “કરેમિ ભંતે સૂત્ર બોલીને યાદ કરી જાય છે. તેમજ કયા કયા પાપોથી પાછો.
ર્યો તેને યાદ કરવા માટે ઇચ્છામિઠામિ સૂત્ર બોલે છે અને શલ્ય રૂપે રહેલા પાપને નાશ કરવા માટે ૫૦ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ એટલે કે બે લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. ત્યાર પછી એક લોગસ્સનો કાઉસગ્ન કરે છે એના પછી પાછો ફ્રીથી એક લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આ રીતે ૧૦૦ શ્વાસોચ્છવાસનો (ચાર લોસ્સ) કાઉસગ્ગ પૂર્ણ થાય એટલે શલ્ય રૂપે રહેલા પાપો નાશ પામે છે. આ રીતે કાઉસગ્ગથી શલ્યના પાપથી રહિત થયો. જે ક્ષેત્રને વિષે પાપથી રહિત થયો તેમજ આરાધના જે થઇ એ આરાધનામાં સહાયભૂત થનાર ક્ષેત્ર દેવતાને યાદ કરી એક એક નવકારના કાઉસગ્ગથી એની ભક્તિ કરે છે અને આ રીતે પાંચમું કાઉસગ્ગ આવશ્યક પૂર્ણ થતાં છેલ્લું છઠ્ઠું આવશ્યક ઉલ્લાસપૂર્વક શરૂ કરતાં છઠ્ઠા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરે છે અને ઉભગવંત પાસે આ પાપોથી રહિત થયો એમને બે વાંદણાથી વંદન કરે છે અને વંદન કર્યા પછી જે પચ્ચખાણ કરવાનું હોય છે. તે વખતે તે પચ્ચખાણ કરે છે. આ રીતે છએ આવશ્યક પૂર્ણ થતા ીથી છએ આવશ્યકને નામ સાથે યાદ કરી જાય છે. ઉલ્લાસપૂર્વક આખા દિવસનાં પાપથી રહિત થયો એના આનંદ રૂપે નિકટના ઉપકારી જેના શાસનમાં આપણે આરાધના કરી રહ્યા છીએ એવા મહાવીર મહારાજાની સ્તુતિ ઉલ્લાસપૂર્વક મોટેથી બોલાય છે.
ઉલ્લાસપૂર્વક આખા દિવસમાં થયેલા પાપોથી પાછા ફ્રીને ૬ આવશ્યક પૂર્ણ થાય એટલે અંતરમાં એટલો બધો આનંદ થાય છેકે તીર્થંકર પરમાત્માઓએ આ પાપથી પાછા વાની ક્રિયા બતાવી ન હોત તો રોજે રોજના પાપ કરીને ગુણાકાર રૂપે પાપ કરીને પાપ થતા થતા મારા આત્માને કર્મથી કેટલો ભારે કરત. પાપથી પાછા વાની ક્રિયા બતાવેલી હોવાથી સંપૂર્ણ પાપ રહિત થઇ શકે એવી શક્તિ મારામાં નથી પણ રોજે રોજ થતા પાપથી પાછા ક્રવાની ક્રિયા અંતરમાં પાપનો ડર પાપની ભીરુતા પેદા થતા થતા એવી શક્તિ પેદા થતી જાય કે આ જીવનમાં સંપૂર્ણ પાપ રહિત થઇને જ હું મરણ પામું. આ ભાવના છે. આવશ્યકની ક્રિયા પ્રસન્નતાપૂર્વક કરતા કરતા અંતરમાં પેદા થતી જાય એ ભાવનાના વિચારોને વારંવાર યાદ કરતો જાઉં ને મારા આત્માનું સત્વ પેદા કરતો જાઉં. આ રીતે વિર્ષોલ્લાસ પેદા કરતા કરતા નિકટના ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની સ્તુતિ ઉલ્લાસપૂર્વક બોલાય છે એ સ્તુતિ ઉલ્લાસપૂર્વક
Page 60 of 67
Page #61
--------------------------------------------------------------------------
________________
બોલ્યા પછી તીર્થંકર પરમાત્માઓની સ્તવના “નમૂત્થણ” સૂત્રથી કરવામાં આવે છે અને એ નમુત્થણે સૂત્ર બોલ્યા પછી કોઇપણ તીર્થંકર પરમાત્માનું સ્તવન કે જે સ્તવનને વિષે પુરૂષાર્થ કરીને તીર્થંકર પરમાત્માઓએ પોતાના દોષોને નાશ કરતા આત્મિક ગુણોને પેદા કરતા કરતા સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ કરે તે એને યાદ કરીને સંપૂર્ણ દોષોને નાશ કરતો જાય. એવી જ રીતે દોષોને નાશ કરી પુરૂષાર્થ કરતા કરતા દોષો નાશ પામતા જાય તેમ તેમ......
