________________
આર્તધ્યાનથી જીવોને સદ્ગતિનું આયુષ્ય બંધાય છે. કારણ કે ઇચ્છિત સુખને મેળવવાની ઇચ્છાથી ધર્મ કરે છે માટે આર્તધ્યાન કહેવાય છે અને અશુભ ક્રિયાઓ કરતો નથી. ધર્મની ક્રિયાઓ કરે છે માટે શુભપણું હોય છે આથી શુભ આર્તધ્યાન કહેવાય છે.
આ શુભ આર્તધ્યાનથી થતી દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ક્રિયાઓમાં જેટલું નિરતિચારપણું વધારે એટલું પરલોકનું વધારે સારૂં આયુષ્ય બાંધી શકાય છે. આથી અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો નિરતિચાર ચારિત્રનું પાલન કરી દેવલોકનું ઉત્કૃષ્ટથી એકત્રીશ સાગરોપમનું આયુષ્ય બાંધે છે અને શુભ અનુષ્ઠાનોની સાથે એટલે આરાધનાની સાથે જેટલું નિરતિચારપણાનું લક્ષ્ય ઓછું એટલું શુભ આયુષ્ય પણ ઓછું ઓછું બંધાય છે. માટે એવી આરાધનામાં મનુષ્યપણાના આયુષ્યનો બંધ પણ કરી શકે
છે.
શુભ પરિણામવાળા જીવો દુઃખથી ગભરાય પણ સુખથી ગભરાતા નથી. સુખમાં આનંદ માને છે. શુધ્ધ પરિણામવાળા જીવો દુઃખથી ગભરાતા નથી પણ સુખથી ગભરાય છે માટે જેમ જેમ સુખ સામગ્રી વધે તેમ ગભરાટ પેદા થતો જાય. કારણ કે એ સમજે છેકે પાપનો નાશ કરવામાં દુઃખ સહાયભૂત થાય છે માટે શુધ્ધ પરિણામવાળો જીવ દુઃખથી ગભરાતો નથી પણ સુખથી ગભરાય છે કારણકે જો સુખમાં રમણતા અને આનંદ કરીશ તો મારે અનંતોકાળ સંસારમાં રખડવું પડશે.
અપુનબંધક દશાના પરિણામવાળા જીવો પહેલા ગુણસ્થાનકે રહેલા હોવા છતાં મિથ્યાત્વના કારણે અનુકૂળ પદાર્થોમાં ગમો થઇ જાય અને દુઃખ લાગે પણ આનંદ અને રમણતા પેદા ન થાય આવા પરિણામ હોય છે. આવા પરિણામના લક્ષ્યથી જીવ ઘણાં કર્મ બંધથી બચી જાય છે એજ મોટામાં મોટો લાભ છે.
પાપ થઇ જવું એ જુદી વાત છે અને પાપ કરવું એ જુદી વાત છે એ બેમાં આકાશ પાતાળનું અંતર
છે.
સંસારમાં બેઠો છું પાપ કરવું પડે એમ બોલે એનો નંબર ન આવે કારણકે તે પાપનો ઢાંકપીછોડો
કરે છે.
જેટલા પાપનો ત્યાગ થયો એનો આનંદ અને બાકી રહેલા પાપથી નથી છૂટ્યો તેનું દુઃખ અંતરમાં હોય તેજ ધર્મ કરવામાં આગળ વધી શકે છે.
ધર્મ ક્રિયા કરતા કરતા અનુકૂળ પદાર્થોના સુખનો હેતુ આવે તોતે આર્તધ્યાન જ કહેવાય છે. સુખની ઇચ્છા તે જ હિંસાનો પરિણામ છે.
જયણા પાળતા પાળતા અહિંસાનું લક્ષ્ય રાખો.
શુભ આર્તધ્યાનથી કરાતી ધર્મક્રિયા ક્યારેય મોક્ષનો અભિલાષ પેદા કરાવે નહિ.
શુભ આર્તધ્યાન અશુભ । આર્તધ્યાન કરતા વધારે નુક્શાન કરે છે.
પુણ્ય ઉપર શ્રધ્ધા હોય તો જીવ પાપ કરતા ખચકાય છે.
આ જીવનમાં સુખને દુ:ખ રૂપ માનવું એજ સાચો તપ કહેલો છે.
સુખના ઉદ્વેગ વગર સર્વવિરતિના પરિણામ આવે જ નહિ.
અનાદિ કાળના સંસ્કારોને ભૂંસવા માટે અને નવા સંસ્કારોને પેદા કરીને દ્રઢ કરવા માટે એકડો ઘુંટવો જ પડે એટલે કે પુરૂષાર્થ કરવો જ પડે કારણકે કરવા જેવી ચીજ આજ છે.
સુખના હેતુથી થતી શુભક્રિયા પણ પાપરૂપે જ કહેલી છે અને તે સંસાર વૃધ્ધિનું કારણ છે.
Page 27 of 67