અનાદિકાળથી સંસારને વિષે પરિભ્રમમ કરતા કર્મનો બંધ. કર્મનો ઉદય ને કર્મોની સત્તા દોષોને નાશ કરીને ઘટાડતા ઘટાડતા ગુણોનો ઉત્કર્ષ જે રીતે પ્રાપ્ત કરતા જાય એને યાદ કરીને પોતાના આત્માની સાથે એની વિચારણા કરતો જાય છે. આ રીતે દોષોનું ઉમૂલન ગુણોનો ઉત્કર્ષ અને કર્મના નાશને યાદ કરીને પોતાનો આત્મા સ્તવના કરતા કરતા વર્તમાનમાં કયા સ્થાને કઇ કક્ષાએ એટલે કે કેટલા દોષોનો. નાશ થયો છે, કેટલા દોષોનું ઉમૂલ કરી રહ્યો છું, કયા કયા ગુણોનો ઉત્કર્ષ કરતો જાઉં છું. એની વિચારણા સ્તવન સાથે કરતો જાય છે. આ રીતે એકાગ્ર ચિત્તે ભગવાનના ગુણોની સાથે પોતાના આત્માની વિચારણા એકાગ્ર ચિત્ત કરતા કરતા ઘણા ખરા અશુભ કર્મો તીવરસે બંધાયેલા હોય એ મંદ રસે શિથિલ થતા જાય છે. આ રીતે સ્તવના કર્યા બાદ ઉપકારી એવા તીર્થંકર પરમાત્માઓને, આચાર્ય ભગવંતોને, ઉપાધ્યાય ભગવંતોને ને સાધુ ભગવંતોને યાદ કરીને વંદન કરે છે. આ રીતે વંદન કરીને રાી દ્વીપ ને વિષે. ૧૫ કર્મભૂમિને વિષે જેટલા સાધુ ભગવંતો હોય છે એ સઘળાય સાધુ ભગવંતોને નમસ્કાર કરે છે. ત્યાર પછી ૧૦૦ શ્વાસોશ્વાસનો કાઉસગ્ન એટલે ચાર લોન્ગસ્સનો કાઉસ્સગ્ન પાપથી પાછો ક્યે એ ઉલ્લાસ પ્રગટ કરવા કરે છે. આ રીતે ઉલ્લાસ પ્રગટ કરીને લોગ્ગસ્સ બોલ્યા પછી ભગવાનના શાસન વિષે જે જે મહાપુરૂષો પુરૂષાર્થ કરીને પોતાના આત્માનું સાધી ગયા એ મહાપુરૂષોના જીવનને યાદ કરવા રૂપે સઝાયા કરે છે એ સક્ઝાય પૂર્ણ થયા પછી વિદ્ગોને દૂર કરવા માટે અને મંગલરૂપે આરાધના શાંતિથી થાય અથવા. આરાધના શાંતિથી પૂર્ણ થઇ એ હેતુથી ચાર લોગસ્સનો કાઉસગ્ગ સંપૂર્ણ પૂર્ણ કરે છે. મંગલ રૂપે શાંતિ બોલવાનું વિધાન છે. એ શાંતિ બોલ્યા પછી ઉલ્લાસથી ૨૪ તીર્થંકર પરમાત્માને ઉપકાર બુદ્ધિથી યાદ કરી જાય છે એટલે કે તેમની સ્તવના કર છે. આ રીતે કરવાથી પ્રતિક્રમણની પૂર્ણાહુતિ થાય છે.
છ આવશ્યકની ક્રિયા છે આવશ્યક જે ટાઇમે પૂર્ણ થાય છે તે વખતે પાપથી પાછા વાની ક્રિયા પૂર્ણ થઇ જાય છે. ત્યાર પછી બાકીની જે ક્રિયાઓ મૂકેલી છે તે ગીતાર્થ ગુણીજનોએ ભેગા થઇને શ્રાવકોને છ આવશ્યક પૂર્ણ થતા સામાયિકનો ટાઇમ બાકી રહેતો હોવાથી એમાં આર્તધ્યાન ને રીદ્રધ્યાનના વિચારો ન કરે તે હેતુથી તેમજ વાતોચીતો કરતા કરતા સામાયિકમાં ગમે તેવા પાપ ન બાંધે તે હેતુથી પાછળની બધી ક્રિયા દાખલ કરેલી છે.
Page 61 of 67
Page #62
--------------------------------------------------------------------------
________________
રાઇ પ્રતિક્રમણ વિધિ
શ્રાવક સૂર્યોદય પહેલા એક પ્રહર એટલે કે ત્રણ કલાક પહેલા ઉઠી જાય. ઉઠ્યા પછી શરીરની શુધ્ધિ કરી કપડા બદલીને સામાયિક ગ્રહણ કરે એ સામાયિકમાં પોતે જેટલો અભ્યાસ કરેલો છે તેનો સૂત્ર, અર્થ તદુભયથી સ્વાધ્યાય કરે. એ સ્વાધ્યાય કરતા કરતા સૂર્યોદયની બે ઘડી બાકી રહે ત્યારે પ્રતિક્રમણની શરૂઆત કરે અથવા સવારે એક પ્રહર પહેલા ઉઠીને શુધ્ધિ કરી સામાયિક લઇને રાતના ઉંઘને વિષે સ્વપ્ત આવેલા હોય એનાથી પાછા ફરવા માટે સો શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરે. (૧૦૦) અને જો રાત્રે મૈથુનની ક્રિયા કરેલી હોય અને એ મૈથુનનો દોષ લાગ્યો હોય તો ૧૦૮ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરે. એટલે કે ચાર લોગસ્સનો સાગર વર ગંભીરા સુધીનો કાઉસગ્ગ કરે. એ કાઉસગ્ગથી રાતના જે પાપ થયેલા હોય સ્વપ્રથી તે પાપથી પાછા ફ્રાય.
ત્યાર પછી ચૈત્યવંદનની શરૂઆત કરીને જગચિંતામણીથી સંપૂર્ણ જયવીયરાય સૂત્ર સુધી બોલીને વંદન કરે. આ રીતે ચૈત્યવંદન પૂર્ણ થયા બાદ ઉપકારી અરિહંત પરમાત્માને-આચાર્ય ભગવંત-ઉપાધ્યાય ભગવત ને સાધુ ભગવંતને નમસ્કાર કરે છે. આ રીતે ચાર ખમાસમણા દીધા બાદ સૂત્ર, અર્થ, તદુભયથી પોતાને જેટલા સૂત્ર આવડતા હોય એનો સ્વાધ્યાય કરે અને સૂર્યોદય પહેલા બે ઘડી બાકી રહે ત્યારે ઇરિયા વહિયા કરીને એક લોગસ્સનો કાઉસગ્ગ કરી પ્રતિક્રમણની શરૂઆત કરે. સૂર્યોદય પહેલા બે ઘડીમાં અસજ્ઝાયનો કાળ હોવાથી એ વખતે સ્વાધ્યાય ન થતો હોવાથી પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે કારણ કે વિધિરૂપે અસજ્ઝાયના કાળમાં જે કાંઇ સૂત્ર બોલવામાં આવે તેનો નિષેધ કરેલો નથી.
જૈન શાસનની બધી ધર્મક્રિયા ધ્યાનરૂપે જ છે.
વાંચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એ પાંચ સ્વાધ્યાયના પ્રકાર છે.
સજ્ઝાય સંદિસાહૂ સજ્ઝાય કરું કહીને નવકાર મંત્ર બોલીને ભરહેસરની સજ્ઝાય બોલવી તે પૂર્ણ
થાય પછી તેનો જે વિર્યોલ્લાસ પેદા થયો કે જૈન શાસનમાં જે જે આત્માઓ જૈન શાસનને પામીને પરિસહોને- ઉપસર્ગોને વેઠીને ચિત્તની પ્રસન્નતા પેદા કરીને સમતાભાવ રાખીને પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા એ જીવોના ચરિત્રોને નામથી યાદ કરીને પોતાના આત્માને ભાવનારૂપે વિચારણા કરતા હું પણ આવું સત્વ પેદા કરીને મારા આત્માનું કલ્યાણ કરનારો ક્યારે બનું એ રીતે સત્વ પેદા કરવાનો પ્રયત્ન કરવા માટે મંગલ રૂપે મહાપુરૂષોને નામથી યાદ કરે છે. એમાં પોતાના આત્માના વિર્યોલ્લાસ વધતા ગુરૂ ભગવંતોને વંદન કરીને રાત્રિને વિષે થયેલા પાપોને સમુદાય રૂપે મિચ્છામિ દુક્કડમ્ આપે છે. આ રીતે સમુદાય રૂપે રાત્રિને વિષે થયેલા પાપોનો મિચ્છામિ દુક્કડમ્ આપીને પોતે ક્યાં અને કઇ અવસ્થામાં રહેલો છે તે યાદ કરવા માટે ને રાત્રિને વિષે થયેલા પાપોથી પાછા ફરવા માટે ઉપકારી તીર્થંકર પરમાત્માઓએ જે
Page 62 of 67
Page #63
--------------------------------------------------------------------------
________________
વિધિ બતાવી છે તે હેતુથી તીર્થંકર પરમાત્માની સ્તુતિ “નમુથુણંથી કરે છે અને આ રીતે સ્તવના કરીને પોતે સામાયિકમાં રહેલો છે માટે એ સુત્ર બોલીને ફ્રીથી યાદ કરી જાય છે. કરેમિભત્તે બોલ્યા પછી જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એ પાંચ આચારમાં રાત્રીને વિષે જે રીતે પાલન કરવાનું કહ્યું છે તે રીતે પાલન ન થયું હોય અને એનાથી વિપરીત પાલન થયેલું હોય તેના પાપથી પાછા. ક્રવા માટે “ઇરછામિ ઠામી” સૂત્ર બોલે છે અને પંચાચારના પાપથી પાછા વા માટે ૫૦ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કહેલો છે તેની શરૂઆત કરવા “તસ્સઉત્તરી” “અન્નધ્ય” બોલીને ૨૫ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરે છે.
એટલે કે ૧ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. ત્યાર પછી બીજીવાર ૧ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. ત્યાર પછી ઉલ્લાસપૂર્વક ત્રીજી વાર પંચાચારને વિષે અજાણતાં કોઇ પાપ રહી ગયેલું હોય તો એનાથી પાછા
વા માટે પંચાચારની ગાથાઓનો કાઉસગ્ગ કરે છે પછી વિર્ષોલ્લાસપૂર્વક એ પાપનો નાશ થતા. સિધ્ધાણં બુધ્ધાણ” સૂત્ર બોલીને ત્રીજા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરે છે.
- ત્રીજા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કર્યા પછી ગુરૂભગવંતોને વાંદણાથી વંદન કરે છે. વદન કરીને હું શું કરવા ઉપસ્થિત થયો છું અને કયા પાપથી હું પાછો અને હવે મારે કયા પાપની આલોચના કરવાની છે. તેને યાદ કરવા માટે “ઇચ્છામિઠામી સૂત્ર” ફ્રીથી બોલે છે. બારવ્રતને વિષે તેમજ સમ્યકત્વને વિષે તથા અપ્રશસ્ત ઇન્દ્રિયો અપ્રશસ્ત કષાયો અને અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગના વ્યાપારથી.
રાત્રિને વિષે જાણતા અજાણતા જે કોઇ પાપ થઇ ગયા હોય તે પાપથી પાછા વા માટે તેમજ વિસ્તારથી એ પાપોને યાદ કરીને તેની નિંદા ગંહ કરવા માટે તેમજ એવા પાપ વિશિષ્ટ આત્માનો ત્યાગ કરવા ચોથા પ્રતિક્રમણ આવશ્યકની ક્રિયાની શરૂઆત કરે છે. એની પહેલા જગતને વિષે રહેલા ૮૪ લાખ જીવા યોનિમાંથી એટલે કે ૪૨૦૦ પ્રકારના જીવોને વિષે એને ઉત્પન્ન થવાના સ્થાનોનો નાશ કર્યો હોય એ જીવોને દુ:ખ આપ્યું હોય. એ જીવો પ્રત્યે અંતરથી દ્વેષ બુદ્ધિ પેદા કરી હોય એમ અનેક રીતે મનમાં વિચારોથી, વચનથી, બોલવાથી, કાયાના હલચલનથી, રાત્રીને વિષે જે કોઈ જીવને મારાથી નાશ કરાયો હોય, કોઇની પાસે નાશ કરાવ્યો હોય તેમજ જે કોઇ જીવે એ જીવોને નાશ કરવાની પ્રવૃત્તિ કરી હોય એની. અનુમોદના કરી હોય એ જીવોની હિંસાથી પાછા વા માટે અને અંતરમાં એ જીવો પ્રત્યે મૈત્રીભાવ પેદા કરવા માટે એ જીવોને ખમાવે છે. તેમજ રાત્રીને વિષે ૧૮ પાપસ્થાનકમાંથી જે કોઇ પાપનું સેવન પોતાને માટે પોતાના ગણાતા કુટુંબ માટે મન, વચન, કાયાથી જે કોઇ પાપ થઇ ગયું હોય તે પાપથી પાછા વા માટે મિચ્છામિ દુક્કડમ્ દે છે. આ રીતે પોતાના આત્માને, સર્વ જીવોને ખમાવવા દ્વારા મેત્રીભાવથો વાસિત કરે છે તથા થયેલા પાપોથી પોતાના આત્માને પાપોથી પાછો વીને ઉલ્લાસપૂર્વક સમ્યકત્વ આદિને વિષે પાપોથી પાછા વા માટે વંદિત્તાસૂત્રની શરૂઆત કરે છે. વિશિષ્ટ રીતે પાપથી પાછા વાના હેતુથી સૌથી પહેલા મંગલરૂપે પંચ પરમેષ્ઠિને યાદ કરવા નવકારમંત્ર બોલે છે. પાછો ફ્રીથી હું સામાયિકમાં છું તે સૂત્રને યાદ કરી જાય છે.
૬ આવશ્યક ક્રિયાનો સમુદાય ભેગો થાય ત્યારે જ આખા દિવસના જે સામુદાયિક પાપ થયા હોય તે નાશ પામે. જુદા જુદા આવશ્યકથી જુદા જુદા પાપ નાશ પામે છે.
જે પાપથી પોતાનો સ્વાર્થ ન સધાય. કોઇ જોઇ જાયતો બાલ બોલ કરે કે મારાથી પાપ થઇ ગયું ના જવે તો પાપને ચલાવી લે. અને તે પોતાના પાપને પાપ માનતો નથી. સજ્જતા મળે તો પાપ ન માને.
Page 63 of 67
Page #64
--------------------------------------------------------------------------
________________
જે ટેસથી આહાર વાપરો તો ઉપરથી પાપનો વઘાર થાય છે. સફળતા મળે તે પાપને પાપરૂપે માનતો થાય તો તેને મળેલા અનુકુળ આહારમાં આનદ ન આવે.
ખાવા માટે પાપ. ખાવાના પદાર્થમાં આનંદનો વઘાર કરવાનો આ પાપ કરીને હું ક્યાં જવાનો તે વિચાર કરીને વાપરો તો ટેસ ના આવે. તો કર્મ ચિકણા બંધાય નહિ.
કરેમિભંન્ને સૂત્ર યાદ કર્યા પછી ઇરછામિઠામી સૂત્ર બોલીને સમ્યકત્વ આદિ ૧૨૪ અતિચારના પાપોની આલોચના ક્રવાની હોવાથી લોકના અગ્રભાગે રહેલા સર્વ સિધ્ધ ભગવંતોને નમસ્કાર કરીને તેમજ લોકને વિષે રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરીને એમની સાક્ષીએ જે કાંઇ પાપ થઇ ગયા હોય તે પાપોથી પાછા વાનો પ્રયત્ન કરું છું. જ્ઞાનીની આજ્ઞા મુજબ પાપને પાપરૂપે માન્યતા પેદા કરીને એ પાપની પ્રવૃત્તિ એ અધર્મની જ પ્રવૃત્તિ છે. એનાથી સંસારની વૃદ્ધિ થાય છે એમ અંતરથી માનીને એવી અધર્મની પ્રવૃત્તિ રાત્રીને વિષે મન, વચન, કાયાથી કરવા ને કરાવવા રૂપે જે પ્રવૃત્તિ થઇ ગયેલી હોટ એનાથી પાછા વા માટે અને એ પાપની નિંદાને ગહ કરવા માટે વંદિત્તાસૂત્રની શરૂઆત કરે છે. કારણ કે શ્રાવક ને પાપનું અનુમોદન ૨૪ કલાક ચાલુ રહેતુ હોવાથી એનું પચ્ચખાણ હોતુ નથી અને એના પાપથી પાછા વાનું હોતુ નથી માટે એ પાપની નિંદા અને ગહ શ્રાવક કરી શકતો નથી. આ રીતે વિર્ષોલ્લાસપૂર્વક ઉપયોગપૂર્વક વંદિતસૂત્ર બોલ્યા પછી પાપથી પાછા વાન થયું અને એ પાપોનો જે નાશ
એનો અંતરમાં આનંદ પેદા થતા જે ગુરૂભગવંતની નિશ્રામાં પાપથી પાછા ક્રવાનું થયું એમને ઉલ્લાસપૂર્વક વંદન કરે છે ત્યાર પછી ગુરૂભગવંતની સાથે વિનય આદિ કરવામાં આશાતના થઇ હોય તેનાથી પાછા વા માટે અને એ પાપથી છૂટકારો મેળવવા માટે અભુઠ્ઠિયો પૂર્વક વંદન કરે છે અને મિચ્છામિ દુક્કડમ માંગે છે પછી વાંદણાથી વંદન કરે છે ત્યાર પછી “આયરિય ઉવઝાય” બોલીને પાછુ પોતાનું કરેમિભત્તે સૂત્ર બોલીને હું સામાયિકમાં છું. ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ બોલીને પચ્ચખાણ કરવા માટેનો કાઉસગ્ગ કરે છે. ઋષભદેવ ભગવાનના કાળમાં એટલે કે એમના તીર્થમાં બાર મહિનાના ઉપવાસ થઇ શકતા હતા માટે “તપ ચિંતવણી” માં ૧૨ મહિનાથી શરૂ થતું હતું. વચલા ૨૨ તીર્થકરના કાળમાં ૮ મહિનાના ઉપવાસ થઇ શકતા હતા માટે તપચિંતવણીમાં ૮ મહિનાથી શરૂઆત થતી હતી. ભગવાન મહાવીરના શાસનમાં જે આપણે આરાધના કરી રહેલા છીએ એ શાસનમાં ૬ મહિનાના ઉપવાસ થઇ શકે છે માટે તપચિંતવણીમાં ૬ મહિનાથી શરૂઆત થાય છે. એ કાઉસગ્ગ કરતી વખતે પોતાના જીવનમાં સળંગ જેટલા ઉપવાસ કર્યા હોય એની ચિંતવણા કરવામાં આવે ત્યારે શક્તિ છે એમ પદ બોલવાનું હોય છે અને એનાથી આગળના ઉપવાસને વિષે ભાવના છે એમ બોલવાનું હોય છે અને જે દિવસે જે પચ્ચખાણ કરવું હોય એ પચ્ચખાણની ચિંતવના આવે ત્યારે પરિણામ છે એમ બોલવાનું હોય છે.
તપ ચિંતવણીનો કાઉસગ્ગ કરતા શ્રાવક પોતે અંતરમાં વિચારણા કરે છેકે આજે કઇ તિથિ છે, કયા ભગવાનનું કલ્યાણક આજે છે. એ પ્રમાણે પોતાના અંતરમાં વિચારણા કરતો જે પ્રમાણેની પોતાની શક્તિ હોય એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેની ક્રિયા અપ્રમત્તપણે થઇ શકે અને મનની પ્રસન્નતા સારી રીતે જળવાઇ શકે એ રીતે વિચારણા કરવી એને શક્તિ મુજબની વિચારણા કહેવાય છે. શક્તિથી ઉપરાંત તપ કરવાની વિચારણા કરે તો કોઇવાર જ્ઞાનના અભ્યાસમાં એના સ્વાધ્યાયમાં ચિત્તની પ્રસન્નતા ટકી શકતી નથી. કેટલીક વાર દર્શનની ક્રિયાને વિષે મનની સ્થિરતાનો ભાવ પણ ટકી શકતો નથી. કેટલીક વાર સામાયિક પ્રતિક્રમણ ચારિત્રની ક્રિયા વિષે મનની એકાગ્રતા ને સ્થિરતા શક્તિ ઉપરાંત તપ
Page 64 of 67
Page #65
--------------------------------------------------------------------------
________________
કરવાથી પરિણામ ટકી શકતા નથી માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્રિયાઓ ના સિદાય તે રીતે તપ કરવાનો વિધિ છે. એવી રીતે શક્તિથી ઓછો પણ તપ કરવાનું વિધાન નથી. જો જીવ આહાર સંજ્ઞાને આધીન થઇ જાય તો મોહના ઉદયથી જીવને શક્તિ હોવા છતાં પર્વના દિવસે કલ્યાણકોના દિવસે તપ કરી શકે તેવી શક્તિ હોવા છતાં તપ કરવાનું મન થતું નથી અને પોતે જ રૂટીન મુજબ જીવનમાં, જે તપ કરતો હોય તે પ્રમાણે કરતો રહે છે. આથી આવા જીવોને અંતરમાં આહારસંજ્ઞાને સંયમિત કરવાને માટે અણાહારીપણાનું લક્ષ પેદા કરીને સકામ નિર્જરાપૂર્વક કર્મોની નિર્જરાની ભાવના પેદા થતી નથી. જે જીવોના અંતરમા ખાવ તે પાપ છે. આવી બધ્ધિ પેદા કરીને લાંબાકાળ સધી એ બદ્ધિને ટકાવવાનો પ્રયત્ન કરતો જાય અને બને તેટલું ઓછા ટંકથી જીવન જીવાય એ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતા કરતા વચમાં વચમાં શક્તિ મુજબ સંપૂર્ણ ટંકનો ત્યાગ કરીને એટલે કે ઉપવાસ કરીને પોતાનું જીવન જીવતો થાય કે જેથી અણાહારીપણાનું લક્ષ લાંબાકાળ સુધી અંતરમાં ટક્યું રહે. આ વિચારણા અંતરમાં પેદા કરીને એનો સંસ્કાર દ્રઢ કરવા માટે આત્મામાં ક્ષયોપશમ ભાવે ધર્મની પ્રાપ્તિ પેદા કરવા માટે અથવા પેદા થયેલી હોય તો એ ધર્મને સ્થિર કરવા માટે રોજ સવારમાં ઉઠીને પોતાની શક્તિ માપીને તપની વિચારણા કરતો. જાય છે અને ભાવનાના વિચારો કહેવાય છે કારણ કે ઉઠતાની સાથે જ આજે કઇ તિથિ છે, કયા કયા. કલ્યાણકો છે, કેટલો મહત્વનો દિવસ છે, પર્વનો દિવસ છે કે સામાન્ય દિવસ છે. ઇત્યાદિ અનેક પ્રકારની વિચારણાઓ કરવી અને આહારના ત્યાગની ભાવનાઓની વિચારણાઓ કરવી તને ભાવના રૂપે તપની. વિચારણા કહેવાય છે.
આહાર કરવો તે પાપ છે. તે માટે તપ કરીને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી કર્મ ખપાવીને અણાહારી પદ મેળવું તેવું લક્ષ રાખીને તપ કરો.
આહારની ઇચ્છા મોહનીય કર્મના ઉદયથી. આહાર મળે લાભાંતરાયના ક્ષયોપશમ ભાવથી. આહાર ભોગવાય ભોગતરાંયના ક્ષયોપશમ ભાવથી.
આહાર ત્યાગની ઇરછા અણાહારી પદના લક્ષથી. મોહનીયકર્મના ક્ષયોપશમ ભાવથી. અણાહારી પદને મેળવવા સૌથી પહેલા મોહને ઘા મારો. આહારની ઇચ્છા તૂટે તો અણાહારી પદને મેળવવાનું લક્ષ પેદા થાય.
ખુદ તીર્થંકર પરમાત્માઓને ખબર હોવા છતાં કે હું તીર્થંકર થવાનો છું તીર્થની સ્થાપના કરવાનો છું છતાં પણ પૂર્વભવના કર્મોને ખપાવવા તેમને પણ નિર્જરા તપ કર્યો હતો.
લક્ષનો અભાવ એજ મોહનીય કર્મનો ઉદય છે.
તિથિની અપેક્ષાએ પરિણામની શક્તિ આવે. ભાવનાથી શક્તિ મપાય. જીવનમાં જ્યાં સુધીનું તપ કર્યું હોય ત્યાં સુધીનો વિચારણા કરે.
ઇચ્છા નિરોધ તપ, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી જ પ્રાપ્ત થાય. ભાવના થઇ શક્તિ પરિણામ કાલે જોઇશું.
આહાર કરવો એ પાપ છે એવી વિચારણા વારંવાર કરતા એનો સંસ્કાર જેટલો રૂઢ થતો જાય એનાથી અંતરમાં આહારની પ્રતિપક્ષી ચીજ અણાહારી પણાનો ભાવ અંતરમાં પદા થતો જાય છે. એટલે કે અણાહારી પણાની ભાવના અંતરમાં રાખીને અત્યારે વર્તમાનમાં ભગવાન મહાવીરના શાસનમાં અત્યારે જે સંઘયણ બળથી આરાધના કરું છું એ સંઘયણ બળના કાળમાં જે અભ્યાસ કરું છું તેનાથી આહારના
Page 65 of 67
Page #66
--------------------------------------------------------------------------
________________
ટંકોનો ત્યાગ કરતા કરતા ૧૮૦ દિવસ સુધી આહાર વગર જીવી શકાય છે એમાંથી અભ્યાસ કરતા કરતા.
ક્યારે હું ૧૮૦ ઉપવાસ કરતો થાવું આવી ભાવના રાખીને વર્તમાનમાં એક સાથે જેટલા ઉપવાસ કર્યા હોય તેના આંકડાની વિચારણા આવે ત્યારે એટલે કે ૧૮૦ ઉપવાસમાંથી ૬ મહિનાના ઉપવાસને બદલે પાંચ મહિનાના ઉપવાસની વિચારણા કરવી પછી ચાર મહિનાના ઉપવાસની વિચારણા કરવી પછી ત્રણ મહિનાના ઉપવાસની વિચારણા કરવી ત્યાર પછી બે મહિનાના ઉપવાસની વિચારણા કરવી. આ રીતે બે માસના ઉપવાસ સુધી ઉતરીને ૧ મહિનાના ઉપવાસની ભાવના કરવી. એક માસના ઉપવાસ પછી એક એક ઉપવાસ ઘટાડીને ૧૬ ઉપવાસ સુધીની ભાવના કરવી. ૧૬ ઉપવાસ સુધીની ભાવના કરીને એના પછી આહારના ટંકના ત્યાગની વિચારણા કરવી એટલે કે ૧૬ ઉપવાસમાં ૩૪ ટંકના આહારનો ત્યાગ થાય છે. ૩૪ ભક્તના ત્યાગમાંથી બે બે ઓછા કરતા કરતા ૩૨, ૩૦, ૨૮, ૨૬, ૨૪, ૨૨, ૨૦, ૧૮, ૧૬, ૧૪, ૧૨, ૧૦, ૮ (અઠ્ઠમ થાય) (બે ઉપવાસ) ૪, ૨ ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું, બિયાસણું, અવટ્ટ, પુરિમટ્ટ, સાઢપોરિસિ, પોરસિ, નવકારશી. આ રીતે તપચિંતવણીના કાઉસગ્નમાં વિચારણા કરતા કરતા જીવનમાં જેટલો તપ કર્યો હોય એની સંખ્યાની શરૂઆત થાય ત્યાંથી ઓછો લેપ કરવામાં શક્તિ છે, પરિણામ નથી એમ શબ્દો બોલવાના હોય છે. પરિણામ એટલે જે દિવસે જે તપ કરવાની ભાવના કરો હોય અને શક્તિ મુજબ તપની વિચારણા કરી હોય, વર્તમાનમાં ભાવનાને શક્તિ મુજબ તપ કરવાનો પરિણામ પેદા થતો નથી. આથી જેટલો પરિણામ પેદા થાય એટલે કે વિર્ષોલ્લાસપૂર્વક એ દિવસે જેટલો તપ કરવાની ઇચ્છા થાય એ તપ કરવો અને પરિણામ કહેવાય છે. આથી નિશ્ચિત થાય છે કે મનના પરિણામ રોજે રોજ એક સરખા રહેતા ન હોવાથી તેમજ શરીરની શક્તિ પણ રોજે રોજ એક સરખી રહેતી ન હોવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના મનની એકાગ્રતાથી અને શરીરની શક્તિ મુજબ કરવાનું વિધાન કહેલુ હોવાથી એ જ્ઞાન , દર્શન, ચારિત્રની આરાધનામાં ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવામાં સહાયભૂત થાય એ રીતે રોજે રોજ પરિણામ પૂર્વક એટલે કે વિર્ષોલ્લાસપૂર્વક તપ કરવાનું વિધાન કહેલું છે અને પરિણામ કહેવાય છે.
આરાધનામાં ભાવના અણહારી પદ એટલે કે મોક્ષની કરવાની અને તેના પરિણામ રૂપે મેળવવા તેના પ્રતિપક્ષીને કાઢવા જ પડે. અજ્ઞાન ને અજ્ઞાન રૂપે ઓળખવું જ પડે. તે સંસાર વધારે. ભગવાન તેમના જેવા ત્યારે જ બનાવે કે જ્ઞાન પેદા થાય ત્યારે ઘર પ્રત્યે રાગ ઘટાડવો જ પડે મંદિર પ્રત્યે રાગ વધારવો જ પડે. કેવલજ્ઞાન પામવા માટે મોહનીય કર્મનો જ નાશ કરવાનો છે. તે જાય એટલે બધા જતા રહે છે.
આ રીતે ભાવના શક્તિ પરિણામ ત્રણે રીતે રાઇ પ્રતિક્રમણને વિષે તપ ચિંતવણીના કાઉસગ્ગને વિષે વિચારણા કરતા કરતા પોતાના આત્માની વિશુધ્ધી વધારવા માટે અને વિશેષ રીતે કર્મની નિર્જરા કરવા માટે વિર્ષોલ્લાસપૂર્વક તિથિને યાદ કરીને પચ્ચખાણની ધારણા કરે છે અને એ પચ્ચખાણની ધારણા પરિણામ રૂપે પેદા થાય એટલે કાઉસગ્ગ પાળે છે. કાઉસગ્ગ પાળીને પોતાના આત્મામાં વિર્ષોલ્લાસ વંધતા ૨૪ તીર્થંકર પરમાત્માઓએ મારા પોતાના આત્માના ઉપકારને માટે આહાર ત્યાગ કરીને કેટલી સુંદર ચીજ મારા માટે મૂકી છે. આવી વિચારણા પેદા થતા ૨૪ તીર્થંકર પરમાત્માની સ્તવના કરે છે. આ રીતે લોગસ્સ બોલ્યા પછી મુહપત્તિનું પડિલેહણ કરી જે ગુરૂભગવંત પાસે પાપથી પાછા વાનો પ્રયત્ન કરે છે એમને ઉલ્લાસપૂર્વક વંદન કરે છે. વંદન કર્યા બાદ ૧૪ રાજલોકને વિષે શાશ્વતી-પ્રતિમાઓ અને અશાશ્વતી પ્રતિમાઓ જ્યાં જ્યાં દેવલોકને વિષે રહેલી છે. તીર્થોને વિષે રહેલી છે એમના નામથી ને
Page 66 of 67
Page #67
--------------------------------------------------------------------------
________________ સ્થાપના રૂપે ભાવપૂર્વક વંદન કરીને એમની સ્તવના કરે છે. તેમજ રા દ્વીપમાં રહેલા સાધુ ભગવંતોને યાદ કરીને નમસ્કાર કરીને 6 આવશ્યકને યાદ કરી જાય છે અને તે વખતે ઉપયોગપૂર્વક જે પચ્ચખાણ કરવાનું હોય એ આવડતું હોય તો પોતાના હાથે પચ્ચખાણ લે છે ન આવડતું હોય તો પચ્ચખાણની ધારણા કરે છે. આ રીતે પચ્ચખાણ કર્યા બાદ દેવ વંદનની શરૂઆત કરે છે. એ દેવવંદન પુરૂ થયા પછી રાા દ્વીપને વિષે રહેલા સાધુ ભગવંતોને વંદન કરીને આપણાથી નજીકમાં કેવલજ્ઞાની તરીકે વિચરતા એટલે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રને વિષે વિચરતા 20 તીર્થકરોમાંથી પહેલા ચાર તીર્થંકર પરમાત્માઓ આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા છે એમાના સૌથી પહેલા સીમંધર સ્વામિ ભગવાન આપણે જે ક્ષેત્રમાં આરાધના કરીએ છીએ એ ક્ષેત્રથી નજીક થાય છે માટે સિમંધરસ્વામીની સ્તવના રૂપે એમનું ચૈત્યવંદના અને સ્તવન તેમજ સ્તુતિ મંગળરૂપે યાદ કરીએ છીએ ત્યાર પછી આ જંબુદ્વીપને વિષે પ્રાયઃ શાશ્વતો. ગણાતો શંત્રુજય ગિરિ કે જે પર્વત અત્યાર સુધીમાં અનંતા તીર્થકરો અનેક બીજા આત્માઓ કે જ્યાં કાંકરે કાંકરે અનંતા જીવો સિદ્ધિગતિને પામ્યા છે એ અનંતા સિદ્ધિગતિને પામેલા જીવોને યાદ કરીને અને આ. અવસર્પિણીના પ્રથમ તીર્થકર બદષભદેવ ભગવાન પોતાના આત્માન કલ્યાણ સાધવા પૂર્વ નવ્વાણું વાર ઉપર ચઢીને કાઉસગ્ગ ધ્યાને રહીને પોતાના આત્માનું કલ્યાણ સાધતા હતા એ બદષભદેવ ભગવાનની સ્તવના. રૂપે આત્માનું કલ્યાણ સાધવા માટે એમનું ચૈત્યવંદન, સ્તવના, સ્તુતિ કરાય છે. આ કારણથી આ શત્રુંજય ગિરિરાજનું સ્તુતિ, સ્તવન, ચેત્યવંદન કરાય છે. આ રોતે વિર્ષોલ્લાસપૂર્વક જ્યારે શત્રુંજય ગિરિરાજની સ્તવના પૂરી થાય ત્યારે એના આત્માને રાત્રીના થયેલા પાપોથી હું રહિત થયો એનો આનંદ પેદા થતો જાય. છે. અહીં રાઇ પ્રતિક્રમણની પૂર્ણતા થાય છે. સંપૂof Page 67 of 67.